ચેન્નાઇ, October 28, 2016 /PRNewswire/ --
એવોર્ડ દ્વારા સમગ્ર રાજ્યના રિટેલ જ્વેલરી બિઝનેસની ઉત્કૃષ્ટ કામગીરીનું સન્માન કરાયું
તમિલનાડુમાં રિટેલ જ્વેલરી બિઝનેસમાં વ્યક્તિગત અને સંસ્થાઓના શ્રેષ્ઠ પ્રયત્નોને પ્રકાશમાં લાવવાના ભાગરૂપે UBM Indiaએ તમિલનાડુ રિટેલ જ્વેલર્સ એવોર્ડ્સ (ટીએન આરજેએ) (Tamil Nadu Retail Jewellers Awards (TN RJA))નો પ્રારંભ કર્યો છે અને ચેન્નાઇના ધ લીલા ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં 8મી ઓક્ટોબર, 2016ના રોજ વિજેતાઓની જાહેરાત કરી હતી. એવોર્ડસ ઉદ્યોગના નામાંકિત મહાનુભાવોની હાજરીમાં એનાયત કરાયા હતા અને તેમાં 'ડિઝાઇન એક્સિલન્સ', 'બેસ્ટ પ્રિન્ટ એડ', 'બેસ્ટ માર્કેટિંગ કેમ્પેઇન', 'સ્ટોર ઓફ ધ યર', 'એક્ઝેમ્પ્લરી કસ્ટમર સર્વિસ', 'બેસ્ટ રિટેલ ટીમ ઓફ ધ યર્સ'ની સાથે અન્ય એવોર્ડ્સનો સમાવેશ થાય છે. એવોર્ડ્સ દરમિયાન તબક્કાવાર ફેશન શો યોજવામાં આવ્યો હતો, જેમાં સિઝન દરમિયાન કેન્દ્રબિંદુમાં રહેલા જ્વેલરીના અદભૂત ઘરેણાંઓ પ્રદર્શિત કરાયા હતા. TN RJA ભારતના બીજા સૌથી વિશાળ એક્સપો મંચ Gems and Jewellery India International Exhibition (GJIIE)ને સમાંતર આયોજિત કરાયો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161027/433234 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20161027/433235 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161027/433236 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
UBM India દ્વારા હાથ ધરાયેલી આ વિશિષ્ટ પહેલ TN RJA અંતરિયાળ વિસ્તારોના વ્યાવસાયિક સ્થાનોમાંથી રાજ્યની શ્રેષ્ઠ પ્રતિભાઓને ખૂબ જ મહેનત માંગી લેતી પદ્ધતિસરની પસંદગી પ્રક્રિયા દ્વારા બહાર લાવવામાં આવી હતી. તેના ખ્યાતનામ પસંદગીકારોમાં Mr. Sultan Mohideen H M, Ms. Sheeba Prince અને Mr. Mukesh Jainનો સમાવેશ થાય છે, જેમણે ખૂબ જ મોટી સંખ્યામાં યોજાયેલા નામાંકનોમાંથી આ પસંદગી હાથ ધરી હતી. આ વિસ્તૃત એવોર્ડ શ્રેણી તમિલનાડુની રિટેલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વૈવિધ્યપૂર્ણ પ્રવૃતિઓને નજર સમક્ષ રાખીને નિર્ધારિત કરાઇ હતી. જ્યારે રાજ્ય દેશની અંદર સોનાના અગ્રણી વપરાશકારોની યાદીમાં સતત ઉપર જઇ રહ્યું છે ત્યારે TN RJAને ખાસ તમિલનાડુના રિટેલ જ્વેલર્સને સમર્પિત કરવામાં આવ્યો છે.
500થી વધારે જ્વેલરી રિટેલર્સ, ઉત્પાદકો અને HNIની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારંભ દરમિયાન ફેમિના મિસ ઇન્ડિયા (Femina Miss India) વિજેતા જેમ કે Aafreen Rachel Vaz (Femina Miss India Supranational 2015), Sushrii Shreya Mishra, Srinidhi Shetty અને Aradhana Buragohain જેવી શો સ્ટોપર્સ ધરાવતાં ફેશન શોનું પણ આયોજન કરાયું હતું. નક્ષી જ્વેલરી મંદિર, રત્નજડિત જ્વેલરી અને માંગા મલાઇ, કાસુ માલા અને પચ્છી ડિઝાઇન સહિત આભૂષણોનો અતિસમૃદ્ધ વારસો ધરાવતા વિસ્તારના લોકોને ઝાઝરમાન ફેશન શો દરમિયાન તેની પણ ઝલક જોવા મળી હતી.
