નવી દિલ્હી, January 3, 2017 /PRNewswire/ --
- અનન્ય મુલાકાતીઓમાં ગત વર્ષ કરતાં 12%નો વધારો જોવા મળ્યો
- પાટનગરમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા સીક્યુરિટી અને સર્વેલેન્સ સમાહારે બજારના જુસ્સામાં વધારો કર્યો
IFSEC India 2016 એક નજરમાં:
· એક અત્યંત સુ-સામયિક પ્રદર્શન, જેણે ડીમોનિટાઇસેશન સ્કીમ હેઠળ હાલની રોકડ પ્રવાહ ખાધ આપી છે. ડિજિટલ ચૂકવણીઓ પર વધેલા ફોકસથી એ જરૂરી બનાવ્યું છે કે માંગની સાથે ફેઇલ-પ્રૂફ સાઇબર સીક્યુરિટી સિસ્ટમ પોતાની ગતિ બનાવી રાખે
· 20 સહભાગી દેશો અને 300 કરતાં વધુ બ્રાન્ડ્સ દ્વારા વિકાસ તરફ કૂચ કરતાં ભારત માટે સ્માર્ટ સીક્યુરિટીનું પ્રદર્શન કરવામાં આવ્યું
· યુનિક મુલાકાતીઓની ટકાવારીમાં 12% નો વધારો જ્યારે કે કુલ ફૂટફોલ્સ 7%થી વધ્યાં
· ઍક્ષ્પોના દિવસ 2 અને 3 ના રોજ મુલાકાતીઓની સંખ્યા આશ્ચર્યજનક રીતે 6,000 કરતાં વધુ જોવા મળી, જે પોતાનામાં જ IFSEC Indiaના 10મા વર્ષ માટેની વિક્રમી ઉપલબ્ધિ છે
· પ્રથમ વખત IFSEC India Awardsની શરૂઆત
· બે-દિવસીય ઉચ્ચ પ્રભાવ ધરાવતી કૉન્ફરંસમાં Homeland Security પર ફોકસ કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગના મોટાં નામોએ હાજરી નોંધાવી
UBM India એ નવી દિલ્લીમાં ત્રણ દિવસીય સીક્યુરિટી અને ફાયર સેફ્ટી શૉ (8મી - 10મી ડિસેમ્બર), International Fire & Security Exhibition and Conference (IFSEC) India Expoની 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ શો એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શનકારો, પરામર્શકારો, કારોબારના તજજ્ઞો અને પ્રમુખ સરકારી અધિકારીઓને, વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વિભાવનાઓ જેમ કે સ્માર્ટ સિટીઝ, અને સીક્યુરિટી અને ફાયર ક્ષેત્રના પડકારોના ઉકેલ શોધવાની ચર્ચાઓ કરવા માટે એક સમાન મંચ પર એક સાથે લાવી મુક્યાં હતા. તેમાં માહિતીપ્રદ નિદર્શનો અને મુલાકાતીઓને નેટવર્ક અને અદ્યતન તકનીકીઓ, ઉદ્યોગના વલણો, પડકારો, બજારની અંતર્દૃષ્ટિ અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સુરક્ષિત બનાવી રાખવા માટે તકોનો ખજાનો ઉપલબ્ધ કરાવ્યો હતો.
(Logo: http://photos.prnewswire.com/prnh/20141104/10110098 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
IFSEC India 2016 ના સ્વાગત સંમારંભ પ્રમુખ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોની સાથે ઘરેલૂ મામલાઓ, ભારત સરકારના રાજ્યકક્ષાના માનનીય મંત્રી Shri Hansraj Gangaram Ahir; Shri Ramsewak Paikra, માનનીય ગૃહમંત્રીશ્રી, છત્તીસગઢ સરકાર; Shri D. R. Kaarthikeyan, સેવાનિવૃત્ત આઇપીએસ, ચેરમેન, ASSOCHAM National Council of Homeland Security; Mr. Maninderjeet Singh Bitta, ચેરમેન, All-India Anti-Terrorist Front; Mr. Shiv Charan Yadav, પ્રેસિડન્ટ APSA; Dr. Arvind Gupta, ડેપ્યુટી નેશનલ સિક્યુરીટી એડવાઇઝર, ભારત સરકાર; Shri Anil Dhawan, કો-ચેરમેન, ASSOCHAM National Council of Homeland Security; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર, UBM India હાજર રહ્યાં હતાં.
