મુબંઈ, November 22, 2016 /PRNewswire/ --
CPhI & P-MEC 2016 પર એક નજર:
- 1,300 પ્રદર્શકો, એક અઠવાડિયા સુધી લાંબા ચાલનારા એક માર્કી શોમાં 100થી વધુ દેશોની સહભાગિતા અને 40,000થી વધુ પ્રતિભાગીઓ
- બે અલગ અલગ સ્થળોએ વારાફરતી યોજાયેલ, BEC અને BKC
- મુખ્ય લાક્ષણિકતાઓમાં સપ્લાયર ફાઇન્ડર ડેસ્ક, ઇનોવેશન ગેલરી અને એક્સિબિટર શોકેસનો સમાવેશ થાય છે
ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગે UBM Indiaના મહત્વના કાર્યક્રમ CPhI & P-MEC India 2016ની 10મી વર્ષગાંઠ આવૃત્તિનું લોન્ચ જોયુ છે, વિશ્વના અગ્રણિ ફાર્મા નેટવર્કિંગ એક્સ્પોમાંથી એક. આ લેન્ડમાર્કની ઉજવણી કરવા, આ વર્ષે CPhI & P-MECનો એક્સ્પો નવેમ્બર 21 અને 23ની વચ્ચે મુંબઈમાં- પ્રથમ વખત બે અલગ અલગ સ્થળો - The Bombay Exhibition Centre (BEC) જયારે તે તેની શરૂઆત MMRDA ગ્રાઉન્ડસ, Bandra Kurla Complex (BKC)માં પણ થઈ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161121/441502 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438670LOGO )
આ વર્ષે માર્કી કાર્યક્રમમાં 1,300થી વધુ પ્રદર્શકો, 100થી વધુ દેશોની સહભાગિતા અને 40,000થી વધુ પ્રતિભાગીઓ હશે. જયારે BECમાં CPhI & P-MEC પરંપરાગત સહભાગીઓ હતાં, MMRDA ગ્રાઉન્ડસના સહવર્તી સ્થળ, BKCમાં પણ ICSE & BioPhની સહભાગિતાનો સમાવેશ થતો હતો.
CPhI-P-MEC 2016નું ઉદ્દઘાટન બંને સ્થળોએ એકસાથે ઉદ્યોગના અગ્રણીઓ Dr. Appaji - ડિરેક્ટર જનરલ Pharmexcil; Mr. Ravi Uday Bhaskar - એડિશનલ એક્સિક્યુટિવ ડિરેક્ટર Pharmexcil; અને Mr. Satish Wagh - વાઇસ ચેરમેન Chemexcil & CMD Supriya Lifesciencesની સાથે અન્યો સહિતની હાજરીમાં થયું હતું.
તેના મુખ્ય કાર્યક્રમના દાયકાના અસ્તિત્વને ચિન્હિત કરવા માટે, UBM Indiaએ પહેલાં India Pharma Week (IPW)ને, દસ વલણ સેટ કરતાં કાર્યક્રમની એક આકર્ષક ઘટના કે જે નવેમ્બર 17ના રોજ શરૂ થઈ હતી, તેને લોન્ચ કર્યુ, CPhI & P-MEC એક્સ્પોની શરૂઆત પહેલાં. ફાર્મા ડોમેઇનમાં બિઝનેસ, જ્ઞાન, નેતૃત્વ, નવીનતા, માન્યતા અને નેટવર્કીંગના આધારસ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરી, IPWમાં પ્રિ-કનેક્ટ કોંગસ; ફાર્મામાં મહિલાઓ - પાવર બ્રેકફાસ્ટ; ધ ઈન્ડિયન ફાર્મા એવોર્ડસ; નેટવર્કિંગ સાંજ; ફાર્મા અગ્રણીઓની ગોલ્ફ; એક બંધ બારણાની CEOની રાઉન્ડ ટેબલ મિટિંગ અને બીજી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. IPW CPhI & P-MEC એક્સિબિશનને એક દિવાલ બંધી શો માંથી એક નોંધપાત્ર બૌદ્ધિક મુલ્ય વર્ધિતમાં પરિવર્તિત કરે છે.
CPhI Worldwide માંથી ઉદ્દભવિત, CPhI & P-MEC India પ્રથમ વખત 2006માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજે, તે સાઉથ એશિયામાં અગ્રણી ફાર્માનું મિટિંગનું સ્થળ બન્યું છે, જે સપ્લાય ચેઈનના દરેક પગલાંને, દવાની શોધથી લઈને ડોસેજ સમાપ્તિ સુધી દરેકને આવરી લે છે. CPhI India - CROs, CMOs અને APIના ઉત્પાદકો, જેનેરિક, એક્સીપીયન્ટ અને દવાનું સુત્રીકરણ, ફાઇન કેમિકલ્સ, જૈવ-સમતુલ્યતા, સંપૂર્ણ સૂત્રીકરણ, લેબ કેમિકલ્સ અને બાયોટેકનોલોજીનો સમાવેશ કરતું ઉદ્યોગ પ્લેટફોર્મ છે. બીજી તરફ, P-MEC ફાર્મા મશીનરી અને સાધનો, એનાલિટીકલ સાધનો, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજિંગ સાધનો અને સપ્લાયરો, પ્લાન્ટ/સુવિધા સાધનો, ઓટોમેશન અને નિયંત્રણો, પ્રક્રિયા સાધનો, RFID, ટેબ્લેટિંગ/ કેપ્સ્યુલ ફિલરો, સ્વચ્છ રૂમના સાધનો, ફિલિંગ સાધનો અને પ્રયોગશાળાની ઉત્પાદોનો સમાવેશ કરે છે.
