મુંબઈ, November 7, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા, આ ડોમેઇનમાં પ્રીમિઅર ઍક્ઝિબિશન
UBM India, ભારતના અગ્રગણ્ય પ્રદર્શન આયોજનકારે, મુમ્બઈ ખાતે India Nuclear Energy (INE) ઍક્સ્પો (20મી-21મી ઑક્ટોબર), તેનાં ફ્લેગશિપ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને શિખર સમ્મેલનના 8મા સંસ્કરણને સફળતાપૂર્વક સંપન્ન કર્યું. DAE (Department of Atomic Energy) દ્વારા સહ-આયોજિત અને NPCIL (Nuclear Power Corporation of India Ltd.) દ્વારા સમર્થિત, આ ઍક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ Dr. R.B. Grover, ખૂબ જ પ્રખ્યાત વૈજ્ઞાનિક જેઓ હાલમાં Department of Atomic Energy (DAE) દ્વારા સ્થાપિત હોમી ભાભાનું સ્થાન દીપાવી રહ્યાં છે અને એટોમિક ઍનર્જી કમિશનના સભ્ય છે, તેમનાં સહિત ભારતમાં ફ્રાંસના રાજદૂત H.E. Alexandre Ziegler, અને અગ્રણી French Utility giant - EDF માંથી Mr. Vakisasai Ramany, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ - ડેવલપમેન્ટ - ન્યુ ન્યુક્લિઅર પ્રોજેક્ટ્સ ઍન્ડ ઍન્જિનીયરિંગ (Development - New Nuclear Projects & Engineering) દ્વારા કરવામાં આવ્યું હતું.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161020/430832LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
અન્ય મહાનુભાવોમાં H.E. Milan Hovorka, ભારતમાં ચેક રીપબ્લિકના રાજદૂત જેઓએ વિશેષ ચેક બિઝનેસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ કર્યું હતું, Mr. Alexey Pimenov, મુખ્ય કાર્યકારી અધિકારી, ROSATOM South Asia Marketing (India) Pvt. Ltd, Dr. Suresh Gangotra - SSSD, NCPW, Department of Atomic Energyના વડા, Mr. S.K. Malhotra - Atomic Energy Education Societyના ભૂતપૂર્વ ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને જનજાગૃતિ વિભાગ, Department of Atomic Energyના વડા, Mr. Anil Parab વાઇસ પ્રેસિડેન્ટ - Head Business Cluster (Process Plants & Nuclear) Larsen & Toubro Ltd., Mr. Rajneesh Prakash, ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી, Heavy Water Board. હાલમાં રાજા રામન્નાના સ્થાન પર Department of Atomic Energy અને અધ્યક્ષ Atomic Energy Education Society, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Rajneesh Khattar, ગ્રુપ ડિરેક્ટર, UBM Indiaનો સમાવેશ થતો હતો.
આ ઍક્સ્પોએ, 60 કરતાં વધુ પ્રદર્શનકારો સાથે Department of Atomic Energy (DAE), Nuclear Power Corporation of India Ltd (NPCIL), Bhabha Atomic Research Centre (BARC), World Nuclear Association (WNA), ROSATOM, Atomic Energy Regulatory Board (AERB) જેવાં વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને સિવિલ ન્યુક્લિઅર ઉદ્યોગમાંથી કૉર્પોરેટ્સ જેવાં કે Walchandnagar Industries, Godrej & Boyce Mfg. Co. Ltd., Avarsala Technologies limited, Forbes Marshall, ASME (American Society of Mechanical Engineers,) Kirloskar Brothers Ltd, L&T Special Steels, Nuvia India Pvt. Ltd અને Heavy Forging Pvt. Ltd., ભેગાં કર્યા હતાં. વિશ્વભરમાં ન્યુક્લિઅર ઉદ્યોગ માટે ફ્રાંસ એક અગ્રણી દેશ હોવાના લીધે, ઍક્સ્પો ફ્લોર પરની પ્રમુખ હાઇલાઇટ્સ ફ્રેન્ચ પેવિલિયન પર હતી, જેને પ્રમુખ ફ્રેન્ચ કંપનીઓ જેવી કે Axon' Cables SAS, AFCEN, Business France, CMR GROUP, EDF, ESI Group, Fuji Electric, Groupe Intersyndical de l'Industrie Nucléaire (G.I.I.N.), LATTY International, Mirion Technologies (Ist France), Novintec, Partenariat France Monde Electricite (PFME), REEL SAS, Seagault અને VSl તરફથી ઉત્સાહજનક સહભાગિતા જોવા મળી હતી.
