નવી દિલ્હી, March 23, 2017 /PRNewswire/ --
- UBM India દ્વારા આયોજિત ભારતનું બહુચર્ચિત ટ્રાવેલ અને ટુરિઝમ પ્રદર્શન
- 40થી વધુ દેશો અને 25થી વધુ ભારતીય રાજ્યોમાંથી 850 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો
- UNWTO અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા સમર્થિત
- SATTE Awards 2017 શરૂ કરાયો
અગ્રણી B2B ઇવેન્ટ સાઉથ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (SATTE) 2017ની નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સંપૂર્ણપણે વ્યાપારિક શો તરીકે સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઇ હતી, તેના 24માં વર્ષમાં મુલાકાતીઓમાં 40 ટકાનો ઐતિહાસિક વધારો જોવા મળ્યો હતો.
(Logo: http://mma.prnewswire.com/media/481167/SATTE_Awards_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/459540/PRNE_UBM_SATTE_Logo.jpg )
ત્રણ દિવસીય વ્યાપારિક નેટવર્કિંગ વેપાર કાર્યક્રમ SATTE 2017 અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હતી જેમાં 40 દેશો અને 25 ભારતીય રાજ્યોમાંથી 850થી વધારે પ્રદર્શકોની હાજરી જોવા મળી હતી. ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન પ્રોડક્ટ ખરીદવા માટે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં 40 દેશોમાંથી વિદેશી ખરીદદારો SATTEમાં ઉમટી પડ્યાં હતા, તેમની સાથે શોમાં અસંખ્ય ભારતીય વ્યાપારિક ખરીદકર્તાઓ પણ હાજર રહ્યાં હતા.
પ્રવાસ અને ઉદ્યોગ જગતના નામાંકિત મહાનુભાવોની હાજરી વચ્ચે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન પ્રધાન Dr Mahesh Sharmaએ, મુખ્ય અતિથિપદેથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ હતું, આ પ્રસંગે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ Mr. Vinod Zutshi, એશિયા અને પેસેફિક માટે પ્રાદેશિક કાર્યક્રમ માટે વરિષ્ઠ અધિકારી Mr. Junichi Kumada, UNWTO; રાષ્ટ્રીય પ્રવાસન સલાહકાર સ્ટિક ટ્રાવેલ એન્ડ મેમ્બરના ચેરમેન Mr. Subash Goyal, મલેશિયાના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન Mr. Dato Seri Mohamed Nazri અને UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યાં હતા.
વર્ષોથી SATTE દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે વિવિધ ઉદ્યોગલક્ષી પહેલને સક્રીય રીતે સમર્થન આપવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમ ટકાઉ પ્રવાસનના લક્ષ્યાંકને મજબૂતી આપવા UNWTO માટે એક મંચ તરીકેની કામગીરી પણ પુરી પાડે છે. 2017ના વર્ષને 'વિકાસ માટે સ્થિર પ્રવાસનના આંતરરાષ્ટ્રીય વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. UNWTO અનુસાર વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે ત્રણ ચાવીરૂપ પ્રાથમિક ક્ષેત્રો સલામતી, સુરક્ષા અને અમર્યાદિત પ્રવાસને પ્રોત્સાહન, પ્રવાસનમાં ટેક્નોલોજી અને નવીનતાની ભૂમિકામાં વૃદ્ધી અને પ્રવાસનમાં સ્થિરતાના મુદ્દાને પ્રાપ્ત કરવાની બાબતનો સમાવેશ થાય છે.
વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે SATTEના સતત વધી રહેલા કદને સ્વીકારતા ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ Vinod Zutshiએ જણાવ્યું હતું કે, "SATTE 2017માં ગત વર્ષ કરતા વધારે પ્રદર્શકો અને પ્રતિસ્પર્ધીઓનું પ્રતિનિધિત્વ જોઇને મને ખૂબ જ આનંદ થાય છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદકર્તાઓ માટે SATTE ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણિતા મંચ તરીકે ઉભરી આવ્યું છે. પ્રવાસન મંત્રાલય હંમેશા SATTEનું સમર્થક રહ્યું છે અને SATTE 2017 સંપૂર્ણપણે વૈશ્વિક પ્રવાસન બજારમાં ભારતનો હિસ્સો વધારવા માટે મંત્રાલય દ્વારા હાથ ધરાયેલી દરેક પહેલ સાથે સુસંગત છે. મને આશા છે કે SATTE કાયમ તેના દરેક પ્રતિસ્પર્ધીઓને ભારતીય પ્રવાસનની વૈવિધ્યતા દર્શાવતું રહેશે."
SATTEની 24મી આવૃતિ અને એક પછી એક વર્ષ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ UBMને અભિનંદન પાઠવતા ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક (I/C) રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન Mahesh Sharmaએ જણાવ્યું હતું કે, "અમે એક પહેલ શરૂ કરી હતી જે ઇ-વીઝા દ્વારા લગભગ 160 દેશોને એકબીજા સાથે જોડે છે. અમારી સરકારની ઇચ્છા પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઇ પર લઇ જવાની છે. માર્ગ અને પરિવનહ મંત્રાલય દ્વારા અમે આપણી માળખાકીય સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યાં છીએ. દેશ 7,500 કિમી લાંબા દરિયાકિનારો, ચાર સરસ ઋતુઓ, હિમાલયનો 73 ટકા હિસ્સો અને બીજુ ઘણુ બધુ ધરાવે છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન ઉદ્યોગમાં મિત્રોની મદદની જરૂર છે."
છેલ્લા અનેક વર્ષોથી SATTEમાં ભાગ લેવા બદલ UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras ભારત સરકારના પ્રવાસન મંત્રાલય (MoT), દેશ અને રાજ્યના પ્રવાસન નિગમમો, એરલાઇન્સ, DMCs, હોટલ અને યાત્રા, પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના સમગ્ર સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "SATTE 2017 અમારા માટે એક સફળ વેપાર કાર્યક્રમ છે. SATTE દુનિયાના આ ભાગમાં વૈવિધ્યપૂર્ણ વૈશ્વિક ટ્રાવેલ અને ટુરિઝમ પ્રોડક્ટ અને સેવાઓ ખરીદવાની સાથે સાથે સમગ્ર વિશ્વમાંથી પ્રદર્શકો અને ખરીદકર્તા એમ બન્ને સમુદાયને ભાગ લેવા એક માત્ર સૌથી મોટા અને સૌથી અગ્રણી આંતરરાષ્ટ્રીય શો તરીકે ઊભરી આવ્યો છે. દર વર્ષે તેમાં વૃદ્ધી થઇ રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મુલાકાતીઓના ઉમેરા સાથે ગુણવત્તાયુક્ત પ્રેક્ષકો સુધી પહોચી રહ્યો છે. અમે પ્રવાસન ક્ષેત્રે વધુ એક લાભદાયક વર્ષની આશા રાખી રહ્યાં છે અને અમને ચોક્કસ ખાતરી છે કે સમસ્યાઓ અને નવીનતાનો સામનો કરવામાં SATTEએ અમારા ભાગીદારોને સજ્જતા આપી છે."
મલેશિયાના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન Datuk Seri Mohammad Nazri bin Abdul Azizએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, "છેલ્લા બે દાયકાઓમાં SATTEની ક્ષમતામાં ઉત્તરોત્તર થયેલા વધારાને જોઇને મને ખુશી થાય છે. લાંબા સમયથી ભારતને મલેશિયાના ખૂબ જ મહત્ત્વપૂર્ણ બજાર તરીકે જોવામાં આવે છે. હું હંમેશા માનુ છું કે લાંબા ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ગાઠ સંબંધોની સાથે ભારત અને મલેશિયા વચ્ચે ગાઢ સાંસ્કૃતિક જોડાણને પ્રવાસન દ્વારા નવી ઊંચાઇ પર લઇ જઇ શકે છે. ભારત અમારા માટે છઠ્ઠા ક્રમનું ટોચનું પ્રવાસન તક પેદા કરતું બજાર છે. અને ચાલુ વર્ષે અમને ભારતમાંથી એક મિલિયન જેટલા લોકોના આગમનની આશા છે. એક ઉત્કૃષ્ટ આકાંક્ષા પરંતુ તે અહીં અમારા ભાગીદારોના સંપૂર્ણ સમર્થનની સાથે પ્રાપ્ત કરી શકાય છે."