IFSEC Indiaએ તેની દસમી વર્ષગાંઠના અવસરે ઑસ્ટ્રેલિયા, ચીન, હંગેરી, ભારત, કોરિયા, મલેશિયા, રશિયા, સિંગાપોર, સ્વીડન, તાઇવાન, UAE, UK અને USA જેવાં દેશોની સહભાગિતાનું સાક્ષી બન્યું છે. તેને પોતાનાં બધાં જ પ્રયાસોમાં તેનાં સાથી સંગઠનો જેમ કે APSA, ESAI અને ESSCI તરફથી સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે.
ઍક્સ્પોની આ સફળ આવૃત્તિ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India એ જણાવ્યું હતું કે, "ભારતના આજના ભૂ-દૃશ્યમાં, સીક્યુરિટી અને સર્વેલેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ખૂબ મહત્વની જરૂરિયાત બની છે. તે સિવાય, આ ડોમેઇનને જ્ઞાન અને તકનીકીના આધુનિકીકરણના સંબંધમાં ત્વરિત ઑગમેન્ટેશની જરૂર છે, પછી તે ઔદ્યોગિક, વાણિજ્યિક અથવા રેસીડેન્શ્યલ સંસ્થાપનો કેમ ન હોય! કેન્દ્ર દ્વારા કપરા આર્થિક ફેરફારોથી અસરગ્રસ્ત બજારનો જુસ્સો ઠંડો પડ્યો હોવાં છતાં IFSEC India Expo નું 10મું વર્ષ અમારા માટે અત્યંત વિશિષ્ઠ રહ્યું હતું. દેખીતી બાધાઓ હોવાં છતાં, આંકડાઓ દર્શાવે છે કે અમે IFSEC India 2016 સાથે અમે પ્રભાવશાળી સાફ્લ્ય ગાથા આપી શક્યાં છીએ. અમારા સઘન ઑન-ગ્રાઉન્ડ એંગેજમેન્ટ અને દોષરહિત વ્યૂહરચનાઓની તૈયારીએ આ સફળતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે કેમ કે અમે લઘુ અને મોટા સ્તરના ઔદ્યોગિક કેંદ્રો, ઉત્પાદન એકમો અને કારખાનાઓ, ખાનગી સંસ્થાઓ, હાર્ડવેર અને સીક્યુરિટી માર્કેટ, શાળાઓ, કચેરીઓ અને કૉર્પોરેટ હાઉસ, તેમને ઉદ્યોગોના આઉટપુટના મહત્વ પર તેમને શિક્ષિત કરી શક્યાં છીએ."
તેમણે ઉમેર્યું હતું કે, "IFSEC India 2016ની પરમ્પરા તેની 40 વર્ષ જુની IFSEC Globalને આભારી છે. તેની આ પૂર્વેની આવૃત્તિઓની સફળતા ના અન્નુભવથી, અને ઉદ્યોગના તજજ્ઞો દ્વારા ગ્લોબલ સીક્યુરિટી અને ફાયર ઇન્ડસ્ટ્રી પરની વિશિષ્ટ અધિકૃતતા તરીકે ભલામણ પ્રાપ્ત કર્યા પછી, IFSEC Indiaનું 10મું સંસ્કરણ એક અપ્રતિમ સાફલ્ય ગાથા હતી જેણે ઉદ્યોગની અપેક્ષાઓથી આગળની કામગીરી કરી બતાવી છે અને અમને સંપૂર્ણ સુરક્ષિત, સ્માર્ટ અને ડિજિટલી આધુનિક વિશ્વ તરફના માર્ગ પર આગળ વધવા પ્રેર્યાં છે."
