અમદાવાદ, ભારત અને એડિસન, ન્યુ જર્સી, January 10, 2017 /PRNewswire/ --
ગ્લોરિયસ ઈન્ડિયા, મેગા ટ્રેડ એક્સ્પો, 27-28મે, 2017ના રોજ ન્યુ જર્સી, યુએસએ ખાતે યોજવામાં આવ્યો છે. આ ઈવેન્ટનું આયોજન ભારતીય ઉદ્યોગોને યુએસએમાં પ્રમોટ કરવા માટે કરવામાં આવ્યું છે. ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પોનું આયોજન પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રવેગ એ ભારતની અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જેણે 16 વર્ષોમાં 600થી વધુ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટસનું સંચાલન કરેલ છે. પ્રવેગ દ્વારા 2015માં 'ગ્લોરિયસ ગુજરાત યુએસએ'નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, કે જેમાં 15,000થી વધુ NRI મુલાકાતીઓ તથા લગભગ 100 એક્ઝિબિટર્સે ભાગ લીધો હતો.
(Photo: http://mma.prnewswire.com/media/454588/PRNE___Glorious_India_Expo.jpg )
ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પોને મેકઈન ઈન્ડિયા (ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પોલીસી એન્ડ પ્રમોશન, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા), ઈન્ક્રેડીબલ ઈન્ડિયા (મીનીસ્ટ્રી ઓફ ટુરિઝમ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા) તથા યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સીલ દ્વારા સમર્થન મળેલ છે તથા એર ઈન્ડિયા ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પોનું એર લાઈન પાર્ટનર છે.
એક્ઝિબિશનમાં ગારમેન્ટ, હેન્ડીક્રાફ્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ભારત સ્થિત રિઅલ એસ્ટેટ તથા ભારતીય પ્રવાસન સ્થળો જેવા 5 પેવેલીયન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોડક્સ કેટેગરીની અમેરિકા સ્થિત NRI દ્વારા ખૂબ ઉંચી માંગ છે અને તેને પૂરી પાડવામાં માટે વિશિષ્ટ પેવેલીયન્સ બનાવવામાં આવ્યા છે. અન્ય કેટેગરી જેમ કે, ફૂડ પ્રોડક્ટ્સ, એન્જનીયરીંગ ઉત્પાદકો વગેરે પણ આ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઈવેન્ટમાં 'પ્રાઈડ ઓફ ઇન્ડિયા પેવેલીયન' નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભારત તથા રાજ્ય સરકારના વિઝન, વિકાસ નીતિ તથા સિદ્ધિઓ દર્શાવવામાં આવશે. ગ્લોરિયસ ઇન્ડિયા એક્સ્પોનું એક અનોખું પાસું 'સુપર વિમેન પેવેલીયન' છે, જેમાં 100થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિક ભાગ લેશે.
યુએસએ સ્થિત વેપારીઓ સાથે ભારતીય અક્ઝિબિટર કંપનીઓના બિઝનેસ જોડાણ માટેના વ્યૂહ રચનાની સુવિધા આપવા માટે B2B સેશન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. લગભગ 500 યુએસએ સ્થિત ખરીદદારો ભારતીય ગારમેન્ટ, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, રિઅલ એસ્ટેટ અને પ્રવાસન કંપનીઓ સાથે બિઝનેસ સંભાવનાઓનું અન્વેષણ કરવા માટે ઈવેન્ટમાં હાજરી આપશે. પોતાની બ્રાન્ડ ઈમેજ વિસ્તારવા માટે ઈચ્છુક ભારતીય પ્રદર્શકો તથા કંપનીઓ માટે 25,000થી વધુ મુલાકાતીઓ અને 500થી વધુ ખરીદદારો સમક્ષ બિઝનેસ પ્રમોશન માટે ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પો એ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.
ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પોનું પ્રમોશન ભારતની રાષ્ટ્રીય તથા યુએસએ સ્થિત ભારતીય ટીવી ચેનલોમાં જાહેરાતો, રોડ શો, પ્રેસ રીલીઝ અને સોશિઅલ મિડીયા કેમ્પેઈન દ્વારા કરવામાં આવશે.
સૌથી વધુ ભારતીય કંપનીઓ ભાગ લે તે માટે ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પો દ્વારા કેટલીક પ્રોત્સાહક જાહેરાતો કરવામાં આવી છે. જેમ કે, આકર્ષક ભાવ, 'હોસ્ટ યોર બાયર' પ્રોગ્રામ હેઠળ એક્ઝિબિટર દ્વારા આમંત્રિત યુએસએ સ્થિત ખરીદદારોનું પ્રવેગ દ્વારા આતિથ્ય તથા વિશિષ્ટ સેમિનાર્સનું આયોજન કરવામાં આવેલ છે.
ગ્લોરિયસ ઈન્ડિયા એકસ્પો દરમ્યાન વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારત તથા યુએસએ સ્થિત ભારતીય પ્રતિભાઓનો સમન્વય જોવા મળશે તથા ઉપસ્થિત NRI મહેમાનો, યુએસએસ સ્થિત વ્યાપારી સમુદાય, ભારત તથા અમેરિકાના રાજકીય મહાનુભાવો તેમના અદભુત પ્રદર્શનના સાક્ષી બનશે.
ઈવેન્ટની વધુ માહિતી માટે www.gloriousindiaexpo.comની મુલાકાત લો.
Praveg Communications Limited વિશે
Praveg Communications Limited ભારત અને વિદેશમાં 600થી વધુ ઈવેન્ટ્સ કરવાના રેકોર્ડ સાથેની એક અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. 16થી વધુ વર્ષોમાં, Praveg દ્વારા સંયુક્ત પ્રયાસો અને કાર્યમાં ઉચ્ચ પ્રમાણોની ગુણવત્તા અને વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા ઈવેન્ટના સંચાલનના નવા પ્રમાણો બનાવ્યા છે. વધુ માહિતી માટે કૃપયા www.praveg.comની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Abhilash Udayarajan
[email protected]
+91-9712922124
Praveg Communications Limited
Share this article