હૈદરાબાદ, ભારત, March 20, 2017 /PRNewswire/ --
Renewable Energy India Expo (આરઇઆઇ ઇન્ડિયા)ના આયોજકો દ્વારા પ્રદેશની ગ્રીન ઇકોનોમી કમ્યુનિટીનું મંડળ
Renewable Energy India Expo (આઇઇઆઇ ઇન્ડિયા)ના આયોજક UBM Indiaએ તેમની પ્રથમ આવૃતિને મળેલી ભવ્ય સફળતા બાદ હિટેક્ષ, હૈદરાબાદ ખાતે 7 અને 8 એપ્રિલ, 2017ના રોજ બે દિવસીય રિન્યૂએબલ એનર્જી વેપાર પ્રદર્શન RenewXની બીજી આવૃતિ જાહેર કરી છે. RenewX 2017 દ્વારા UBM India દક્ષિણ ભારતના ખૂબ જ ફાયદાકારક પુનઃપ્રાપ્ય ઉર્જાના બજારનો લાભ ઉઠાવવા અને તેમાં પ્રવેશવા ઇચ્છતી સંસ્થાઓને ઔદ્યોગિક મંચ પૂરો પાડશે. એક્સ્પોમાં ભારતીય નિયમનકારી માળખા સહિત ઔદ્યોગિક વલણો, પડકારો અને બજારની આંતરિક બાબતોની ચર્ચા કરવા માટે દક્ષિણ ભારતની ગ્રીન ઇકોનોમી કમ્યુનિટીના મંડળની હાજરી જોવા મળશે.
(Logo: http://mma.prnewswire.com/media/479598/RenewX_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ઉત્પાદકો, ઇપીસી, વિક્રેતા અને સેવા પ્રદાતાઓને એક મંચ પર ભેગા મળીને RenewX 2017માં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી માટે પ્રયત્નશીલ 130થી વધારે પ્રદર્શનકારીઓ ભાગ લેવા જઇ રહ્યાં છે. તેમાં Renewable Energy Corporation (India) Pvt. Ltd., Greenko Group, Cleantech Solar Energy, Amplus Energy Solutions Pvt. Ltd., Zhuhai Gmee Solar Equipment Co., Ltd., MachinePulse, Oriano Clean Energy Pvt. Ltd., Avi Solar Energy Pvt. Ltd, Brij Encapsulants, Phocos India Solar Pvt. Ltd., MECO Meters Pvt. Ltd., Vision Mechatronics Pvt. Ltd, Bergen Associates, Premier Solar Systems Pvt. Ltd, Premier Solar Powertech Pvt. Ltd, Archimedes Green Energys Pvt. Ltd., Greenvision Technologies, Surana Solar Ltd., Greentek India Pvt. Ltd, Radite Energy, Solar Idea Pvt. Ltd., Nuevosol Energy Pvt. Ltd. અને RenewSys India Pvt. Ltd. સહિત અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષના ખાસ આકર્ષણમાં RenewX ખાતે પ્રથમ વખત લોન્ચ થઇ રહેલા ચાઇના પેવેલિયનનો સમાવેશ થાય છે. Sunworld Tech Corp, Ningbo Osda Solar Co., Ltd, Ningbo Aike Electronic Technology Co. Ltd., GuangZhou Mango Energy Technology Co. Ltd, Shanghai Minjian Alu Co. Ltd અને Taizhou Hangning Refrigeration Equipment Co. Ltd જેવી અનેક ચીનની કંપનીઓ મુલાકાતીઓને મૂલ્ય વૃદ્ધી અને બૌદ્ધિક આદાન-પ્રદાન પુરું પાડશે. તેલંગણા પેવેલિયનનું પણ આયોજન થઇ રહ્યું છે.
RenewX 2017ને Solar Energy Corporation of India Limited (SECI), Indian Renewable Energy Development Agency Ltd. (IREDA), Telangana New & Renewable Energy Development Corporation Ltd. (TNREDCL) અને National Small Industries Corporation (NSIC) જેવી કેન્દ્રિય મધ્યસ્થ સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત થયુ છે.