ભારતમાં Homeland Security પર વધતા જતાં લક્ષિત-ધ્યાન સાથે, આ વર્ષે IFSEC India, પ્રદર્શનની સાથે સાથે 'સીક્યુરિટી સ્ટ્રેટેજીએસ ટુ કાઉન્ટર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ થ્રિએટ્સ' અને 'ક્રેએટિન્ગ એ સ્માર્ટર એન્ડ સેફર વર્લ્ડ વિથ સ્ટેટ-ઓફ-દિ-આર્ટ સીક્યુરિટી ટેક્નોલોજી' થીમ પર બે દિવસીય પરિસંવાદ સક્રિય રીતે વૈશ્વિક સુરક્ષા બજારમાં પ્રાપ્ત સંલગ્ન આંતરદૃષ્ટિઓને લોકોની સમક્ષ મૂક્યા હતાં દિવસ 1 ના રોજ સીક્યુરિટી ઉપકરણોની પ્રાપ્તિ; સુધારેલા વિસ્ફોટક સાધનો, IEDs; ફૉરેન્સિક સાયન્સિઝ તાલીમ અને વિકાસ; ઍરપોર્ટ સીક્યુરિટી અને UAV/ડ્રૉનસ પૉલિસીનો સમાવેશ થતો હતો. જ્યારે દિવસ 2ના રોજ બૉર્ડર મેનેજમેન્ટ સ્ટ્રેટેજી; વામપંથી અંતિમવાદીના પડકારો અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો; પબ્લિક ટ્રાંસ્પોર્ટ સીક્યુરિટી અને સીક્યુરિંગ ધ ડિજિટલ નેટવર્ક પરના તકનીકી સત્રોનો સમાવેશ થતો હતો. આ ઍક્સ્પોને 'કૉન્ફરન્સ' અને 'નૉલેજ' પાર્ટનર તરીકે અનુક્રમે Assocham અને PWCનું સમર્થન પ્રાપ્ત થયું હતું. ઉદ્યોગના સંખ્યાબંધ ટૉપ-ઓફ-ધ-લાઇન વક્તાઓએ પરિસંવાદોમાં પોતાના વિચારોની વહેંચણી કરી હતી, જેમાં Mr. P Ghosh, ડિરેક્ટર CFS, Directorate of Forensic Science Services; Mr. Puneet Garkhel, પાર્ટનર, PWC; Mr. Sujoy Ghosh, પ્રિન્સિપલ - સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, Tata Power SED; Mr. Gautam K. Thawani, ડિરેક્ટર, Forensic Bureau of Investigation & Studies; Mr. John Livingstone, ફાઉન્ડર અને સીઇઓ, Johnnette Technologies Pvt. Ltd.; Mr. Ankit Mehta, સીઇઓ અને કો-ફાઉન્ડર, Ideaforge Technology Pvt. Ltd.; Mr. Vijay Kumar, ભારત સરકારના ગૃહ મંત્રાલયના સિનિયર સિક્યુરીટી એડવાઇઝર; Dr. Satyapal Singh, Hon'ble Member of Parliament & Former Commissioner of Police, Mumbai અને Cdr. Deepak Uppal, ડિરેક્ટર, PWC- G&PS નો સમાવેશ થતો હતો.
IFSEC India 2016 એ સૌપ્રથમ વખત ભારતમાં IFSEC India Awardsનો પણ પ્રારંભ કર્યો હતો જે વિશેષ રૂપથી વિવિધ ક્ષેત્રોમાં રહેલાં ઈલેક્ટ્રોનિક સીક્યુરિટી પાછળના બૌદ્ધિકોને પ્રકાશિત કરવા માટે રચવામાં આવ્યાં છે. આ પુરસ્કારોએ એ CSOs અને સુરક્ષા અધિકારીઓની ઉત્કૃષ્ટતા અને નવીનીકરણોને બિરદાવ્યાં હતાં જેઓએ એક ખડતલ સુરક્ષા પૂરી પાડવા માટે પડદાં પાછળ સતત કાર્ય કર્યું હતું. Dahua Technology & HIK Vision દ્વારા પ્રસ્તુત આ એવૉર્ડ રાત્રિ એક મહોત્સવ બની રહી અને તેની સાથે ગ્લેમર તેમજ મનોરંજક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યાં હતાં. Ernst & Young, IFSEC India Awards માટેના પ્રોસેસ એડવાઇઝર હતાં.
IFSEC India 2016 ખાતે ઉદ્યોગ દ્વારા વ્યક્ત્વ્યો અને શરૂઆતો:
Mr. D. R. Kaarthikeyan, આઇપીએસ (સેવાનિવૃત્ત), ચેરમેન, ASSOCHAM National Council of Homeland Security: "શ્રેષ્ઠતમ Homeland Security અને શાંતિ માત્ર ત્યારે જ હાંસલ કરી શકાય છે જો તે હોંશિયાર અને સાતત્યપૂર્ણ નીતિઓની સાથે સાથે ચલાવવામાં આવે. Homeland Security એક વિશાળ એકમ છે જે સાઇબર સીક્યુરિટીથી, આતંકવાદના સામનાથી, સ્માર્ટ સિટીના તમામ પાસાઓ અને તેથી આગળની તમામ બાબતોમાં સ્થાન પામે છે. એક ઍક્સ્પો તરીકે IFSEC ખૂબ જ વિકાસ પામ્યું છે અને તેની 10મી આવૃત્તિમાં, પ્રદર્શનકારો અને પ્રદર્શન કરનાર દેશોની સંખ્યામાં સારી એવી વૃદ્ધિ થઈ છે. આ પોતાનામાં જાગૃતિ અને રસનું દ્યોતક છે જે આ વિષયના લીધે પ્રજ્વલિત થયું છે અને હું તેનાં સફળતા પૂર્ણ સમાપન માટે તેમને અભિનંદન પાઠવું છું."
