મુબંઈ, October 17, 2016 /PRNewswire/ --
UBM India, ભારતના અગ્રેસર એક્સિબિશનના આયોજક, નહેરૂ સેન્ટર, વર્લી, મુબંઈ ખાતે 20મી અને 21મી ઑક્ટોબર 2016ના રોજ સિવિલ ન્યુક્લિયર ઊર્જા વિભાગ માટે તેનું અગત્યનું આંતરરાષ્ટ્રીય એક્સિબિશન અને સમિટ, India Nuclear Energyની 8મી આવૃત્તિનું આયોજન કરી રહી છે. આ એક માત્ર એક્સિબિશન અને સમિટ છે જે સિવિલ ન્યુક્લિયર ઊર્જા ઉદ્યોગની વૃદ્ધિ અને વિકાસને સહાય કરવા અને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે. INEનું સહ-આયોજન DAE (Department of Atomic Energy) દ્વારા થાય છે અને તેનું સમર્થન NPCIL (Nuclear Power Corporation of India Ltd.) દ્વારા કરવામાં આવે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161014/428725LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
INE 2016ના ઉદ્દઘાટનમાં મહાનુભાવોની અને ઉદ્યોગ નેતાઓનું ભવ્ય મિલન જોવામાં આવશે. H.E. Alexandre Ziegler, ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર, H.E. Milan Hovorka, ભારતમાં ચેક એમ્બેસીના એમ્બેસેડર, H.E. Andrei Zhiltsov, મુંબઇમાં રશિયાના કોન્સલ જનરલ, Mr. Alexey Pimenov - સીઈઓ Russian State Atomic Energy Corporation (ROSATOM), South Asia, અને Mr. Vakisasai Ramany, વરિષ્ઠ ઉપપ્રમુખ - Development - New Nuclear Projects & Engineering EDF, Franceની હાજરી અન્યોની સાથે પ્રિમિયમ ઔદ્યોગિક કાર્યક્રમમાં અપેક્ષિત છે.
60થી વધુ પ્રદર્શકો સાથેનો એક્સ્પો, સિવિલ ન્યુક્લિયર ઉદ્યોગ માંથી DAE, NPCIL, Bhabha Atomic Research Centre (BARC), World Nuclear Association (WNA), ROSATOM, Atomic Energy Regulatory Board (AERB) અને અન્ય ખાનગી કંપનીઓ જેમકે Walchandnagar Industries, Kirloskar Brothers Ltd, L&T Special Steels અને Heavy Forging Pvt. Ltd.ના વરિષ્ઠ અધિકારીઓને સાથે લાવે છે. તે સિવિલ ન્યુક્લિયર ઉદ્યોગ માટે ઉદ્યોગ સપલાયર્સ તરફથી નવીનતાઓ, સિસ્ટમ ઑપ્ટિમાઇઝેશન, જાળવણી અને સ્થિતિ મોનીટરીંગ ઉપકરણો સહિત આધુનિક પ્રસ્તાવો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે.
બે દિવસીય કાર્યક્રમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ફ્રાન્સ, રશિયા, કેનેડા, કોરિયા, યુએસએ, ફિનલેન્ડ અને ભારત જેવા દેશોમાંથી પ્રદર્શકો સાથે ન્યુક્લિયર વિભાગની વિશાળ સંભાવનાઓ સુધી પહોંચવા વાતચીત કરીને નેટવર્ક બનાવવાની તક પૂરી પાડે છે.
કાર્યક્રમ બંને દિવસોએ ગહન કોન્ફરન્સિસ દ્વારા ચિન્હિત થયેલ છે. દિવસ 1ના રોજ - 'Exploring Infinity in an Atom: Vision 2032' થીમ પર ચર્ચાઓ થશે. તેમાં 'Setting the Tone: A Roundtable Discussion on Vision 2032' પર રાઉન્ડટેબલ ચર્ચા, શ્રેષ્ઠ ચર્ચા પર પ્રકાશ પાડવા અને 2032 સુધીમાં 63,000 MW મેળવવાના ભારતના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. તે દિવસે 'Spelling Out the Supply Chain: Manufacturer's Perspective', 'Recovering, Reprocessing and Recycling: The fundamental significance of Nuclear Fuel & Material in ensuring a smooth supply' અને 'Reiterating the Obvious: The Importance of Technology Transfer, Training and Skill Development' જેવા મુદ્દાઓ પર પેનલની ચર્ચા પણ થશે.
