નવી દિલ્હી, September 9, 2016 /PRNewswire/ --
UBM Indiaએ 6 સપ્ટેમ્બર, 2016ના ગ્રેટર નોઈડા ખાતે રોજ 10માં વાર્ષિક રિન્યૂએબલ એનર્જી ઈન્ડિયા એક્સ્પોની શરૂઆતના પ્રસંગે, બીજા પ્રખ્યાત Renewable Energy India (REI) Awards પ્રદાન કર્યા હતા. કાર્યક્રમના સલાહકાર Ernst and Young, સાથે મળીને આયોજિત The Renewable Energy India Awardsમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને પરફોરમન્સના વિભિન્ન પાસામાં કુશળતાને સન્માનિત કરવામાં આવી હતી. તેમાં રિન્યૂએબલ એનર્જી ડેવલપરો, મેન્યુફેક્ચર અને વ્યક્તિવિશેષને તેમની સિદ્ધી અને પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ્સે ઉદ્યોગ જગતના માંધાંતાઓને એક્સિલન્સ એન્ડ ઈનોવેશનના માપદંડ પર વૈશ્વિક પ્રેક્ષકો સામે મુક્યા છે. એવોર્ડ સમારંભની રાત્રિમાં રિન્યૂએબલ એનર્જી જગતના માંધાતા મનાતા આગેવાનો જેવા કે Energy Watch Groupના પ્રમુખ Mr Hans-Josef Fell, તેમજ ઊર્જા સલાહકારો અને પર્યાવરણ સંરક્ષણ સમિતિના સભ્યો, સરકાર અને સાહસોના નામાંકિત નિષ્ણાતોની હાજરી જોવા મળી હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160908/405555 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160908/405556 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
સંધ્યાની શરુઆત UBM Indiaના મેનેજિંગ ડાઈરેક્ટર Mr. Yogesh Mudrasના પ્રારંભિક ઉદ્બોધનથી થઈ હતી. જે બાદ Ministry of New and Renewable Energy (MNRE)ના સલાહકાર Dr. A K Tripathiએ સંબોધન કર્યુ હતું.
"Transition to the Future Grid -The Market and Technology Perspective" થીમ પર આયોજિત નિષ્ણાતોની પેનલ ચર્ચામાં ઉદ્યોગ જગતના વરીષ્ઠ માંધાતાઓ દ્વારા એક સ્માર્ટ અને ફ્લેક્સિબલ ગ્રિડ તરફ આગળ વધવાના વિભિન્ન આયામો પર ચર્ચા કરી હતી. Central Electricity Regulatory Commissionના પૂર્વ પ્રમુખ Dr. Pramod Deoની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ ચર્ચા સત્રમાં નામાંકિત નિષ્ણાતો જેવા કે Mr. K S Popli, CMD, Indian Renewable Energy Development Agency (IREDA), Dr. Bharat Bhargava, ડાઈરેક્ટર જનરલ, ONGC Energy Centre, Mr. Pankaj Batra, ચીફ એન્જીનિયર, Central Electricity Authority અને Mr. Shuvendu Bose, એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટર, Advisory Services, Ernst & Young તથા Dr. Bibek Bandyopadhyay, MNRE પૂર્વ સલાહકાર તેમજ વરિષ્ઠ સલાહકાર PACE D Technical Assistance Program સામેલ હતા.
વિભિન્ન નામાંકન શ્રેણીઓમાં સામેલ વિજેતાઓઃ
સબ કેટેગરી, 'Leading Renewable Energy (RE) Developers'માં વિજેતાઓમાં આ સામેલ છેઃ Acme Cleantech Solutions, જેણે સોલર ક્ષેત્રે અગ્રણી ડેવલપરનો એવોર્ડ જિત્યો હતો. Mytrah Energy India Private Limited પવન ઊર્જા ક્ષેત્રે અગ્રણી ડેવલપરનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે Kalpataru Power Transmission Ltdની Biomass award ક્ષેત્રે અગ્રણી ડેવલપર એવોર્ડ માટે પંસદગી કરવામાં આવી હતી.
'EPC' શ્રેણીમાં Tata Power Solar Systems Ltd એવોર્ડ જીત્યો હતો. 'Leading Manufacturer' શ્રેણીમાં Emmvee Photovoltaic Power Private Limited સોલાર ઊર્જા ક્ષેત્રે Leading Manufacturersનો એવોર્ડ જીત્યો હતો જ્યારે Suzlon Energy Ltdને પવન ઊર્જા ક્ષેત્રે અગ્રણી RE Manufacturersનો એવોર્ડ મળ્યો હતો અને Punjab Renewable Energy Systems Private Limitedને Biomass ક્ષેત્રે Leading RE Manufacturersનો એવોર્ડ પ્રદાન કરાયો હતો. ઓડિશા રાજ્યને 'State Load Despatch Centre' શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. Panasonic India Private Limitedને ફાળે 'Leading Renewable Energy Storage Solution Provider'નો એવોર્ડ ગયો હતો. જ્યારે Schneider Electric India Private Limitedને 'Leading RE Technology/Product Innovation' એવોર્ડ મળ્યો હતો.