RenewXની બીજી આવૃતિની જાહેરાત તે સમયે કરવામાં આવી છે જ્યારે સરકારી સહાયતાથી પ્રાપ્ત થયેલા પ્રોત્સાહનના કારણે દેશના નિર્માણમાં પુનઃપ્રાપ્ય ઉર્જાએ ઉતરોત્તર મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવવાનું ચાલુ રાખ્યું છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ગ્રીન પાવર ભારતના વીજ ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે કારણ કે તાજેતરના સરકારી અને બજારના આંકડા અનુસાર રૂફટોપ અને ઓફ-ગ્રીડ પ્રોજેક્ટ સહિત કુલ સ્થાપિત કરવામાં આવેલી સૌર ક્ષમતા 10 ગીગા વોટ્સથી પણ વધી ગઇ છે. સમગ્ર રીતે ભારત ઉપર નજર કરીએ તો તમિલનાડુ સૌથી વધારે સ્થાપિત કરાયેલી સૌર ઉર્જા ક્ષમતા ધરાવે છે અને ત્યાર બાદ રાજસ્થાન અને ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણાનો ક્રમ આવે છે. સોલર પાર્ક યોજના હેઠળ 2020 સુધી 40,000 મેગા વોટના સૌર ઉર્જા પેદા કરવાની ક્ષમતા બમણી કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત ડેવલપર્સના 30% પ્રારંભિક પ્રોજેક્ટ ખર્ચને નાણાકીય સહાયતા માટે રૂ.8,100 કરોડની જાહેરાત સાથે તાજેતરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રને વધારે પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. ગ્રીન એનર્જી ક્ષેત્ર ઉપર કેન્દ્રિત સલાહકાર બ્રિજ ટૂ ઇન્ડિયાના તાજેતરના અહેવાલમાં દર્શાવ્યા અનુસાર 2017 સુધી ભારતમાં ગત વર્ષ દરમિયાન 137%ની વૃદ્ધી સાથે નવી 8-10 ગીગા વોટ ક્ષમતાનો ઉમેરો થવાની ધારણાં છે.
એક્સ્પોમાં 'સોર્સિંગ ધ સન' વિષય ઉપર બે દિવસીય પરિષદનું પણ આયોજન હાથ ધરાયું છે જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જાઓને વ્યવસાય સાથે સંકલિત કરવા અને શ્રેષ્ઠ ઉપાયો અને પ્રણાલીઓ શોધવા અંગે ચર્ચા કરવામાં આવશે જે સ્વચ્છ ઉર્જાના વ્યવસાયો સાથે સમન્વય વધારવા તરફ દોરી જશે.
સેશનના વિષયો નીચે મુજબ છેઃ
- 'જિજ્ઞાસાને માગમાં પરિવર્તિત કરવી' - તેમાં ગ્રાહકોને સાંકળવા, પ્રોત્સાહિત અને શિક્ષિત કરવાની રીતો ઉપર ખ્યાલો અને વિચારણાઓ રજૂ કરવામાં આવશે જેથી તેઓ તેમના વ્યવસાયમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું સંકલન કરી શકે
- 'ભારતીય સોલર રૂફટોપ બજાર ઉપર આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ' - ટેક્નિકલ રજૂઆત જે રહેણાંક/જાહેર/વ્યાવસાયિક ક્ષેત્રનું વિશ્લેષણ પુરું પાડશે
- 'સની સાઇડ અપ' - એક મંચ જ્યાં ઉદ્યોગ અગ્રણીઓ સોલર રૂફટોપ સેક્ટર અને સ્વચ્છ ઉર્જાના શ્રેષ્ઠ બજારના નિર્માણ માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પોતાના મંતવ્યો રજૂ કરશે.
- નેટ મિટરિંગ પોલિસીના તુલનાત્મક મૂલ્યાંકન અને અમલીકરણનું કેટલાક વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે કેસ સ્ટડી.
- 'આજ અથવા આવતીકાલ' - એક વિશેષ સવાલ-જવાબનું સત્ર જે પુનઃપ્રાપ્ય ઉર્જા કાર્યક્રમોની નાણાકીય અસરો અને આ ક્ષેત્રના ખૂબ જ અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરશે.
