મુંબઈ, November 15, 2016 /PRNewswire/ --
1 સપ્તાહમાં વિવધ કાર્યક્રમો સાથે એક્ષ્પોની દાયકા લાંબી સફળતાની ઉજવણી થશે
- પોતાની વિશિષ્ટ 10મી એનિવર્સરી માટે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઇવેન્ટ CPhI અને P-MEC India પહેલી બે અલગઅલગ સ્થળે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (ગોરેગાંવ) અને મુંબઈના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ (બીકેસી)માં યોજાશે
- 100થી વધારે દેશોના 40,000 મુલાકાતીઓ અને 1,300 પ્રદર્શકો સામેલ થશે.
- 17 નવેમ્બરના રોજ પ્રી-કનેક્ટ સેશન સાથે શરૂ થનાર India Pharma Week મુંબઈમાં 10થી વધારે સારગ્રાહી ઇવેન્ટ એક્ષ્પો અગાઉ શરૂ થશે.
ભારતના અગ્રણી ફાર્મા આયોજક UBM Indiaએ CPhI અને P-MEC India 2016 મુંબઈમાં વિશ્વનું અગ્રણી ફાર્માસ્યુટિકલ નેટવર્કિંગ ઇવેન્ટમાંની એકનું આયોજન કર્યું છે. આ એક્ષ્પોનું દસમું વર્ષ છે, જેમાં અઠવાડિયા સુધી ફેલાયેલ આ શોમાં ત્રણ દિવસના પ્રદર્શનથી લઈને ઇન્ડિયા ફાર્મા વીકના લોંચ જેવા પ્રસંગો સામેલ છે (IPW, 17થી 23 નવેમ્બર, 2016) .
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438671LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161114/438670LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
વર્ષ 2006માં શરૂ થયેલ CPhI અને P-MEC Indiaના મૂળમાં CPhI Worldwide છે અને તે દક્ષિણ એશિયાનો અગ્રણી ફાર્મા મીટિંગ સ્થળ બની ગયો છે, જે દવાના સંશોધનથી લઈને ઉત્પાદન ડોઝેજ સુધી સપ્લાય ચેઇનના દરેક સ્ટેપને આવરી લે છે, ત્યારે P-MECમાં ફાર્મા મશીનરી, ઉત્પાદનો અને પેકેજિંગના ઉત્પાદકો સામેલ છે. આ વર્ષો દરમિયાન શોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેમાં વ્યવસાયના નોંધપાત્ર સ્તરે સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો તથા મુલાકાતીઓ સંકળાયેલા હોય છે.
તેની 10મી એડિશન માટે એક્ષ્પો મુંબઈમાં એકસાથે બે સ્થળે યોજાશે - બીઇસી અને એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી). જ્યારે બીકેસીમાં CPhI માટે પરંપરાગત સહભાગીઓ ભાગ લેશે, ત્યારે સંપૂર્ણપણે નવા સ્થળ બીકેસીમાં P-MEC માટે સહભાગીઓ આઇસીએસઇ અને BioPh સામેલ છે. એક્ષ્પોમાં સપ્લાયર-ફાઇન્ડર ડેસ્ક (ડિજિટલ ફ્લોર પ્લાન, જે મુલાકાતીઓને સર્વિસ કે કંપનીના નામને આધારે પ્રદર્શકો શોધવા સક્ષમ બનાવે છે), નવીનતા ગેલેરી (જ્યાં પ્રદર્શકોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમની નવીનતા પ્રદર્શિત કરવા પ્રોત્સાહન મળે છે) તથા પ્રદર્શકો પ્રદર્શન કરશે (ઉત્પાદન લોંચ અને પ્રદર્શક દ્વારા ઓફરિંગ).
ચાલુ વર્ષે CPhIમાં આ કંપનીઓ મુખ્યત્વે સામેલ છેઃ Hetero Limited; Nectar Lifesciences Limited; Alembic Pharmaceuticals Limited; Glenmark Pharmaceuticals Ltd. અને Aurobindo Pharma Ltd. વગેરે સામેલ છે. બીજી તરફ P-MECમાં ACG Worldwide; Shimadzu Analytical; Gansons Ltd; Fette GmbH અને Accupack Engineering Pvt Ltd જેવી કેટલીક અગ્રણી કંપનીઓ પ્રદર્શન કરશે.
UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "CPhI અને P-MEC India 2016 ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં કાર્યરત દરેક કંપની માટે વિસ્તૃત ઔદ્યોગિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. CPhI અને P-MEC સાથે અમને ઉદ્યોગના દિગ્ગજો સાથે જોડાવાનો અને તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો તથા નવીનતા સાથે ફાર્મા ક્ષેત્રમાં નવો ચીલો શરૂ કરવાની ખુશી છે. ચાલુ વર્ષે અમે ઇન્ડિયા ફાર્મા વીકને લઈને રોમાંચિત છીએ, કારણ કે અમે આ ક્ષેત્રમાં એક દાયકાથી સફળતાપૂર્વક કાર્યરત છીએ. જ્યારે ગયા દાયકામાં ફાર્મા ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી, ત્યારે એક્ષ્પો અને સમાંતર ઇવેન્ટથી અમને આગામી દાયકો કેવી રીતે આકાર લેશે તે સમજવામાં અમને મદદ મળી છે."
