નવી દિલ્હી, February 17, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા ભારતના નેતૃત્વ હેઠળ ટ્રાવેલ અને ટુરિઝમ એક્સ્પોનું આયોજન કરાયું
- 40 દેશો અને અને 28 ભારતીય રાજ્યોમાંથી 870+થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો
- UNWTO અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા સમર્થિત
- SATTE એવોર્ડ 2017 શરૂ કરાયો
- વિશિષ્ટ સ્ટાર્ટ-અપ પેવિલિયન રજૂ કરાયું
- ત્રણ દિવસીય અત્યંત પ્રભાવશાળી જ્ઞાન મંચ અને પરિષદ
- આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંસ્થા SKAL દ્વારા સત્તાવાર રીતે UBM India સાથે સંકલનમાં હૈદરાબાદને SKAL વર્લ્ડ કોંગ્રેસનું સ્થળ જાહેર કરાયું
UBM India દ્વારા આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સૌથી મોટા પ્રવાસન વેપાર શો 'SATTE 2017'ની શરૂઆત કરાઇ હતી. 24મી આવૃતિમાં પ્રવેશેલા ત્રણ દિવસીય કાર્યક્રમના સમગ્ર વિશ્વ અને ભારતના પ્રવાસ અને પર્યટન બજારના વિવિધ વર્ગમાંથી સંખ્યાબંધ પાર્ટનર્સ તેના સાક્ષી બની રહ્યાં છે. સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રના અગ્રણી વ્યાવસાયિક સંગઠન SKAL સાથે ખૂબ જ નોંધપાત્ર જોડાણ હાથ ધરાયુ છે. SKAL દ્વારા UBM Indiaની સાથે મળીને ઓક્ટોબર 5-8, 2017 દરમિયાન હૈદરાબાદ ખાતે ભારતમાં પ્રથમ વખત SKAL વર્લ્ડ કોંગ્રેસની 78મી આવૃતિના આયોજનની જાહેરાત કરાઇ છે.
(Photo: http://mma.prnewswire.com/media/468402/SATTE2017_Ribbon_Cutting_Ceremony.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/468403/SATTE2017_Inauguration_Ceremony.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
દક્ષિણ એશિયાના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત પ્રવાસન કાર્યક્રમની ઔપચારિક શરૂઆત UBM Asia ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ Mr Michael Duck અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr Yogesh Mudras તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળ, પ્રવાસન, સંસ્કૃતિ, કળા અને ભાષા પ્રધાન Shri Kapil Mishraએ મુખ્ય અતિથિ તરીકે રિબિન કાપીને કરી હતી.
SATTE રાષ્ટ્રીય અને રાજ્ય પ્રવાસન બોર્ડ (NTOs અને STOs)ની સાથે સાથે સમગ્ર પ્રવાસ, પર્યટન અને આતિથ્ય ઉદ્યોગમાંથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વ્યાવસાયિકોને એકજૂથ થવા અને વ્યવસાય કરવા, આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા ઉકેલ સંચાલિત સંશોધન પર પહોચવા અને ભારતમાં આવતા અને ભારતમાંથી બહાર જતાં તથા સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા એક સર્વગ્રાહી મંચ પૂરો પાડે છે. મોસ્ટ ફેવર્ડ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મને પણ ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ભારત સરકારની પહેલ 'મેક ઇન ઇન્ડિયા' દ્વારા ખૂબ જ સારું સમર્થન આપવામાં આવ્યું છે.
એક્સપોમાં લગભગ તમામ રાજ્ય પ્રવાસન બોર્ડમાંથી પાટનર્સ જોવા મળ્યા હતા. જ્યારે NTOમાં અમેરિકા, મેક્સિકો, ઝેચ રિપબ્લિક, સ્પેન, રશિયા, સિંગાપોર, મલેશિયા, ચીન, હોંગકોંગ, જાપાન, કોરિયા, ઇઝરાયેલ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મકાઉ, ફિજિ, ભુતાન, નેપાળ, શ્રીલંકા, અબુ ધાબી, દુબઇ, ન્યૂઝીલેન્ડ, રિયુનિયન આઇસલેન્ડ, તુર્કી અને ઈજીપ્તે ભાગ લીધો હતો, જ્યારે પેરુ, વિયેતનામ અને શારજહા પહેલી વખત આ કાર્યક્રમ સાથે જોડાઇ રહ્યાં છે. તુર્કી, દુબઇ, શ્રીલંકા અને થાઇલેન્ડ કાર્યક્રમના ભાગીદાર દેશો છે, જ્યારે શારજહા SATTE 2017ની વિશિષ્ટ દેશ છે. આ જ રીતે ભારતમાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભાગીદાર રાજ્યો છે, જ્યારે ઓડિશા પ્રિમિયમ પાર્ટનર રાજ્ય છે અને જમ્મુ અને કાશ્મીર આ વર્ષ માટે કાર્યક્રમનું વિશિષ્ટ રાજ્ય છે.
SATTE 2017માં Carlson Rezidor Hotel Group, ITDC, Sterling Resorts, Dubai Parks & Resorts, Movenpick Hotel & Resorts, Minor Hotels, Melia Hotels International, ONYX Hospitality Group, Ramee Group of Hotels, Shangri-La Hotels and Resorts, Venetian Cotai સહિત અનેક હોસ્પિટાલિટી પ્લેયર્સ દ્વારા સક્રીય ભાગ લેવામાં આવ્યો હતો. NTOs અને રાજ્ય પ્રવાસન બોર્ડ સિવાય ટ્રાવેલ અને હોસ્પિટાલિટી કંપનીઓ, એરલાઇન્સ, ક્રૂઝ લાઇનર્સ, DMCs, OTAs અને ટુરિઝમ પ્રોડક્ટ પણ કાર્યક્રમ સાથે જોડાયા હતા. SATTE નામાંકિત પ્રવાસન સંસ્થાઓ, સંગઠનો અને મીડિયા હાઉસ સાથે ખૂબ નજીકથી કામ કરે છે અને શોના મુલાકાતીઓને ઉદ્યોગના નવા વલણો અને જાણકારીઓથી સારી રીતે માહિતગાર રાખે છે.
