સોનિપત, ભારત, March 30, 2017 /PRNewswire/ --
નામાંકિત અમેરિકન પત્રકારત્વ શિક્ષણવિદ્, પ્રશાસક અને લેખક Professor Tom Goldsteinની આજે O.P. Jindal Global University (JGU)ની Jindal School of Journalism & Communication (JSJC)ના સંસ્થાપક ડીન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ Professor Goldsteinને કોલમ્બિયા અને બર્કલે ખાતે પત્રકારત્વ શાખાના ડીન તરીકે કામગીરી સંભાળી છે અને પુલિત્ઝર પ્રાઇઝના બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યાં છે.
(Photo: http://mma.prnewswire.com/media/483749/Professor_Tom_Goldstein__Founding_Dean_of_JSJC.jpg )
પત્રકાર તરીકે Professor Goldsteinને AP, Newsday, The Wall Street Journal અને The New York Times ખાતે કામગીરી કરી છે અને ન્યૂયોર્ક શહેરના મેયર એડવર્ડ કોચના પ્રેસ સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. છેલ્લા 20 વર્ષો દરમિયાન Ford Foundation, McKinsey, અને તાજેતરમાં Twitter સહિત પ્રેસ કામગીરી ઉપરાંત અનેક નફાકારક અને બિન નફાકારક સંસ્થાઓને પોતાની સેવાઓ આપી ચૂક્યાં છે.
આ અંગે જાણકારી આપતા JGUના સંસ્થાપક વાઇસ ચાન્સેલર Professor (Dr) C Raj Kumar જણાવ્યું હતું કે, "Jindal School of Journalism and Communicationના સંસ્થાપક ડીન તરીકે Professor Tom Goldsteinની જાહેરાત કરતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. Professor Goldstein JGU ખાતે અસામાન્યપણે વૈવિધ્યપૂર્ણ અનુભવો અને પરિપ્રેક્ષ્યોનો સમૂહ રજૂ કરે છે."
Professor Kumar વધુમાં ઉમેર્યુ હતુ કે, "જટિલ અને વિકસી રહેલા માધ્યમ અને કમ્યુનિકેશનની ભૂમિકા ખૂબ સારી રીતે સમજી શકનારા એક બૌદ્ધિક સ્વપ્નદ્રષ્ટા તરીકે દેશમા પત્રકારત્વ અને કમ્યુનિકેશનની પ્રથમ આંતરશાખાકીય સ્કૂલ સ્થાપવામાં તેમનું પ્રદાન અને નેતૃત્વ અત્યંત મૂલ્યવાન રહેશે. પત્રકાર, શિક્ષણવિદ્, લેખક, પ્રશાસક અને સંસ્થા નિર્માતા તરીકેનો તેમનો બહોળો અનુભવ તેમને JSJCના સંસ્થાપક ડીનની ભૂમિકા ધારણ કરવા માટે ચોક્કસપણે પ્રસંગોચિત બનાવે છે. તેઓ વિદ્યાપ્રભાગના સભ્યોના ઉત્કૃષ્ટ સમૂહનું નેતૃત્વ કરશે જે ખૂબ જ ટૂંક સમયમાં JSJC સાથે જોડાઇ રહ્યાં છે."
ન્યૂયોર્કના બફેલો ખાતે જન્મેલા Professor Goldsteinને યાલે યુનિવર્સિટીના સ્નાતક છે, જ્યાં તેમણે અંગ્રેજીમાં વિશિષ્ટ ઉપાધી પ્રાપ્ત કરી હતી અને કોલમ્બિયા યુનિવર્સિટી લો સ્કૂલની સાથે સાથે તેની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પણ અભ્યાસ કર્યો છે.
JSJCના સંસ્થાપક ડીન Professor Tom Goldsteinને જણાવ્યું હતું કે, "O.P. Jindal Global Universityની વિશિષ્ટપણે ગતિશિલ શૈક્ષણિક સમુદાય સાથે જોડાતા મને અત્યંત ખુશી થાય છે, હું તેની જર્નાલિઝમ સ્કૂલના ડીન બનવા માટે ખૂબ જ અપેક્ષા રાખતો હતો. આવી તક કારકિર્દીમાં માત્ર એક વખત પ્રાપ્ત થાય છે."
છેલ્લા અનેક વર્ષો દરમિયાન Professor Goldsteinને ગેઇન્સવિલે ખાતે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા (1983-84), હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે કેનેડી સ્કૂલ ઓફ ગવર્મેન્ટ (1994), કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમ (જુલાઇ 2000 - જૂન 2002), સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી (ફોલ 2002) અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (2003 અને 2004) ખાતે પાંચ 'નામાંકિત' સંસ્થાઓના અધ્યક્ષ બનવાનું સન્માન પ્રાપ્ત થયું છે.
