મુંબઈ, November 3, 2016 /PRNewswire/ --
- UBM India દ્વારા મુંબઈમાં વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગ માટે ભારતનો સૌથી મોટો ટ્રેડ શો યોજશે
- OSH India Safety Awards અને ઉદ્યોગ પરિષદની 5મી એડિશન યોજશે
UBM Indiaએ મુંબઈમાં Occupational Safety & Health (OSH) Indiaની પાંચમી એડિશન લોંચ કરવાની જાહેરાત કરી હતી. 10મી અને 11મી નવેમ્બર, 2016ના રોજ મોટા અને નવા સ્થળ CIDCO Exhibition Centre, વાશી, નવી મુંબઈમાં આયોજિત એક્ષ્પોનો ઉદ્દેશ આ ઉદ્યોગના પ્લેટફોર્મ પર વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને કાર્યસ્થળે સલામતી અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત પડકારો માટે સોલ્યુશન્સ મેળવવા પ્રસિદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ નિષ્ણાતો અને મહત્ત્વપૂર્ણ સરકારી અધિકારીઓને એકમંચ પર લાવવાનો છે. આ એક્ષ્પોને Gujarat Safety Council, Indian Technical Textile Association, Taloja Industrial Association, Thane Manufacturer Association અને Indian Society of Ergonomicsનું સમર્થન પ્રાપ્ત છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161102/435226 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
OSH India વર્તમાન કાર્યસ્થળમાં અતિ આવશ્યક જરૂરિયાતના વ્યવહારિક સોલ્યુશન પ્રદાન કરે છે. The International Labour Organisation (ILO) અને World Health Organisation (WHO) વ્યાવસાયિક સલામતીના જોખમોના વિષય માટે વિવિધ ઉદ્દેશો રજૂ કરે છે, જેમાં કામદારોના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાની જાળવણી અને પ્રોત્સાહન; કામના વાતાવરણ અને કાર્યશૈલીનો વિકાસ, જે કાર્યસ્થળે સ્વાસ્થ્ય અને સલામતીને ટેકો આપે છે. આ હકારાત્મક સામાજિક વાતાવરણ, સરળ કામગીરીને પ્રોત્સાહન આપે છે તથા ઉત્પાદકતામાં વધારો કરશે.
ભારતમાં OSH સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ છે, જેમાં વિવિધ પક્ષો વચ્ચે જાગૃતિ કે સંકલનનો અભાવ, અનૌપચારિક અર્થતંત્રમાં વૃદ્ધિ, રોજગારીના અનુકૂળ સ્વરૂપોનું વિસ્તરણ, શ્રમ સ્થળાંતરણમાં વધારો, નવી ટેકનોલજીના ઉપયોગ સાથે સંકળાયેલા નવા જોખમો સામેલ છે. OSH India 2016 આ અતિ જરૂરિયાતને સંબોંધશે તથા વિશ્વના સલામત અને સ્વાસ્થ્ય સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને ભારતના મોટા વણખેડાયેલા બજારમાં તેમની નવીનતા અને જાણકારી પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરે છે. તેમાં કંપનીઓ માટે પ્રાથમિકતા તરીકે વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્યને સંચાલિત કરવા બે-દિવસીય કોન્ફરન્સનું આયોજન થશે, જેમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા, સંસ્થા અને અર્થતંત્રને લાભ માટે વિસ્તૃત ચર્ચા થશે.
