મુંબઈ, March 1, 2017 /PRNewswire/ --
MoneyOnMobile Marlins - ઝડપી અને સચોટ, ભરોસાપાત્ર અને સુરક્ષિત છે
ભારતમાં લાખો ભારતીયોને સરળ, સલામત અને સુરક્ષિત આર્થિક વ્યવહારોની સુવિધાઓ આપતા સૌથી મોટા ચુકવણી પ્રક્રિયાઓના મંચ પૈકી એક MoneyOnMobile દ્વારા NEXA P1 Powerboat, Indian Grand Prix of the Seas સાથે જોડાણની જાહેરાત કરવામાં આવી છે અને તેમની MoneyOnMobile Marlins ટીમ પણ જાહેર કરવામાં આવી છે.
(Photo: http://mma.prnewswire.com/media/472781/MoneyOnMobile_Marlins_Team.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/472782/MoneyOnMobile_Marlins_Team2.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/472783/MoneyOnMobile_Marlins_Logo.jpg )
MoneyOnMobile માર્લિન્સમાં 2 બોટ છે જે દરેકને એક પાઈલટ અને નેવીગેટર દ્વારા ચાલવવામાં આવે છે અને તેમાં વર્ષ 2014થી 2016 સુધી સતત ત્રણ વર્ષ માટે US P1 SuperStock ચેમ્પિયન્સના સમાવેશ કરાયો છે. પાવર બોટિંગની વિવિધ જનરેશન્સનો અનુભવ ધરાવતા James Norvill અને Christian Parsons Young તેમજ Norvall Brothersનું તેને પીઠબળ મળેલું છે. ટીમના એમ્બેસેડર Miss Diva 2015, રનર-અપ Natasha Assadi છે.
MoneyOnMobileના પ્રેસિડેન્ટ અને સીઓઓ Ranjeet Oak જણાવ્યું હતું કે, " NEXA P1 Powerboat, Indian Grand Prix of the Seas પોતાની રીતે અનોખી ઈવેન્ટ છે જે ભારતથી શરૂ થશે, અને દુનિયાભરમાં તેનું વિસ્તરણ થશે. MoneyOnMobile ખાતે અમે 2010માં કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં ભારતના સૌથી મોટા મોબાઈલ ચુકવણી પ્રક્રિયાઓના મંચ પૈકી એક બની ગયું છે અને 3,25,000થી વધુ રિટેઈલ ટચ પોઈન્ટ્સ ધરાવે છે. MoneyOnMobile માર્લિન્સમાં MoneyOnMobileના સરળતા, સલામતી અને વિશ્વસનીયતાના મુલ્યો સ્પષ્ટ ઝળકી આવે છે."
NEXA P1 Powerboat, Indian Grand Prix of the Seasમાં વિશ્વ કક્ષાની છ ટીમ સ્પર્ધા કરે છે, જે દરેકમાં બે P1 પેન્થર પાવરબોટ્સ હોય છે, અને તે એક પાઈલટ તેમજ એક નેવીગેટર દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ પાણીમાં ખાસ તૈયાર કરાયેલા 5.2 કિમીના રેસટ્રેકમાં સ્પર્ધા કરે છે. પાણીમાં રેસટ્રેક સૌપ્રથમ વખત પાવરબોટ રેસિંગમાં ઉપયોગમાં લેવાયો છે અને હવે તેનો અમલ તમામ દરિયાઈ ઈવેન્ટ્સની ગ્રાન્ડ પ્રિક્સમાં કરવામાં આવશે જેનાથી તમામ પાઈલટ્સ અને નેવિગેટર્સના કૌશલ્ય અને વ્યૂહરચનાની સાચી કસોટી થશે.
તમામ ટીમની બોટ્સ 3 માર્ચ 2017ને શુક્રવારે ટાઈમ ટ્રાયલ્સમાં ભાગ લેશે જેમાં 4માર્ચ 2017ને શનિવારના રોજ બીજા દિવસે રેસ 1 માં તેમની પ્રારંભિક સ્થિતિ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ બીજા દિવસે થનારી રેસ-2 માટે રિવર્સ ગ્રીડ રેસ યોજાશે અને 5 માર્ચ 2017ને રવિવારના રોજ યોજાનારી ગ્રાન્ડ ફાઈનલમાં સાચા વર્લ્ડ ચેમ્પિયન નક્કી થશે.
MoneyOnMobile માર્લિન્સના પ્રસ્તૂતકર્તાઃ
બોટ A
આ જોડી વર્ષ 2014થી 2016 સુધી સતત ત્રણ વર્ષ માટે US P1 SuperStock ચેમ્પિયશિપ જીતી ચુકી છે.
બોટ B
ગ્રીડમાં ભાઈઓની આ ત્રીજી જોડ છે, અને આ રમતમાં તેમના પિતા તેમને લાવ્યા હતા. તેમના પિતા પોતે પાવરબોટ રેસર હતા. તેઓ વર્ષ 2015માં બ્રિટિશ P1 SuperStockમાં ટોચના પાંચમાં સર્વાધિક ફિનિશ રચવા પર ધ્યાન આપશે.
MoneyOnMobile વિશે:
MoneyOnMobile એ મોબાઈલ ચુકવણી સેવા પ્રદાતા છે જેઓ ભારતીય ગ્રાહકોને તેમના મોબાઈલ ફોનના ઉપયોગથી માત્ર સરળ એસએમએસ ટેક્સ્ટ કામગીરી, MoneyOnMobile એપ્લિકેશન અથવા વેબપોર્ટલ દ્વારા તેમના માલસામાન અને સેવાઓ માટે ચુકવણી કરવાની, એક સેલફોનથી બીજામાં નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ સેવા હવે ભારતીય ગ્રાહકોને દેશભરમાં ફેલાયેલા MoneyOnMobileના 3,25,000થી વધુ રિટેલ ટચ પોઈન્ટસ દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
MoneyOnMobile અંગે The New York Timesમાં વધુ વિગતે વાંચો - New York Times - MoneyOnMobile.
NEXA P1 Powerboat, Indian Grand Prix of the Seas વિશે
Grand Prix of the Seasનો મૂળ વિચાર ભારતની અગ્રણી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની Procam International વિશ્વની અગ્રણી દરિયાઈ મોટર સ્પોર્ટ્સ બ્રાન્ડ P1 Global સાથે ભાગીદારીથી આવ્યો હતો. આ Union Internationale Motonautique (UIM) દ્વારા સમર્થિત પ્રથમ દરિયાઈ ગ્રાન્ડ પ્રિક્સ છે અને Yachting Association of India (YAI)ના નેતૃત્વ હેઠળ તેનુ સંચાલન કરવામાં આવે છે. Procam International અને P1 Global દ્વારા રૂપરેખા અને રેન્કિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જેમાં પાંચ વર્ષમાં Grand Prix of the Seas (વર્લ્ડ ચેમ્પિયનશીપ સિરિઝ) ભારતના પાંચ સહિત દુનિયાભર 12 શહેરમાં યોજાશે.
Indian Grand Prix of the Seasના રેસ વિકએન્ડમાં વિશ્વ કક્ષાની 6 ટીમો રહેશે જેમાં દરેકમાં 2 બોટ હશે, અને વિશ્વના 24 શ્રેષ્ઠ પાઈલટ્સ તેમજ નેવિગેટર્સ પ્રથમ વખત પાણીમાં બનેલા રેસટ્રેક પર સ્પર્ધા કરશે.
અમારો સંપર્ક કરો:
Navaz C. Damania
+91-9167122661
[email protected]
Vice President - Corporate Communications
http://www.moneyonmobile.in
Share this article