Professor Goldstein 1984માં બર્કલે ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ફેકલ્ટી તરીકે જોડાયા હતા અને 1988 થી 1996 અને ફરીથી 2011-2012 દરમિયાન તેની પત્રકારત્વ શાખાના ડીન તરીકે કામગીરી કરી હતી. 2005 થી 2016 સાડા અગિયાર વર્ષ માટે તેમણે મીડિયા સ્ટડીઝમાં બર્કલેના અન્ડરગ્રેજ્યુએટ કાર્યક્રમના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. 2014 થી 2016 સુધી તેઓ બર્કલે ખાતે સમગ્ર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની પ્રવેશ સમિતિના અધ્યક્ષ રહ્યાં હતા. પોતાની માતૃસંસ્થા કોલમ્બિયા યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમના ડીન તરીકે સેવા આપવા 1997માં તેમણે બર્કલેમાંથી રજા લીધી હતી. તેઓ ડીન હતા ત્યારે અમેરિકામાં પ્રેસ વિષયક બાબતોની અગ્રણી જનરલ કોલમ્બિયા જર્નાલિઝમ રિવ્યૂની કામગીરી ઉપર દેખરેખ રાખી હતી અને અમેરિકાના પ્રતિષ્ઠિત જર્નાલિઝમ એવોર્ડ પુલિત્ઝર પ્રાઇઝના બોર્ડના સભ્ય તરીકે કામગીરી કરી હતી. તેઓ અને તેમના સાથીઓએ સ્કૂલ માટે US$50 મિલિયનનું ભંડોળ ઊભું કર્યુ હતું.
બર્કલે ખાતે પાછા ફરતા પહેલા Professor Goldstein સ્ટેનફર્ડ અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી ખાતે શિક્ષણ આપ્યું હતું. Professor Goldsteinનું છેલ્લુ પુસ્તક જર્નાલિઝમ એન્ડ ટ્રુથ 2007માં પ્રકાશિત થયું હતું. અત્યારે તેઓ જાહેરાત અને સમાચાર વચ્ચે ઐતિહાસિક સંબંધો અંગે પુસ્તક પૂર્ણ કરી રહ્યાં છે.
JSJC અંગે
JSJC હરિયાણા પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009 દ્વારા સ્થપાયેલી નોન-પ્રોફિટ ગ્લોબલ યુનિવર્સિટી O.P. Jindal Global University (JGU)ની છઠ્ઠી સ્કૂલ છે. Jindal School of Journalism & Communication (JSJC)ની કલ્પના ભારતમાં વિશ્વ-સ્તરની સંસ્થાનું નિર્માણ કરવાની છે જે મીડિયા અને કમ્યુનિકેશન સ્ટડીઝમાં શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણની તકો પૂરી પાડે. સ્કૂલનો હેતુ મીડિયા, NGO, થિંક ટેન્ક, સંશોધન સંસ્થાઓ, કોર્પોરેશન અને શૈક્ષણિક સંસ્થાઓના ક્ષેત્ર આગામી પેઢીનું નેતૃત્વ સર્જન કરવાનો છે.
O.P. Jindal Global University (JGU) અંગે
JGU તેની છ સ્કૂલમાં અનેક સંશોધન કેન્દ્રોના સ્વરૂપમાં સંશોધન સમૂહો ધરાવતી સંશોધન-કેન્દ્રિત યુનિવર્સિટી છે અને અત્યારે 42 દેશોમાં 150થી વધારે અગ્રણી યુનિવર્સિટી સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વ્યવસ્થા ધરાવે છે. છ વર્ષના ટૂંકા સમયગાળામાં JGU દ્વારા National Assessment and Accreditation Council (NAAC) તરફથી સૌથી ઊંચો રેટિંગ ગ્રેડ "A" પ્રાપ્ત કરનારી હરિયાણાની પ્રથમ ખાનગી યુનિવર્સિટી હોવાની વિશિષ્ટતા પ્રાપ્ત કરવામાં આવી છે.
વધુ માહિતી માટે, મુલાકાત લો: http://www.jgu.edu.in/
મીડિયા સંપર્કઃ
Ms. Kakul Rizvi
[email protected]
+91-8396907273
Additional Director, Communications and Public Affairs
O.P. Jindal Global University
Share this article