મુંબઈ, October 26, 2016 /PRNewswire/ --
હવે સમય આવ્યો છે કે તમે ખરેખર ફક્ત એક ક્લિક દ્વારા કાંઈક સારું કરી શકો છો!
પરિવારજનો અને મિત્રોના સંદેશાઓ અને પોસ્ટને આપણે જોયા છે, આપણે તેને ચાહ્યા છે અને આપણે તેને શેર પણ કર્યા છે! શા માટે આપણને મૂર્ખામીભર્યા લાગતા મેમ્સ અને ડાન્સિંગ કેટ્સને લાઈક કર્યા છે અને તેની પોસ્ટ શેર પણ કરી છે. પરંતુ ખરેખર કેટલા લોકોએ માત્ર એક ક્લિક દ્વારા કોઈના જીવનમાં ખરેખર પરિવર્તન આણ્યું છે? આ દિવાળીએ, High Street Phoenix દ્વારા 14મીથી 28મી ઓક્ટોબર દરમિયાન એક રોમાંચકારી અભિયાન #વનફોરલવ (#OneForLove) ચલાવાઈ રહ્યું છે જે દરેકને માત્ર એક સરળ 'ક્લિક, લાઈક એન્ડ શેર' દ્વારા પરિવર્તન આણવાની તક આપી રહ્યું છે જે ભલે કોઈ એક વ્યક્તિ માટે લાભદાયી ન હોય, પરંતુ તેનાથી લાઈટ ઓફ લાઈફ ટ્રસ્ટના અછતગ્રસ્ત બાળકોનું ચોક્કસપણે ભલું થશે!
(Photo: http://photos.prnewswire.com/prnh/20161026/432686 )
વિશ્વભરમાં સોશ્યલ મીડિયાના સૌથી પ્રચલિત મંચમાંના કેટલાકની સહાય વડે, હાઈ સ્ટ્રીટ ફિનિક્સ અને પેલેડિયમ દ્વારા Facebook, Twitter અને Instagram પર #વનફોરલવ દ્વારા પોસ્ટ કરાશે, જે લોકોને લાઈક અને શેર કરવા આગ્રહ કરશે. ફક્ત એક ક્લિક પર, હાઈ સ્ટ્રીટ ફિનિક્સ દ્વારા પ્રત્યેક લાઈક પર રૂ. 1, પ્રત્યેક શેર પર રૂ. 2 અને લાઈટ ઓફ લાઈફ ટ્રસ્ટ (Light of Life Trust (LOLT), ના હ્રદય સાથેની પ્રત્યેક તસવીર દીઠ રૂ. 5નું દાન કરશે, જે એક NGO છે જે અછતગ્રસ્ત બાળકોના શિક્ષણ માટે કામ કરે છે. લાઈક્સ અને શેરની સંખ્યાની સમકક્ષ એકત્રિત કરાયેલા નાણાંનું, High Street Phoenix દ્વારા કુલ રકમનું આ NGOને 28મી ઓક્ટોબર 2016ના રોજ ઓસ્ટ્રંગ નામની હાઈ સ્ટ્રીટ ફિનિક્સની લોકપ્રિય માસિક મ્યુઝિક પ્રોપર્ટી ખાતે દાન કરાશે.
તો ચાલો, આપણે #વનફોરલવ (#OneForLove) પર ફક્ત એક લાઈક અને એક શેર દ્વારા પ્રેમને ફેલાવીએ. તો તુરત જ હાઈ સ્ટ્રીટ ફિનિક્સના FB/Twitter અને Instagramના પેજ પર પહોંચી જાવ અને બાળકોને તમારો પ્રેમ નિહાળવા દો.
High Street Phoenix વિશે:
High Street Phoenix (HSP), એ 3.3 મિલિયન ચોરસ ફીટના ઝળહળતા વિસ્તારમાં ભારતમાં વિકસાવાયેલું પ્રથમ રિટેલ-પ્રેરિત ઉપભોક્તા કેન્દ્ર છે. તેમાં F&B, મનોરંજન, કોમર્શિયલ અને નિવાસી કોમ્પલેક્સની વિવિધતા સહિત 500થી વધુ બ્રાન્ડ આવેલી છે. Phoenix Mills Co. Ltd. દ્વારા તૈયાર કરાયેલ, HSPનું નેતૃત્વ તેના યુવા, બહુમુખી પ્રતિભાશાળી મેનેજિંગ ડાયરેક્ટર Atul Ruia અને તેમની વ્યાવસાયિકોની ટીમ કરી રહી છે. HSP ખાતે, દરેક ઝોન એક ખાસ વિષય આધારિત અને આંતરરાષ્ટ્રીય અનુભૂતિ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાયેલ વિભાગ ધરાવે છે અને 'મિક્સ્ડ યુઝ્ડ ડેવલપમેન્ટ્સ' ('mixed used developments') દ્વારા ખાસ વ્યાખ્યા કરાયેલ ઊભરતા શહેરી અહેસાસનો તે ઉત્તર પૂરો પાડે છે.
