મુબંઈ, March 30, 2017 /PRNewswire/ --
ઉપભોક્તાઓના ઉપયોગિતાની ચૂકવણી સેવાઓમાં વધારાએ પ્રોસેસિંગ વોલ્યુમ અને આવકમાં વધારાની આશા અપાવી છે.
MoneyOnMobile, Inc. (OTCQX: MOMT) એ BSES Yamuna Power Limited સાથે તેના 1.60 મિલિયન ઉપભોક્તાઓને તેમના ઇલેક્ટ્રિસીટી બિલો કોઇપણ MoneyOnMobileના 3,30,000 રિટેઇલ આઉટલેટ અથવા MoneyOnMobileની મોબાઇલ વોલેટ એપ્લિકેશન દ્વારા ચૂકવવાની ક્ષમતા પૂરી પાડવા કલેક્શન કરારની જાહેરાત કરી છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
"MoneyOnMobileએ ભારતભરમાં 100થી વધુ મિલિયન ગ્રાહકોને તેમના નાણાંકીય વ્યવહારમાં મદદ કરી છે અને હવે આ BSES Yamuna Power Limited સાથેની ભાગીદારી દ્વારા, અમે વધુ મદદ કરી શકીશું," Ranjeet Oak, MoneyOnMobileના પ્રમુખ અને COOએ જણાવ્યુ.
"ભારતમાં ઘણા ઉપભોક્તા તેમના બિલ રોકડમાં ચૂકવે છે. અમે તેમને એક ઉકેલ પૂરો પાડીએ છીએ જેથી તેઓ અનુકૂળ રિટેઇલ આઉટલેટ પર અથવા મોબાઇલ વોલેટ દ્વારા ચૂકવણી કરી શકે છે. આ અમારા રિટેલરોને MoneyOnMobile માંથી દરેક થયેલ ટ્રાન્સેક્શન પર કમિશન મેળવવા માટે સક્ષમ બનાવે છે," Harold Montgomery, MoneyOnMobile, Inc ના અધ્યક્ષ અને CEOએ જણાવ્યુ.
BYPL વિશે
BSES Yamuna Power Ltd મધ્ય અને પૂર્વ દિલ્હી, ભારતની રાજધાની કે જે લગભગ 200 ચો. કિમીનો વિસ્તાર આવરી લે છે તેમાં ઇલેક્ટ્રિસીટીનો પૂરવઠો પૂરો પાડે છે. નીચેના વિસ્તારોમાં પાવરનું વિતરણ BSES Yamuna Power Ltd દ્વારા થાય છે: પહારગંજ, પટેલ નગર, દરિયાગંજ, યમુના વિહાર, કારાવાલ નાગા, લક્ષ્મી નગર. ગીટી રોડ, મયુરવિહાર, ચાંદની ચોક, ક્રિષ્નાનગર, ઝિમિલ, નંદ નાગરી, વગેરે. BSES Yamuna Power Ltdની પાવર વિતરણની યોજના હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચો. કિમી. 4203 વસ્તી ઘનતા છે. ઇલેક્ટ્રિસીટી કંપની 16 લાખ લોકોને સેવા આપે છે. BYPL અંગે વધુ માહિતી માટે, કૃપયા http://www.bsesdelhi.com/ જૂઓ.
MoneyOnMobile Inc. વિશે
MoneyOnMobile Inc. એક વૈશ્વિક મોબાઇલ ચૂકવણી ટેકનોલોજી અને પ્રોસેસિંગ પૂરી પાડતી મોબાઇલ ચૂકવણી સેવા છે. MoneyOnMobile મોબાઇલ ચૂકવણી સેવા છે જે ભારતીય ઉપભોકતાઓને સામાન અને સેવા માટે અથવા એક સેલફોન માંથી બીજા ફોનમાં, સરળ એસએમએસ ટેક્સટ ફંકશન, MoneyOnMobile એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે. આ સેવા MoneyOnMobile મારફતે ભારતીય ઉપભોક્તાઓને દેશભરમાં 3,30,000થી વધિ રિટેઇલ સ્થળો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે. The New York Timesમાં MoneyOnMobile વિશે New York Times - MoneyOnMobile પર વાંચો.
Safe Harbor નિવેદન
આ પ્રકાશન કોઈપણ એન્ટિટીની કોઈપણ જામીનગીરી ખરીદવા અથવા વેચવા માટેની કોઇ યાચના કરતું નથી. આ પ્રકાશન અમુક આગામી નિવેદનો અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહી અને ધારણા પર આધારિત છે જેમાં જોખમ અને અચોક્કસતા સમાયેલી છે. આ પ્રકાશનમાં દૂરદ્રષ્ટિવાળા નિવેદનો અત્યાર સુધીની તારીખમાં અમને ઉપલબ્ધ માહિતીને આધારે છે. અમારા વાસ્તવિક પરિણામો દૂરદ્રષ્ટિવાળા નિવેદનોમાં જણાવવામાં આવેલ અથવા સૂચિત કરતાં ભૌતિક અલગ, અમારા વેપાર સાથે સંક્ળાયેલ જોખમ અને અચોક્કસતાને કારણે હોય શકે છે, કે જેમાં અમારા ઓગષ્ટ 19, 2016માં ભરવામાં આવેલ ફોર્મ 10-Kમાં જણાવવામાં આવેલ જોખમ પરિબળોનો સમાવેશ થાય છે. દૂરદ્રષ્ટિવાળા નિવેદનોમાં અમારી ભવિષ્યની અપેક્ષાઓ, માન્યતાઓ, ઇરાદા કે સંબંધિત વ્યૂહરચનાના નિવેદનોનો સમાવેશ થાય છે અને દૂરદ્રષ્ટિવાળા શબ્દો જેમકે "અપેક્ષિત", "માન્યતા", "થઈ શકે", "અંદાજ", "અપેક્ષા", "ઇરાદો", "હોય શકે", "હોવું જોઇએ" અને "થવું જોઇએ" અથવા સમાન શબ્દો દ્વારા ઓળખી શકાય છે. અમે આ પ્રકાશનમાં સમાવિષ્ટ કોઇપણ માહિતી અપડેટ કરવાની જવાબદારી લેતાં નથી, તે નવી માહિતી, ભવિષ્યની ઘટના અથવા અન્યથાને પરિણામે હોય શકે છે.
કોર્પોરેટ કમ્યુનિકેશન સંપર્ક:
Navaz Damania
Vice President, Corporate Communications
61, MoneyOnMobile House
Ramchandra Lane, Malad West
Mumbai - 400064
Tel: +91-22-45021520
Mobile: +91-9167122661
[email protected]
Share this article