નવી દિલ્હી, August 30, 2016 /PRNewswire/ --
- ROG Masters APAC માટેનો માર્ગ, સૌથી મોટા DOTA 2 અને CS: GO માંથી એક ટુર્નામેન્ટસ શરૂ
- કુલ ઇનામ રાશિ $200,000, ભારતીય ટીમ નોંધણી માટે લાઈવ જાઓ
ગેમિંગ ઉદ્યોગની કૂચને આગળ લઈ જઈ, ASUSએ એશિયા-પેસેફિક પ્રદેશમાં ROG Mastersના લોન્ચની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ ભારત અને એશિયામાં દરેક ગેમરને સમગ્ર વિશ્વના ગેમિંગ સમુદાયને તેમની ઉભરતી પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. ROG Masters વાર્ષિક સંપત્તિ છે જેનું આયોજન ASUS દર વર્ષે કરે છે અને તેનો હેતુ આવનારા ત્રણ વર્ષોમાં એશિયા-પેસેફિક પ્રદેશમાં ટોચની અને શક્તિમાન ટુર્નામેન્ટ બનાવવાનો છે. ROG Masters APACમાં પાંચ પ્રદેશોનો સમાવેશ થાય છે તેઓ ઓશનિયા (OCE) (ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ), પૂર્વ એશિયા (EA) (જાપાન, તાઇવાન, કોરિયા, હોંગકોંગ અને મકાઉ) દક્ષિણપૂર્વ એશિયા (SEA) (ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, મલેશિયા, સિંગાપુર, ફિલિપાઇન્સ, મ્યાનમાર, કંબોડિયા) ચીન (CN) અને છેલ્લે બાકીનું એશિયા (ROA) (ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રિલંકા, માલદીવ).
(Photo: http://photos.prnewswire.com/prnh/20160829/10153278 )
USD $200000ની કુલ ઈનામ રાશિ સાથે, ટુર્નામેન્ટમાં બે પ્રાદેશિક ઓનલાઇન 'ભારત ક્વોલિફાયર' હશે કે જે સુનિશ્ચિત કરશે કે માત્ર ટોચની ટીમો નહિ, પરંતુ નવી આવનારી ટીમોને પણ શ્રેષ્ઠ સામે સ્પર્ધા કરવાની અને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. 'ROG Masters India Qualifiers 1' માટેનું ટીમ રજીસ્ટ્રેશન પહેલેથી ચાલુ થઈ ગયુ છે અને 'ભારત ક્વોલિફાયર-1' અને 'ભારત ક્વોલિફાયર-2'ના વિજેતાઓને ROG Masters ROA (બાકીનું એશિયા)ના બીજા તબક્કામાં (એકલ એલિમિનેશન)માં સીધે સીધા દાખલ થવાની તક મળે છે. ગ્રાન્ડ ફિનાલે - એક ઑફલાઇન કાર્યક્રમ - ક્વાલા લંપુર, મલેશિયા ખાતે 12મી અને 13મી નવેમ્બરના રોજ રાખવામાં આવશે.
Mr. Peter Chang, પ્રાદેશિક વડા, દક્ષિણ એશિયા અને કન્ટ્રી મેનેજર, System Business Group, ASUS Indiaએ કહ્યુ, "ભારત ગેમિંગ પ્રતિભાથી સંપૂર્ણ છે અને આવા પ્લેટફોર્મ સાથે, દરેક ગેમર આંતરરાષ્ટ્રીય મેદાનમાં મોટું નામ બનાવવા માટે એક તક ધરાવે છે. અમારી પાસે બે ભારત ક્વોલિફાયર છે જે સુનિશ્ચિત કરે છે કે માત્ર એક ટોચની વ્યવસાયિક ટીમ નહિ પરંતુ ઉભરતી પ્રતિભાશાળી ટીમોને પણ શ્રેષ્ઠ ટીમની સામે સ્પર્ધા કરવાની તક મળે છે. આ રીતે, એક ટીમને ટૂર્નામેન્ટમાં આગળ જવા માટે કુલ ત્રણ તકો મળે છે. વધુમાં અમને વિશ્વાસ છે કે ROG Masters આવનારા ત્રણ વર્ષોમાં એશિયામાં ટોચના ગેમિંગ કાર્યક્રમોમાંથી એક હશે કે જે ભારતીય PC ગેમિંગ ઈન્ડસ્ટ્રીને બુસ્ટ કરશે અને તેને આગામી સ્તર પર લઈ જશે."
