મુંબઈ, February 21, 2017 /PRNewswire/ --
ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરતાં UBM Indiaના ડિવિઝન CPhI કોન્ફરન્સએ મુંબઈમાં ધ વેસ્ટઇનમાં 16-17 માર્ચ, 2017ના રોજ પાંચમી વાર્ષિક ફાર્મા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ કોન્ફરન્સ કોન્ફરન્સ - વર્કશોપના વિશિષ્ટ મોડલ મારફતે જોખમ, ખર્ચ અને સમય પર નજર રાખીને પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં ફાર્મા ઉદ્યોગના વ્યાવસાયિકો એકત્ર થશે, નેટવર્ક ઊભું કરશે, વિચારો અને જાણકારીનું આદાનપ્રદાન કરશે તથા ભવિષ્ય માટે જોડાણ કરશે.
(Logo: http://mma.prnewswire.com/media/469711/5th_Annual_Pharma_Project_Management_Conference_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/469712/UBM_India_Logo.jpg )
આ કોન્ફરન્સ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પ્રોજેક્ટ મેનેજર્સના વિવિધ મહત્ત્વપૂર્ણ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઇવેન્ટ સમગ્ર વિશ્વમાંથી જાણકારી અને અનુભવ સાથે નેટવર્કિંગ પ્લેટફોર્મ ઊભું કરશે. તેમાં પ્રોજેક્ટ્સના શ્રેષ્ઠ અમલીકરણ અને તેની સમયસર ડિલિવરી માટે પ્રોજેક્ટના સંચાલનના વ્યવહારિક પાસાંઓ પર કેસ સ્ટડી ચર્ચા પણ થશે અને ત્યારબાદ પ્રશ્ર અને જવાબ સત્રનું આયોજન થશે.
ચાલુ વર્ષે કોન્ફરન્સમાં કીનોટ પ્રવચન Ciplaના ઇન્ટરનેશનલ બિઝનેસના Mr. Sanjay Bhanushali આપશે, જેઓ ફાર્મા ઉદ્યોગમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ અન્ય ઉદ્યોગમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટથી કેવી રીતે અલગ છે તેના પર વિસ્તૃત ચર્ચા કરશે.
Novartisના પ્રોજેક્ટ મેનેજમેન્ટના એસોસિએટ ડિરેક્ટર Ms. Cynthia Shafer; Find The Speaker Withinના કોર્પોરેટ સ્પીકર અને સ્ટોરીટેલર Ms. Sangbreeta Moitra; Learning Curve Life Skills Foundation ના સીઇઓ Mr. Subbu Parameswaran; Alkem Lab Ltdના ગ્લોબલ પ્રોજેક્ટ મેનેજમેન્ટના હેડ Mr. Bishnu Mohanty; Mankind Pharmaના વાઇસ પ્રેસિડન્ટ Mr. Rajaram Iyer; Abbottના આઇએન્ડડી ઇન્ડિયાના હેડ Mr. Shibasish Pramanik; AstraZenecaના ડિરેક્ટર અને આરડીઆઈ હેડ Mr. Abhishek Gupta જેવા પ્રસિદ્ધ વક્તાઓ આ બે-દિવસીય કોન્ફરન્સમાં જોડાશે.
પાંચમી વાર્ષિક ફાર્મા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સની જાહેરાત પર મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "દવા અને ઉપકરણના વિકાસમાં સંકળાયેલી જટિલ પ્રક્રિયા માટે અસરકારક ફાર્મા પ્રોજેક્ટ મેનેજમેન્ટ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે. ટૂંકા ગાળામાં દવાઓ અને તબીબી ઉપકરણોનો વિકાસ પૂર્ણ કરવા દબાવમાં વધારો થવાની સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ આ હાંસલ કરવા આવશ્યક સાધનો અને પદ્ધતિઓ પૂરી પાડી શકે છે. ફાર્મા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સ ઇન્ટરેક્ટિવ સેશન્સ અને કેસ સ્ટડી ચર્ચા સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટના પડકારો અને વિવિધ પાસાંઓ પર પ્રકાશ ફેંકશે. આ કોન્ફરન્સ વણખેડાયેલા બજારોમાં પ્રવેશ કરવા ઉદ્યોગને સુવિધા પણ પૂરી પાડશે."
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article