UBM Indiaને અભિનંદન આપતાં NTACના સભ્ય Subhash Goyal જણાવ્યું હતું કે, "SATTEએ ખૂબ લાંબી સફર કરી છે. 24 વર્ષ પહેલા જ્યારે SATTEની સ્થાપના કરાઇ હતી ત્યારે તેનો મુખ્ય હેતુ ભારતને વિશ્વકક્ષાએ રજૂ કરવાનો હતો, અન્યથા અમે ITB અને WTMમાં જઇ રહ્યાં હતા. તે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તાઓ અને વેચાણકર્તાઓને અને નાના ભારતીય ટૂર સંચાલકોને એક મંચ પર લાવ્યું છે, જેમને ITB અને WTMમાં જવું પરવડી શકે તેમ નહોતું. હવે તેઓ ભારતમાં જ B2B મુલાકાત કરી શકે છે. આજે SATTE એક યુગ ધરાવે છે. તે ભારતીય ઉપખંડમાં આયોજિત થતો સૌથી મોટો શો છે. આપણે ખરેખર તેને મદદ કરવાની જરૂર છે." ઉદ્યોગ અને હિતધારકોને વિનંતી કરતાં તેમણે જણાવ્યું હતું કે, "દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ તેને SATTE સૌથી મોટો શો બનાવવો જોઇએ."
પ્રવાસન બજાર અને SATTEની વધતી લોકપ્રિયતા
એક્પોના પૂરોગામી તરીકે UBM Indiaએ પ્રથમ વખત SATTE Awards 2017નું આયોજન કર્યુ હતું. પુરસ્કાર સમારંભ પ્રવાસ અને પર્યટન ઉદ્યોગના ચાવીરૂપ હિતધારકોની શ્રેષ્ઠતા, સિદ્ધીઓ અને સંશોધનની સ્વીકૃતિ અને ઉજવણીના પ્રયાસરૂપે આયોજિત કરાઇ હતી અને તે પારદર્શક, વિશ્વસનીય અને પારદર્શક માપદંડો ઉપર આધારિત છે, જે SATTEના મૂલ્યોમાં આત્મસાત કરાયેલા આદર્શો છે. એવોર્ડ સમારંભમાં નેટવર્કિંગ તકો, રજૂઆતો અને અન્ય વિશેષતાઓનો પણ સમાવેશ થાય છે. 19 એવોર્ડ એરલાઇન, ક્રૂઝ, ટૂર ઓપરેટર, હોટલ, ડેસ્ટિનેશન, ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ સહિત પ્રવાસ અને પર્યટન ઉદ્યોગના જુદા-જુદા ક્ષેત્રોને આવરી લે છે. સૌ પ્રથમ વખત આપવામાં આવેલા એવોર્ડને પ્રવાસન ઉદ્યોગ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
એક્સપોમાં લગભગ તમામ રાજ્ય પ્રવાસન બોર્ડમાંથી પાટનર્સ જોવા મળ્યા હતા. જ્યારે NTOમાં અમેરિકા, મેક્સિકો, ઝેચ રિપબ્લિક, સ્પેન, રશિયા, સિંગાપોર, મલેશિયા, ચીન, હોંગકોંગ, જાપાન, કોરિયા, ઇઝરાયેલ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મકાઉ, ફિજિ, ભુતાન, નેપાળ, શ્રીલંકા, અબુ ધાબી, દુબઇ, ન્યૂઝીલેન્ડ, રિયુનિયન આઇસલેન્ડ, તુર્કી અને ઇજિપ્તે ભાગ લીધો હતો. જ્યારે પેરુ, વિયેતનામ અને શારજહા પહેલી વખત આ કાર્યક્રમ સાથે જોડાયા હતા. તુર્કી, દુબઇ, શ્રીલંકા અને થાઇલેન્ડ કાર્યક્રમના ભાગીદાર દેશો છે, જ્યારે શારજહા SATTE 2017ની વિશિષ્ટ દેશ છે. આ જ રીતે ભારતમાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક અમારા ભાગીદાર રાજ્યો છે, જ્યારે ઓડિશા પ્રિમિયમ પાર્ટનર રાજ્ય છે અને જમ્મુ અને કાશ્મીર આ વર્ષ માટે કાર્યક્રમનું વિશિષ્ટ રાજ્ય છે.