એક્ષ્પોમાં ઇન્નોવેશન ઝોન (Innovation Zone) સામેલ હશે, જે પ્રદર્શકોને નવીન ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ બનશે, જેનો વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગને વિસ્તૃતપણે ફાયદો થશે. તેમાં નવું ફિચર પણ સામેલ હશે - બે દિવસનું 'લાઇવ સેમિનાર.' લાઇફ સેમિનાર સલામતી જાગૃતિ મંચ છે, જેમાં અગ્રણી સલામતી ઉત્પાદકોના સલામતી નિષ્ણાતો આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરશે તથા કાર્યસ્થળે સલામતી સાથે સંબંધિત પ્રવાહો અને વિષયો પર ચર્ચા કરશે. લાઇવ સેમિનારના કેટલાંક વિષયોમાં સામેલ છે - Excavating Responsibility, How can you ensure safety at workplace (practical case studies) (ઉત્ખનનની જવાબદારી, તમે કાર્યસ્થળે સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરી શકો (પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝ)), protective coveralls: body protection (standards and practicability) (સંરક્ષણ કવરઓલ્સઃ શરીરનું સંરક્ષણ (પ્રમાણભૂત અને વ્યવહારક્ષમ)), Explanation of Cosmos and products lineup / Q&A (કોસ્મોસ અને પ્રોડક્ટ લાઇનઅપની સમજણ/પ્રશ્ન અને જવાબ), Principles on Fall Protection: focus engineering fall protection (પડવાથી સુરક્ષા પર સિદ્ધાંતોઃ ફોકસ એન્જિનીયરિંગ ફોલ પ્રોટેક્શન), safety lighting: Atex, US standards and Indian standards (સેફ્ટી લાઇટિંગઃ એટેક્સ, અમેરિકન ધારાધોરણો અને ભારતીય માપદંડો) તથા Ergonomics (અર્ગોનોમિક્સ) વગેરે સામેલ છે.
OSH Indiaનો વ્યાપ અને કદમ સતત વધી રહ્યું છે, જે ઉદ્યોગના આગેવાનો અને મુખ્ય પ્રદર્શકોને આકર્ષે છે, જેમાં 'વર્તમાન પાર્ટનર' - Dickies (ID Overseas Pvt. Ltd.), 'વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય પાર્ટનર' - Euro Safety Footwear (India) Pvt Ltd., 'પ્લેટિનમ પાર્ટનર - Udyogi International Pvt. Ltd., 'નોલેજ પાર્ટનર'- Sure Safety, 'રજિસ્ટ્રેશન પાર્ટનર'- Karam Industries, વર્ક એટ હાઇટ પાર્ટનર - JLG અને Venus Safety & Health Pvt Ltd, BATA India Limited, E.I. Dupont India Pvt Ltd, NEBOSH Ltd, અને Tyco Safety Products (I) Pvt Ltd જેવા અન્ય પાર્ટનર સામેલ છે. ચાલુ વર્ષે શોમાં 100થી વધારે બ્રાન્ડ ઉપસ્થિત રહેશે તથા અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, શ્રીલંકા, નોર્વે, જાપાન અને મલેશિયા જેવા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય સહભાગિતા પણ જોવા મળશે.
આ જાહેરાત પર બોલતાં UBM India Pvt. Ltdના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "સલામતી માનવીય જીવનનું સંરક્ષણ કરવા અને બચાવવા આવશ્યક પરિબળ છે. કાર્યસ્થળે પસાર થતાં દિવસોની સંખ્યામાં વધારો થવાની સાથે કર્મચારીઓની સલામતી અને સુખાકારીમાં વધારો, કાર્યસ્થળે ઉત્પાદકતા જાળવવી અને જીવનની ગુણવત્તા વધારવી મુખ્ય ચિંતાજનક બાબત છે. વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય વિકાસશીલ અર્થતંત્રો માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય કંપનીઓ વચ્ચે વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્યના મહત્ત્વ અંગે જાગૃતિ વર્ષોથી વધી રહી છે. સરકારો દ્વારા કાર્યસ્થળે સલામતી વધારવા માળખાગત સુવિધા વિકસાવવા સતત ભાર મૂકવાની સાથે ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં વધારો થવાથી સમગ્ર દુનિયાના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે તેમના ઉત્પાદન અને સોલ્યુશન ઓફર પ્રદર્શિત કરવાની પ્રચૂર તકો રહેલી છે. OSH India મારફતે અમે ઉદ્યોગને આ તક ઝડપવા યોગ્ય પ્લેટફોર્મ ઓફર કરીએ છીએ."