પ્રતિષ્ઠિત જ્યૂરી શ્રેણીમાં વિજેતાઓમાં સામેલ છેઃ Dr Pramod Deo, પૂર્વ પ્રમુખ, Central Electricity Regulatory Commission જેમને ઊર્જા ક્ષેત્રે તેમના મહાનત્તમ પ્રદાન ઊર્જા ક્ષેત્રે લાંબા સમય સુધી સેવા કરવા દરમિયાન ઊર્જા સુધારા લાવવા માટે 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરાયા હતા. પાવર, કોલ અને રિન્યૂએબલ એનર્જી એન્ડ માઈન્સનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેન્દ્રીય પ્રધાન Shri Piyush Goyalને આ પ્રસંગે દેશમાં ઊર્જા અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે મોટા પરિવર્તનો આણવા તેમજ દેશભરમાં રિન્યૂએબલ એનર્જી ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરવા માટે 'Transformative Leadership Award'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સાથે જ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓને તેમની નાણાકિય અને ઓપરેશનલ અક્ષમતાઓથી બહાર કાઢવા માટે શરૂ કરાયેલી Ujwal DISCOM Assurance Yojana (UDAY) માટે પણ જવાબદાર છે.
Shri Upendra Tripathy, Ministry of New & Renewable Energy (MNRE), Government of India ના સચિવ અને IAS અધિકારીને આ ક્ષેત્રે તેમણે ઉઠાવેલા પગલા અને પરંપરાગત શાસનના સ્વરૂપને બદલવાના પ્રયાસ કરવા બદલ તેમજ વધુ ખુલ્લી અને જવાબદારીપૂર્ણ અને પ્રતિભાવક ડિલીવરી સિસ્ટમ તરફ આગળ વધવાના પ્રયાસ બદલ 'Renewable Energy Crusader of the Year' એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
Mr. Tulsi Tantiને પવન ઉર્જા અને આરઈ ક્ષેત્રે તેમના અગ્રજ અને પ્રેરક પ્રદાન બદલ 'Industry Man of the Year' એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે Mr. Rana Kapoor, CEO, YES BANK, Renewable Energy Funding award જીત્યો હતો. આ ક્ષેત્ર માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં તેમણે ભરેલા પગલામાં ગ્રીન ફાઈનાન્સિંગને ઈજન આપવા માટે IREDA સાથે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કરવા સામેલ છે. Yes Bank ન્યૂયોર્કમાં 2014માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર હવામાન શિખર બેઠકમાં દર વર્ષે 500 મેગાવોટ સ્વચ્છ ઊર્જાને ભંડોળ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને તે વર્ષે તેણે 1,100 મેગાવોટ ના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરૂ પાડીને લક્ષ્ય પર ટોચે રહી હતી. સાથે જ Yes Bank 'RE-INVEST 2015' દરમિયાન 5 વર્ષમાં 5000 મેગાવોટ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ભંડોળ ઉપલબ્ધ કરાવવાની ભારત સરકાર સમક્ષ પોતાની 'Green Energy Commitment' આપી હતી. IREDA ને 'Best funding Agency of the year' એવોર્ડથી સન્માનિત કરાઈ હતી જ્યારે TERIને 'Renewable Energy Think-tank' તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. 'Special Recognition' એવોર્ડ Paschim Groupના ખાતે 'Leading RE Developers in Hydro' માટે ગયો હતો. જ્યારે Britannia Industries Limitedને 'Leading RE Investor' એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જ્યૂરીની પ્રતિષ્ઠિત પેનલમાં રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગના કેટલાક મોટા અને શ્રેષ્ઠ નામો સામેલ હતા. જેમાં Mr. Ajit Gupta MNREના પૂર્વ સલાહકાર, Mr. K S Popli, CMD, IREDA; Dr. Bibek Bandyopadhyay, MNREના પૂર્વ સલાહકાર તેમજ PACE D Technical Assistance Programના સીનિયર સલાહકાર, Ms. Rajasree Ray, MNREના ઈકોનોમિક સલાહકાર, Dr. S N Srinivas, UNDPના પ્રોગ્રામ વિશ્લેષક; Mr. Pankaj Batra, Central Electricity Authorityના ચીફ એન્જીનિયર અને Mr. Shirish Garud, The Energy and Resources Institute (TERI)ના સીનિયર ફેલો સામેલ હતા.
UBM India વિશેઃ
UBM India એ ભારતની અગ્રણી એક્ઝિબિશન આયોજક કંપની છે જે ઉદ્યોગ જગતને એવો મંચ પૂરો પાડે છે જે પોર્ટફોલિયો એક્ઝિબિશન, કન્ટેન્ટ આધારિત કોન્ફરન્સિસ અને સેમિનારો મારફત વિશ્વભરના વેચાણકર્તાઓ અને ખરીદદાતાઓને સાથે લાવે છે. UBM India દર વર્ષે મોટા પાયે 25 એક્ઝિબિશન્સ અને 40 કોન્ફરન્સિસનું આયોજન કરે છે. અને તેમ કરીને વિભિન્ન ઉદ્યોગ- વેપારને સુલભ બનાવે છે. UBM Asia કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરૂ અને ચેન્નાઈમાં ઓફિસો આવેલી છે. UBM Asia, એશિયામાં એક્ઝિબિશન આયોજન કરનારી અગ્રણી કંપની છે અને સાથે જ તે ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોમર્શિયલ ઓર્ગેનાઈઝર કંપની છે. વધુ વિગતો માટે, મહેરબાની કરીને ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article