કોલકાતા, March 24, 2017 /PRNewswire/ --
ભારતમાં જ્વેલરી ફેરના સૌથી મોટા આયોજક UBM Indiaએ આજે પૂર્વીય ભારતમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરી ફેર Kolkata Jewellery & Gem Fair (KJGF)ની જાહેરાત કરી છે, જેને કોલકાતાના મિલન મેલા ખાતે 8 થી 10 એપ્રિલ, 2017 દરમિયાન યોજવામાં આવશે. આ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી ખાસ કરીને પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના પડોશી દેશોના જ્વેલરી મથકોમાંથી 150 પ્રદર્શકો ઉમટી પડે તેવી ધારણા છે.
(Logo: http://mma.prnewswire.com/media/481743/KJGF_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
KJGFની 3જી આવૃતિ ત્રણ દિવસીય એક્સ્પો હશે જે ભારતમાં જ્વેલરી ઉદ્યોગ માટે સિમાચિહ્ન ઊભું કરશે અને તેમાં જબરજસ્ત તેજી લાવશે. ચાલુ વર્ષે ભાગ લઇ રહેલા પ્રદર્શકોમાં હીરા, સોના, ચાંદી, રત્નો, મશીનરી, પેકેજિંગ અને આનુષંગિક સેવાઓના ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને ડીલરોનો સમાવેશ થાય છે. યોગાનુયોગ મોસમી ઉત્સવો અને ઉનાળુ લગ્ન મોસમની શરૂઆત સાથે પોઇલા બૈશાખ, બંગાળી નવુ વર્ષ અને પવિત્ર અક્ષય તૃતયાની તરત પહેલા યોગ્ય સમયે KJGF 2017નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ સરકાર અને Calcutta Gem & Jewellery Welfare Association (CG&JWA) , Bangiya Swarna Shilpi Samity (BSSS) અને Swarna Shilpa Bachao Committee જેવા મત્ત્વપૂર્ણ સંગઠનો દ્વારા સમર્થિત KJGF ગ્રાહકો અને સપ્લાયર્સને એક-બીજા સાથે જોડાવવા, સંપર્ક સાધવા, વિચારોના આદાન-પ્રદાન, નવા આવતાં ટ્રેન્ડ અને વ્યાવસાયિક તકોના સર્જન માટે ખૂબ જ સારો મંચ પૂરો પાડે છે. આ કાર્યક્રમમાં શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને અમેરિકામાંથી આંતરરાષ્ટ્રીય ખરીદદારો પોતાની હાજરી નોંધાવશે. એક્સ્પોના ભાગરૂપે બાન્કુડા, ગુવાહાટી, પટના, રાયપુર, જમદેશપુર અને રાંચી જેવા સમગ્ર પૂર્વ ભારતના શહેરોમાં રોડ શો અને શોપ-ટુ-શોપ પ્રવૃતિઓનું આયોજન કરાશે.
એક્સ્પોમાં હીરા, મોતી, રત્નો અને સોનામાં હારની સાથે સંબંધિત પ્રોડક્ટ અને સેવાઓ સહિત બારીક રીતે ડિઝાઇન કરેલી અને હસ્તકળાથી રચિત જ્વેલરીનો વ્યાપક શ્રેણી રજૂ કરશે. ચાંદબાલિશ, ચૂર, રત્નચૂર, મન્તાશા, સપ્તલહરી, હેન્સુલિસ, નબરત્ન સેટ, કુંદન, પોલકી અને મીનાકરી સેટ પરંપરાગત બ્રાઇડલ જ્વેલરી ઉપરાંત જ્વેલરીના સ્વરૂપમાં કોલકાતામાં નોંધપાત્ર પ્રમાણમાં જ્યોતિષીય હેતુઓ માટે વપરાતા ગ્રહરત્નો પણ સમાવેશ થાય છે.