આ શોનો બિઝનેસના નોંધપાત્ર સ્તર પર વ્યસ્ત સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો અને મુલાકાતીઓ સાથે વર્ષો જતાં ઝડપી વિકાસ થયો છે. આ વર્ષે, એક્સ્પો ઉત્તેજક પાસાઓ ધરાવે છે જેમકે સ્પલાયર - ફાઇન્ડર ડેસ્ક (ડિજીટલ ફ્લોર પ્લાક કે જે મુલાકાતીઓને સેવા અથવા કંપનીના નામો આધારે પ્રદર્શકોને શોધવા માટે સક્ષમ બનાવે છે), ઈનોવેશન ગેલેરી (એક રંગભૂમિ કે જયાં સહભાગી થયેલ ફાર્મા કંપનીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે) અને પ્રદર્શકનું શો કેસ (એક પ્લેટફોર્મ કે જ્યાં પ્રદર્શકો રજૂઆત કરે છે કે કેવી રીતે તેમની નવી ઉત્પાદની લોન્ચ કેવી રીતે અસરકારક થવા જઈ રહી છે.)
CPhIની 2016ની આવૃત્તિમાં પ્રદર્શન કરનાર મહત્વની કંપનીઓમાં Hetero Limited; Nectar Lifesciences Limited; Alembic Pharmaceuticals Limited; Glenmark Pharmaceuticals Ltd. અને Aurobindo Pharma Ltd નો અન્યોની સાથે સમાવેશ થાય છે. બીજી તરફ, અમુક અગ્રણી કંપનીઓ જેમકે, ACG Worldwide; Shimadzu Analytical; Gansons Ltd; Fette GmbH અને Accupack Engineering Pvt Ltd P-MEC ખાતે પ્રદર્શન કરશે.
ચાલી રહેલ સંશોધન પ્રમાણે, ભારત વિશ્વમાં સથી વધુ વિકસી રહેલ ફાર્માસ્યુટિકલ્સ માર્કેટમાંથી એક છે અને પોતાની જાતને વૈશ્વિક ઉત્પાદક અને સંશોધન હબ તરીકે સ્થાપિત કર્યુ છે. વિશાળ કાચી સામગ્રીનો આધાર અને કૌશલ્યપૂર્ણ કર્મચારીઓની ઉપલબ્ધતા ઉદ્યોગને એક ચોક્કસ સ્પર્ધાત્મક લાભ આપે છે. કિંમત દ્રષ્ટિએ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 2.4 ટકા અને વોલ્યુમ દ્રષ્ટિએ 10 ટકાના હિસ્સા સાથે ભારતીય ફાર્મા ઉદ્યોગ મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવે છે, અને 2020 સુધીમાં $55 બિલિયન સુધી વિસ્તરવા માટે અપેક્ષિત છે. વધુમાં, જેનરિક દવાઓ માટે વોલ્યુમ દ્રષ્ટિએ વૈશ્વિક નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવે છે,
જે દેશને વિશ્વમાં સામાન્ય દવાઓના સૌથી મોટી પ્રોવાઈડર બનાવે છે. આ સંખ્યાઓ આવનારા વર્ષોમાં વધુ વધવા માટે અપેક્ષિત છે.
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "CPhI & P-MEC India 2016 દરેક કંપની, કે જે ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ સાથે કામ કરે છે તેમના માટે સૌથી વધુ વ્યાપક ઉદ્યોગ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે યોગ્ય રીતે રાખવામાં આવેલ છે. ઉદ્યોગમાં એક દાયકો પૂર્ણ થવાની સાથે એક્સ્પો આપણને પાછળ જોવા, પુનઃમૂલ્યાંકન કરવા, અને આગળ વધવા માટે સમય આપે છે." તેમણે વધુ આગળ ઉમેર્યુ કે, "ભવિષ્ય માટે, અમે માનીએ છીએ કે ભારત બાયોફાર્માસ્યુટિકલ નવીનીકરણ માટેનું કેન્દ્ર બનવા માટે એક મજબૂત ક્ષમતા ધરાવે છે. આ ક્ષેત્રમાં એક સંશોધનકાર રાષ્ટ્ર તરીકે ઉભરી આવવા માટેનો અને બાયોફાર્માસ્યુટિકલ્સમાં સહયોગી સંશોધનમાં અગ્રણી ભૂમિકા ભજવવાનો સમય આવી ગયો છે."
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-9833279461
Share this article