ઇન્ડિયા ફાર્મા વીક વ્યવસાય, જાણકારી, નેતૃત્વ, નવીનતા, માન્યતા અને ફાર્મા ક્ષેત્રમાં નેટવર્કિંગના આધારસ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ધ પ્રી-કનેક્ટ કોંગ્રેસ (The Pre- Connect Congress) 17 નવેમ્બરના રોજ IPWને વેગ આપશે અને ભારતીય ફાર્મા નિયમનકારી જરૂરિયાતો, વૃદ્ધિ અને ભવિષ્યના વ્યવસાય માટે નવા સેગમેન્ટ્સ વિશે જાણકારી મેળવવા વૈશ્વિક કંપનીઓ માટે તક પ્રદાન કરશે. તેમાં ટોચના ફાર્માસ્યુટિકલ આગેવાનોને આવશે, જેમાં IPAના સેક્રેટરી જનરલ D G Shah; Boehring Ingelheimના એમડી Sharad Tyagi; Hospira Healthcare (A Pfizer Company)ના એમડી Srini Srinivasan; Eisai Pharmaceuticalsના એમડી Sanjit Singh Lamba અને RPG Lifesciencesના એમડી CT Ranganathan ઉદ્યોગમાં ચર્ચાસ્પદ વિષયો પર વિશિષ્ટ પ્રકાશ ફેંકશે.
ધ વિમેન ઇન ફાર્મા-પાવર બ્રેકફાસ્ટ (The Women in Pharma-Power Breakfast) સેશન 18 નવેમ્બરના રોજ યોજાશે, જેમાં એ હકીકત પર ચર્ચા થશે કે ભારતીય ફાર્મા ઉદ્યોગમાં કુલ વર્કફોર્સમાં હજુ પણ ફક્ત 15 ટકા મહિલાઓ છે. આ વાટાઘાટની અધ્યક્ષતા મહિલાઓ કરશે, જેમણે ફાર્મા ક્ષેત્રમાં પ્રવેશ કરીને નવો ચીલો ચાતર્યો છે. તેમાં Ciplaના એક્ઝિક્યુટિવ વાઇસ-ચેરમેન Samina Vaziralli; Pfizerના સીનિયર મેડિકલ ડિરેક્ટર અને ગ્લોબલ એસ્ટાબ્લિશ ફાર્મા મેડિકલ લીડ Dr Anurita Majumdar; અને Abbottના મેડિકલ-ડિરેક્ટર Dr Rashmi Hegde સામેલ છે.
18 નવેમ્બરના સાંજે ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સ યોજાશે, જે ફાર્મા ઉદ્યોગના દિગ્ગજોની ઉત્કૃષ્ટતા, સિદ્ધિઓ અને નવીનતાઓને માન્યતા આપે છે તેમજ નેટવર્કિંગની તકો, પ્રેઝન્ટેશન્સ અને મનોરંજન માણવા મળશે.
ઉદ્યોગના આગેવાનો 22 નવેમ્બરના રોજ બંધબારણે CEO Round Table યોજાશે, જેમાં અગ્રણી ફાર્મા કંપનીઓના સીઇઓ એકત્ર થઈને ઉદ્યોગની અંદર મુખ્ય પડકારો પર ચર્ચા કરશે, વિચારો રજૂ કરશે અને સોલ્યુશન સંચાલિત ચર્ચા હાથ ધરશે, જેના પરિણાણો નીતિનિર્માતાઓને વ્હાઇટ પેપર રિપોર્ટ રજૂ થશે.
IPWના નેતૃત્વમાં કેટલીક નવી ઘટનાઓમાં 19 નવેમ્બરના રોજ Plant Visit સામેલ છે (સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે પ્લાન્ટની મુલાકાત, જેથી ભારતને ભવિષ્યના ફાર્મા બિઝનેસ માટેના કેન્દ્ર તરીકે રજૂ કરી શકાય) અને 20 નવેમ્બરે Pharma Leaders' Golf (વિન્ટર સન હેઠળ ફાર્મા નેતાઓ ગોલ્ફની મજા લેશે, નેટવર્કિંગ અને વ્યાવસાયિક તકો ઝડપી લેશે) સામેલ છે.
ઇન્ડિયા ફાર્મા વીક બહુપરિણામ આયોજન છે, જે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ બજારની સંભવિતતા પ્રદર્શિત કરે છે. વોલ્યુમની દ્રષ્ટિએ ઉદ્યોગ ત્રીજો સૌથી મોટો છે અને વર્ષ 2020 સુધીમાં 15 ટકાથી વધારે દરે વૃદ્ધિ કરશે તેવી અપેક્ષા છે. ભારત વૈશ્વિક સ્તરે જેનેરિક દવાઓનો સૌથી મોટો પ્રોવાઇડર દેશ છે અને વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક નિકાસનો 20 ટકા હિસ્સો ભારતીય જેનેરિક્સ ધરાવે છે. અત્યારે વૈશ્વિક સ્તરે 80 ટકાથી વધારે એન્ટિરિટ્રોવાઇરલ દવાઓનો ઉપયોગ એઇડ્સનો સામનો કરવા માટે થાય છે, જેનો પુરવઠો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૂરો પાડે છે. ભારતે વાર્ષિક ધોરણે 11.44 ટકાની વૃદ્ધિ સાથે નાણાકીય FY 2015-16માં US$ 12.91 અબજની ફાર્માસ્યુટિકલ નિકાસ કરીને ચીન પર લીડ જાળવી રાખી હતી તેવું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani,
UBM India
[email protected]
+91-22-61727000
Share this article