Sterlite Tech ના બોર્ડે વચગાળાનાં 25 ટકા ડિવિડન્ડની મંજૂરી આપી
પૂણે, ભારત, November 4, 2016 /PRNewswire/ --
વચગાળાનું ડિવિડન્ડ રૂ. 2ના શેરદીઠ રૂ. 0.50
Sterlite Tech [BSE: 532374, NSE: STRTECH]ના બોર્ડે વર્ષ 2016-17 માટે રૂ. 2ના દરેક શેરદીઠ 25 ટકા એટલે રૂ. 0.50 ડિવિડન્ડને મંજૂરી આપી છે. રેકોર્ડ ડેટ 11 નવેમ્બર, 2016ને શુક્રવાર છે. આ પહેલ કંપનીની કુલ PAT (કરવેરાની ચુકવણી પછીના નફા)ના 30 ટકા ડિવિડન્ડ ચુકવવાની ડિવિડન્ડ વિતરણ નીતિને સુસંગત છે.
ડેટા નેટવર્કની ડિઝાઇન, નિર્માણ અને મેનેજ કરવા ટેલીકોમ ક્ષેત્રમાં અગ્રણી Sterlite Technologies Ltd ઓપ્ટિકલ ફાઇબરની વૈશ્વિક માગમાં વધારો અને બ્રોડબેન્ડ માળખું મજબૂત કરવા સ્થાનિક સ્તરે કામગીરીમાં વધારાની આશા સેવે છે.
Sterlite Technologiesના CEO, Dr. Anand Agarwal કંપનીની વૃદ્ધિ વિશે બોર્ડને વિશ્વાસમાં લેતાં કહ્યું હતું કે, "ડેટા વપરાશમાં વધારાની આસપાસ દુનિયા અને સ્થાનિક બજારના પ્રવાહોથી સ્માર્ટ ડેટા નેટવર્કને કેન્દ્રમાં આવ્યું છે, જે ગુણવત્તાયુક્ત નેટવર્કની ઉપલબ્ધતા અને લાંબા ગાળાની સેવાની દ્રષ્ટિએ મજબૂત પરિબળ છે. ભવિષ્યના નેટવર્કને ઊંચી સ્પીડ, અતિ ઓછો વિલંબ, અને મોટા પ્રમાણમાં ડેટાનું સંચાલન કરવાની ક્ષમતાની જરૂર પડશે અને Sterlite Techનું સ્માર્ટર નેટવર્ક આ ખાસિયતો પ્રદાન કરે છે. પસંદગીના બ્રોડબેન્ડ પાર્ટનર તરીકે તમામ ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેર તરીકે અમારી એન્ડ-ટૂ-એન્ડ ક્ષમતાઓ આ ક્રાંતિના કેન્દ્રમાં છે."
ટેલીકોમ ઉદ્યોગ 4G અને 5G ટેકનોલોજીસ, FTTH સ્થાપના અને ટેલીકોમ સેવા પ્રદાતાઓના માળખાના વિસ્તરણ મારફતે ડેટા યુગનો સ્વીકાર કરવા બદલાઈ રહ્યો છે. સ્માર્ટ સિટીઝ (Smart Cities) અને ભારતનેટ (BharatNet) જેવા સરકાર સંચાલિત કાર્યક્રમો મેગા બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા વાતાવરણ પણ બનાવે છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Limited વૈશ્વિક સ્તરે ટેલીકોમ માટે સ્માર્ટ ડેટા નેટવર્કનું ડિઝાઇન, નિર્માણ અને વ્યવસ્થાપન કરે છે. Sterlite Tech સંપૂર્ણપણે ટેલીકોમ વ્યવસાય પર કેન્દ્રિત છે, જે ઓપ્ટિકલ કમ્યુનિકેશન ઉત્પાદનો, નેટવર્ક અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન સર્વિસ અને સોફ્ટવેર સોલ્યુશન વિકસાવે છે અને ડિલિવર કરે છે. Sterlite Tech તેના વ્યવસાયના ક્ષેત્રોમાં લીડર વચ્ચે છે અને ભારત, ચીન અને બ્રાઝિલમાં ઉત્પાદન પ્રક્રિયા સાથે વૈશ્વિક સ્તરે કામગીરી કરે છે. Sterlite Techનો ઉદ્દેશ સ્માર્ટ નેટવર્ક પ્રદાન કરીને રોજિંદા જીવનમાં પરિવર્તન કરવાનો છે. Sterlite Tech ભારતની ઓપ્ટિકલ ફાઇબર કામગીરી, ઓપ્ટિકલ ફાઇબર્સ અને કેબલ્સની એકમાત્ર સંપૂર્ણ સંકલિત પ્રદાતા છે. 125થી વધારે પેટન્ટના મજબૂત પોર્ટફોલિયો સાથે Sterlite Tech બ્રોડબેન્ડ સંશોધન માટે ભારતનું એકમાત્ર ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર છે. કંપનીએ હાથ ધરેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રૂફ સીક્યોર નેટવર્ક, BharatNet માટે ગ્રામીણ બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝનો વિકાસ અને હાઇ-સ્પીડ ફાઇબર-ટૂ-ધ-હોમ (FTTH) (Fibre-to-the-Home (FTTH)) નેટવર્ક સામેલ છે.