વધુમાં INE એ સિવિલ ન્યુક્લિઅર ઉદ્યોગ માટે ઉદ્યોગના આપૂર્તિકારો દ્વારા અદ્યતન પ્રસ્તાવો અને તકનીકી સહિત નવીનીકરણો, સિસ્ટમ ઑપ્ટિમાઇઝેશન્સ, જાળવણી અને સ્થિતિ સંચાલક ઉપકરણોનું પ્રદર્શન કર્યું હતું. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ફ્રાંસ, રશિયા, કેનેડા, કોરિયા, USA, ફિનલેન્ડ અને ભારત જેવાં દેશોના પ્રદર્શનકારો સાથે ઘરેલૂ ન્યુક્લિઅર ક્ષેત્રમાં રહેલી વિશાળ સંભાવનાઓને તપાસવા માટે ક્રિયા-પ્રતિક્રિયા અને માળખું રચવાની તકો પૂરી પાડી હતી.
આ પ્રસંગે બન્ને દિવસોએ આંતરસૂઝપૂર્ણ સભા સત્રો અને તકનીકી પ્રસ્તુતિકરણો પણ યોજવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસ ન્યુક્લિઅર ઉદ્યોગના ચોતરફા વિકાસની સંભાવનાઓ તપાસતી ચાર પૅનલ ચર્ચાઓ અને બહુવિધ ગહન તકનીકી પ્રસ્તુતિકરણો સાથે પૂર્ણ થયો હતો. બીજો દિવસ ROSATOM દ્વારા આયોજિત સંપૂર્ણ-દિવસના તકનીકી તકનીકી સિમ્પોઝિયમ અને NPCIL (Nuclear Power Corporation of India Ltd) દ્વારા ઈ-પૉર્ટલ રજિસ્ટ્રેશન પરના એક વિશેષ સમર્પિત સત્ર અને MSME (Ministry of Small and Medium Industry) દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યા હતાં.
અન્ય લક્ષણોમાં Engineering Procurement and Construction (EPCs), Original Equipment Manufacturers (OEMs), system builders અને અંતિમ વપરાશકર્તા શ્રેણીની સાથે B2B સ્પીડ મિટિંગ્સ અને ઑનસાઇટ ઍન્ગેજમેન્ટ મિટિંગ્સનો સમાવેશ થાય છે.
INEના 8મા સંસ્કરણના સફળ સમાપન પર બોલતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતીય સિવિલ ન્યુક્લિઅર ઍનર્જી માર્કેટમાંભાવિ, અદ્યતન વિકાસકાર્યો, બિઝનેસની તકો, નીતિઓ અને પ્રક્રિયાઓની ચર્ચા કરવા માટે વિશ્વભરમાંથી અગ્રણી સંગઠનો અને વ્યાવસાયિકોને એક મંચ પર લઈ આવવા દ્વારા INE એક સમયસર શૉ તરીકે સામે આવ્યું છે. તેનાથી હિસ્સેદારોને ભારતની સમગ્ર સિવિલ ન્યુક્લિઅર ઍનર્જી ફ્રેટરનિટી સાથે ભેગાં મળવા માટેનું, જોડાવા માટેનું અને માળખાની રચના કરવા માટેનું એક આદર્શ મંચ અને અન્ય સર્વગ્રાહી રસ્તાઓ પૂરા પડ્યા છે જેના મારફત 2032 સુધીમાં 63 GWe ની પાવર જનરેશન કૅપેસિટી એક વાસ્તવિકતા બની છે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે.
વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો
મીડિયા સમ્પર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article