મુંબઈ, January 13, 2017 /PRNewswire/ --
ડિજિટાઇઝ મનીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતાં પુશને સમર્થન આપવા માટે, MoneyOnMobile દ્વારા સમગ્ર ભારતમાં રીટેલ આઉટલેટ્સમાં MOM ATMનો પ્રારંભ કર્યો છે. MOM ATM છુટક વેપારીઓને મિનિ-એટીએમની જેમ સેવા પૂરી પાડવાની અનુમતિ આપે છે જે બેંક્ડ કસ્ટમર્સને તેમનાં બેંક ખાતામાંથી રોકડ ઉપાડવા દે છે. આ સમગ્ર દેશમાં લોકોને બેંકના ખાતાઓમાં પૈસા સંગ્રહ કરવાનું વધુ આકર્ષક બનાવશે કારણ કે તેઓ તેમનાં ભંડોળની તેમને અનુકૂળ હોય તેવાં સમય અને સ્થળ ખાતેથી સુલભતા પ્રાપ્ત કરવા સક્ષમ બનશે.
(Photo: http://mma.prnewswire.com/media/457249/PRNE_MposwithBluetooth_Infographic.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
ભારતમાં આજે અંદાજે 200,000 એટીએમ છે. જ્યારે સંપૂર્ણ 325,000 MoneyOnMobile રીટેલ મર્ચન્ટ્સનો અમલ કરવામાં આવશે, ત્યારે તે MoneyOnMobile ને દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક બનાવશે.
"ભારતમાં વિમુદ્રીકરણથી ઉપભોક્તાઓ તરફથી કૅશ-આઉટ સેવાઓની માંગમાં વધારો થયો છે જેનાંથી આગળ હતાશ ગ્રાહકો માટે લાંબી લાઇનોની રચના માટે હાલનું નાણાકીય માળખું સમર્થન પુરું પાડે છે. આ MOM ATM ઘર અને કાર્યસ્થળની નજીકના સ્થળો પર અનુકૂળ સુલભતા પૂરી પાડે છે. તે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિક દીઠ એટીએમની ઓછી માત્રાને જોતાં ત્યાં પણ લાભપ્રદ બનશે." MoneyOnMobileના પ્રમુખ અને સીઓઓ, Ranjeet Oak એ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું.
"MoneyOnMobile છેલ્લાં માઇલની લેવડ-દેવડ સેવાઓ પૂરી પાડીને હંમેશા બેંકોને સમર્થન પુરું પાડ્યું છે. આ MOM ATM બેંકના ગ્રાહકોને તેમનાં બેંક ખાતાઓમાં રહેલાં ભંડોળની સુલભતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવીને આ સમર્થનને ચાલુ રાખશે." MoneyOnMobile, Inc. ના સીઇઓ અને ચેરમેન Harold Montgomery એ જણાવ્યું હતું.
MoneyOnMobile વિશે:
MoneyOnMobile એ ભારતની અગ્રણી મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ છે જેણે દેશની બીજી મોબાઇલ ક્રાંતિને તમારા હાથમાં લાવી મૂકી છે. એક અનન્ય અને ક્રાંતિકારી વિભાવના, MoneyOnMobile એ લાખો ભારતીયોને સરળ, સુરક્ષિત અને સલામત નાણાકીય લેવડ-દેવડની સુવિધા પૂરી પાડી છે. ભારતના દૂરસ્થ ભાગો સુધીની અમારી પહોંચે આજે અમને સ્ટેન્ડ-અલોન પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યાં છે. અમારી એકમાત્ર માન્યતા એ વાતમાં નિહિત છે કે રજીસ્ટર્ડ ઉપયોગકર્તાઓને રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી વસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા માટે સક્ષમ બનાવતી ભારતમાં સેમિ-ક્લોઝ્ડ પેમેન્ટ સિસ્ટમ સુયોજિત કરવા માટે, રીઝર્વ બેંક ઑફ ઇંડિયા (આરબીઆઇ) દ્વારા અધિકૃત બનીને અમે અનબેન્ક્ડ ઉપભોક્તાઓને નાણાકીય સમાવેશન અને આત્મ-નિર્ભરતાના માધ્યમથી સેવા પૂરી પાડવા માંગીએ છીએ. MoneyOnMobile અનબેન્ક્ડ વસતિને તેમનાં મોબાઇલ ફોન્સને શક્તિશાળી બનાવી સશક્ત બનાવે છે.
MoneyOnMobile એક સાદા એસએમએસ, ઍપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમ દ્વારા સતત અસમાંતર 24x7 લેવડ-દેવડની અનુકૂળતા સાથે અનન્ય ઉકેલોની એક શ્રેણી પૂરી પાડવા માટે નિરંતર નાવિન્યતાઓ લાવી રહ્યું છે. અમારા રીટેલ-આસિસ્ટેડ ટચ પૉઇન્ટ હવે 325,000 સ્થળો મારફત સમગ્ર દેશમાં પ્રસ્તાવિત કરવામાં આવે છે.
કંપની પ્રતિષ્ઠિત RED Herring Global Top 100 Award ની ગર્વિષ્ઠ પ્રાપ્તિકર્તા પણ બની છે. વધુ માહિતી માટે મુલાકાત લો: http://www.moneyonmobile.in
કૉર્પોરેટ કમ્યુનિકેશન સમ્પર્ક:
Navaz Damania
Vice-President, Corporate Communications
61, MoneyOnMobile House
Ramchandra Lane, Malad West
Mumbai - 400064
Tel: +91-22-45021541
[email protected]
http://www.moneyonmobile.in
Share this article