ચાલુ વર્ષેની કોન્ફરન્સનો ઉદ્દેશ પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ કામગીરી વહેંચવાનો અને અમલ કરવાનો છે; ત્યારે સંલગ્ન પ્રદર્શનથી કાર્યસ્થળે સલામતી અને સ્વાસ્થ્યમાં સૌથી મહત્ત્વપૂર્ણ પડકારોના સોલ્યુશનને ઓળખવામાં મદદ મળશે. કોન્ફરન્સમાં મુખ્ય સત્રો અને પેનલ ચર્ચાઓમાં સમગ્ર દેશમાંથી ઉદ્યોગ અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો હાજરી આપશે. કોન્ફરન્સમાં ચર્ચાના વિષયોમાં સામેલ છેઃ 'ભારતમાં OSH ચેલેન્જ અને ભવિષ્ય', 'વૈશ્વિકરણ અને કામની બદલાતી દુનિયા', 'કામદારોના સ્વાસ્થ્ય સાથે સંકલિત અભિગમ', 'સારું નેતૃત્વ કેવી રીતે પ્રક્રિયા સલામતીને દોરી શકે છે', 'મહિલાઓ અને OSH', 'જોખમ આકારણી અને જોખમનું સંચાલન', 'આગ અને વીજળીના જોખમોનું નિવારણ' અને 'નિર્માણમાં સ્વાસ્થ્ય અને સલામતીના જોખમો'.
કોન્ફરન્સમાં પ્રસિદ્ધ વક્તાઓમાં Reliance Industries Limitedના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ Mr Vinayak Marathe; Tata Groupના ચીફ ગ્રૂફ સેફ્ટી એન્ડ હેલ્થ Mr Suresh Tanwar; Adani Ports and Special Economic Zone Limitedના વાઇસ પ્રેસિડન્ટ અને OSH હેડ Mr Krishnanand Mavinkurve; Hindalco Industries Limitedના કોર્પોરેટ એન્વાયર્ન્મેન્ટ, હેલ્થ અને સેફ્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને હેડ Mr Sunil Bailwar; Alembic Pharmaceuticals Ltd.ના વાઇસ પ્રેસિડન્ટ (SHE) Mr Binaya Debata; IDFC Ltd.ના ESGના ડિરેક્ટર અને હેડ Mr Ashok Emani; Reliance Energy Limitedના HSE અને ફાયર વિભાગના એડિશનલ વાઇસ પ્રેસિડન્ટ અને કોર્પોરેટ હેડ Mr Umesh Kumar Purbey; Oil & Natural Gas Corporation Ltd. (ONGC)ના ઓફશોર ઓપરેશન્સના હેડ સેફ્ટી, જનરલ મેનેજર Mr Badal Roy; BP Castrol Indiaના HSSEના ભારત અને દક્ષિણ એશિયાના જનરલ મેનેજર Mr Pankaj Singh; AcuiZen Technologies Singapore Pte. Ltd.ના સહસ્થાપક અને CEO Mr JC Sekar; Tata Motors Limitedના HSE અને ચીફ સસ્ટેઇનબિલિટી ઓફિસરના કોર્પોરેટ હેડ Mr Arvind Bodhankar; Larsen & Toubro Limitedના કોર્પોરેટ EHS હેડ Mr Stephen Philip Storey; Vodafone Indiaના કોર્પોરેટ હેલ્થ સેફ્ટી અને વેલબીઇંગના હેડ Mr Viren Dhulla સામેલ છે.
OSH India 2016માં 'OSH India Safety Awards 2016' પણ યોજાશે, જે ભારતીય કાર્યકારી વ્યવસાયો, સંસ્થાઓ, જોડાણ અને સરકારી કે ખાનગી ક્ષેત્રમાં કાર્યસ્થળે સ્વાસ્થ્ય અને સલામતીની પહેલ કરનાર વ્યક્તિઓ માટે ખુલ્લો છે, જે ઇન્નોવેશન કે હીરો એવોર્ડ્ઝ કેટેગરીઓમાંથી કોઈ પણ એકનું પાલન કરે છે. Euro Safety Footwear (India) Pvt. Ltd. 10મી નવેમ્બર, 2016ના રોજ એવોર્ડની રાત માટે પ્રેઝન્ટિંગ પાર્ટનર છે, જે ઉદ્યોગના દિગ્ગજો અને અગ્રણીઓને એકમંચ પર લાવશે.
