નવી દિલ્હી, September 19, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા ઉત્તર ભારતનો સૌરથી મોટો જ્વેલરી ટ્રેડ શો
The Delhi Jewellery and Gem Fair (DJGF) 2016,નું આયોજન UBM India દ્વારા થઈ રહ્યુ છે, જે ફરી એકવાર ઉત્તમ જવેલર્સ, આયાત અને નિકાસ વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોને રાજધાની શહેરમાં લાવી ફરી આવી રહ્યુ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160916/408635LOGO )
(Photo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
DJGFની 5મી આવૃત્તિ, 24મી - 26મી સપ્ટેમ્બર 2016, પ્રગતિ મૈદાન, નવી દિલ્હી ખાતે ત્રણ દિવસીય મેળો હશે અને જ્વેલરી ઉદ્યોગના કેટલાંક તાજેતરના આકર્ષણો દર્શાવશે. મેળાને એસોસિએશનો અને ઉદ્યોગ દ્વારા જ્વેલરી વિભાગના અભિન્ન ભાગ તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે જેને વિખ્યાત એસોસિએશનો નો સાથ મળેલ છે, જેમના નામ Karol Bagh Jewellers' Association, Delhi Bullion & Jewellers Association, Delhi Jewellers Association, Uttarakhand State Jewellers Association, અને Maliwara Jewellers Association છે.
250થી વધુ પ્રદર્શકોની સહભાગિતા સાથે, શોનો ખરેખર જવેલર્સ માટે સૌથી મોટું જ્વેલરી અને રત્ન મેળવવાના સ્થળ તરીકે વિકાસ થયો છે. આવનાર શો માં જ્વેલરી હોલસેલરો, રિટેલરો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્ન, મોતીના સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ વેપારીઓ અને સપ્લાયર્સ અને વેપાર અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, બધા એક છતની નીચે આવી, એકબીજા સાથે જોડાય, નેકવર્ક બનાવી અને તેમના ઉદ્યોગનો વિકાસ કરશે. Gemological Institute of America (GIA) દ્વારા જ્ઞાન અંગેનો સેમિનાર પણ આ મેળાની એક હાઇલાઇટ છે.
આ વર્ષના પ્રદર્શકોની યાદીમાં અન્યોની સાથે Chain - N - Chains Jewels Ltd., Damara Gold Pvt. Ltd., Hari Krishna Exports Pvt Ltd, M/s. Bhindi Jewellers, Royal Chains Pvt. Ltd., Swarnsarita Gold & Diamonds, Unique Chains Pvt Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd, Swarnshilp Chain & Jewellers Pvt Ltd, Yamuna Diamonds, Salonki, Vimal Diamonds અને Vijay Enterprises નો સમાવેશ થાય છે. પડદો ઉઠાવનારની ભૂમિકા બજાવતા UBM Indiaએ ઉત્તર ભારતના શહેરો જેમકે લખનૌ, અંબાલા, જલંધર, ચંડીગઢ અને અમૃતસરમાં સફળ રોડ-શોની શ્રેણીઓનું આયોજન કર્યું છે.
DJGFની 5મી આવૃત્તિની જાહેરાત અને ઉત્તર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા જ્વેલરી ભવિષ્ય વિશે બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ કહ્યુ, "ભારત જેમ્સ અને જ્વેલરીના સૌથી મોટા નિકાસકાર પૈકી એક છે, અને ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એમ ગણવામાં આવે છે કારણ કે તે દેશના કુલ વિદેશી અનામતના મોટા હિસ્સાનો ફાળો આપે છે. ઉત્તર ભારત રંગીન રત્નો, ચાંદી, કુંદન, મીના, સોનું અને હીરા સહિત જ્વેલરીની જબરજસ્ત શૃખંલા માટે બજારોમાં ઝડપી વૃદ્ધિ જોવામાં આવી છે. દિલ્હીનો મેળો તમામ મહત્વપૂર્ણ તહેવાર અને લગ્ન સિઝન પહેલાં.આ ક્ષેત્રના ઉત્પાદકો અને રિટેઇલરોને મળવા, નેટવર્ક બનાવવા અને બિઝનેસ ઉભો કરવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડવા માટેના અમારા સતત પ્રયાસોનો ભાગરૂપ છે."
DJGF 2016 Retail Jewellers Guild Awardsની બીજી આવૃત્તિને પણ નિહાળશે, જે UBM India દ્વારા કરવામાં આવેલ અનન્ય પહેલ છે, જેના દ્વારા રિટેલ જ્વેલરી બિઝનેસના વ્યક્તિઓ અને સંસ્થાઓની શ્રેષ્ઠતા અને પ્રયાસો ઓળખીને સમગ્ર ભારત સ્તર પર સન્માનિત કરવામાં આવે છે.
પ્રક્રિયા સલાહકારો તરીકે Ernst & Young સાથે મળી Retail Jewellers Guild Awards એક પદ્ધતિસરની વ્યવસયિક પ્રક્રિયા મારફતે રિટેલ જ્વેલરી ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભા પસંદ કરવામાં આવે છે. આ વર્ષે વ્યાપક એવોર્ડ શ્રેણીઓની રચના રિટેલ જ્વેલરી ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે, જેમાં 'Store of the Year', 'Employer of the Year', 'Most Innovative Marketing Campaign', 'Excellence in Customer Service' અને 'Excellence in Design'નો સમાવેશ થાય છે. એવોર્ડની બીજી આવૃત્તિએ પણ નોમિનેશનમાં 100% વૃદ્ધિ જોઇ છે.
આ વર્ષે પણ, એવોર્ડ સમારોહ ઉદ્યોગ દિગ્ગજો દ્વારા ચિહ્નિત કરવામાં આવશે કે જેઓ ઉદ્યોગ પરની આંતરસૂઝ શેર કરશે, અનોખો ફેશન શો કે જે જ્વેલરીના અદભૂત પીસ અને કેટલાક અનન્ય પ્રદર્શનનું સ્ટેજ પર પ્રદર્શન કરી ઉદ્યોગની સૌથી મહાન ઉત્કૃષ્ટતા જોશે. આ સાંજ ભારતની અગ્રણી રિટેલ જ્વેલરી કંપનીઓ, Avalon Global Researchના સહકારમાં એક અનન્ય રિપોર્ટ કે જે રિટેલ જ્વેલરી ઉદ્યોગને અગ્રણી ઉત્પાદકો, ખરીદદારો, ફ્રેન્ચાઇઝ મેનેજર્સ, બેન્કર્સ અને હાઈ નેટ-વર્થ અંતિમ વપરાશકર્તાઓના મનમાં સૌથી ટોચે રાખે છે, તેની બીજી આવૃત્તિનું લોન્ચ પણ જોશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
022-61727000
UBM India
Share this article