ચેન્નાઇ, November 3, 2016 /PRNewswire/ --
MJDMA અને UBM India દ્વારા દક્ષિણ ભારતનો સૌથી મોટો B2B આંતરરાષ્ટ્રીય જ્વેલરી શૉ
GJIIE 2016 એક નજરમાં:
- 350 કરતાં વધુ પ્રદર્શનકારો સાથે, UBM India અને MJDMA દ્વારા દક્ષિણ ભારતના સૌથી મોટા B2B જ્વેલરી શૉનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું
- તમિલનાડુ રીટેઇલ જ્વેલર્સ એવૉર્ડ્ઝના પ્રથમ સંસ્કરણનો પ્રારંભ કરવામાં આવ્યો
ત્રિ-દિવસીય મેગા B2B જેમ ઍન્ડ જ્વેલરી મહોત્સવના 12મા સંસ્કરણ, Gem & Jewellery India International Exhibition (GJIIE 2016) નું સફળ અને આશાસ્પદ સમાપન થયું હતું. આ પ્રદર્શન ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ખાતે તારીખ 7મી થી 9મી ઑક્ટોબર, 2016 દરમિયાન યોજાયો હતો. આ શૉનું ઉદ્ઘાટન પદ્મશ્રી સમ્માનથી સમ્માનિત મુખ્ય અતિથિ Dr. Nalli Kuppuswami Chetti અને અન્ય મુખ્ય મહાનુભાવો Mr. Rajesh Vummidi, અધ્યક્ષ, MJDMA - GJIIE, Mr. Jayantilal Chalani, પ્રમુખ, MJDMA, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર UBM India અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર UBM India દ્વારા કરવામાં આવ્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161102/435229 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20161102/435228 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
GJIIEના 12મા સંસ્કરણના સફળ સમાપન પર બોલતા, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India કહ્યું હતું કે, "દક્ષિણ ભારત એ દેશના સોના અને હીરાના આભુષણોનું મુખ્ય ઉપભોક્તા છે અને GJIIE 2016 દ્વારા, UBM India એ એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંચ પુરું પાડ્યું છે જે જ્વેલરી, ડાયમંડ, પર્લ અને જેમસ્ટોન આપૂર્તિકારોને ભેગાં મળવા, આંતરક્રિયા-પ્રતિક્રિયા અને પ્રમુખ ખરીદકર્તાઓ, દક્ષિણ પ્રદેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બન્ને સાથેના માળખાને સક્ષમ બનાવે છે. જબરદસ્ત ઉદ્યોગ પ્રતિસાદ પ્રદર્શનકારો અને મુલાકાતીઓ એમ બન્ને માટે, દક્ષિણ ભારતના બજારની સંભવિતતાઓને ચકાસવા માટે આટલાં મોટા મંચ માટે ઉદ્યોગની જરૂરિયાતને માન્યતા આપે છે. MJDMA સાથેની સહ-યજમાનીમાં આ આયોજિત આ ઍક્સ્પો, દેશમાં બીજા ક્રમે સૌથી મોટો જ્વેલરી ઍક્સ્પો છે અને UBM India દ્વારા વાર્ષિક રીતે આયોજિત કરવામાં આવતાં સમગ્ર ભારતમાં ચાર સફળ જ્વેલરી શૉમાંનો એક છે. આ વર્ષે, આ ઍક્સ્પોમાં મુમ્બઈ, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નાઈ, દિલ્લી, જયપુર, ત્રિસ્સુર, કોઇમ્બત્તુર, ત્રિવેંદ્રમ, મદુરાઈ અને અન્ય સ્થળોએથી આવેલાં ઘણાં પ્રદર્શનકારો સાથે ગત વર્ષ કરતાં 35% ની વૃદ્ધિ જોઇ છે."
આ ત્રિ-દિવસીય ઍક્સ્પો ભારતમાં બીજા ક્રમાંકે સૌથી મોટું જેમ્સ ઍન્ડ જ્વેલરી B2B પ્રદર્શન છે જેમાં 350 કરતાં વધુ જથ્થાબંધ, છુટક વેપારીઓ, આયાતકારો, નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, જેમ્સસ્ટોન, પર્લ સપ્લાયર્સ અને ટ્રેડર્સ, કિંમતી ધાતુઓ અને જ્વેલરી જડનારા ટ્રેડર્સ અને સપ્લાયર્સ, અને વેપાર તેમજ સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. તે ભારતીય જ્વેલરી માર્કેટ માટેનું એક પ્રવેશદ્વાર હતું અને ખરીદદારો અને આપૂર્તિકારોને જોડાવા, માળખું ઉભું કરવા, વિચારોના આદાન-પ્રદાન, આવનારા વલણોની શોધ કરવા અને વેપારની તકોને રચવા માટે ઉત્કૃષ્ટ મંચ પુરું પાડ્યું હતું. મુમ્બઈ, દિલ્લી, બેંગ્લોર, જયપુર, હૈદરાબાદ અને ભારતમાં અન્ય સંભવિત બીજા અને ત્રીજા સ્તરના શહેરો ઉપરાંત આ પ્રદર્શનીમાં મલેશિયા, સિંગાપુર, અને દુબઈથી પણ ડેલિગેટ પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું, અને એ રીતે તે GJIIE 2016 ની આંતરરાષ્ટ્રીય પહોંચ અને ઉપસ્થિતિની નોંધપાત્રતા દર્શાવતું હતું.