ROG Masters ઈન્ડિયા ક્વોલિફાયર ટીમને, વધુમાં વધુ ત્રણ મહત્તમ તકો APAC ROG Masters ટુર્નામેન્ટમાં ક્વોલિફાઈ થાઅ માટે આપે છે. 'ભારત ક્વોલિફાયર 1' સપ્ટેમ્બર 10, 2016થી શરૂ થાય છે જેના માટેના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. 'ભારત ક્વોલિફાયર 2' 18મી થી 24મી સપ્ટેમ્બર, 2016 માટે નવી ટીમ અને જે ટીમો ક્વોલિફાયર 1માં ક્વોલિફાઈ નથી થઈ શકી તેમને માટે અનુસૂચિત કરવામાં આવેલ છે. વધુમાં APAC ROG Masters પ્લેટફોર્મ હજુ ટીમ માટે બીજી તક ક્વોલિફાઈ થઈ અને APAC ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે આપે છે. કુલ 8 ટીમો (4 DOTA અને 4 CS:GO) ભારત ક્વોલિફાયર 1માં અને ભારત ક્વોલિફાયર 2માં વિજેતા હશે કે જેઓ ભારત LAN ફાઈનલ્સમાં Blitz Gaming Zone, બેંગ્લોર ખાતે રમશે. આખરી 4 વિજેતા ટીમ સીધેસીધા ભારતનું APAC ટૂર્નામેન્ટ માટે ROA ક્વોલિફાયર્સના બીજા તબક્કામાં પ્રતિનિધિત્વ કરશે.
ROG Masters ભારત ક્વોલિફાયર 1 માટેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયુ છે અને ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર 10, 2016થી શરૂ થશે.
વધુ માહિતી માટે http://drag2death.com/rogmastersindia પર લોગ ઓન કરો.
ASUS વિશે:
ASUS દુનિયાભરમાં ટોચના ત્રીજા ગ્રાહક નોટબુક વિક્રેતા અને દુનિયાના શ્રેષ્ઠ વિક્રેતા, સૌથી વધુ એવોર્ડ વિજેતા, મધરબોર્ડના નિર્માતા છે. નવા ડિજિટલ યુગમાં એક અગ્રણી સંગઠન, ASUS ઉત્પાદો કે જે સંપૂર્ણપણે આજના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતો પૂરી કરે તેમની ડિઝાઈન અને નિર્માણ વ્યાપક પોર્ટફોલિયો સાથે કરે છે કે જેમાં મધરબોર્ડ, ગ્રાફિક્સ કાર્ડ, ઓપ્ટિકલ ડ્રાઈવ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પીસી, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુસન્શ, નેટવર્કીંગ ઉપકરણો, ટેબ્લેટ અને સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. નવીનતાથી પ્રેરિત અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ, ASUS 2013માં 4,256 અવોર્ડ જીત્યુ છે અને તેના Eee PC™ સાથે તેને PC ઉદ્યોગમાં વ્યાપકરૂપે ક્રાંતિ લાવવાનો શ્રેય જાય છે. ASUSમાં 3,800 ઇજનેરોની R&D ટીમ સાથે વિશ્વભરમાં 12,500થી વધુ કર્મચારીઓ ધરાવે છે. 2013 માટે કંપનીની આવક લગભગ $14 billion યુએસ ડોલર હતી.
ASUSએ કમ્પ્યુટર ઉદ્યોગ કેટેગરીમાં હાલમાં Fortune World's Most Admired Companies 2015માં 6મા ક્રમાંક મેળવ્યો છે. ઝડપી વિસ્તરણ કંપનીના અમુક વ્યક્તિગત લક્ષણો જેમકે 'નવીનતા' અને 'લોકોનું સંચાલન' તેને હજુ ઉંચા 5મા ક્રમાંક પર લાવે છે.
ASUS Global Press Room: http://press.asus.com
ASUS India Facebook: https://www.facebook.com/AsusIndia
ASUS India Twitter: https://twitter.com/asusindia
મીડીયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt Ltd
Share this article