ઉદ્યોગ OSH India 2016ને ઉદ્યોગનું પ્લેટફોર્મ માને છે અને UBM India દ્વારા મુંબઈમાં વાર્ષિક એક્ષ્પોના ઉદ્દેશને પ્રતિપાદિત કરે છે.
વક્તવ્ય:
Dickies (ID Overseas Pvt. Ltd.) - Apurba Chakraborty, CEO અને ડિરેક્ટર
"આ પ્રદર્શન અમારા ઉત્પાદનો, તેની કામગીરી, તેની સક્ષમતા અને સંશોધન અને વિકાસ આધારિત નવીનતા પ્રદર્શિત કરવા અમારા મોટા ભાગના વર્તમાન અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનું પ્લેટફોર્મ છે. અમે OSH India - Mumbai 2016નો ઉપયોગ અમારા સેફ્ટી ફૂટવેર, ઓક્યુપેશનલ વેર, ફ્લેમ રેઝિસ્ટન્ટ અને હેલ્થકેર પ્રોડક્ટ રેન્જ પ્રદર્શિત કરવા સમાન પ્લેટફોર્મ તરીકે કરવાની યોજના ધરાવીએ છીએ. આ ટ્રેડ ફેરમાં સહભાગી બનીને અમે ભારતમાં અમારી બ્રાન્ડનો વિકાસ કરીશું - મુલાકાતીઓને જાણકારી આપીશું અને આ મૂલ્ય સંવર્ધિત ઉત્પાદનોનો વિચાર કરવા રસ પેદા કરીશું."
Youngman India Private ltd - Vanjul Jain, ડિરેક્ટર
"અમે પહેલી વખત OSH India - Mumbai સાથે જોડાણ કર્યું છે તથા Youngman તેમના નવા ઉત્પાદનો અને લેડર્સ, વર્ક પ્લેટફોર્મથી લઈને એક્સેસ ટાવર્સ સુધી ઉત્પાદનોની સંપૂર્ણ રેન્જ પ્રદર્શિત કરશે. Youngman રેન્ટલ ડિવિઝને કોર કટિંગ મશીન અને લિફ્ટર્સના રેન્ટલથી શરૂઆત પણ કરી છે, જે અમારા એક્સેસ ટાવર્સની રેન્જમાં વધારો કરે છે. અત્યારે અમારી સૌથી મોટી વ્યાવસાયિક જરૂરિયાત બજારની ગુણવત્તા અને માપની દ્રષ્ટિએ 'પહોંચ' છે. અમને શોમાંથી ઘણી વધારે અપેક્ષા છે. અમારું માનવું છે કે આ શો અમને દેશના સૌથી કનેક્ટેડ અને અગ્રણી સેફ્ટી ઓફિસર્સ સુધી પહોંચવામાં મદદ કરશે, જેથી Youngman અને અમારી વિશિષ્ટ ઓફરનો પ્રચાર થાય."
