નવી દિલ્હી, January 23, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ માટે ભારતનો અગ્રગણ્ય શો
UBM Indiaએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 15થી 17મી ફેબ્રુઆરી, 2017 દરમિયાન દક્ષિણ એશિયાનો અગ્રણી ટ્રાવેલ ટ્રેડ શો SATTEની 24મી આવૃતિનું આયોજન કરશે. આ એક્સ્પોમાં 40 દેશો અને 28 ભારતીય રાજ્યોમાંથી 870 પ્રદર્શકો અને પ્રતિસ્પર્ધીઓ પ્રતિનિધિત્વ કરશે, જેમાંથી કેટલાક નોંધપાત્ર પ્રદર્શકો SATTE 2017માં પ્રથમ વખત ભાગ લઇ રહ્યાં છે. SATTE રાષ્ટ્રીય અને રાજ્ય ટુરિઝમ બોર્ડ (NTO અને STO) સાથે સમગ્ર ટ્રાવેલ, પ્રવાસન અને આતિથ્ય ઉદ્યોગમાંથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદકર્તાઓ અને વ્યાવસાયિકોને વેપાર એકત્રિત કરવા અને વિકાસ કરવા, આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા ઉકેલ-સંચાલિત સંશોધનો પર પહોચવા અને ભારતમાં આંતરિક, બાહ્ય અને પ્રાદેશિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સર્વગ્રાહી મંચ પૂરો પાડશે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા મોસ્ટ ફેવર્ડ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મને પણ સમર્થન આપવામાં આવ્યું છે.
(Logo: http://mma.prnewswire.com/media/459540/PRNE_UBM_SATTE_Logo.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
SATTEને World Tourism Organisation (UNWTO), Indian Convention Promotion Bureau (ICPB), Pacific Asia Travel Association (PATA), Society for Incentive Travel Excellence (SITE), SKAL International, United Federation of Travel Agents Associations (UFTAA), Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Federation of Hotel and Restaurant Associations of India (FHRAI), Travel Agents Federation of India (TAFI), Association of Domestic Tour Operators of India (ADTOI), Outbound Tour Operators Association of India (OTOAI) અને IATA Agents Association of India (IAAI) જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ભારતીય પ્રવાસન વેપાર સમૂહોનું સતત સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. 3 દિવસ માટે આયોજિત SATTE 2017 કેટલીક રોમાંચક ભાગીદારી અને જાહેરાતોનું સાક્ષી બનશે જે ઉદ્યોગમાં ભવિષ્યમાં નવો ટ્રેન્ડ સ્થાપવાનું વચન આપે છે. વિશિષ્ટ એક્સ્પોમાં ભાગ લેનાર મુલાકાતીઓ 12 સ્ટાર્ટ-અપ્સના પ્રદર્શન સ્થાનો અને આકર્ષક વિચારો માટે રોકાણના બીજ પૂરા પાડવા માટે વેન્ચર કેપિટલ ફર્મ્સના સાક્ષી બને તેવી અપેક્ષા રાખી શકે છે.
આ એક્સ્પોમાં લગભગ તમામ ટુરિઝમ બોર્ડ ભાગ લેતા જોવા મળશે. જ્યાં સુધી NTOને સંબંધ છે ત્યાં સુધી અમેરિકા, મેક્સિકો, પેરુ, ચેઝ રિપબ્લિક, સ્પેન, રશિયા, સિંગાપોર, મલેશિયા, ચીન, હોંગકોંગ, જાપાન, કોરિયા, ઇઝરાયેલ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મકાઉ, ફિજિ, ભુતાન, નેપાળ, શ્રીલંકા, અબુધાબી, દુબઇ, ન્યૂઝિલેન્ડ, રિયુનિયન આઇસલેન્ડ અને ઇજિપ્તનો સમાવેશ થાય છે. જ્યારે પેરુ, વિયેટનામ અને શારજહાં દ્વારા પ્રથમ વખત આ એક્સ્પોમાં ભાગ લેવાની ખાતરી અપાઇ છે. તૂર્કી અને માલદિવ્સ પણ ટૂંક જ સમયમાં આ એક્સ્પોમાં ભાગ લેવાની ખાતરી આપશે. દુબઇ, શ્રીલંકા અને થાઇલેન્ડ SATTE 2017ના સહભાગી દેશો છે.
