મુંબઈ, November 7, 2016 /PRNewswire/ --
UBM Index ટ્રેડ ફેર્સ ઈવેન્ટ
UBM Index Fairs (13- 16 ઓક્ટોબર) દ્વારા ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઈન્ટિરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઈન કાર્યક્રમની 28મી આવૃતિ INDEXનું મુંબઈમાં સફળતાપૂર્વક સમાપન થયુ હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન Padma Bhushan Ar. Hafeez Contractor, Principal Architect, Architect Hafeez Contractor; Ar. Prem Nath, Principal and Architect, Prem Nath & Associates; Mr Prahlad Kakar, Advertising Film Director, Prahlad Kakar Film Production; Mr. Erdal Sabri ERGEN, Consul General, Consulate General of Turkey; Ms. Sylvia Khan, Editor, IFJ; Mr. Nitin Nagrale, Founder & President HPMF and DIRECTOR Radisson Blu Plaza Mumbai; Mr. Jime Essinck, CEO, UBM Asia અને Mr. Liyakat Ali Khan, Managing Director, UBM Index Tradefairs દ્વારા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161005/415390LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161005/415391LOGO )
અન્ય દેશોની સાથે સાથે તુર્કી, ચીન, મલેશિયામાંથી આતંરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત વ્યક્તિઓએ ચાર દિવસીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર દેશમાંથી અગ્રણી આર્કિટેક્ટ અને ડિઝાઈનર, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખરીદકર્તાઓના પ્રતિનિધિઓ, બિલ્ડર અને ડેવલપર્સે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમની સફળતાપૂર્ણ પૂર્ણાહૂતી પ્રસંગે સંબોધન કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "INDEX 2016 લક્ઝરી માર્કેટ ખાસ કરીને આર્કિટેક્ચરલ ફિટિંગ, ઓફિસ અને હોમ ફર્નિચર, ડેકોરેશન અને ડિઝાઈન, આર્ટ, કિચન જેવા કેટલાક ઈન્ટિરિયર્સના પેટા વિભાગોમાં વધી રહેલી માગ પુરી કરવાની સુવિધા આપે છે. UBM Indiaના બજાર પ્રવેશની સાથે INDEX સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું નોંધપાત્ર ધ્યાન ખેંચ્યુ છે અને એક્સ્પો ખાતે આ વૃદ્ધિ પામેલી આંતરરાષ્ટ્રીય હાજરીથી ભારતીય ઉદ્યોગોને લાભ થયો છે."
UBM Index Trade Fairsના મેનેજિંગ ડિરેક્ટર Mr L.A Khan ઉમેર્યુ હતું કે, "INDEX 2016ના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મુલાકાતીઓની ભવ્ય હાજરીથી અમે ખૂબ જ ખુશ છીએ. અમને વિશ્વાસ છે કે ડિઝાઈનમાં રોકાણ અને MCHi-CREDAI અને HPMF જેવી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીના કારણે અમારા પ્રદર્શનકર્તાઓને શ્રેષ્ઠ વળતર પ્રાપ્ત થયુ છે જેમણે આ કાર્યક્રમમાં તેમની ભાગીદારી વિશે "ધારણાં કરતાં વધારે સારા" પ્રતિભાવો નોંધાવ્યા છે. પદ્મશ્રી Ar. Hafeez Contractor, Ar. Prem Nath, Ar. Sanjay Puri, Ar. Bobby Mukherjee, Ar. Nitin Killawala જેવા નોંધપાત્ર આર્કિટેક્ટ અને તેમની ટીમ સાથે આવેલા અન્ય મહેમાનોની હાજરીએ આ પ્રસંગને મહત્ત્વપૂર્ણ શક્તિ પુરી પાડી હતી અને 28 કરતાં વધારે વર્ષોથી INDEXના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આગામી વર્ષોમાં અમે હજુ વધારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોની ધારણાં રાખી રહ્યાં છીએ અને સર્વશ્રેષ્ઠ સંતોષની લાગણીના સ્તરની નજીક છીએ."