શહેર અને તેના પેટા વિસ્તારનુ છૂટક બજાર અંદાજે રૂ. 3,000 કરોડનું હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. જૂના પારિવારિક જ્વેલર્સને સંરક્ષણ મળવાનું ચાલુ હોવા છતા નવા વૈશ્વિક ઓર્ડર ચોક્કસપણે શ્રેષ્ઠતમ ગ્રાહક અનુભવ, વ્યવહારની સરળતા અને સાંસ્કૃતિક આધાર આંતરરાષ્ટ્રીય વલણો ઉપર નજરની સાથે બજારમાં સંગઠિત રિટેલરની હાજરીને પ્રોત્સાહન આપે છે. અસંખ્ય જ્વેલરીઓ રૂઢિગત જ્વેલરીથી ક્લાસી પરવડી શકે તેવી બેસ્પોક જ્વેરાત તરફ આગળ વધી રહ્યાં છે. તે અનુસાર રિમોડેલિંગ હેરલૂમ જ્વેલરીમાંથી કસ્ટમાઇઝ અને ઓછુ વજન ધરાવતી જ્વેલરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે ભાગ લઇ રહેલા નામાંકિત પ્રદર્શકોમાં Unique Chains Private Limited, B.C. Jain Jewellers Pvt. Ltd, Indian Gem & Jewellery Creation Pvt Ltd, Jagdamba Chains Pvt. Ltd., AB Jewels, L Gopal & Sons, Sonar Bangla Jewellers Pvt. Ltd., Occi - Ori Jewels Pvt. Ltd., Shree Siddhi Vinayak Jewellers, Harshwardhan Gems, Jewel India, Jai Gulab Dev, Royal Chains Pvt. Ltd., R.G. Bangle Private Limited, Bond Forever, Emerald Jewel Industry India Ltd. અને Dharmanandan Diamonds Pvt. Ltd.નો સમાવેશ થાય છે.
UBM India સૌ પ્રથમ વખત પસંદગીના બંગાળી કારીગરોને તેમણે વેપાર ક્ષેત્રે આપેલા પ્રદાન માટે વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ સન્માન કાર્યક્રમમાં કારીગરોની કલ્માત્મક કારીગરીને પ્રોત્સાહન આપવા પુરસ્કારનો સમાવેશ થશે. નોંધપાત્ર રીતે સંસ્થાની સશક્તિકરણ ઝૂંબેશના ભાગરૂપે કારીગર સમુદાયના કલ્યાણ માટે UBM India ખાસ ભંડોળ પણ ઊભું કરી રહ્યું છે. સમુદાયના શિક્ષણ અને આરોગ્ય વગેરે જેવી કલ્યાણકારી જરૂરિયાતો પુરી પાડવા માટે UBM India દ્વારા પ્રારંભિક નાણાં પણ આપવામાં આવશે.
ભારતના સંભવિત જ્વેલરી અને રત્ન બજારને ઝડપી લેવા માટે KJGF 2017 UBM India દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ચાર શહેરોમાં આયોજિત કરાયેલા જ્વેલરી શો (અન્ય ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હીમાં આયોજિત)માંથી એક છે.
પૂર્વ ભારતમાં જ્વેલરી ઉદ્યોગમાં સતત વધી રહેલી સંભાવનાઓ અંગે જણાવતાં UBM India Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras જણાવ્યું હતું કે, "આ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ઉત્પાદકો, છૂટક વેચાણકારો અને સંગઠનોને એકત્રિત કરીને વેપારને નોંધપાત્ર તેજી પુરી પાડવા અને પૂર્વીય ભારતના જ્વેલરી બજારમાં નવીન શરૂઆતથી અમે આનંદ અનુભવીએ છીએ. પૂર્વ ભારત જ્વેલરીમાં પોતાના સમૃદ્ધ વારસા અને તેના કુશળ કારીગરો માટે જાણિતું છે. આર્થિક પરિવર્તનના સમયમાં અમે આ પરંપરાને સુરક્ષા પુરી પાડવા ખૂબ જ આતૂર છીએ અને નવીન ઉપાયો દ્વારા સમકાલીન વિશ્વ સમક્ષ તેને વધુ પ્રોત્સાહન આપીએ છીએ. તેને સંબંધિત બંગાળના કલાકારો માટે વિશેષ ભંડોળ ઊભુ કરીને અમે ખાસ ઉત્સાહિત છીએ અને સશક્તિકરણ ઝૂંબેશમાં લેવાયેલા દરેક કદમ ઉપર વિશ્વાસ રાખીએ છીએ."
તેમણે ઉમેર્યુ હતુ કે, "2014-2019ના સમયગાળા દરમિયાન ભારતીય રત્ન અને જ્વેલરી ઉદ્યોગ 15.95 ટકાનો કુલ વાર્ષિક વિકાસ દર (CAGR) ધરાવે છે. આ ક્ષેત્રમાં વિપૂલ માત્રામાં નિકાસલક્ષી અને શ્રમ સંબંધિત તકો રહેલી છે જે ભારતને વૈશ્વિક જ્વેલરી બજારના મથક તરીકે સ્વીકૃતિ આપે છે. નોટબંધી અને GSTના સિદ્ધાંતના સમર્થનની સાથે જ્વેલરી ક્ષેત્ર પારદર્શિતા લાવવા માટે આતૂર છે. આથી તે બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સમુદાય આ પરિવર્તનોની ચર્ચા માટે એક મંચ ઉપર એકત્ર થાય અને આવનારા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહાત્મક માર્ગ નિર્ધારિત કરે."