વધારે વિગત મેળવવા મુલાકાત લોઃ http://www.sterlitetech.com
ફોરવર્ડ-લૂકિંગ (દૂરંદેશી) અને સાવચેતીયુક્ત નિવેદનો: આ રીલિઝમાં Sterlite Technologies Limited અને તેની સંભવિતતા સાથે સંબંધિત ચોક્કસ શબ્દો અને નિવેદનો તથા Sterlite Technologiesની અપેક્ષિત નાણાકીય સ્થિતિ, વ્યાવસાયિક વ્યૂહરચના, ભારતીય અર્થતંત્રમાં Sterlite Technologiesની કામગીરીના ભવિષ્યના વિકાસ એ ભવિષ્યની સંભવિતતાના નિવેદનો છે. જાણીતા અને અજાણ્યાં જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળોને સાંકળતા આ પ્રકારના નિવેદનો, જે Sterlite Technologies Limitedના વાસ્તવિક પરિણામો, કામગીરી કે સિદ્ધિઓને અસર કરી શકે છે, અહીં અભિવ્યક્ત કે આ પ્રકારના નિવેદનોમાં પ્રેરિત નિવેદનોથી અલગ હોઈ શકે છે. આ પ્રકારના ભવિષ્યની કામગીરી સાથે સંબંધિત નિવેદનો Sterlite Technologiesની વર્તમાન, ભવિષ્યની વ્યૂહરચનાઓ અને Sterlite Technologies Limited ભવિષ્યમાં જે વાતાવરણમાં કામ કરશે એ સંબંધિત અનેક ધારણાઓ પર આધારિત છે. વાસ્તવિક પરિણામો, કામગીરી કે સિદ્ધિઓને અસર કરી શકે તેવા મહત્ત્તપૂર્ણ પરિબળો આ પ્રકારના નિવેદનોથી અલગ હોઈ શકે છે, જેમાં ભારતમાં સરકારી નીતિઓ કે નિયમનોમાં ફેરફારો સામેલ છે, ખાસ કરીને Sterlite Technologies ઉદ્યોગના વહીવટ સાથે સંબંધિત ફેરફારો અને ભારતમાં સાધારણ અર્થતંત્ર, વ્યવસાય અને ધિરાણની સ્થિતિમાં ફેરફારો. વાસ્તવિક પરિણામો, કામગીરી કે સિદ્ધિને અસર કરી શકે તેવા વધારાના પરિબળો આ પ્રકારના નિવેદનોથી અલગ છે, જેમાંથી ઘણઆં Sterlite Technologiesના નિયંત્રણમાં નથી, પણ અમર્યાદિત છે, આ જોખમકારક પરિબળોની ચર્ચા Sterlite Technologiesની National Stock Exchange, India અને BombayStock Exchange, Indiaમાં ફાઇલિંગમાં સામેલ છે. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
વિગતો માટે, સંપર્ક કરો:
Corporate Communications
Sumedha Mahorey
Manager - Corporate Communications
Phone: +91-22-30450404
Email: [email protected]
Investor Relations
Vishal Aggarwal
Head - Investor Relations
Phone: +91-20-30514000
Email: [email protected]
Share this article