ચેન્નઈ, March 15, 2017 /PRNewswire/ --
MJDMA અને UBM India દ્વારા એક મેગા B2B જેમ એન્ડ જ્વેલરી એક્સ્ટ્રાવેગન્ઝનું આયોજન, જે મહત્વના ટ્રેન્ડ્સ અને ઉદ્યોગની સૂક્ષ્મ સમજ પર પ્રકાશ પાડશે
Madras Jewellers Diamond Merchants Association (MJDMA) અને દેશમાં વિવિધ પ્રદર્શનોની અગ્રણી આયોજક UBM India દ્વારા આયોજિત Gem & Jewellery India International Exhibition (GJIIE)ની 13મી આવૃત્તિ ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે આજથી શરૂ થઈ છે. આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં માનનીય કોમર્શિયલ ટેક્સ એન્ડ રજિસ્ટ્રેશન મંત્રી Mr. KC Veeramani મુખ્ય અતિથિ હતા અને MJDMAના પ્રમુખ Mr. Jayantilal Chalani, MJDMA - GJIIEના ચેરમેન Mr. Rajesh Vummidi, Swarovski Gemsના મેનેજિંગ ડિરેક્ટર Mr. Rajendra Jain, UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras અને UBM Indiaના ગ્રૂપ ડિરેક્ટર Mr. Abhjit Mukherjee સહિત ઉદ્યોગના અન્ય આમંત્રીતો પણ આ સમારંભમાં ઉપસ્થિત હતા.
(Photo: http://mma.prnewswire.com/media/477257/UBM1.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/477271/UBM2.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ત્રણ દિવસનું GJIIE (માર્ચ 10થી 12મી) ભારતમાં જેમ્સ એન્જ જ્વેલરીનું બીજા ક્રમનું સૌથી મોટું B2B પ્રદર્શન છે. હોલસેલર્સ, રીટેલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, મશીનરી ઉત્પાદકો, ડાયમંડ, જેમસ્ટોન, પર્લ સપ્લાયર્સ અને ટ્રેડર્સ, કિંમતી ધાતુઓ અને જ્વેલરીમાં જડતર કરનારા ટ્રેડર્સ અને સપ્લાયર્સ તથા ટ્રેડ અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 300થી વધુ એક્ઝિબિટર્સે આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. આ પ્રદર્શન ભારતીય જ્વેલરી બજાર ખાસ કરીને દક્ષિણ ભારતના ગેટવે સમાન છે અને તે ખરીદદારો તથા સપ્લાયર્સને એકબીજા સાથે જોડાવા, નેટવર્ક બનાવવા, વિચારોના આદાન-પ્રદાન, આગામી ટ્રેન્ડ્સથી માહિતગાર થવા અને વેપારના વિકાસની તકો માટેનું શ્રેષ્ઠ મંચ પૂરું પાડે છે. આ પ્રદર્શને સ્થાનિક અને વિદેશી ખરીદદારોમાં ઉદ્યોગ માટે એક વિશ્વસનીય સોર્સિંગ હબ તરીકેનું આકર્ષણ જાળવી રાખ્યું છે. ભારતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્તરના શહેરો ઉપરાંત આ પ્રદર્શનમાં ન્યૂયોર્ક, દુબઈ, સિંગાપોર અને મલેશિયામાંથી પ્રતિનિધિમંડળોનું પ્રતિનિધિત્વ જોવા મળે છે, જે GJIIE 2017ની આંતરરાષ્ટ્રીય પહોંચ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની હાજરીની સત્યતા પૂરવાર કરે છે.
આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ હીરા, મોતી, રત્નો, જડતરવાળા ઘરેણાં, ટેમ્પલ નક્શી જ્વેલરી સહિત સોનાના વિશિષ્ટ દક્ષિણ ભારતીય ઝવેરાત, રત્નો જડિત ઝવેરાત અને માંગ મલાઈ, કાસુ માળા અને પાછી ડિઝાઈન્સ જેવી નવવધુઓ માટેના ઝવેરાત સહિત અનેક પ્રકારની વસ્તુઓ દર્શાવી છે. ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક મશીનરી તથા અન્ય સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ પણ દર્શાવવામાં આવી છે.
