મુંબઈ, January 20, 2017 /PRNewswire/ --
MoneyOnMobile પોતાના ગ્રાહકો MoneyOnMobileના 325,000 રિટેઇલર્સ મારફતે અથવા MoneyOnMobileની મોબાઇલ વોલેટ એપ મારફતે તેમના વીજ બિલ્સની ચુકવણી કરી શકે તે માટે BSES Rajdhani Power Limited સાથે ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ (વિતરણ કરાર)ની જાહેરાત કરી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
MoneyOnMobile, Inc ના ચેરમેન અને CEO Harold Montgomeryએ જણાવ્યું હતું કે "ભારતમાં ઘણા ગ્રાહકો તેમના બિલની ચુકવણી રોકડા નાણાં ચુકવીને કરે છે. અમે તેમને આ સેવા ઓફર કરીએ છીએ, જેથી તેઓ તેમના અનુકૂળ રિટેઇલ આઉટલેટ પર અથવા અમારા મોબાઇલ વોલેટ મારફતે ચુકવણી કરી શકે છે."
"MoneyOnMobile" ભારતમાં લાખો લોકોને તેમના નાણાકીય વહેવારો માટે મદદ કરી છે અને હવે તે તેની BSES Rajdhani Power Limited સાથેની ભાગીદારી મારફતે હજુ પણ વધુ મદદરૂપ થઈ શકે છે એમ MoneyOnMobile ના પ્રેસિડેન્ટ અને COO Ranjeet Oak જણાવ્યું હતું.
BSES Rajdhani Power Limited (BRPL) અંગે
BRPL ચોરસ કિમીદીઠ ~3000 જેટલા ગ્રાહકની ગીચતા ધરાવતા 750 ચોરસ કિમીમાં પથરાયેલા વિસ્તારને વીજનું વિતરણ કરે છે. તેના 2.2 મિલિયનથી વધુ ગ્રાહકો દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં 19 જિલ્લાઓમાં ફેલાયેલા છે, જેમાં અલકનંદા, ખાનપુર, વસંત કુંજ, સાકેત, નહેરુ પ્લેસ, નિઝામુદ્દીન, સરિતા વિહાર, હૌઝ ખાસ, આર કે પુરમ, જનકપુરી, નજફગઢ, નંગ્લોઇ, મુન્દકા, પંજાબી બાગ, ટાગોર ગાર્ડન, વિકાસ પુરી, પાલમ અને દ્વારકાનો સમાવેશ થાય છે. BRPL અંગે વધુ માહિતી માટે કૃપા કરીને જુઓ http://www.bsesdelhi.com/
MoneyOnMobile અંગે
MoneyOnMobile વૈશ્વિક સ્તરની મોબાઇલ ચુકવણી માટેની ટેકનોલોજી અને પ્રોસેસિંગ કંપની છે, જે મોબાઇલની ચુકવણીની સેવાઓ ઓફર કરે છે. MoneyOnMobile મોબાઇલ ચુકવણી માટે સેવા પૂરી પાડતી એવી કંપની છે, જે SMS ટેક્સ્ટ ફંક્શનાલિટિ, MoneyOnMobile એપ્લિકેશન અથવા વેબ પોર્ટલનો ઉપયોગ કરીને ભારતીય ગ્રાહકોને ચીજવસ્તુઓ અને સેવાઓ માટે ચુકવણી કરવા અથવા એક સેલ ફોનથી અન્ય ફોનમાં ભંડોળ ટ્રાન્સફર કરવા માટે સક્ષમ બનાવે છે. આ સેવા ભારતીય ગ્રાહકોને હવે દેશભરમાં MoneyOnMobileનાં 325,000 રિટેઇલ સ્થળો મારફતે ઓફર કરવામાં આવે છે. MoneyOnMobile અંગે New York Times - MoneyOnMobile પર ન્યુ યોર્ક ટાઇમ્સમાં વાંચો.
કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ માટે સંપર્ક કરોઃ
Navaz Damania
Vice President, Corporate Communications
61, MoneyOnMobile House
Ramchandra Lane, Malad West
Mumbai - 400064
Tel: +91-22-45021541
+91-9167122661
[email protected]
Share this article