KJGFની 3જી આવૃતિના પ્રસંગે પોતાની વાત જણાવતા CG&JWAના પ્રેસિડન્ટ Mr. Ashok Bengani જણાવ્યું હતું કે, "ભવ્ય જ્વેલરી શોની 3જી આવૃતિ KJGF'17 ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. UBM Indiaના સંકલનમાં યોજાતા પૂર્વીય ભારતના સૌથી મોટા B2B શો તરીકે KJGFને સતત પ્રાપ્ત થયેલી સફળતાથી CG&JWA ખૂબ જ ગર્વ અનુભવે છે. ચાલુ વર્ષે પણ શોમાં હાજર રહેનારા જથ્થાબંધ અને છૂટક વેપારીઓ અને ઉત્પાદકો તરફથી તેમની સાંસ્કૃતિક અને કલાત્મક રચનાઓનું પ્રદર્શન કરવા માટે અમને અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે."
તેમણે ઉમેર્યુ હતુ કે, "હવે સુધરેલા અર્થતંત્રએ ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો કર્યો છે અને KJGF ઉનાળુ લગ્ન મોસમ અને પવિત્ર તહેવારના પ્રસંગની તરત પહેલાના અઠવાડિયાઓમાં યોજાવવા જઇ રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે KJGF ખાતે પડોશી રાજ્યો અને દેશોમાંથી ઉમદા ગ્રાહકો પૂરતા પ્રમામમાં ઉમટી પડશે. લેટેસ્ટ અને સૌથી પ્રભાવશાળી જ્વેલરી રચનાઓનો સંગ્રહ ધરાવતા દેશ અને વિદેશના 150થી વધારે પ્રદર્શકોએ પહેલેથી જ તેમની હાજરી સુનિશ્ચિત કરી છે. રત્ન અને જ્વેલરી ક્ષેત્રના દરેક સ્તરે વિકાસ માટે KJGF વેપાર ખ્યાલો અને તકોનું આદાન-પ્રદાન કરવા ખરેખર એક આદર્શ મંચ પૂરો પાડે છે. હું ઇચ્છુ છું કે આપણે બધા સાથે મળીને આ નોંધપાત્ર વેપાર તક ઉજાગર કરીએ અને તેનો ફાયદો મેળવીએ."
UBM India વિશેઃ
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને પરસ્પર નજીક લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે બહુવિધ ઉદ્યોગોમાં સક્રીય વેપાર માટે ક્ષમતા આપે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asia UBM plcની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે. વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
UBM plc અંગેઃ
UBM plc વિશ્વમાં સૌથી મોટી B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. સતત વધી રહેલા ડિજિટલ વિશ્વમાં માનવીય સ્તરે અર્થપૂર્ણ જોડાણ સાધવાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયુ છે. UBM ખાતે ઔદ્યોગિક ક્ષેત્ર માટે અમારું ઊંડુ જ્ઞાન અને જૂસ્સો, મૂલ્યવાન અનુભવનુ સર્જન કરવામાં અમને મદદ પુરી પાડે છે, જેને લોકો મેળવી કરી શકે છે. અમારી ઇવેન્ટ ખાતે લોકો સંબંધોનું નિર્માણ કરે છે, સોદાઓ કરે છે અને તેમનો વ્યવસાય વિકસાવે છે. 20થી વધારે દેશોમાં સ્થિત અમારા 3,750 લોકો ફેશનથી લઇને ફાર્માસ્યુટિકલ સામગ્રીઓ સુધી 50 જુદા-જુદા ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યબદ્ધ અને જૂસ્સો ધરાવતા લોકો અને બજારની અગ્રણી ઘટનાઓ પોતાની મહત્ત્વકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે વેપારી સમુદાયને રોમાંચક તકો પુરી પાડે છે.
વધારે વિગતો માટે કૃપયા http://www.ubm.comની મુલાકાત લો; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને Twitter પર @UBM અને LinkedIn પર UBM Plc પર ફોલો કરો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article