તમિલનાડુ રિટેલ જ્વેલર્સ એવોર્ડ્સ ખાતે સંબોધન કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras જણાવ્યું હતું કે, "શ્રેષ્ઠ આભૂષણની હસ્તકળા કરતો કલાકાર હોય કે અંતિમ વપરાશકર્તા સુધી પ્રોડક્ટ પહોચાડતો રિટેલર હોય, દરેક સખત પરિશ્રમને સન્માન આપે છે અને પ્રખ્યાત તમિલનાડુ રિટેલ જ્વેલર્સ એવોર્ડ્સ (ટીએન આરજેએ) (Tamil Nadu Retail Jewellers Awards (TN RJA)) દ્વારા આ જ બાબતને સ્વીકૃત અને પુરસ્કૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે. આપણો દેશ સૌથી મોટા રત્નો અને જ્વેલરીની નિકાસકર્તા દેશોમાંથી એક છે અને ભારતીય અર્થતંત્રમાં આ ઉદ્યોગ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોવાનું માનવામાં આવે છે. વર્ષો દરમિયાન આ ક્ષેત્રમાં જોવા મળેલું સૌથી મોટું પરિવર્તન સ્થાનિક બિનસંગઠિત વેપારીઓની સામે રિટેલ જ્વેલર્સનો થયેલો ઉદભવ છે. આવું તેમ છે કારણ કે પ્રવર્તમાન ભારતીય વપરાશકારો વૈશ્વિક વલણોની વ્યાપક જાગૃતિ ધરાવે છે. આ બધામાં તમિલનાડુ એક રાજ્ય તરીકે ભારતના વિકાસમાં મુખ્ય ફાળો આપનાર રહ્યું છે અને TN RJA તે મૂલ્યવાન સાધન છે જેના દ્વારા અમે જ્વેલરી રિટેલર્સ અને રાજ્યના દરેક વિસ્તારોમાં દ્રષ્ટાંતરૂપ કલા-કારીગરીના નવા કેન્દ્રોને પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ."
તમિલનાડુ રિટેલ જ્વેલર્સ એવોર્ડ્સ 2016ના વિજેતાઓઃ
શ્રેણી પેટા-શ્રેણી વિજેતા
એક્સિલન્સ ઇન કસ્ટમર સર્વિસ Sri Ganesh Jewellary Mart
સ્ટોર ઓફ ધ યર 5000 સ્ક્વેર ફૂટ કરતાં ઓછું Muhurtha Jewels Palace LLP
સ્ટોર ઓફ ધ યર 5000 સ્ક્વેર ફૂટ કરતાં ઓછું Sumangali Jewellers
સ્ટોર ઓફ ધ યર 5000 સ્ક્વેર ફૂટ કરતાં વધારે Kirtilal Kalidas Jewellers
સ્ટોર ઓફ ધ યર 5000 સ્ક્વેર ફૂટ કરતાં વધારે Sri Vasvi Thanga Maaligai
મોસ્ટ ઇનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઇન Sri Ganesh Jewellary Mart
પ્રિન્ટ એડ ઓફ ધ યર Prince Gold & Diamond India Pvt. Ltd.
એક્સિલન્સ ઇન ડિઝાઇન નેકલેસ The Big Shop - Suraj Jewellers
એક્સિલન્સ ઇન ડિઝાઇન બંગડીઓ અને બ્રેસલેટ The Big Shop - Suraj Jewellers
એક્સિલન્સ ઇન ડિઝાઇન બુટ્ટીઓ AVR Swarna Mahal
એક્સિલન્સ ઇન ડિઝાઇન વિંટીઓ AVR Swarna Mahal
એક્સિલન્સ ઇન ડિઝાઇન અન્ય AVR Swarna Mahal
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ A B Sudarsanam
વૂમન આંત્રપ્યોન્યોર ઓફ ધ યર Sheeba Prince
રાઇઝિંગ સ્ટાર ઓફ ધ ઇન્ડસ્ટ્રી Rakesh Bafna
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને મંચ પુરો પાડે છે જે પોર્ટફોલિયોના પ્રદર્શન, કોન્ફરન્સ અને સેમિનાર મારફતે સમગ્ર વિશ્વમાંથી ખરીદકર્તા અને વેચાણકર્તાઓને એક સાથે લાવે છે. UBM India દર વર્ષે સમગ્ર વિશ્વમાં મોટા પાયા પર 25 પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે, જે અનેક ઉદ્યોગોને વેપાર કરવા સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિક UBM plc છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજનકર્તા છે અને ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજનકર્તા છે.
વધારે વિગતો માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article