Colonel Harendra Bana, હેડ સિક્યુરીટી - ઇન્ડિયા રિજન - PepsiCo India: "આ IFSEC India Expo 2016 ખૂબ રસપ્રદ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો અને ખૂબ જ સરસ રીતે કાર્યરત કરવામાં આવ્યો હતો, અને આપણે જોઈ શક્યાં છીએ કે સઘન વાટાઘાટો અને કાર્ય આ શોને કારગર બનાવવામાં કામે લગાડવામાં આવ્યાં હતાં. હું આ ઍક્સ્પો માટેને હૃદયપૂર્વક બિરદાવું છું કે તમે સમગ્ર સમુદાય માટે બધું જ એક સાથે લાવ્યાં છો."
Mr. Pema Lin, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, Lilin Impex India Pvt. Ltd: "IFSEC 2016માં અમે કેટલીક IVS systemsનો પ્રારંભ કર્યો છે. અમે એક ઑટો ફોકસ અને અન્ય કેટલીક લાક્ષણિકતાઓ સાથે 4k કેમેરા પણ પ્રસ્તુત કર્યો છે. અમારાં ઉત્પાદનો મોટાભાગે બજારના મધ્યમ અને ઉચ્ચ વૃત્તખંડ માટે હોય છે. અમારું મુખ્ય ફોકસ સરકાર અને કૉર્પોરેટ ક્લાયન્ટ્સ હોય છે. અમે છેલ્લાં ઘણાં વર્ષોથી UBM સાથે કામ કરી રહ્યાં છીએ અને કેમ કે IFSEC સૌથી નામાંકિત અને સૌથી મોટો શૉ છે, અમે આગામી વર્ષે પણ ચોક્ક્સ ભાગ લઈશું."
Mr. Sandeep Kumar Arora, વાઈસ પ્રેસિડેન્ટ, ERD Group: "IFSEC 2016 ખૂબ જ સરસ અને સુઆયોજિત શો છે અને UBM India પોતે એક ખૂબ વ્યાવસાયિક કંપની છે. આ ત્રીજી વખત છે કે અમે IFSEC 2016 માં ભાગ લઈ રહ્યાં છે અને અમને ખૂબ સારો પ્રતિભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે."
Mr. Akhilesh Gupta, ડિરેક્ટર, Secure-Eye, Fortune Marketing, "અમે છેલ્લાં 6 વર્ષથી IFSECમાં ભાગ લઈ રહ્યાં છીએ. જે રીતે IOT હાલમાં ખૂબ ચર્ચિત છે, અમે સ્માર્ટ સૉલ્યુશન, સ્માર્ટ સ્કૂલ્સ, સ્માર્ટ હૉસ્પિટલ અને સ્માર્ટ બેન્ક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી અમે તેમને હાર્ડવેર અને સૉફ્ટવેર સહિત તમામ ઉકેલો પૂરાં પાડી શકીએ છીએ. જ્યારે તે મુલાકાતીઓ, બિઝનેસ પૂછપરછો અને લીડ જનરેશન્સની બાબત હોય છે, IFSEC સાથેનો અમારો અનુભવ હંમેશા સારો રહ્યો છે."