ચર્ચાઓને મહત્વની સમસ્યાઓ પર સંખ્યાબંધ ટેકનિકલ રજૂઆતો પૂરકતા આપશે. B2B સ્પીડ મિટિંગ અને Engineering Procurement and Construction (EPCs), Original Equipment Manufacturer (OEMs), સિસ્ટમ નિર્માતાઓ અને અંતિમ વપરાશકર્તાઓની શ્રેણીની અગ્રણી કંપનીઓ સાથે ઓનસાઇટ જોડાણની મિટિંગમાં પરિણમશે. દિવસ 2 પર ROSATOM દ્વારા 'Public Acceptance - Role of Professional Bodies' પર સત્ર રહેશે. આ સત્રોના મુદ્દાઓમાં 'Ecology and Safety of Atomic Energy', 'Radiation Technologies' અને 'Public Acceptance as an Integral Part of Nuclear Industry Infrastructure,'નો સમાવેશ થાય છે, તેની સાથે NPCIL દ્વારા 'e-Portal Registration' અને Micro Small & Medium Enterprises Development Institute, Government of India (MSME) દ્વારા 'State Vendor Development program' પર સત્રો પણ રહેશે.
એક્સ્પોમાં અગત્યના મહાનુભવોની હાજરી રહેશે જેમકે, Dr. RB Grover, Homi Bhabha અધ્યક્ષ સભ્ય, Atomic Energy Commission અને સમગ્ર વિશ્વમાં માંથી વિખ્યાત વકતા Mr. Kaustubh Shukla, મુખ્ય સંચાલક અધિકારી - ઔદ્યોગિક પ્રોડક્ટ્સ ડિવિઝન, M/s. Godrej & Boyce Mfg Co Ltd., Mr. Nikita Mazein વાઇસ પ્રેસિડેન્ટ, ROSATOM Overseas, Mr. Raphaël Hernandez, ઔદ્યોગિક નીતિ માટે વહીવટી સલાહકાર - New Nuclear Projects & Engineering Division, EDF France, Mr. Haïkel Ben Aoun, ડેવલપમેન્ટ મેનેજર GIIN & PROMINF, Mr. CK Asnani, સીએમડી, Uranium Corporation of India Limited (UCIL), Mr. Oussama Ashy, વ્યાપાર વિકાસ નિયામક, Western Services Corporation, Mr. Mani TT, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, Avasarala, Mr. Shah Nawaz Ahmad, વરિષ્ઠ સલાહકાર, India Middle East and South-East Asia, World Nuclear Association (WNA), London, Mr. Juha Asanti, પ્રાદેશિક વ્યવસ્થાપક, The Middle East and South East Asia., Cadmatic સહિત અને તેઓ ન્યુક્લિયર ઊર્જા સંબંધિત મહત્વની સમસ્યાઓ અને વલણો અંગે ચર્ચા કરશે.
INEની 8મી આવૃત્તિની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ કે, "ઊર્જા વિકાસ માટે ડ્રાઈવર છે અને ન્યુક્લિયર ઊર્જા ભારતની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવશ્યક છે. આ રાષ્ટ્રનું પ્રથમ સ્વાલંબન મેળવવાનું અને પછી તેની ઝડપી રિએક્ટર અને થોરિયમ બળતણ ચક્રમાં નિપુણતાને કારણે ન્યુક્લિયર ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રણી બનવાનું લક્ષ્ય છે. India Nuclear Energy 2016 લોન્ચ પેડ તૈયાર કરતી ઘણી બધી ટેકનોલોજીને સંબોધે છે કે જે પાવર સરપ્લસ જૈવિકતંત્રમાં રાષ્ટ્રનું નિશાન તાકશે. તે ભાગીદારોને ભારતની સમગ્ર સિવિલ ન્યુક્લિયર ઊર્જા સમુદાય સાથે વાતચીત કરીને નેટવર્ક બનાવવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પણ પૂરૂ પાડે છે."
"ભારત COP 21 કારારો સાથે પ્રતિબદ્ધ હોવાથી, સ્વચ્છ પરમાણુ ઊર્જા એક વધારાનો લાભ પૂરો પાડે છે, અને NSG વાટાઘાટોના સંદર્ભમાં, અપેક્ષા અને આશાવાદે આ વર્ષે વૃદ્ધિ પ્રાપ્ત કરી છે," એમ તેમણે આગળ ઉમેર્યુ.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article