આ વર્ષે આ પ્રદર્શનમાં હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઈ, કોઈમ્બતૂર, કોલકાતા, મુંબઈ, જયપુર, દિલ્હી, અમદાવાદ, સુરત અને અન્ય શહેરોમાંથી કેટલીક અગ્રણી કંપનીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં Mohanlal Jewellers Pvt. Ltd, Laxmi Jewellery Chennai Pvt. Ltd, Jai Gulab Dev Jewellers, JC Jewellers (Chennai) Pvt Ltd, Mukti gold, Krizz, Emerald Jewel Industry India Ltd, Unique Chain Pvt Ltd, White Fire Diamonds India Pvt Ltd, Prakash Gold Palace Pvt. Ltd, Vijay Gems & Jewellery, Grurukrupa Exports, Peeyar Manufacturers, Gitanjali Jewellery Retail Limited, Swarnshilp Chains & Jewellers Pvt Ltd, Chain N Chains, ORO, JKS Jewels, Anmol Swarn, Matushree Gold અને Mehta Gold સહિત અનેક અગ્રણી કંપનીઓએ પણ ભાગ લીધો છે.
તેના પ્રારંભથી સૌપ્રથમ વખત GJIIEમાં રાજ્યમાં ઉદ્યોગે હાંસલ કરેલી મહત્વની સિદ્ધિઓ અને પડકારો અંગે ચર્ચા કરવા કેટલાક સંગઠનો અને સર્વોચ્ચ સંસ્થાઓ સાથે ઓલ ટીએન પ્રેસિડેન્ટ અને સેક્રેટરી મીટ તથા જીજેએફ ઝોનલની બેઠક યોજાશે. યુવાન ગ્રાહકો એસેટ ક્લાસ તરીકે સોના અને ઝવેરાતને હવે ઓછું મહત્વ આપે છે અને ઓછી કિંમતી, સ્ટાઈલીશ, વેરેબલ પીસીસ તરફ વળ્યા છે ત્યારે આ પ્રદર્શનમાં જીઆઈએ દ્વારા તેના બે દિવસના ટેકનિકલ સેમિનારમાં વેપાર સાથે સંકળાયેલા લોકોને લેટેસ્ટ ટ્રેન્ડ અંગે સૂક્ષ્મ સમજ પૂરી પાડશે. 'જેમોલોજી એન્ડ સ્પોટલાઈટ ઓન સિન્થેટિક્સ'માં લેબમાં બનાવાયેલા હીરા દર્શાવવામાં આવશે, જે કુદરતી હીરા જેવો જ દેખાવ, રસાયણ, ભૌતિક અને ઓપ્ટિકલ ગુણધર્મ ધરાવે છે. ઉપરાંત 'ઝવેરાતમાં સ્કીમ્સ' અને 'મેટલ ગોલ્ડ લોન' પર એમએસએમઈ અને એસબીઆઈ દ્વારા એક દિવસનો ટેકનિકલ સેમિનાર્સ કિંમતી ધાતુઓ અને પથ્થરોમાં ટ્રેડિંગ તરફ નજર દોડાવનારાઓ માટે મહત્વપૂર્ણ વિકલ્પો પૂરા પડાશે. આ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ગ્રાહક અનુભવ અને સોફિસ્ટિકેટેડ, આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ પર નવા વૈશ્વિક ઓર્ડરનો આધાર છે ત્યારે બીજા દિવસે અગ્રણી લિડર્સ દ્વારા 'ઈનોવેટીવ થિન્કિંગ' અને 'જ્વેલરી ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન' પર પેનલ ચર્ચા ઉદ્યોગમાં નવા પ્રવેશનારાઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
GJIIEમાં સૌપ્રથમ વખત અજોડ ડિઝાઈન્સ દર્શાવવા માટેની એક વિશેષ ગેલેરી 'ઈનોવેટીવ ઝોન' સાથે આ પ્રદર્શન અત્યંત મહત્વાકાંક્ષી પાસા પણ રજૂ કરે છે. ઉપરાંત કિંમતી ધાતુઓમાંથી બનાવેલા મિનિએચર્સ તથા પ્રખ્યાત અસલ જેમ સ્ટોનન્સનું આંખને આકર્ષતું ડિસ્પ્લે 'હોલ ઓફ ફેમ' આ શોના ટોકિંગ પોઈન્ટ્સમાંના એક છે. તેમાં 'સ્વરોવસ્કી ગેલેરી'નો પણ સમાવેશ થાય છે, જેમાં ચમકદાર ક્રિસ્ટલ્સનું તેનું નવું કલેક્શન દર્શાવવામાં આવ્યું છે. બીજા દિવસની સાંજે એક ફેશન શોમાં આશ્ચર્યજનક ઝવેરાત જોવા મળશે. ઉપરાંત તે સિઝનના ટ્રેન્ડ્સ પણ દર્શાવશે, ત્યાર બાદ એક્ઝિબિટર્સ માટે નેટવર્કિંગ નાઈટ યોજાશે.