Carlson Rezidor Hotel Group, ITDC, Sterling Resorts, Dubai Parks & Resorts, Movenpick Hotel & Resorts, Minor Hotels, Melia Hotels International, ONYX Hospitality Group, Ramee Group of Hotels, Shangri-La Hotels and Resorts, Venetian Cotai જેવા હોસ્પિટાલિટી પ્લેયર્સ SATTE 2017માં સક્રીય ભાગીદારી નોંધાવવા જઇ રહ્યાં છે. NTO અને સ્ટેટ ટુરિઝમ બોર્ડ સિવાય ટ્રાવેલ અને હોસ્પિટાલિટી કંપની, એરલાઇન્સ, ક્રૂઝ લાઇનર્સ, DMC, OTA અને ટુરિઝમ પ્રોડક્ટ્સ પણ આ એક્સ્પોમાં જોડાવા જઇ રહી છે. ઉદ્યોગના વલણો અને અદ્યતન માહિતી અંગે મુલાકાતીઓ અને ખરીદકર્તાઓને સુમાહિતગાર કરવા માટે SATTE નામાંકિત ટ્રાવેલ સંગઠનો, સંસ્થાઓ અને મીડિયા ગૃહો સાથે ખૂબ નજીકથી કામ કરી રહી છે.
Indian Association of Tour Operators (IATO)ના પ્રેસિડન્ટ Pronab Sarkar જણાવ્યું હતું કે, "SATTE દેશમાં એક મંચ તરીકે ઊભરી આવ્યું છે જ્યાં વ્યક્તિ ટ્રાવેલ ઉદ્યોગના તમામ ક્ષેત્રો પ્રાપ્ત કરી શકે છે. આ એક એવું સ્થાન છે જ્યાં સમગ્ર ટુરિઝમ સમુદાય એક છત હેઠળ એકત્ર થાય છે અને મોટા પ્રમાણમાં ખરા અર્થમાં વેપાર હાથ ધરવામાં આવે છે. SATTE મારફતે નવા અને અત્યાર સુધીના અજ્ઞાત સ્થાનો વ્યાપક પ્રમાણમાં પોતાની તરફ ધ્યાન ખેંચે છે અને પ્રવાસન ક્ષેત્રની વૃદ્ધી માટે આ બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
Association of Domestic Tour Operators of India (ADTOI)ના પ્રેસિડન્ટ PP Khannaએ જણાવ્યું હતું કે, "SATTE દક્ષિણ એશિયાનું સૌથી મોટું ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશન છે. તે ભારતમાં ટ્રાવેલ બિઝનેશ કરનારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારીઓ અને ખરીદકર્તાઓને એક છત હેઠળ લાવે છે. તે માત્ર ધંધાની સ્થાપના માટે તક જ નથી પૂરી પાડતું પરંતુ ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગમાં નવા પ્રવેશકર્તાઓને તકોનો ખજાનો પૂરો છે. તે નેટવર્કિંગનું ખૂબ જ સારું પ્લેટફોર્મ છે જ્યાં ભાગ લેનાર વેપારીઓ અનેક વેપાર સંભાવના ઊભી કરે છે અને વેપાર કરે છે."
