મુંબઈ, October 26, 2016 /PRNewswire/ --
ઇક્વિટી શેરધારકોના સંગઠિત નફામાં 33 ટકાનો વધારો
નાણાકીય વર્ષ 2016-17ના બીજા ક્વાર્ટરમાં ઇક્વિટી પર વળતર (ROE)માં વધીને 11.72 થયું, જે નાણાકીય વર્ષ 2016-17ના પ્રથમ ક્વાર્ટરમાં 9.78 ટકા અને નાણાકીય વર્ષ 2015-16ના બીજા ક્વાર્ટરમાં 9.84 ટકા હતું
વ્યૂહાત્મક નવા નિર્ણયો પર પ્રગતિ
એપ્રિલ, 2016માં એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ (એલટીએફએચ)એ નાણાકીય વર્ષ 2019-20 સુધીમાં ટોપ ક્વાર્ટાઇલ ઇક્વિટી પર વળતર (આરઓઇ) મેળવવાની વ્યૂહરચના જાહેર કરી હતી. આ માટે કંપનીએ યોગ્ય વ્યવસાય, યોગ્ય માળખું અને યોગ્ય લોકોનો સમન્વય કરવાની જાહેરાત કરી હતી. એલટીએફએચના "રાઇટ ટૂ વિન"ને મજબૂત કરવા અને નફાકારકતામાં સ્થિર વૃદ્ધિ સુનિશ્ચિત કરવા ચોક્કસ વ્યૂહાત્મક પહેલો હાથ ધરવામાં આવી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432710LOGO )
ઓળખ કરાયેલા વ્યવસાયો અને વ્યૂહાત્મક પહેલો પર મજબૂત અમલ પર કેન્દ્રિત ધ્યાન મજબૂત વ્યાવસાયિક વૃદ્ધિ તરફ દોરી ગઈ છે. આ વ્યવસાયોમાં કંપનીએ વાર્ષિક ધોરણે 28 ટકા ફાળવણીમાં વૃદ્ધિ કરી છે, ત્યારે કુલ અસ્કયામતોમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો થયો છે.
એલટીએફએચએ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા અને બજારહિસ્સો વધારવા ટેકનોલોજીનો ઉપયોગ જાળવી રાખ્યો છે. સંકલિત નિયમ આધારિત નિર્ણય એન્જિન સાથે મોબિલિટી સોલ્યુશન્સ ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કરવામાં અને ધિરાણના પ્રમાણભૂત નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આ ક્વાર્ટર દરમિયાન એલટીએફએચએ તેની ત્રણ પેટાકંપનીઓ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ, ફેમિલી ક્રેડિટ લિમિટેડ અને એલએન્ડટી ફિનકોર્પ લિમિટેડને વિલિન કરવાની યોજના જાહેર કરી હતી. ચાલુ નાણાકીય વર્ષની અંદર ન્યાયિક મંજૂરીઓ મળવાની અપેક્ષા છે. આ વિલિનથી મૂડી અને કાર્યકારી કાર્યદક્ષતામાં વધારો થશે.
મેનેજમેન્ટની ટિપ્પણી
કંપનીના પરિણામો અને આર્થિક કામગીરી પર ટિપ્પણી કરતાં એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનાનાથ દુભાષીએ કહ્યું હતું કે, "એપ્રિલ, 2016થી અત્યાર સુધી અમે અમારી વ્યૂહાત્મક યોજનાનો અમલ પર સતત કામ કરીએ છીએ અને અમને પરિણામો મળવાની શરૂઆત થઈ છે. નાણાકીય વર્ષ 2016-17ના બીજા ક્વાર્ટર માટે આરઓઇ 11.72 ટકા છે, જે વાર્ષિક ધોરણે 188 બીપીએસનો વધારો સૂચવે છે. અત્યારે કંપની આરઓઇ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે નફાકારક અસ્કયામતમાં વૃદ્ધિ અને મહત્તમ કાર્યકારી કાર્યદક્ષતા મારફતે શેરધારકને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાનો પ્રયાસ જાળવી રાખીશું."
પરિણામોની મુખ્ય બાબતો:
એલટીએફએચ ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ વધુ વિતરણ વિના ડિ-ફોક્સ ઉત્પાદનો પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે. કુલ અસ્કયામતોની ટકાવારી સ્વરૂપે આ પોર્ટફોલિયોનું વિતરણ નાણાકીય વર્ષ 2015-16 અને 2016-17ના બીજા ક્વાર્ટર વચ્ચે 11 ટકાથી ઘટીને 6 ટકા થયું હતું. એલટીએફએચ વેચાણ મારફતે મહત્તમ મૂલ્ય મેળવવાના વિકલ્પો ચકાસે છે.
કુલ અસ્કયામતો (રૂ. કરોડમાં) Q2FY16 Q2FY17 વાર્ષિક ધોરણે (%) ગ્રામીણ ધિરાણ 7,897 9,223 17% હાઉસિંગ ધિરાણ 7,529 11,381 51% હોલસેલ ધિરાણ 30,467 36,478 20% કેન્દ્રિત વ્યવસાયો 45,892 57,081 24% ધ્યાન ન હોય તેવા વ્યવસાયો 5,519 3,817 (31%) કુલ 51,411 60,898 18%
(રૂ. કરોડમાં) Q2FY16 Q2FY17 કુલ NPA 2,556 2,748 ચોખ્ખી NPA 2,006 1,766 કુલ NPA % 5.10% 4.70% ચોખ્ખી NPA % 4.05% 3.07% પ્રોવિઝન કવરેજ % 22% 36%
સંપત્તિ વ્યવસ્થાપન વ્યવસાયમાં સરેરાશ એસેટ અંડર સર્વિસ (એએયુએસ) 38 ટકા વધીને રૂ. 10,980 કરોડ થઈ હતી, જે સપ્ટેમ્બર, 2015માં રૂ. 7,878 કરોડ હતી અને ક્વાયન્ટ બેઝ 3,700થી વધીને 5,140 થયો હતો.
એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ વિશે:
એલએન્ડટીએફએચ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપની છે, જે પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ, એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ, એલએન્ડટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ લિમિટેડ, એલએન્ડટી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એલએન્ડટી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, ફેમિલી ક્રેડિટ લિમિટેડ અને એલએન્ડટી ફિનકોર્પ લિમિટેડ મારફતે તમામ કોર્પોરેટ, રિટેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સેક્ટર્સને વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ તેમજ મ્યચ્યુઅલ ફંડ ઉત્પાદનો અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સેવાઓ ઓફર કરે છે. તે આરબીઆઈમાં સીઆઇસી-એનડી- એસઆઈ તરીકે રજિસ્ટર્ડ છે. એલએન્ડટીએફએચની પ્રમોટર લાર્સન એન્ડ ટૂબ્રો (એલએન્ડટી) છે, જે ભારતમાં એન્જિનીયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો અને સેવાઓ, આઇટી અને નાણાકીય સેવાઓમાં કાર્યરત અગ્રણી કંપનીઓ પૈકીની એક છે.
Media Contact:
Arijit Sengupta
[email protected]
+91-9820340485
LTFH
Share this article