- 'ત્રાહિત પક્ષકાર ધીરાણઃ રૂફટોપ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગેમ ચેન્જર?' - આ સત્ર ભારતમાં રૂફટોપ સોલર પાવરના વિકાસમાં રહેલા મુખ્ય ત્રણ અવરોધોની ચર્ચા કરશેઃ સ્થાપના કરવા માટે ખૂબ ઊંચો ખર્ચ, નાણાકીય ધીરાણની ઓછી પ્રાપ્તિ અને દેખિતુ કાર્યક્ષમ જોખમ
- 'મોડ્યુલ ઉત્પાદકો માટે સોલર સિમ્યુલેટરની પસંદગીના મહત્ત્વ' ઉપર ટેક્નિકલ રજૂઆત
- 'ભારતના સંદર્ભમાં પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ અને જોખમ સંચાલન-બેવડી નીતિ' - બિન-સ્રોત આધાર, અંતિમ ગ્રાહકોની ધીરાણ યોગ્યતા, ટેક્નોલોજી અપ્રચલનનું જોખમ અને વ્યવસાય સાતત્ય જોખમ ઉપર નાણાકીય ધીરાણની સાથે આ બે મોટા પડકારો ઉપર ચર્ચા-વિચારણા
- આ સિવાય સત્રમાં બજારમાંથી પ્રાપ્ત થયેલા અનુભવને રજૂ કરવા કેસ સ્ટડી પ્રેજન્ટેશન અને ટેક્નિકલ પ્રેજન્ટેશન અને ટેક્નોલોજીમાં સૌથી પ્રસંગોચિત મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
એક્સ્પોના જાહેરાત પ્રસંગે જણાવતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "વિશાળ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોની ઉપલબ્ધી અને ક્ષમતા હોવા છતા તમામ નાગરિકોને ખાસ કરીને સ્વચ્છ ઉર્જા સ્રોતો દ્વારા ઉર્જા સુરક્ષા પૂરી પાડવી આપણાં દેશ માટે સૌથી મોટો પડકાર છે. 2022 સુધીમાં દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના 175 ગીગા વોટનો ઉમેરો કરવાના સરકારના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકે દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે જાગૃતિનું સર્જન કર્યુ છે અને આ સમગ્ર ક્ષેત્રમાં પ્રચંડ રોકાણ કરવાની મોટી તક ઊભી કરી છે. તેલંગણા પોતાની સ્થાપનાથી જ સૌર ઉર્જાના સમર્થનમાં આક્રમક રીતે સક્રીય ભૂમિકા ભજવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન માટે અન્ય રાજ્યોની સાથે આ ક્ષેત્ર તેની નફાકારક અને સરકાર તરફથી અનુકૂળ ઔદ્યોગિક નીતિઓની સાથે ખૂબ જ આશાસ્પદ છે. આ વિસ્તારમાં આ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોની શરૂઆતના કારણે રોકાણના કારણે ખૂબ જ ફાયદો થયો છે. 2015માં અમારી પ્રથમ સફળ આવૃતિ બાદ અમે હૈદરાબાદમાં RenewXની બીજી આવૃતિ માટે તૈયાર છીએ જે દક્ષિણ ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યોગના વિકાસમાં તેજી લાવશે અને દેશના સ્થિર આર્થિક વિકાસમાં ફાળો આપશે."
UBM India વિશેઃ
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક-બીજાની નજીક લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asia UBM plcની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc વિશ્વસમાં સૌથી મોટી B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. સતત વધી રહેલા ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ માનવીય સ્તરે જોડાણ સાધવાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયુ છે. UBM ખાતે ઔદ્યોગિક ક્ષેત્ર માટે અમારું ઊંડુ જ્ઞાન અને જૂસ્સો મૂલ્યવાન અનુભવોનુ સર્જન કરવા અમને મદદ પુરી પાડે છે જે લોકો પ્રાપ્ત કરી શકે છે. અમારી ઇવેન્ટ ખાતે લોકો સંબંધોનું નિર્માણ કરે છે, સોદાઓ કરે છે અને તેમનો વ્યવસાય વિકસાવે છે. 20થી વધારે દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો ફેશનથી લઇને ફાર્માસ્યુટિકલ સામગ્રીઓ સુધી 50 જુદા-જુદા ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યબદ્ધ અને જૂસ્સો ધરાવતા લોકો અને બજારની અગ્રણી ઘટનાઓ પોતાની મહત્ત્વકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે વેપારી સમુદાયને રોમાંચક તકો પુરી પાડે છે.
વધારે વિગતો માટે કૃપયા http://www.ubm.comની મુલાકાત લો.
UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBMના ટ્વિટર અને LinkedIn ઉપર UBM Plc પર ફોલો કરો
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article