ચાલુ વર્ષે પણ SATTEને World Tourism Organisation (UNWTO), Indian Convention Promotion Bureau (ICPB), Pacific Asia Travel Association (PATA), Society for Incentive Travel Excellence (SITE), SKAL International, United Federation of Travel Agents Associations (UFTAA), Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Federation of Hotel and Restaurant Associations of India (FHRAI), Travel Agents Federation of India (TAFI), Association of Domestic Tour Operators of India (ADTOI), Outbound Tour Operators Association of India (OTOAI) અને IATA Agents Association of India (IAAI) સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ભારતીય પ્રવાસ વેપાર સંગઠનોનું સમર્થન પ્રાપ્ત થયુ હતુ.
SATTEને મોકલેલા સંદેશમાં World Tourism Organization (UNWTO)ના સેક્રેટરી-જનરલ Taleb Rifaiએ જણાવ્યું હતું કે, "SATTEનો ગતિશીલ વિકાસ આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રના ઝડપી વિસ્તરણનું પ્રતિબિંબિત કરે છે, એશિયા અને પેસિફિક ઉત્તરોતર વૈશ્વિક પ્રવાસના નવા આકર્ષણ બિંદુ તરીકે જોવામાં આવે છે. નોંધપાત્ર રીતે જાન્યુઆરીમાં સસ્ટેનેબલ ટુરિઝમ ફોર ડેવલપમેન્ટ 2017ના આંતરરાષ્ટ્રીય વર્ષની શરૂઆત બાદ SATTE 2017 દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સમુદાયની પ્રથમ મુલાકાતોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા દ્વારા જાહેર કરાયેલું આંતરરાષ્ટ્રીય વર્ષ તમામ લોકો માટે સુરક્ષિત, વધુ સમાવેશી, સમૃદ્ધ અને સ્થિર વિશ્વના નિર્માણમાં પ્રવાસનને અસરકારક અને ગતિશિલ સાધન બનાવવાની મહત્ત્વપૂર્ણ ક્ષણ છે."
SATTEની 24મી આવૃતિને સંબોધતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr Yogesh Mudras જણાવ્યું હતું કે, "પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિએ પ્રવાસન વિશ્વને અત્યંત રસપ્રદ સ્થળે લાવી દીધું છે, ખાસ કરીને ભારતના પરીપ્રેક્ષ્યથી જોવામાં આવે તો. આ જ કારણોસર SATTEના પ્રવાસ અને પર્યટન શોનું મહત્ત્વ નોંધપાત્ર બની જાય છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ભારતીય એસોસિયેશન દ્વારા સમર્થિત SATTE નવા વલણોના વિશ્લેષણ, ભવિષ્યની પ્રસંગોની આગાહી, વ્યાજબી ઉકેલો અને વ્યાપાર ઉત્તેજન માટે ખંતપૂર્વક કામ કરશે. પ્રદર્શકો તરફથી પ્રાપ્ત થયેલો અભૂતપૂર્વ પ્રતિસાદ હોય કે સ્થિર પ્રવાસન, કેવી રીતે અત્યંત આકર્ષક ટ્રાવેલ પેકેજ બનાવવું અથવા GSTની બારિકાઇઓની સમજણ હોય SATTE એક એવો સર્વાગ્રાહી અનુભવ ધરાવે છે કે કોઇપણ પ્રવાસન વ્યાવસાયિકને તે ગુમાવવું પરવડી શકે નહીં. દરેક વર્ષે અમે ગત વર્ષ કરતાં શોને વધારે આશાસ્પદ બનાવવા માટે અમારા શ્રેષ્ઠતમ પ્રયત્નો હાથ ધરીએ છીએ અને અમે SATTE 2017 આવૃતિમાંથી પણ કોઇ રચનાત્મક અને રસપ્રદ નવીનતા અને વલણની આશા સેવીએ છીએ."
તેમણે ઉમેર્યુ હતુ કે, "તાજેતરમાં પ્રકાશિત થયેલા કેન્દ્રીય બજેટમાં આપણી સરકારે પણ પ્રવાસન ક્ષેત્રમાં અનેક કટિબદ્ધતા દર્શાવી છે. તેમાં માળખાકીય વિકાસ માટે રૂ. 3.9 લાખ કરોડ ફાળવવામાં આવ્યાં છે, રાજ્યો સાથે ભાગીદારી કરીને પ્રવાસન ક્ષેત્રોનો વિકાસ, વિકાસ માટે 2,000 કિમી દરીયા કિનારાના રસ્તાઓની ઓળખ અને નેશનલ હાઇવેના વિકાસ પાછળ ફાળવવામાં આવેલા રૂ. 64,000 કરોડ સરકાર દ્વારા લેવાયેલુ દૂરંદેશી પગલુ છે જેના કારણે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અને જીવનનું સામાન્ય ધોરણ સુનિશ્ચિત થાય છે."
દક્ષિણ એશિયાનું અગ્રણી B2B પ્રવાસ અને પર્યટન વેપાર પ્રદર્શન SATTE ભારતીય પ્રવાસ અને પર્યટન ક્ષેત્ર માટે ઉત્પ્રેરક બની ગયુ છે જેમાં દરેક મુલાકાતીઓ કાર્યક્રમ અને તેની સુવિધાઓ માટે ભારે આશાઓ સાથે આવી રહ્યાં છે. આ પોતાની રીતે આગવા એક્સ્પોમાં સ્પેશિયલ સ્ટાર-અપ પેવેલિયન સહિત સંખ્યાબંધ નવીન વિશિષ્ટતાઓ જોવા મળી રહી છે, જે પ્રવાસન ક્ષેત્રે પોતાનો ઉદ્યોગ શરૂ કરવા, કોનેજ ફોરમ અને કોન્ફરન્સમાં પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે, ઉપરાંત B2B શિડ્યુલર વ્યાવસાયિકોનું એક-બીજા જોડાણ, ચાય અડ્ડા, સાંસ્કૃતિક મનોરંજન કાર્યો અને ડેસ્ટિનેશન થિમ નાઇટ્સ સહિત અનેક પ્રકારની વિશિષ્ટ સુવિધાઓ પુરી પાડે છે.