પ્રદર્શનકારોએ હીરા, મોતી, જેમસ્ટોન્સ, સ્ટડેડ જ્વેલરી, એક્ઝિક્વિટ દક્ષિણ ભારતીય ગોલ્ડ જ્વેલરી સહીત મંદીર નક્શી જ્વેલરી, સ્ટોન સ્ટડેડ જ્વેલરી અને બ્રાઇડલ જ્વેલરી જેમ કે માંગા મલઈ, કાસુ માલા, અને પાછી ડિઝાઇન્સ સહિત વેચાણલાયક વસ્તુઓની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરી હતી. ઍક્સ્પો ખાતે કેટલીક નાવિન્યતાઓમાં ચાલાણી જ્વેલરી માર્ટ દ્વારા બાહુબલીમાંથી રૂદ્રમાદેવી જ્વેલરીના કલેક્શનનું પ્રદર્શન, GRT જ્વેલર્સનું સૌથી વધુ વજન ધરાવતા સોનાના ઈઅરિંગ્સ, જેનું વજન 1.5 કિ.ગ્રા. હતું અને જેને ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે તેનું પ્રદર્શન અને ગોમતી જ્વેલર્સ દ્વારા વર્લ્ડ કપના મિનિએચરનું પ્રદર્શન અને અન્ય ઘણા બધાં નિદર્શનોની સાથે કાર્યરત સોનાના પંખાનો સમાવેશ થતો હતો.
કેટલાંક નોંધપાત્ર પ્રદર્શનકારો જેમણે ભાગ લીધો હતો તેમાં ચેન્નાઈ, ત્રિસ્સુર, કોઇમ્બત્તુર, ત્રિવેન્દ્રમ, મદુરાઈ, કોચિનની સાથે મુમ્બઈ, હૈદરાબાદ, રાજકોટ, અમદાવાદ, ચેન્નાઈ, દિલ્લી, જયપુર, બેંગ્લોર, કોલ્હાપુર, કાલીકટ, સુરત અને વિજયવાડાના પ્રદર્શનકારો સમાવિષ્ટ છે. પ્રદર્શનકારોમાં અગ્રણીઓ જેવાં કે Emerald, Krizz, Royal Chains, Sangam Chains, Damara Gold, Jewel Park, Mehta Gold, White Fire, Laxmi Diamonds, Bonitas Diamonds, Chain N Chains, Angel Gold, Anmol Swarn, Silver Emporium, Derewala, Harish Creations અને Ashlyn Chemunnoorનો સમાવેશ થતો હતો.
આ વર્ષે, GJIIE 2016 માં દક્ષિણ પ્રદેશમાં જ્વેલરીના રીટેઇલ બિઝનેસમાં શ્રેષ્ઠનું સન્માન કરવાની અનન્ય પહેલ, તમિલનાડુ રીટેઇલ જ્વેલર્સ એવૉર્ડ્સ (Tamil Nadu Retail Jewellers Awards)ના પ્રથમ સંસ્કરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રખ્યાત એવૉર્ડના નૉમિનેશન માટેની શ્રેણીમાંથી કેટલાંક એવાં 'ડિઝાઇન એક્સલેન્સ' ('Design Excellence'), 'બેસ્ટ પ્રિન્ટ ઍડ' ('Best Print Ad'), 'બેસ્ટ માર્કેટિંગ કેમ્પેઇન' ('Best Marketing Campaign'), 'સ્ટોર ઑફ ધ ઇઅર' ('Store of the Year'), એક્સેમ્પ્લરી કસ્ટમર સર્વિસ' ('Exemplary Customer Service'), 'બેસ્ટ રીટેઇલ ટીમ ઑફ ધ ઈયર' ('Best Retail Team of the Year'), અને અન્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એવૉર્ડ્સને ફેશન શૉના ક્રમ સાથે જોડવામાં આવ્યાં હતાં, જેમાં જ્વેલરીના આશ્ચર્યજનક નમૂનાઓનું પ્રદર્શન કરતા હતા, જે આ સીઝનના વલણને દર્શાવતા હતાં.
છેલ્લા ત્રણ દશકથી UBM જ્વેલરી ઉદ્યોગનો એક અભિન્ન ભાગ બની રહ્યું છે, જે વિશ્વભરમાં આવાં વિખ્યાત જ્વેલરી મેળાઓનું આયોજન કરતું આવ્યું છે. GJIIE ચાર-શહેરો (કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્લી)ના જ્વેલરી શૉઝ્માંનો એક છે જેને UBM India દ્વારા સમગ્ર વર્ષભર આયોજિત કરવામાં આવનાર છે.
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article