કાર્યક્રમમાં જ્ઞાનસભર મંચની સાથે વિશિષ્ટ સત્રો, ડિઝાઈન ઈવેન્ટ, ઔદ્યોગિક મુલાકાતો અને નવી પ્રોડક્ટના લોન્ચિંગ જોવા મળ્યા હતા. અસંખ્ય નવીન કલાત્મક સ્થાનો અને વર્કશોપના કારણે કાર્યક્રમના મૂલ્યમાં ઉમેરો થયો હતો. કાર્યક્રમને All India Hardware Association, Hospitality Purchasing Managers Forum (HPMF), Taiwan Furniture Manufacturers Association (TFMA), Furniture Association from Turkey (MARMOB), Istanbul Exporters Association (IEA), Association of Designers of India, Association of Architects Builders Interior Designers and Allied Business (ABID) અને MCHI-CREDAIનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
ઉદ્યોગોએ INDEX 2016ને આદ્યોગિક મંચ તરીકે માન્યતા આપી છે અને UBM India દ્વારા દક્ષિણ ભારતમાં વાર્ષિક ઍક્સ્પોના હેતુનો પુનરોચ્ચાર કર્યો છે.
Trezureના ડિરેક્ટર Mr. Nilesh Galaએ જણાવ્યું હતું કે, " INDEX ખાતે અમે Kelvin Giormani Milano અને Design casa Italia સાથે સહયોગ સાધ્યો હતો અને વૈભવી સોફાઓની વિશાળ શ્રેણી શરૂ કરી હતી. અમારા સ્ટોલનું Ar. Hafeez Contractor, Principal Architect, Architect Hafeez Contractor; Ar. Prem Nath, Principal and Architect, Prem Nath & Associates દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તેમના પ્રશંસનીય પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા. આ વ્યાપારિક મેળાના ભાગ બનવું તે અદભૂત અનુભવ બની રહ્યો હતો કારણ કે તેણે અમારા વ્યવસાયને નેટવર્કિંગ અને વિસ્તરણ માટે વિશિષ્ટ મંચ પૂરો પાડ્યો હતો."
Brothers Creation Hardware Private Limitedના Mr. Darshan Doshiએ જણાવ્યું હતું કે, "INDEX 2016 દ્વારા અમને વિકાસમાં મદદ મળી છે અને તેણે અમારી પ્રોડક્ટને દર્શાવવાની તક આપી છે જે ઊચ્ચ ગુણવત્તાની અને જર્મની, ઈટાલી, તાઈવાન અને યૂરોપના અન્ય ભાગોમાંથી શ્રેષ્ઠ રીતે ઉત્પાદિત થયેલી છે. અમે INDEX 2016નો એક મંચ તરીકે ઉપયોગ કર્યો હતો જ્યા અમે યૂરોપમાં બનેલી નવી કિચન પેન્ટ્રી અને ઈટાલીમાં બનાવવામાં આવેલા કેટલાક સ્લાઈડિંગ દરવાજા જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. અમને ખૂબ જ સારો પ્રતિભાવ અને અમારી પ્રોડક્ટ અંગે જુદી-જુદી પૂછપરછ પ્રાપ્ત થઈ છે. INDEX 2016 ખાતેના પ્રદર્શનથી અમે ખૂબ જ ખુશ છીએ."