SATTE 2017ના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં પ્રવાસન ક્ષેત્રના નવા-નવા વલણો અને તેને સંબંધિત આંતરિક બાબતો સહિત વિસ્તૃત વિષયોને આવરી લેવાયા છે. SATTE દ્વારા પ્રથમ દિવસે આયોજિત ત્રણ પેનલ ડિસ્કશન ઉદ્યોગના હિતધારકોને એક મંચ ઉપર ભેગા કરે છે, જેના કારણે તેઓ ભારતીય પ્રવાસન અંકે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરીને તેના મૂલ્યમાં વધારો કરી શકે છે. ભારત સરકારની 'મેક ઇન ઇન્ડિયા' યોજના સફળતાપૂર્વક આગળ વધી રહી છે ત્યારે પેનલ ડિસ્કશનમાં 'જવાબદાર પ્રવાસન', 'મેક ઇન ઇન્ડિયા અને પ્રવાસન' અને 'GST ઉપર ટોક શો'નો સમાવેશ થાય છે.
એક્પોના પૂરોગામી તરીકે UBM Indiaએ પ્રથમ વખત SATTE એવોર્ડ 2017નું આયોજન કર્યુ હતું. પુરસ્કાર સમારંભ પ્રવાસ અને પર્યટન ઉદ્યોગના ચાવીરૂપ હિતધારકોની શ્રેષ્ઠતા, સિદ્ધીઓ અને સંશોધનની સ્વીકૃતિ અને ઉજવણીના પ્રયાસરૂપે આયોજિત કરાઇ હતી અને તે પારદર્શક, વિશ્વસનીય અને પારદર્શક માપદંડો ઉપર આધારિત છે, જે SATTEના મૂલ્યોમાં આત્મસાત કરાયેલા આદર્શો છે. એવોર્ડ સમારંભમાં નેટવર્કિંગ તકો, રજૂઆતો અને અન્ય વિશેષતાઓનો પણ સમાવેશ થાય છે. 19 એવોર્ડ એરલાઇન, ક્રૂઝ, ટૂર ઓપરેટર, હોટલ, ડેસ્ટિનેશન, ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ સહિત પ્રવાસ અને પર્યટન ઉદ્યોગના જુદા-જુદા ક્ષેત્રોને આવરી લે છે. સૌ પ્રથમ વખત આપવામાં આવેલા એવોર્ડને પ્રવાસન ઉદ્યોગ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
SATTE 2017 નવી દિલ્હી ખાતે ઉદ્યોગ પ્રતિસાદ અને નવા પ્રારંભ
Cox & Kings Ltd - Karan Anand - હેડ, રિલેશનશિપ
"SATTE અમારા લક્ષિત બજાર સુધી પહોચવા માટે અમને સચોટ મંચ અને પ્રેક્ષકો પુરા પાડે છે અને અમારી નવી સુવિધાઓ દર્શાવવા માટેનો તકરૂપ કાર્યક્રમ છે. આ વર્ષે અમે ગેટઅવે ગોડેસ એન્ડ ટ્રિપ 360 નામથી ઓળખાતી માત્ર મહિલાઓની ટૂરને પ્રમોટ કરી રહ્યાં છે જે એડ્વેન્ચર ટ્રાવેલ પ્લેટફોર્મ છે, તે સેફ્ટી, સસ્ટેનેબિલિટી અને સોશિયલ એમ ત્રણ 'S' ઉપર ભાર મૂકે છે. અમે અમારા લક્ષિત ગ્રાહકોને સમગ્ર વિશ્વમાંથી રોમાંચક નવી પ્રોડક્ટ અને ડેસ્ટિનેશન પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે."
Israel Ministry of Tourism - Hassan Madah - ડિરેક્ટર - ભારત અને ફિલિપાઇન્સ ઓફિસ
"SATTE તમને ભારતીય પ્રવાસન ઉદ્યોગમાં અગ્રણી લોકો સાથે મુલાકાત અને વાતચીતની તક પુરી પાડે છે. અમે અમારા DMCને મંચ પુરો પાડવા ભાગ લીધો છે જે ભારતીય પાર્ટનર્સને માહિતી અને તેની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. આ બાબતમાં SATTE હંમેશા અમારુ પાર્ટનર રહ્યું છે. અમે ચંદિગઢ, અમદાવાદ અને હૈદરાબાદ એમ 3 શહેરોમાં 3 રોડ શોનું આયોજન કરી રહ્યાં છે જેની અમે અગાઉ ક્યારેય મુલાકાત લીધી નથી. આ ઉપરાંત અમે ભારતમાં અમારી બીજી ઝુંબેશ પણ શરૂ કરી રહ્યાં છીએ."