દેશના બીજા ક્રમના સૌથી મોટા જ્વેલરી પ્રદર્શન GJIIE 2017ના ઉદ્ઘાટન સમારંભમાં વાત કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં સૌથી ઝડપથી વિકસતા સેગ્મેન્ટ્સમાંનું એક છે અને તે વર્ષ 2014-2019ના સમયમાં 15.95 ટકાના સંયોજિત વાર્ષિક વૃદ્ધિદર (સીએજીઆર) વિકસી રહ્યું છે. ભારત વૈશ્વિક ઝવેરાત બજારનું હબ છે ત્યારે નિકાસલક્ષી અને કામદારો પર નિર્ભર આ ક્ષેત્રમાં વિકાસની વિપુલ તકો છે. નોટબંધી અને જીએસટીના સિદ્ધાંતોનો પડઘો પાડતાં ઝવેરાત સેક્ટર પારદર્શિતા લાવવા આતુર છે. આ ક્ષેત્રમાં મોટાભાગના ગ્રાહકો હવે ચૂકવણી માટે ડિજિટલ પદ્ધતિનો વિકલ્પ અપનાવી રહ્યા છે. આ પરીવર્તનો અંગે ચર્ચા કરવા અને કેટલાક પડકારોમાંથી બહાર આવવાની વ્યૂહરચના ઘડી કાઢવા માટે ઉદ્યોગ એક મંચ પર આવે તે ખૂબ જ જરૂરી છે. દેશમાં બીજા ક્રમના સૌથી મોટા જ્વેલરી પ્રદર્શન તરીકે GJIIE ખરીદદારો અને એક્ઝિબિટર્સ માટે આ માઈક્રો ઈકોસિસ્ટમ પૂરી પાડવા તેની ભૂમિકા બદલ ગર્વ અનુભવે છે."
"દક્ષિણ ભારત કિંમતી અને અર્ધ કિંમતી જડતરવાળા ઝવેરાત, હાથ બનાવટના ઝવેરાત, કાસ્ટિંગ ઝવેરાત તથા વજનમાં હળવા સોનાના ઝવેરાતનું હબ મનાય છે. GJIIE મારફત UBM India ઝવેરાત, હીરા, મોતી અને જેમસ્ટોન સપ્લાયર્સને સાઉધર્ન રીજનમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે ઈન્ટરેક્ટ થવા અને નેટવર્કિંગ માટે એક આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ મંચ પૂરું પાડવા આતુર છે. તે ઉદ્યોગના બેન્ચમાર્ક્સ ઊંચા લાવવા અને આ પ્રદેશણાં ઝવેરાત ઉદ્યોગને બળ પૂરું પાડવા માગે છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
GJIIEની 13મી આવૃત્તિના પ્રસંગે વાત કરતાં MJDMAના પ્રમુખ Mr. Jayantilal Chalaniએ જણાવ્યું હતું કે, "ભારતને તેના નીચા ખર્ચ અને ઉચ્ચ કુશળ કામદારોની ઉપલબ્ધતાના કારણે વૈશ્વિક ઝવેરાત બજારનું કેન્દ્ર માનવામાં આવે છે. ભારતમાં જેમ્સ એન્ડ જ્વેલરી બજારમાં 5,00,000થી વધુ ખેલાડીઓ છે, જેમાંથી મોટાભાગના નાના ખેલાડીઓ છે. GJIIE ટ્રેડ દ્વારા અને ટ્રેડ માટેની એક પહેલ છે. અમને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે દેશના દ્વિતીય અને તૃતિય સ્તરના શહેરોમાંથી પણ ઝવેરીઓ આ પ્રદર્શનમાં ભાગ લેવા આવે છે."