SATTE 2017માં આવરી લેવાયેલા મહત્ત્વપૂર્ણ સેશનમાં પ્રવાસન ક્ષેત્ર સંબંધિત નવા ટ્રેન્ડ અને આંતરિક બાબતોનો સમાવેશ થાય છે. પેનલ ચર્ચામાં નીચેના વિષયોનો સમાવેશ થાય છેઃ
ભારતીય પ્રવાસ અને પર્યટન ક્ષેત્ર માટે SATTE 2017 ઉત્પ્રેરક બની ગયુ છે જેમાં દરેક મુલાકાતીઓ કાર્યક્રમ અને તેની સુવિધાઓ માટે ભારે આશાઓ સાથે આવી રહ્યાં છે. પોતાની રીતે ખાસ એક્સ્પોમાં મુલાકાતીઓન સ્પેશિયલ સ્ટાર-અપ પેવેલિયન સહિત સંખ્યાબંધ નવીન વિશિષ્ટતાઓ સાક્ષી બની રહ્યાં છે, જે ટ્રાવેલ સ્ટાર્ટઅપ્સ, ઉત્કૃષ્ઠ નોલેજ ફોરમ અને કોન્ફરન્સને પ્રોત્સાહન આપે છે, ઉપરાંત B2B શિડ્યુલર વ્યાવસાયિકોનું એક-બીજા જોડાણ, ચાય અડ્ડા, સાંસ્કૃતિક મનોરંજન કાર્યો અને ડેસ્ટિનેશન થિમ નાઇટ્સ સહિત અનેક પ્રકારની વિશિષ્ટ સુવિધાઓ પુરી પાડે છે.
UBM India વિશેઃ
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક-બીજાની નજીક લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asia, UBM plcની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
UBM plc અંગેઃ
UBM plc વિશ્વમાં સૌથી મોટી B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. સતત વધી રહેલા ડિજિટલ વિશ્વમાં માનવીય સ્તરે અર્થપૂર્ણ જોડાણ સાધવાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયુ છે. UBM ખાતે ઔદ્યોગિક ક્ષેત્ર માટે અમારું ઊંડુ જ્ઞાન અને જૂસ્સો, મૂલ્યવાન અનુભવનુ સર્જન કરવામાં અમને મદદ પુરી પાડે છે, જેને લોકો મેળવી કરી શકે છે. અમારી ઇવેન્ટ ખાતે લોકો સંબંધોનું નિર્માણ કરે છે, સોદાઓ કરે છે અને તેમનો વ્યવસાય વિકસાવે છે. 20થી વધારે દેશોમાં સ્થિત અમારા 3,750 લોકો ફેશનથી લઇને ફાર્માસ્યુટિકલ સામગ્રીઓ સુધી 50 જુદા-જુદા ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યબદ્ધ અને જૂસ્સો ધરાવતા લોકો અને બજારની અગ્રણી ઘટનાઓ પોતાની મહત્ત્વકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે વેપારી સમુદાયને રોમાંચક તકો પુરી પાડે છે.
વધારે વિગતો માટે કૃપયા http://www.ubm.comની મુલાકાત લો; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM, UBM Plc LinkedIn પર ફોલો કરો
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article