Tourism Fiji - Vaijayanthi Kari - ભારત પ્રતિનિધિ
"અમે દર વર્ષે SATTEનો ભાગ બની રહ્યાં છે અને ભારતીય પ્રવાસન વેપાર સમુદાયમાં આ કાર્યક્રમ હવે જ્ઞાનની વહેચણી અને નેટવર્કિંગનો પર્યાય બની ગયો છે. 2017ની આવૃતિમાં પણ ખૂબ જ આશા સેવાઇ રહી છે. આર્થિક ફેરફારોના પરિણામે પ્રવાસન ઉદ્યોગમાં વિવિધ પરિવર્તનો થયા છે, આગામી પગલાના આયોજન માટે અને નવા વલણો વિશે માહિતગાર રહેવા માટે SATTE સમગ્ર પ્રવાસન ઉદ્યોગને ખૂબ જ સારો મંચ પૂરો પાડે છે. માત્ર મુંબઇ સ્થિત કામગીરી હોવાના કારણે આ કાર્યક્રમ સમગ્ર ભારતીય પ્રવાસન વેપાર સમુદાયના મહત્ત્વપૂર્ણ સભ્યો સાથે મુલાકાત કરવા માટે અમને ખૂબ જ સારો મંચ ઉપલબ્ધ કરાવે છે. ફિજિ એરવેઝે સિંગાપોરથી ફિજિની સીધી ફ્લાઇટ પણ શરૂ કરી છે અને આ ભારતના પ્રવાસન ક્ષેત્રો અને બજારોને ફિજિ વેકેશનની જાણકારી પુરી પાડવા અમને સારી પરિસ્થિતિમાં મુકે છે. આ સંદર્ભમાં SATTE 2017 અમારા હિતધારકો અમારી પાસેથી જે સહાયતા માગે છે તે સમજવા માટે ખૂબ જ સારો મંચ પૂરો પાડે છે, સાથે સાથે અમે બજાર માટે નવી ઉપલબ્ધ કરાયેલા ડેસ્ટિનેશન પણ દર્શાવી શકીએ છીએ."
Sri Lankan Airlines Ltd
"SATTEમાં અમારી જોડાણ મુખ્યત્વે અમારા સપ્લાયર્સ અને વ્યાવસાયિક ભાગીદારો સાથે મુલાકાત માટે PR કારણોસર છે. અમે SATTEનો અમારા આયોજનમાં પ્રવાસન અને MICE મુવમેન્ટના સ્રોત તરીકે સમાવેશ કર્યો છે. કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર નથી."
Global Destinations - Pranav Kapadia, ફાઉન્ડર
"SATTE અમારા પાર્ટનર્સ માટે ભારતની સૌથી વધારે રાહ જોવાતો વાર્ષિક પ્રવાસન વેપાર કાર્યક્રમ છે. અમારા મોટાભાગના પાર્ટનર્સ માટે SATTE પ્રવાસન સિઝનમાં તેજીના સમયગાળા પહેલા યોજાય છે અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે જેમાં ભાગ લેવા માટે અમે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ. SATTE ખાતે ખરીદદારોની ગુણવત્તા ખરેખર સારી હોય છે અને આખા વર્ષ દરમિયાન તેના સારા પરિણામો જોવા મળે છે. ચાલુ વર્ષે સામેલ થયેલા કેટલાક ખૂબ જ સારા નવા પાર્ટનર્સની સાથે SATTE અમને ભારતીય પ્રવાસન વેપાર સમુદાયને અમારો પોર્ટફોલિયો દર્શાવવા માટે મંચ પૂરો પાડે છે. SATTE 2017ખાતે અમે નવી ભાગીદારી અને અમારી લાંબા સમયના જોડાણની ક્ષમતાનું નિર્માણ કરવાનુ લક્ષ્ય રાખીએ છીએ."
Travel Boutique Online - Ankush Nijhawan - CEO
"તે ભારતનું વિશિષ્ટ પ્રવાસ અને પર્યટન પ્રદર્શન છે અને SATTE ખાતે અમારી અનેક બ્રાન્ડના પ્રદર્શન સાથે અમે અહી સૌથી મોટા પ્રદર્શનકર્તાઓમાંથી એક છીએ. અનેક પ્રવાસન મુલાકાતીઓ SATTEની મુલાકાત લે છે અને તેમની સાથે જોડાવવાની અમને શ્રેષ્ઠ તક પુરી પાડે છે. અમને ખાતરી છે કે અગાઉ જેમની સાથે અમે કામ કર્યુ હતું તેમની સાથે અને નવા સાથીઓ સાથે ચાલુ વર્ષે પણ અનેક મુલાકાતીઓ અમારી મુલાકાત લેશે."
Tourism Authority of Thailand - Isra Stapanaseth - ડિરેક્ટર
"દર વર્ષની જેમ SATTE 2017 સમગ્ર ભારતના પ્રવાસન વેપારની મુલાકાત અને તેમની સાથે વ્યાપારિક આદાન-પ્રદાન માટે અમને અને થાઇલેન્ડમાંથી અમારા ખાનગી ક્ષેત્રને પ્રવાસ, વેપાર અને આતિથ્ય ક્ષેત્રને શ્રેષ્ઠ મંચ પૂરો પાડવાનું વચન આપે છે. ભારતના સૌથી અગ્રણી પ્રવાસન વેપાર શોમાંથી એક SATTE 3 દિવસ દરમિયાન એક છત હેઠળ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વેપાર મુલાકાતીઓ સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓ સાથે વ્યાપાર હાથ ધરવા અને તેમની સાથે વાતચીત કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે."
Rooms XML Solutions Limited - Mr. Prakash Bang - ફાઉન્ડર એન્ડ એક્ઝિક્યુટિવ ચેરમેન
"અમે 100% B2B કંપની હોવાથી SATTE નિશ્ચિતપણે અમને નવા ટ્રાવેલ એજન્ટને મળવાની તક પુરી પાડે છે અને દેશભરના અમારા વર્તમાન ગ્રાહકો સાથે પણ જોડે છે. આ બધાને વ્યક્તિગત રીતે મળવુ ખૂબ જ મુશ્કેલ કામગીરી બની રહી હોત. 2017 અમારા માટે વધુ એક ક્રાંતિકારી વર્ષ બની રહેશે. અમે ખાસ વિશિષ્ટતાઓ સાથે આગામી પેઢીની API રજૂ કરી રહ્યાં છે. તેમાંની બે વિશિષ્ટતાઓમાં 1 સેકન્ડની અંદર પ્રતિભાવ અને એક જ વિનંતીમાં મલ્ટિપલ હોટલ સર્ચનો સમાવેશ થાય છે."