Mr. Sharad Yadav, જનરલ મેનેજર, Honeywell Security અને Fire India: " IFSEC India ખાતે અમે પ્રભાવશાળી પરીણામો સાથે પ્રદર્શન કરી રહ્યાં છીએ. આ વર્ષે Honeywell દ્વારા અન્ય નવી પ્રોડક્ટ્સની સાથે eVance™ Facility Manager, એક ક્લાઉડ આધારિત ટેક્નોલૉજીનું પણ પ્રદર્શન કર્યું છે જે ફાયર સિસ્ટમ્સની તંદુરસ્તી અને વધુ સારાં નિર્ણયો લેવાની ક્ષમતાને સુધારે છે, MaxPro™ Cloud Alarm Monitor, જે એક ક્લાઉડ આધારિત મંચ છે જે શક્તિશાળી રીમોટ મૉનિટરિંગ અને બહુવિધ સ્થળો પર રીઅલ-ટાઇમ પ્રતિભાવને સક્ષમ બનાવે છે, eQUIP™ Camera Series, ઉચ્ચ ઈમેજ ક્વૉલિટી કેમેરા જે લાઇટિંગની ભિન્ન ડિગ્રીઓ અને વિવિધ અનુપ્રયોગો માટેના હવામાનની ઉચિત સ્થિતિ ધરાવે છે અને ફાયર તેમજ ઇંટ્રુઝન જોખમોના રીમોટ વિઝ્યુઅલ વેરિફિકેશન માટે ઉકેલોની Xtralis શ્રેણી, અદ્યતન પેરીમીટર સીક્યુરિટી ટેક્નોલૉજિસ, અને વિડીયો ઍનાલિટીક્સ સૉફ્ટવેર પ્રસ્તુત કર્યાં છે."
Mr. Jiten Mahapatra, સેલ્સ મેનેજર (PAN India), ZK Teco: "અન્ય સીક્યુરિટી શોઝની સરખામણીમાં IFSEC 2016 ખાતેના પ્રતિભાવ ખૂબ જ સરસ રહ્યાં. ZK Teco એકમાત્ર એવી કંપની છે જેણે એક છત નીચે વિવિધ પ્રકારના ઉપકરણો પ્રસ્તુત કર્યા છે. તમે બાયોમેટ્રિક મશીનથી શરૂ કરીને ફિંગરપ્રિંટ મશીન સુધીના તમામ ઉકેલો મેળવી શકો છો. આ શો ખાતે અમે એલાર્મ સિસ્ટમ્સ અને ગ્લોબલ સિસ્ટમ્સ પ્રસ્તુત કરી છે અને 1.2 મીટર આઇરીસ સ્કેનર પણ લૉન્ચ કર્યું છે."
Mr. Prasanjeet Bhattarcharya, બિઝનેસ હેડ - સર્વેલન્સ પ્રોડક્ટ્સ, Panasonic India Pvt Ltd.: "અમે શરૂઆતથી જ IFSEC સાથે જોડાયેલા છીએ અને માત્ર ભારતમાં જ નહિં, પરંતુ અમે IFSEC UK માં પણ યોગદાન આપ્યું છે. અમારાં બુથ પર અમને પ્રાપ્ત પ્રતિભાવથી અમે સંતુષ્ટ છીએ."
Mr. V Bhaskar Babu, વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ ઇન્ડિયા, બિઝનેસ ડેવલપમેન્ટ ગ્લોબલ એકાઉન્ટ્સ, Acsys Control Systems: "IFSEC India ખાતે અમે ત્રીજી વખત ભાગ લીધો હતો. Acsys Control Systems ઇનડોર આઉટડોર લોકેશંસ માટે રીમોટ સિસ્ટમ્સ પૂરી પાડે છે અને તે ખૂબ જ ઉચ્ચ સુરક્ષા સંકલિત સિસ્ટમ્સ છે. અમારા સ્ટૉલ પર આવેલી સંખ્યાથી અમે સંતુષ્ટ છીએ અને અમે આવતાં વર્ષે પણ ચોક્ક્સપણે આમાં ભાગ લેવાનું અમને ગમશે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રગણ્ય પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એક એવું મંચ પ્રદાન કરે છે જ્યાં વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકારો તેમનાં પ્રદર્શન, વિષયવસ્તુઓ દ્વારા સંચાલિત પરિસંવાદો અને સેમિનારોના પૉર્ટફોલિયો સાથે આવીને મળે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટાં સ્તરના પ્રદર્શનો અને 40 પરિસંવાદોનું આયોજન કરે છે; એ રીતે બહુવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વેપારને પ્રોત્સાહન પુરું પાડે છે. UBM Asia કપંની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગ્લોર અને ચેન્નાઈમાં તેની કચેરીઓ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે જે લંડન સ્ટૉક એક્ષ્ચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia એ એશિયામાં એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે કૃપા કરી મુલાકાત કરો: ubmindia.in.
મીડિયા સમ્પર્ક:
Roshni Mitra / Mili Lalwani
UBM India
+91-22-61727000
[email protected] / [email protected]
Share this article