IATA Agents Association of Indiaના પ્રેસિડન્ટ Biji Eapen જણાવ્યું હતું કે, "SATTEની 23મી આવૃતિ SATTE 2016ને 'અભૂતપૂર્વ અને સાહસિક' ગણવામાં આવી હતી. તે 35 દેશોમાંથી 860 પ્રદર્શનકારીઓ, 30 આંતરરાષ્ટ્રીય અને 28 સ્થાનિક પ્રવાસન બોર્ડ અને 21000 મુલાકાતીઓની હાજરીના કારણે અદભૂત પ્રસંગ સાબિત થયો હતો. મહત્ત્વપૂર્ણ સેશન્સ અને પેનલ ચર્ચાઓમાં વ્યાપક શ્રેણીના વિષયો અને સંબંધિત મુદ્દાઓ આવરી લેવાયા હતા. અમને ખાતરી છે કે SATTE 2017 SATTE પરંપરા અનુસરશે અને નવી વિશેષતાઓ SATTEને ઇન્ડિયન ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગ માટે નવી વિકાસ માર્ગ સ્થાપવામાં મદદ કરશે."
SATTEની આગામી 24 મી આવૃતિ અને તેના તાજેતરના પ્રસંગો અંગે જણાવતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "SATTE હવે એક સંસ્થા બની ગઇ છે અને દુનિયાના આ ભાગમાં વાસ્તવિક રીતે વૈશ્વિક પ્રદર્શન તરીકે ઊભરી આવ્યું છે. ચાલુ વર્ષે વિશ્વવ્યાપી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ તે અભૂતપૂર્વ રીતે સૌથી આગળ છે. SATTE ખાતે 21,000 અનુભવી ટ્રાવેલ વ્યવસાયિકો હાજર રહેવાની ધારણા છે. દરેક આ એક્સ્પો પાસેથી સમાધાન-સંચાલિત વિશેષતાઓ અને તેના નવીન સંશોધનો જેવા કે નોલેજ સેમિનાર, પ્રોડક્ટ લોન્ચ અંગે ઊચ્ચ અપેક્ષા ધરાવે છે અને ભવ્ય એવોર્ડ સમારંભમાં ઉદ્યોગના ઉત્કૃષ્ટતા પ્રદાન અને સંશોધનની ઉજવણી કરવામાં આવશે."
SATTE 2017ની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા 15 અને 16 ફેબ્રુઆરીના રોજ આયોજિત કોન્ફરન્સ કાર્યક્રમ રહેશે જે સેક્ટર અને ઉદ્યોગની શ્રેષ્ઠ કાર્યશૈલી સંબંધિત ઔદ્યોગિક ચર્ચા અને નવી આંતરિક બાબતોનું આદાન-પ્રદાન કરશે. SATTE છ પેનલ ચર્ચાઓનું આયોજન કરશે જે એક મંચ ઉપર તમામ હિતધારકોને ભેગા કરશે. તેના કારણે વિચારોનું આદાન-પ્રદાન થશે જે વ્યાપક સ્તરે ભારતીય પ્રવાસનમાં મૂલ્ય ઉમેરશે.
એક્સ્પોના ભાગરૂપે UBM India પ્રથમ વખત SATTE Awards 2017નું આયોજન કરશે. ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગના મહત્ત્વપૂર્ણ હિતધારકોની ઉત્કૃષ્ટતા, સિદ્ધીઓ અને સંશોધનોને સ્વીકૃતિ અને ઉજવણીના પ્રયાસ સ્વરૂપે યોજાનાર 14મી ફેબ્રુઆરીના સાંજે યોજાનાર આ એવોર્ડ પારદર્શક, પ્રમાણભૂત અને વિશ્વસનીય માપદંડો ઉપર આધારિત હશે, જે SATTEના મૂલ્યથી વણાયેલો છે. નેટવર્કિંગ સંભાવનાઓ, પ્રેઝન્ટેશન અને અન્ય વિશેષતાઓ તે મહત્ત્વ અને અભિગમમાં ઉમેરો કરશે. 19 એવોર્ડ શ્રેણી એરલાઇન, ક્રૂઝ, ટૂર ઓપરેટર, હોટલ, ડેસ્ટિનેશન, ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ સહિત ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોને આવરી લેશે.
UBM India વિશેઃ
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક સાથે લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asia UBM plcની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-022-61727000
UBM India
Share this article