Reunion Island Tourism Board - Mr. Vineet Gopal - ડિરેક્ટર, ભારત
"SATTE તેના પ્રારંભની સાથે જ દેશનો સૌથી ખ્યાતનામ ટ્રાવેલ ટ્રેડ શો બની રહ્યો છે અને તે હંમેશા સામાન્ય મંચ ઉપર ભારતીય પ્રવાસન વ્યવસાયના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સમાધાન લાવે છે. આ મંચ અમને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી જુદા-જુદા વ્યાવસાયિક પાર્ટનરને મળવાની તક પુરી પાડે છે, આ રીતે અમને અમારી ટુરિઝમ સુવિધાઓ અમારા B2B પાર્ટનર્સ સમક્ષ રજૂ કરવામાં મદદ મળે છે જે સમયાંતરે મોટા પાયા પર વેચાણમાં પરિણમે છે."
RezLive.com by Travel Designer - Mr. Jaal Shah - ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર - ટ્રાવેલ ડિઝાઇનર ગ્રૂપ
"SATTE એક પ્રેરણાત્મક કાર્યક્રમ છે જે ટ્રાવેલ બજારના વ્યાપ અને ભવિષ્યની વૃદ્ધીમાં નવી તકો ઊભી કરે છે અને તેમાં વાસ્તવિકતા બક્ષે છે. તે OTA, હોટલિયર, એજન્ટ, DMCને સમગ્ર વિશ્વમાંથી આવતા અર્થપૂર્ણ મુલાકાતીઓને તેમની પ્રોડક્ટ દર્શાવવા અને તેનુ બજાર પ્રાપ્ત કરવા યોગ્ય મંચ પૂરો પાડે છે. અમને હંમેશા પ્રવાસન વેપારમાંથી ખૂબ જ સાનુકૂળ પ્રતિભાવો પ્રાપ્ત થયા છે અને અમારા ટ્રાવેલ પાર્ટનર્સની હાજરીથી અમારો સ્ટોલ ભરેલો રહ્યો હતો. ચાલુ વર્ષે પણ અમારી આ જ ધારણા છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓની હાજરી જોવાની આશા રાખીએ છીએ. ટ્રાવેલ ડિઝાઇર ગ્રૂપ જે તેના વ્યાપ હેઠળ જુદી-જુદી બ્રાન્ડ ધરાવે છે તે SATTE દરમિયાન પ્રવાસન વેપાર અંગે મુખ્યત્વે RezLive.comની નવીનતમ વિશિષ્ટતાઓ અને ટેક્નોલોજીકલ સર્વોચ્ચતા દર્શાવશે, આ વર્ષ સમગ્ર રીતે અમારા માટે વિશેષ વર્ષ બની રહેશે કારણ કે RezLive.com ઓનલાઇન હાજરીના 10 વર્ષ ઊજવી રહ્યું છે."
Ramee Group of Hotels - Nihit Srivastava - ડિરેક્ટર, ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ (ભારત)
"અમે Ramee Group of Hotels મધ્ય પૂર્વમાં અમારી નોંધપાત્ર હાજરી ધરાવીએ છીએ, SATTE 2016 ખાતે અમને પ્રદર્શન અર્થપૂર્ણ લાગ્યું હતું. 2016-2017ના નાણાકીય વર્ષ માટે બજાર મુશ્કેલ હોવા છતા ભારતીય પ્રવાસીઓ મહત્ત્વપૂર્ણ બજાર ક્ષમતા ધરાવે છે, અગાઉના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અમને ગ્રાહકોની સંખ્યામાં વધારો પણ જોવા મળ્યો છે. SATTE 2017 ખાતે અમે અગાઉના વર્ષ કરતા વધારે સંખ્યામાં ખરીદકર્તાઓ સાથે વેપાર કરવાની ધારણા રાખી રહ્યાં છે, અમે અમારી 32 મિલકતોની વર્તમાન પરિસ્થિતિ સાથે મધ્ય પૂર્વમાં માત્ર વિસ્તરણ નથી કરી રહ્યાં પરંતુ હવે ભારતમાં 13 મિલકતો પણ ધરાવીએ છીએ, જે 2017ના મધ્ય ભાગમાં કાર્યન્વિત થઇ જશે. ચાલુ વર્ષે રામી ઇન્ટરનેશનલ 144 કી સુરત, નવી દિલ્હીમાં રામી કાસા અને મુંબઇમાં રામી સ્યુટ્સ શરૂ કરી રહ્યાં છે."
Abu Dhabi Tourism Culture and Authority - Ahmed Al Mansoori, - ઇન્ટરનેશનલ પ્રમોશન એક્ઝિક્યુટિવ - ડેસ્ટિનેશન પ્રમોશન ડિપાર્ટમેન્ટ
"SATTE સમગ્ર ભારતનો શો છે જ્યાં પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ એક જ છત હેઠળ ભેગા થાય છે. આ અગ્રણી ટ્રાવેલ શોની 24મી આવૃતિના ભાગ બનીને અમે ખૂબ જ આનંદિત છીએ. અમારા પ્લાનનો આ હંમેશા એક આંતરિક ભાગ રહ્યો છે, કારણ કે તે પ્રિમિયમ ટ્રેડ શો છે, જ્યાં અમે હંમેશા અમારી હાજરી નોંધાવવા માગીએ છીએ. ચાલુ વર્ષે પણ એતિહાદ, એમિરાત પેલેસ, લામા ટુર્સ વગેરે જેવા મહત્ત્વપૂર્ણ હિતધારકો અમારી સાથે જોડાઇ રહ્યાં છે. અમે એક પરિવાર તરીકે અમારા ડેસ્ટિનેશન અંગે માહિતીનો ફેલાવો કરીશું, જે બાબત એક-બીજાને ફાયદારૂપ બનવામાં સહાયતા કરે. હાલમાં કોઇ ચોક્કસ જાહેરાત નથી પરંતુ અમે પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ સાથે અમારા સારા સંબંધોને ખૂબ જ આગળ વધારવા માગીએ છીએ."