Haws India Pvt. Ltd - Mr. Sanjeev Kumar, કન્ટ્રી મેનેજર - ભારત અને દક્ષિણ એશિયા
"અમે 109 વર્ષ જૂની, અમેરિકા સ્થિત કંપની છીએ. Haws સંશોધક, ઉત્પાદક અને ડ્રિન્કિંગ ફાઉન્ટેનની નિર્માતા તેમજ પ્રમાણભૂત અને કસ્ટમાઇઝ રિસ્પોન્સ પ્રોડક્ટ્સ છે. અમે ભારતમાં એક વર્ષ અગાઉ અમારી કામગીરી શરૂ કરી હતી અને અમે OSH India - Mumbaiમાં પહેલી વખત સહભાગી થયા છીએ. અમે એક્ષ્પોમાં ઇમરજન્સી ઇક્વિપમેન્ટ મોડલ લોંચ કરીશું - 1600 લિટરની ક્ષમતા સાથે 4000, જે ડસ્ટ/કેમિકલ છંટકાવ કરે છે અને બંને ઔદ્યોગિક હેતુઓ માટે ઉપયોગ કરી શકીશું. OSH India - Mumbai 2016 ખાતે અમારી સહભાગિતા સાથે અમે ગુણવત્તાયુક્ત મુલાકાતીઓ અને કિંમતી વ્યાવસાયિક પૂછપરછ માટે આતુર છીએ."
Superhouse Limited - Iqbal Hussain, જનરલ મેનેજર
"સંપૂર્ણ જાગૃતિ અને ભારત સરકારના પ્રસ્તાવિત અને અમલ થતાં કડક નિયમોને કારણે ઉત્પાદન ક્ષેત્રમાં માનવીય જીવનનું મહત્ત્વ વધવાથી OSH ઉદ્યોગની વૃદ્ધિની સંભવિતતા હકારાત્મક છે. અમે OSH India - Mumbaiમાં પહેલી વખત સામેલ થઈ રહ્યાં છીએ અને આ ઇવેન્ટને જબરદસ્ત સફળતા મળશે તેવી આશા છે. અમે સેફ્ટી ફૂટવેર, સેફ્ટી ગાર્મેન્ટ, ફોલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને હેન્ડ ગ્લોવ્ઝના ઉત્પાદક છીએ તથા અમારી વર્તમાન રેન્જમાં અમારું લેટેસ્ટ અને વિશિષ્ટ કલેક્શન પ્રદર્શિત કરીશું. OSH India - Mumbai 2016 ચોક્કસ ક્ષેત્રમાં અમારી બ્રાન્ડ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદ કરશે અને અમારા વર્તમાન અને લક્ષિત ગ્રાહકો સાથે જીવંત આદાનપ્રદાનની તક આપશે."
Tyco Safety Products (I) Pvt Ltd - Sandeep Earully, કન્ટ્રી મેનેજર (ભારત અને SAARC), Scott Safety
"અમે છેલ્લાં થોડાં વર્ષથી OSH India સાથે સંકળાયેલા છીએ અને તેઓ અમારા વર્તમાન અને નવા ગ્રાહકો સાથે જોડાવા પ્લેટફોર્મ પ્રદાન કરવામાં હંમેશા સફળ રહ્યાં છે. હવે બજાર આધુનિક ટેકનોલોજી મારફતે ઉત્પાદનોના અંતિમ યુઝરના જીવનને સરળ અને સલામત બનાવે છે. અત્યારે ચોક્કસ પ્રોડક્ટ કેટેગરીમાં વધુને વધુ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે, જેમાં યુઝર તેમના ઉપકરણની અતિ સચોટ માહિતી મેળવવા ઇચ્છે છે. Scott safety તેના નવો લોંચ થયેલા ગેસ ડિટેક્ટર્સ સાથે પાવર્ડ એર રેસ્પિરેટર, પ્રીમિયમ નેગેટિવ પ્રેશર રેસ્પિરેટર્સ અને તેના ઉત્પાદનોની વર્તમાન રેન્જ પ્રદર્શિત કરશે. OSH India - Mumbai સમાન હિતમાં માને છે, કારણ કે અમે Scott safety ગ્રાહકોને શિક્ષિત કરવામાં માનીએ છીએ અને તેમને નવી ટેકનોલોજી પ્રદાન કરવા કાર્યરત છીએ તથા તેમના જીવનને સલામત બનાવવામાં માનીએ છીએ, જેથી OSH સાથે જોડાવું અમારા બંને માટે લાભદાયક સ્થિતિ છે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે વિગત મેળવવા કૃપા કરીને મુલાકાત લો ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article