"ઓક્ટોબર 2016માં અમારી છેલ્લી આવૃત્તિને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને GJIIEની આગામી 13મી આવૃત્તિ વેપારની વધુ મોટી તકો લઈને આવશે તેવો વિશ્વાસ પેદા થયો હતો. આયોજકો તરીકે MJDMA અને UBM Indiaનો આશય હંમેશા સતત પ્રમોશન મારફત GJIIEમાં ભાગ લેનારાઓને શ્રેષ્ઠ ગ્રાહકો અપાવવાનો છે. GJIIEના પ્રમોશન માટે મેટ્રો શહેરો તેમજ દ્વિતીય અને તૃતિય સ્તરના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયું હતું," તેમ તેમણે ઉમેર્યું હતું.
UBM અંદાજે ત્રણ દાયકાથી ઝવેરાત ઉદ્યોગનો એકિકૃત ભાગ છે અને તે સમગ્ર વિશ્વમાં આવા જ જ્વેલરી ફેર્સનું આયોજન કરે છે. GJIIE UBM India દ્વારા વર્ષ દરમિયાન આયોજિત ચાર શહેરોના જ્વેલરી શો (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હી)માંનો એક છે.
GJIIE 2017માં ઉદ્યોગના પ્રતિભાવો અને લોન્ચીસ-ડિસ્પ્લે:
Ankit Jain, ડિરેક્ટર, Matushree Gold LLP:
"નોટબંધી બાદથી ઝવેરાત ઉદ્યોગ ક્રમશ: વિકસ્યો છે અને ઉદ્યોગમાં નૈતિક સંરચના આવી છે. અમે 2014થી GJIIEનો ભાગ છીએ અને ઉદ્યોગમાં પરીવર્તન તથા વિકાસ નિહાળ્યા છે. આ વર્ષે પણ અમે વ્યાવસાયિક્તાનું એ જ સ્તર અને પ્રદર્શનમાં ઉદ્યોગના નિષ્ણાતો જોયા છે. અમે અમારું નક્શ કલેક્શન અને અજોડ બાલાજી સ્ટેચ્યુ દર્શાવ્યું છે."
Mukesh Kumar, ડિરેક્ટર, Prakash Gold Palace Pvt Ltd:
"અમે શરૂઆતથી જ GJIIE સાથે જોડાયેલા છીએ અને પ્રત્યેક વર્ષે મુલાકાતીઓની દૃષ્ટીએ અમારી અપેક્ષાઓ વધી છે. વેપારની દૃષ્ટિએ કંપનીએ GJIIE સાથે તેના જોડાણના સમયથી વૃદ્ધિ નોંધાવી છે. ભારતમાં લોકો કોઈપણ પ્રકારનું પરીવર્તન અપનાવી લે છે. નોટબંધી ક્યારેય ખરીદદાર-વિક્રેતાને અટકાવી શકશે નહીં. વર્ષ 2017 માટે વેપાર કદાચ થોડોક ધીમો હશે, પરંતુ અમને ખાતરી છે કે 2018માં તે તીવ્ર ગતિ પકડશે."
Karan Bothta, ડિરેક્ટર, White Fire Diamonds India Pvt Ltd:
"જેમ અને જ્વેલરી ઉદ્યોગ હંમેશા 'ચમકતો' રહે છે. એક જૂથ તરીકે અમે અર્થતંત્ર અને સામાન્ય માણસની બચતમાં નોંધપાત્ર યોગદાન આપીએ છીએ. આ ઉદ્યોગની વૃદ્ધિ નવીનતા, નવી માર્કેટિંગ ટેકનિક અને અફોર્ડેબિલિટી મારફત અમારી કલ્પનાથી પણ વધુ આગળ થઈ છે. આ મંચ મારફત અમે આયોજકોની અપેક્ષાઓ પૂરી કરવા માગીએ છીએ, જેથી અમે ઉદ્યોગ સંબંધિત અમારા મંતવ્યો શેર કરી શકીએ. અમે ઈ કેટલોગ લોન્ચ કર્યું છે, જે અમારા અલ્ટ્રા લાઈટ-વેઇટ ઉત્પાદનો દર્શાવે છે. આ કેટલોગ અમારા બધા જ વર્તમાન ક્લાયન્ટ્સ પાસે ઉપલબ્ધ છે, જે હીરા ઝવેરાતમાં 4000થી વધુ ડિઝાઈન ધરાવે છે. નોટબંધી માત્ર કામચલાઉ અવરોધ છે. હવે ઉદ્યોગમાં નાણાકીય વ્યવહાર વધુ પારદર્શી થયા છે અને વ્યક્તિને તેની સખત મહેનત બદલ નિશ્ચિતપણે વળતર મળશે."