Go Desk - Narayan VS - કો-ફાઉન્ડર
"આપણે WhatsAppના યુગમાં છીએ. 99% હોટલ ગ્રાહકો WhatsApp પર છે. GoDesk પ્રથમ વખત WhatsAppપર 24/7 સમર્પિત અને ત્વરિત ગેસ્ટ સર્વિસ પુરી પાડવા હોટલ માટે હેલ્પડેસ્ક સોફ્ટવેર રજૂ કરી રહ્યું છે."
Tourism Office of Spain - Ignacio Ducasse - ડિરેક્ટર
"Tourism Office of Spain 2011થી SATTEમાં નિયમિત હાજરી આપે છે. ડિસેમ્બર 2016થી દિલ્હી અને મેડ્રિડ વચ્ચે સીધા ફ્લાઇટ કનેક્શનની શરૂઆતના કારણે આ વર્ષે SATTE અમારા માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. અમે ખૂબ જ આશાવાન છીએ કે ભારતમાંથી સ્પેનમાં આ સીધા જોડાણના કારણે પ્રવાસન વ્યાપારમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળશે. ચાલુ વર્ષે 8 સ્પેનિસ કંપનીઓ અમારા સ્ટેન્ડમાં સહ-પ્રદર્શક છે. SATTE 2017 ખાતે અમે પહેલી જ વખત એન્ડાલ્યુસિયા અને કોમ્યુનિદાદ ડી મેડ્રિડ એમ બે પ્રાદેશિક ટુરિઝમ બોર્ડ તરફથી ભાગીદારી ધરાવીએ છીએ. ટૂર ઓપરેટર ટ્રાપ્સતુર પણ પ્રથમ વખત ભાગ લઇ રહ્યાં છે. મેડ્રિડ ટુરિઝમ બોર્ડ, પલ્લાડિયમ હોટલ ગ્રૂપ, એક્રોસ સ્પેન, સેન્ચ્યુરી ઇનકમિંગ અને વર્ક ઇવેન્ટ સહિત બાકીની કંપનીઓ SATTEમાં નિયમિત હાજરી નોંધાવે છે."
Youdian Business Solutions - Sandiip Srivastava - ડિરેક્ટર
"ચાલુ વર્ષે SATTE ખાતે અમે લોન્ચ ઓફ યૂરોપ બાય રેલ પેકેજની જાહેરાત કરી રહ્યાં છે. આ પેકેજ મોડ્યુલર રચના ધરાવે છે અને તેથી ગ્રાહકની રજાઓની જરૂરિયાત દરમિયાન સ્યૂટ સાથે એક કરતાં વધારે પ્રોડક્ટ એક-બીજા સાથે જોડી શકાય છે. આ પ્રોડક્ટ ભારતમાં પોતાની રીતે આગવા પ્રકારની છે. યોડિયને ભારતમાં તેની પ્રોડક્ટ માટે નોક્કી ટૂર્સ, બાલ્ટિક વિટાલિસ એન્ડ સાઉથ અમેરિકન ટૂર સાથે જોડાણ કર્યુ છે."
India Assist Travels - Mr Harish Khatri
"SATTE મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઉદ્યોગ માટે મજબૂત વ્યવસ્થાતંત્રનું નિર્મામ કરતાં ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગના જુદા-જુદા પાસાંઓને તે એક-બીજા સાથે જોડે છે. SATTE દ્વારા અમે ભારતમાં વિદેશી પ્રવાસીઓના આગમન માટે એક સેવા તરીકે ઇન્ડિયા આસિસ્ટ શરૂ કરી રહ્યાં છે, જેથી કોઇ વિદેશી પ્રવાસી કોઇ પ્રકારની મુશ્કેલી અથવા તકલીફમાં હોય તો તે કિસ્સામાં અમે તેમને સહાયતા પુરી પાડી શકીએ. પ્રવાસીઓએ માત્ર તેમના મોબાઇલમાં એક બટન દબાવવાનું રહે છે અને કોઇપણ મુશ્કેલી ઉકેલવા માટે તે અમારા કોલ સેન્ટર સાથે જોડાઇ જશે."
Korea Tourism Organization
"SATTE ભારતીય પ્રવાસન ઉદ્યોગ માટે ચાવીરૂપ B2B શો હોવાના કારણે તે અમારા માર્કેટિંગ પ્લાનમાં હંમેશા અગ્રીમતા ધરાવે છે. અમારી ત્રણ દિવસની ભાગીદારી દરમિયાન પ્રવાસન સમુદાય સાથે જ્યારે અમે જોડાણ કરીએ છીએ ત્યારે 2017માં અમારા માર્કેટિંગ પ્લાન માટે શ્રેષ્ઠ જોડાણ કરવાની અપેક્ષા રાખીએ છીએ. કોરિયાએ 2015 માટે 150,000ની સરખામણીમાં 2016માં 196,579ની પ્રવાસીઓ પ્રાપ્ત કર્યા છે. અમે પ્રતિ વર્ષ તેમાં ઉત્તરોત્તર વધારો થવાની આશા સેવી રહ્યાં છીએ."
Cruise Professionals - Nishith Saxena, ફાઉન્ડર અને ડિરેક્ટર
"SATTE હંમેશા ભારતના B2B પરીક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે અને 2017માં અમને ચોક્કસ વિશ્વાસ છે કે વિચારો, માહિતી અને સેવાઓનું આદાન-પ્રદાન ચાલુ વર્ષે વધારે હશે. SATTE 2017 ચાલુ વર્ષે વધારે સુસંગત છે કારણ કે પ્રવાસન ઉદ્યોગ મોટા પ્રમાણમાં ઉથલ-પાથલનો સામનો કરી રહ્યો છે, તેના માટે વધુ ઊંડાણપૂર્વક જોડાણ અને ઊભા કરેલા પ્રશ્નોનું નિરાકરણ જરૂરી બને છે. SATTEનો સમાવેશ એવા જૂજ ટ્રેડ શોમાં થાય છે જેણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગ માટે MECCAનું સ્તર પ્રાપ્ત કર્યુ છે. તે કહેવાની જરૂર નથી કે દરેક વર્ષ તેના પોતાના પડકારો સાથે આવે છે, પરંતુ અમારું માનવુ છે કે SATTE સાથે અમારું ભૂતકાળમાં જોડાણ અને SATTE 2017માં અમારી વર્તમાન ભાગીદારી આગામી વર્ષોમાં લાંબા સમય માટે ટકી રહેશે."