INTERIORS INFOના સ્થાપક અને સીઈઓ Mr. Murtaza M. Motiwalaએ જણાવ્યું હતું, "અમારી સેવાઓને પ્રદર્શિત કરવા અમે સતત શોધ કરી રહ્યાં હતા અને INDEX 2016 અમારા માટે ખાસ મંચ બની ગયું હતું. INDEX 2016 ખાતે અમે અમારા બ્રાન્ડ એમ્બેસાડર 'Mr.O2O' લોન્ચ કરી હતી જે પ્રવર્તમાન ઈન્ટિરિયર ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ જટિલ અને મહત્ત્વપૂર્ણ પાસું છે. આ વર્ષની અન્ય વિશિષ્ટતા તે છે કે અમે અમારી નવનિર્મિત વેબસાઈટ, દેખાવ અને ડિઝાઈન મોડ્યુલ પણ લોન્ચ કર્યુ છે જે ઘણો બધો રસ પેદા કરશે. તેની સાથે અમે કેવી રીતે ઈન્ટિરિયર્સઈન્ફો ઈન્ટિરિયર ઈન્ડસ્ટ્રીની વૃદ્ધિ અને તેના ફેલાવામાં મદદ કરી શકે છે. અમે INDEX 2016 ખાતે અમારી ભાગીદારી દ્વારા અમારી કંપનીનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઈ રહ્યાં છીએ."
Spacewood Office Solutions Private Limitedના ફાઉન્ડર ડિરેક્ટર Mr. Nitin Sudame જણાવ્યું હતું કે, "INDEX 2016 ખાતે લોન્ચ કરવામાં આવેલી મુખ્ય પ્રોડક્ટ સ્ટ્રેચ છે જે જુદા-જુદા પ્રકારની વ્યવસ્થાના સંયુક્ત ફાયદાઓ ધરાવતી ઓક્સિજન સિસ્ટમ છે અને ટ્યુબેન સોલ્યુશન પ્રોડક્ટ છે. તે અંગે અમે ખૂબ જ સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી રહ્યાં છે અને અને INDEX 2016ના સંચાલનથી અમે ખૂબ જ ખુશ છીએ અને અહીં હોવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. INDEX 2016 જેવા વેપારી મેળા આંતરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંવાદની અમને ખૂબ જ સારી તક પુરી પાડે છે અને આગામી આવૃતિમાં ભાગ લેવાની અમે આશા રાખીએ છીએ."
Rightspec Builders Hardware/RYOBIના ડિરેક્ટર Mr. Murtaza Sururyએ જણાવ્યું હતું કે, "INDEX 2016 અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે અમને બજારમાં ફેલાવો કરવામાં અને ઉદ્યોગ માટે ખૂબ જ શ્રેષ્ઠ મૂલ્ય પુરું પાડે છે. અહીં INDEX 2016 ખાતે અમે પ્રથમ વખત GC4V લોન્ચ કરી છે જે વિશ્વની સર્વપ્રથમ હાઈબ્રિડ કોન્સિલ્ડ ડોર પ્રોસેસ છે. INDEX 2016 અમને વૈશ્વિક સ્તરે બદલાયેલા આધુનિક પ્રવાહોના સંપર્કમાં રહેવામાં મદદ કરે છે જે અમને વ્યવસાયની આંતરિક બાબતો સમજવામાં માર્ગદર્શન આપે છે. અમે મુલાકાતીઓના હાજરીના કારણે ખૂબ જ ખુશ છીએ અને નજીકના ભવિષ્યમાં ભાગ લેવાની આશા રાખીએ છીએ."
Ebco Private Limitedના ડિરેક્ટર Mr. Rajesh Nair જણાવ્યું હતું કે, "INDEX 2016 અમને ડિલર નેટવર્ક, B2B રિટેલ અને વ્યાપારિક વપરાશકર્તામાં વૃદ્ધિ કરવાની તકો પુરી પાડે છે અને તે ખૂબ જ વિશાળ મંચ સાબિત થાય છે. અમે અમારી નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જેમાં વોર્ડરોબ સ્લાઈડિંગ માટે ઈનલાઈન યુરો 60, લ્યુમિનાર લાઈટિંગ ડિફ્યુઝર અને ફર્નિચર લાઈટ્સનો સમાવેશ થાય છે. EBCO INDEX 2016નું સમર્થન કરતાં આનંદ અનુભવે છે અને અમે માનીએ છીએ કે તે આ ઉદ્યોગમાં અમારા વ્યવસાયને મૂલ્ય પુરું પાડે છે. ચાલુ વર્ષે અમને પ્રાપ્ત થયેલી મુલાકાતીઓની સંખ્યાથી અમે ખૂબ જ ખુશ છીએ અને નજીકના ભવિષ્યમાં INDEX 2016માં ભાગ લેવાની આશા રાખીએ છીએ."