Prem Mehra, મેનેજિંગ ડિરેક્ટર, Unique Chain Pvt Ltd:
"અમે 8 વર્ષથી સક્રિય રીતે GJIIE સાથે જોડાયા છીએ. અમને હંમેશા વાસ્તવિક ખરીદદારોની દૃષ્ટીએ હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને આ વર્ષે પણ અમને તેવા જ પ્રતિભાવની અપેક્ષા છે. આ વર્ષે અમે આ મંચ મારફત અમારી અજોડ ડિઝાઇન દર્શાવી છે."
Ravi Chandran, ડિરેક્ટર, CNB Diamonds:
" GJIIE સાથે અમારું આ 7મું જોડાણ છે અને અમે આ મંચ પરથી અમારા ડાયમન્ડ આર્ટિકલ્સ દર્શાવી રહ્યા છીએ. અહીં તકલક્ષી ઈવેન્ટ તરફ તથા નોટબંધી બાદ નવા મજબૂત બજાર તરફ અમે નજર દોડાવી રહ્યા છીએ."
Yogandra Prakash, Suman:
"અમે ત્રીજા વર્ષે GJIIEનો ભાગ બનતાં ખૂબ જ રોમાંચિત છીએ અને સારા અનુભવ તરફ અમે નજર દોડાવી રહ્યા છીઅ. પ્રત્યેક વર્ષે અમે આ મંચનો લાભ લઈએ છીએ અને ભારત જેવા વિકસતા બજારમાં અમારી અજોડ ડિઝાઈન્સ દર્શાવીએ છીએ. નોટબંધી બાદ બજાર અંગે અમે હકારાત્મક છીએ અને નેટવર્કિંગ તકની અમે શક્યતા ચકાસીએ છીએ."
Neeral Shobhawat, ડિરેક્ટર, Maharaja Chains:
"અમે સૌપ્રથમ વખત GJIIE સાથે જોડાઈ રહ્યા છીએ. અમે નવા ટ્રેન્ડ્સ મુજબ વિવિધ જ્વેલરી ડિઝાઈન્સ દર્શાવી રહ્યા છીએ. અમારું માનવું છે કે વડાપ્રધાન દ્વારા નોટબંધીનું સાહસિક પગલું લેવામાં આવ્યું છે અને તેમના આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. તેમના આ પગલાંથી કાળા નાણાંને નાથી શકાશે."
Vikaram Mehta, પ્રોપ્રાઈટર, Mehta Gold & Diamonds:
"અમે સતત 5મા વર્ષે UBM Indiaના GJIIEમાં ભાગ લઈ રહ્યા છીએ. આ ઈવેન્ટની મદદથી અમે અમારા વેપાર અને અમારા ગ્રાહકોમાં અદ્ભૂત વૃદ્ધિ જોઈ છે. આ વર્ષે અમે અમારું અજોડ કુંદન નક્શ કલેક્શન રજૂ કર્યું છે. નોટબંધીથી બજાર પર કોઈ અસર નહીં પડે અને આ અત્યાર સુધીમાં લેવાયેલું સૌથી સારું પગલું છે. "
Suresh Khatri, ડિરેક્ટર, Mohanlal Jewellers Pvt Ltd:
"છેલ્લા 7 વર્ષથી GJIIE સાથે જોડાતાં અમે ગર્વ અનુભવીએ છીએ. GJIIE હંમેશા અમને ખૂબ જ સુવ્યવસ્થિત રીતે આયોજિત ઈવેન્ટથી અમને અભિભૂત કરી દે છે. આ વર્ષે અમે વર્તમાન ટ્રેન્ડ મુજબ લેટેસ્ટ જ્વેલરી ડિઝાઈન્સ દર્શાવી રહ્યા છીએ, જેમાં વિવિધ બંગડીઓ અને ચેઈનના કલેક્શનનો સમાવેશ થાય છે. નોટબંધીના કારણે બજારે કોઈ મોટા પડકારનો સામનો નહીં કરવો પડે."