"અમને ઈફેક્ટીવ ફેબ્રુઆરી 2017ની જાહેરાત કરતા ગર્વ છે, અને આવકમાં વૃદ્ધી કરવા અને આ બે બજારોમાં વ્યાપક વહેચણી સ્થાપવા માટે હુર્ટિગ્રુટેને ક્રૂઝ પ્રોફેશનલને ભારત અને શ્રીલંકા માટે એક માત્ર GSA તરીકે નિમ્યાં છે. ભારત અને અમેરિકામાં તેમની કટિબદ્ધતામાં વધારો કરીને બન્ને કંપનીનું મેજમેન્ટ હુર્ટિગ્રૂટેનને આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધી સાથે ભારતમાં મુખ્ય એક્સ્પ્લોરેશન ક્રૂઝ બ્રાન્ડ બનાવવા માગે છે."
Meliá Hotels International - Tonia Sehan - ડિરેક્ટર ઓફ સેલ્સ ઇન્ડિયા
"સમગ્ર ભારતભરના પ્રવાસન ઉદ્યોગના જુદા-જુદા ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સંભવિત ટ્રાવેલ વ્યવસાયિકો સાથે મુલાકાત, જોડાણ, વાર્તાલાપ અને વ્યવસાય હાથ ધરવા માટે મેલિઆ હોટલ્સ ઇન્ટરનેશનલ માટે SATTE એક વિશિષ્ટ તક બની રહેશે. ભારતીય પ્રવાસન વ્યવસાયમાં બ્રાન્ડ અંગે જાગૃતિમાં ફેલાવવા માટે અમે તે યોગ્ય મંચ હોવાની પણ ધારણા રાખી રહ્યાં છીએ. સમગ્ર ભારતના ટ્રાવેલ એજન્ટને અમારી પ્રોડક્ટની વિજિબિલિટી વધારવા માટે તે સૌથી મોટો મંચ છે. SATTE 2017માં અમારી ભાગીદારી પાછળનો ઉદ્દેશ ભારતીય ટ્રાવેલ એજન્ટની વચ્ચે મેલિઆ હોટલ્સ ઇન્ટરનેશનલની જાગૃતિ ફેલાવવાનો અને MICE, વેડિંગ ગ્રૂપ, લેઇઝ ટ્રાવેલર્સ વગેરે માટે આકર્ષક ઓફર પુરી પાડવાનો છે. અમે વિશેષ ઓફરના લાભ માટે મેલિઆ પ્રો રિવોર્ડ પ્રોગ્રામ માટે નોંધણી કરાવવા અને અમારી લેટેસ્ટ પ્રતિયોગિતા 'બૂક એન્ડ વિન ફેબ્યુલસ પ્રાઇઝ' વિજેતા બનવા માટે પણ ટ્રાવેલ એજન્ટને આકર્ષી રહ્યાં છીએ."
SATTE 2017માં નવી શરૂઆત, નવી દિલ્હી
1. Tripshelf
Ms. Sukhmani Singh
હોદ્દો - કો-ફાઉન્ડર
"સ્ટાર્ટ-અપ પેવિલિયન દ્વારા તેમની પ્રોડક્ટ દર્શાવવા માટેના પ્લેટફોર્મ પરથી Tripshelfને ટ્રાવેલ સ્ટાર્ટ આપવા SATTEના આભારી છીએ. SATTE ખાતે અમે અમારા ટૂર ઓપરેટર માટે અમારા એડ-ટેક પ્લેટફોર્મ tripshelf.com દ્વારા તેમની બ્રાન્ડ અને ઓનલાઇન ગ્રાહકો માટે હોલી ડે પેકેજના પ્રમોશનમાં મદદ કરવા બદલ નાના અને મધ્યમ ટૂર ઓપરેટર સાથે જોડાઇને ખૂબ જ રોમાંચ અનુભવીએ છીએ."
2. Hive Travel Media Solutions LLP
Mr Pankaj Sawardekar
"SATTE જેવા કાર્યક્રમમાં ભાગ લેવો કોઇ પણ શરૂ થઇ રહેલી કંપનો માટે એક સ્વપ્ન હોય છે. સ્ટાર્ટ-અપ પેવેલિયને અમારા માટે તે શક્ય બનાવ્યું છે. અમે SATTEના આભારી છીએ. અમે અમારા સાથી સ્ટાર્ટ-અપ માલિકો અને ટ્રાવેલ ઉદ્યોગના અગ્રગણ્ય સાથીઓ સાથે વ્યાવસાયિક આદાન-પ્રદાનની અપેક્ષા રાખીએ છીએ."
3. Ithaka
Mr Ameya Sahasrabudhe
"Ithaka ખાતે અમે પ્રવાસન માટે એક ઇકો સિસ્ટમનું નિર્માણ કરી રહ્યાં છીએ. સાચા સાથીઓ વગર કોઇપણ ઇકો સિસ્ટમ અપૂર્ણ હોય છે, ભલે તે ટિકિટિંગ, હોટલ અથવા અને સુવિધાઓ હોય. તેના માટે જ અમે અહી આવ્યાં છીએ. જો તમે ટ્રાવેલ ક્ષેત્રો કોઇ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છો તો અમે તમારી સાથે વાત કરવા અને તકો ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ."