આ સેન્ટરમાં 3 અલગ શોપિંગ ઝોન્સ આવેલા છે, જેમાં સ્કાયઝોન, ગ્રાન્ડ ગેલેરિયા અને હાઈ સ્ટ્રીટ યુનિટ્સનો (HSU) સમાવેશ થાય છે. બહુમાળી સ્કાયઝોન અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના રિટેલ આઉટલેટ્સના એંકર સ્ટોર્સ ધરાવે છે. ગ્રાન્ડ ગેલેરિયા શોપિંગ રસિયાઓને સેવા પૂરી પાડે છે અને તે PVR સિમેનાની 2000 સીટ ધરાવતા 7 ડિજિટલ સ્ક્રીન્સ મલ્ટિપ્લેક્સ સાથે જોડાયેલું છે. જ્યારે HSUમાં એવા વૈવિધ્યસભર સ્ટોર્સ આવેલા છે જે કલાત્મક ચીજો, હસ્તકલાની ચીજો, છટાદાર એસેસરીઝ, તૈયાર વસ્ત્રો અને જ્વેલરી સ્ટોર્સ સહિત આધુનિક જીવનશૈલીની ચીજોનો મેળાવડો ધરાવે છે જેમાં એક ગિફ્ટ સ્ટોર અને એક ઓપ્ટિશિયન કમ આઈ વેર સ્ટોરનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો HSU એક વાસ્તવિક યાદગાર રિટેલ અનુભૂતિની ખેવનાને પરિપૂર્ણ કરનારી તમામ ચીજોને ધરાવે છે.
HSPના હાર્દ તરીકે જાણીતું, 'કોર્ટયાર્ડ' - તેના નામને ચરિતાર્થ કરતા ઉત્સવો અને ઉજવણીઓ માટેનો વાસ્તવિક મંચ પૂરો પાડે છે. આ ચિત્રને તેની ફરતે આવેલા ખાનપાનના સ્થળો પરિપૂર્ણ કરે છે. પોતાના પ્રકારના સૌપ્રથમ રિટેલ સ્ટોર્સ, ફ્લેગશીપ સ્ટોર્સ અને એક જ છત નીચે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની વિવિધતા સાથે તે એક અનોખું સ્થળ બની ચૂક્યું છે જ્યાં તમામ સ્તરના ગ્રાહકો માટે તૈયાર વસ્ત્રોની વિસ્તૃત શ્રેણી પસંદગી માટે ઉપલબ્ધ થાય છે.
HSPએ મુંબઈના પ્રથમ લક્ઝરી અને પ્રિમિયમ રિટેલ અને મનેરંજન સ્થળ કે જેને ખાસ યોગ્યતાપૂર્ણ તૈયાર કરાયું છે તે 'પેલેડિયમ (Palladium)'નો ઉમેરો કર્યો છે. પેલેડિયમે ખૂબ ટૂંકા સમયમાં જ માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક અવિસ્મરણીય સીમાચિહ્ન બનવાની સિદ્ધી પ્રાપ્ત કરી છે અને તે અસાધારણ આધુનિકતાના વાતાવરણમાં અને એક જ છત નીચે અભૂતપૂર્વ વૈવિધ્યસભરતા સાથે ખાસ શોપિંગની ચાર સ્તરની અનુભૂતિ પ્રદાન કરે છે.
આ સેન્ટરમાં એક વિસ્તારેલો કાર પાર્ક એરિયા પણ છે જે તેને મુંબઈમાં સૌથી મોટા કાર પૂલ વિસ્તારમાંનો એક બનાવે છે જેમાં રોજના સરેરાશ 6,000 વાહનો પ્રવેશ કરે છે.
એશિયા શોપિંગ સેન્ટર એન્ડ મોલ એવોર્ડ્સ 2014 (Asia Shopping Centre and Mall Awards 2014) ખાતે 'મોસ્ટ એડમાયર્ડ શોપિંગ સેન્ટર ઓફ ધ યર- સોશ્યલી રિસ્પોન્સિબલ (Most Admired Shopping Centre of the Year - Socially Responsible)' એવોર્ડ વિજેતા.
મીડિયા સંપર્ક:
Gouri Iyer
[email protected]
+91-9930994522
Senior PR Consultant
ELSOL
Share this article