Monil Pahuja, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Damara Gold Pvt. Ltd:
"જેમ અને જ્વેલરી ઉદ્યોગ ધીમે ધીમે ફેશન સ્ટેટમેન્ટ તરીકે યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે અને આગામી વર્ષોમાં તેની તીવ્ર વૃદ્ધિની અપેક્ષા છે. પ્રત્યેક ટ્રેડ એક્ઝિબિશન ખરીદદારો અને વિક્રેતાઓ માટે ઉદ્યોગમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર તેમના મંતવ્યોના આદાનપ્રદાન માટે બારી ખોલીને તક પૂરી પાડે છે. કમનસીબે, આપણા વિવિધ પ્લાન્ટ્સમાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગમાં અમે હંમેશા અગ્રેસર છીએ ત્યારે અમારું દૃઢપણે માનવું છે કે ભારતીય ઉત્પાદકોએ આંતરરાષ્ટ્રીય બાજરમાં સ્પર્ધા કરવા માટે અગ્રણી યુરોપીયન ઉત્પાદકો જેવી ટેક્નોલોજી અપનાવવી જોઈએ. નોટબંધીથી થોડાક સમય માટે રીટેલ વેપાર પર અસર પડી છે, કારણ કે ભારતીય ખરીદદારો તેમની જરૂરિયાતોની મોટાભાગની વસ્તુઓ બજારમાં રોકડથી ખરીદવા ટેવાઈ ગયા છે. જોકે, ડિજિટલ પહેલ ધીમે ધીમે ગતિ પકડી રહી છે અને ગયા ત્રિમાસિકમાં સોનાની નિકાસ વધી છે. પ્રતિકૂળ અસર પહેલેથી જ બંધ રહે છે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી એક્ઝિબિશન ઓર્ગેનાઈઝર છે, જે ઉદ્યોગોને સમગ્ર વિશ્વમાંથી ખરીદદાર અને વિક્રેતાને એક સાથે લાવતું મંચ પૂરું પાડે છે. કંપનીના એક્ઝિબિશન પોર્ટફોલિયોમાં કન્ટેન્ટ આધારિત પરીષદો અને સેમિનાર્સનો પણ સમાવેશ થાય છે. UBM India સમગ્ર દેશમાં આખું વર્ષ 25થી વધુ મોટા એક્ઝિબિશન અને 40થી વધુ કોન્ફરન્સસી અને સેમિનાર્સ યોજે છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસીસ ધરાવે છે. UBM Asia UBM plcની માલિકીની કંપની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia એશિયામાં અગ્રણી એક્ઝિબિશન ઓર્ગેનાઈઝર છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કમર્શિયલ ઓર્ગેનીઝર છે.
વધુ માહિતી માટે, મુલાકાત લો ubmindia.in.
UBM plc વિશે
UBM plc વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝર છે. સતત વિકસતા ડિજિટલ વિશ્વમાં જોડાણનું મૂલ્ય અર્થપૂર્ણ છે, માનવનું સ્તર ક્યારેય આટલું મહત્વનું નથી. UBM તરીકે વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રો માટે અમારું જ્ઞાન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જેનાથી લોકો સફળ થઈ શકે છે. અમારી ઈવેન્ટ્સમાં લોકો સંબંધો વિકસાવે છે, સોદા કરે છે અને તેમનો કારોબાર વૃદ્ધિ પામે છે. અમારા 3,750 +થી વધુ લોકો, 20થી વધુ દેશોમાં 50થી વધુ વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે, જેમાં ફેશનથી લઈને ફાર્માસ્યુટીકલ્સ સુધીનો સમાવેશ થાય છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, જુસ્સાથી ભરપુર લોકો અને માર્કેટ લિડિંગ ઈવેન્ટ્સ લોકોને તેમના વેપારના વિકાસ માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, લોગ ઓન http://www.ubm.com
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-2261727000
UBM India
Share this article