4. OyeSeva
Ms Shalini Tripathi
"શ્રેષ્ઠ ટ્રાવેલ વ્યાવસાયિકોને મળવા માટે SATTE સૌથી મોટો મંચ છે. ટ્રાવેલ ઉદ્યોગના અગ્રગણ્ય પ્રતિનિધિઓ સાથે વાતચીત, પ્રદર્શનમાં વધારા અને પહોચ તથા સુનિશ્ચિત વ્યાવસાયિક તક મેળવવા માટે OyeSeva આ કાર્યક્રમ અભૂતપૂર્વ તક બની રહેશે."
5. Nafex
Mr Jeethmal Mutha
"અનેક સાનુકૂળ પરિસ્થિતિઓના પરિણામે ભારતીય પ્રવાસ અને પર્યટન ઉદ્યોગ વિકાસના માર્ગ ઉપર છે. આ ઉદ્યોગના હિતધારકો અને વિદેશમાં પ્રવાસ કરી રહેલા લોકોને વિદેશી ચલણ પુરું પાડતી અમારા જેવી સંસ્થાઓ SATTE ટ્રાવેલ ટ્રેડ શોની દીર્ધદ્રષ્ટી સાથે ઉપલબ્ધ તમામ તકોનો ભરપૂર લાભ ઉઠાવી શકે છે. અમે Nafex.com ગ્રાહકોને ઝડપી અને ફોરેક્સ ઉપર શ્રેષ્ઠ દરો ઉપલબ્ધ કરાવીને અને ફોરેક્સ પર મનપસંદ વિકલ્પ પુરો પાડીને સુવિધાજનક ઓનલાઇન અનુભવ પુરો પાડવાનો હેતુ ધરાવીએ છીએ. ટ્રાવેલ એજન્ટના ગ્રાહકોએ તેમની સાથે ટ્રાવેલ ટિકિટ બૂક કરાવ્યા બાદ ફોરેક્સમાં શ્રેષ્ઠ દરો શોધવા માટે આમ-તેમ દોડા-દોડ કરવાની જરૂર નહીં રહે કારણ કે ટ્રાવેલ એજન્ટ પોતે જ તેમને એક જ સ્થાને ખૂબ જ રાહત પુરી પાડી શકશે. માત્ર તેમણે અમારી વેબસાઇટ http://www.nafex.comપર લોગ ઓન કરીને તેમના નજીકના ક્ષેત્રમાં થોડીક જ મિનિટોમાં શ્રેષ્ઠ દર મેળવવા ગ્રાહકોની ચલણી જરૂરિયાતો દાખલ કરવાની જરૂર છે. આ બધી જ કામગીરી માટે ગ્રાહકોએ જુદા-જુદા વિનિમયકર્તાઓને કોલ કરવાની અને તે દરેક પાસેથી અલગ-અલગ દર મેળવવાની જરૂરિયાત રહેતી નથી. અગ્રણી અધિકૃત વિનિમયકર્તા સાથે અમારી પાર્ટનરશિપ માત્ર તે વ્યવહારને સરળ જ નથી બનાવતી પરંતુ દરેક પરીપ્રેક્ષ્યથી તેને વિશ્વસનીય બનાવે છે."
6. Proposal OTG
Mr Arun Nagpal
"સ્ટાર્ટ-અપ પેવેલિયન પોતાના નવા વિચારો અને સંશોધનો દર્શાવવા માટે નવી કંપનીઓને શ્રેષ્ઠ મંચ પુરો પાડે છે. તે સંભવિત રોકાણકારોને મળવા માટે નવા દ્વાર ખોલવા માટે પ્રથમ પગલાની સાથે સાથે વિશાળ મંચ પર તેમની પ્રોડક્ટના માર્કેટિંગ માટે નેટવર્ક પણ પુરું પાડે છે."
7. The Trip Works
Mr Satish Singh
ડિરેક્ટર અને CEO
"SATTE સ્ટાર્ટ-અપ પેવેલિયન ઉદ્યોગ અને રોકાણ સમુદાયને તેમની પ્રોડક્ટ દર્શાવવા નવા અને આવી રહેલા ટેક-સંચાલિત ખ્યાલ પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ પહેલ છે. અમારું માનવું છે કે અમારી પ્રોડક્ટને દર્શાવવા માટે અમને શ્રેષ્ઠ મંચ
પ્રાપ્ત થશે."
8. CRINDO
Mr Vishal Agarwal
"SATTE પ્રવર્તમાન અને નવી વ્યાવસાયિક ગોઠવણો બન્ને માટે સર્વશ્રેષ્ઠ મંચ બની રહ્યું છે. ટ્રાવેલ ટેક સ્ટાર્ટ-અપ માટે ફાળવવામાં આવેલું પેવેલિયન માત્ર વધારે ભાગીદારીને પ્રોત્સાહિત કરશે અને નવીન વ્યાપારિક વિચારોના સર્જન માટે દરેકને મદદ કરશે."
9. YuMiGo
Mr Rishabh Sood
CEO અને કો-ફાઉન્ડર
"YuMiGoના લોન્ચ વખતે અને વિશ્વને અમારી ગેમ-ચેન્જિંગ ટ્રાવેલ એપ દર્શાવવા શોમાં હાજર તમામ મુખ્ય ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ટ્રાવેલ ઓપરેટરને સિવાય અન્ય કોઇ પણ વધારે સારા પ્રેક્ષકો હોઇ ન શકે."
10. Travelshore Technologies P Ltd.
Mr Alex T Jacob
ડાયરેક્ટર અને CEO
"ગત વર્ષે અમારા અનુભવના આધારે અમે માનીએ છીએ કે માર્કેટ ટેક્નોલોજી સોલ્યુશનથી માડીને વિશ્વવ્યાપી ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર માટે SATTE સૌથી અસરકારક મંચ છે. SATTE ખાતે 12,000થી વધારે અપેક્ષિત ખરીદદારો સાથે નેટવર્કિંગની વ્યાપક તક હોવાથી આ કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
UBM India વિશે
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક સાથે લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article