Kkolar Appliances Pvt. Ltd.ના વાઈસ પ્રેસિડન્ટ Mr. Amitaabh Upadhyay જણાવ્યું હતું કે, "અમે લોન્ચ કરેલી નવીન પ્રોડક્ટ અંગે અહીં INDEX 2016 ખાતે અમને ઘણી બધી પૂછપરછ પ્રાપ્ત થઈ છે. આ બજારમાં વાસ્તવિક માહિતી મેળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને INDEX 2016 અમને આ પારસ્પારિક વ્યવહારો મેળવવામાં સહાયતા કરે છે. તે અમારા બિઝનેસની બ્રાન્ડ બિલ્ડિંગ અને નેટવર્કિંગ માટે ખૂબ જ અગત્ય ધરાવે છે. અમે આ વેપારી મેળાના ભાગ બનીને ખૂબ ખુશ છીએ."
Sugatsune Kogyo India Private Limitedના ડિરેક્ટર Mr. Anil Ranaએ જણાવ્યું હતું કે, "અમે જાપાનિઝ કંપની છીએ અને ભારતમાં અમે સેલ્યુલર પ્રોડક્ટ શરૂ કરી છે. INDEX 2016 દ્વારા અમને નવા સ્તરે પહોચવામાં મદદ મળી છે. અમે 50,000 કરતા વધારે પ્રોડક્ટના ઉત્પાદક છીએ અને અમે અહીં સ્લાઈડિંગ ડોર સિસ્ટમ જેવી કેટલીક નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યુ છે. INDEX 2016 દ્વારા અમારી કંપની માટે સંભવિત ખરીદકર્તાઓ પ્રાપ્ત થયા છે અને અહીં અમારો અનુભવ જબરજસ્ત રહ્યો હતો કારણ કે અમને ધારણાં મુજબ મુલાકાતીઓ અને પ્રતિભાવો મળ્યાં છે."
Jay Shakti Metalsના મેનેજિંગ ડિરેક્ટર Mr. Manish Patel જણાવ્યું હતું કે, " INDEX 2016ની મદદથી પ્રથમ વખત અમે સિફોન પ્રોડક્ટની સંપૂર્ણ શ્રેણી અને 12 જુદા-જુદા ફિનિશર્સ લોન્ચ કર્યા છે. બજારમાં નવી પ્રોડક્ટના લોન્ચિંગ અને પ્રદર્શન માટે INDEX 2016 અમારા માટે સર્વોત્તમ મંચ સાબિત થયો છે. અમે અસંખ્ય મુલાકાતીઓ અને આર્કિટેક્ટ સાથે વાર્તાલાપ કર્યો હતો અને આગામી વર્ષોમાં ભાગ લેવાની આશા રાખીએ છીએ."
Monarch Ergonomics India Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Kotesh Jagannathan જણાવ્યું હતું કે, "અમે INDEX 2016 ખાતે પ્રદર્શિત કરેલી ડેસકિંગ જેવી આકર્ષક પ્રોડક્ટ અંગે અમને ઘણી બધી પૂછપરછો મળી હતી જે એલ્યુમિનિયમમાંથી બનાવેલી છે અને ભારતીય બજારો દ્વારા સારી રીતે સ્વીકૃત છે. INDEX 2016માં ભાગ લેવો અને નવીન પ્રોડક્ટના પ્રદર્શન માટે આ મંચનો ઉપયોગ કરવો સન્માનની વાત છે. આ વેપારી મેળો અમને અમે જોડાવવા ઈચ્છતા હતા તે પ્રકારના ઉદ્યોગની પ્રાપ્તી આપે છે અને તે કંપનીની વૃદ્ધિમાં મદદ કરે છે."
UBM India વિશેઃ
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક સાથે લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article