નવી દિલ્હી, August 26, 2016 /PRNewswire/ --
- એક ઉચ્ચ નોંધ પર તેની પ્રથમ આવૃત્તિનું તારણ કાઢે છે
- MoUD અને SBM દ્વારા ટેકો અપાયેલ કચરો અને સ્વચ્છતા ઉદ્યોગ માટેનું ભારતનું સૌથી વ્યાપક પ્લેટફોર્મ
WasTe and SaniTech India 2016, UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજકો દ્વારા લેવાયેલ પહેલનું સમાપન 19મી ઓગસ્ટના દિવસે પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતું. ત્રણ- દિવસીય વેપાર બજાર (17-19 ઓગસ્ટ)નું ઉદ્દઘાટન Shri. P.K. Gupta, IAS, મ્યુનિસિપલ કમિશનર, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, Shri. V.K. Madhavan, ચીફ એક્ઝિક્યુટિવ Water Aid India અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India દ્વારા ઉદ્યોગના અન્ય મહાનુભવો સાથે કરવામાં આવ્યુ હતું.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ત્રણ દિવસોના સમયગાળામાં, આ એક્સ્પો ભારતના કચરાના સંચાલકો, રિસાયક્લિંગ અને સ્વચ્છતા સમુદાયને એક છતની નીચે તેમની ઉત્પાદો, ટેકનોલોજીઓ અને નવીનતાઓ અત્યંત પ્રભાવશાળી બિઝનેસ સમુદાય આગળ લાવવા માટે સાથે લાવ્યુ છે. તે ઉદ્યોગ માટે ઉદ્યોગના વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિ વિશે ભેગા મળી ચર્ચા કરવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ હતું અને તેણે તેમના વ્યપારમાં વિપુલમાત્રામાં વિકસવામાં ઉંડાણમાં ઉકેલો પૂરા પાડ્યા છે.
Ministry of Urban Development ( MoUD ), Swachh Bharat Mission (SBM) અને Central Pollution Control Board (CPCB) દ્વારા અધિકારયુક્ત WasTe And SaniTech India 2016ને Metal Recycling Association of India (MRAI), Indian Pollution Control Association (IPCA), Indian Bio Gas (IBA) Association, All India Plastics Industries Association (AIPIA) દ્વારા ટેકો મળેલ હતો, જેના NGO ભાગીદાર Sulabh International and Toxic Link, સેનિટેશન પાર્ટનર - WaterAid અને નોલેજ પાર્ટનર - The Energy and Resource Institute (TERI) અને એસોસિયેટ પાર્ટનર - 3S India હતાં.
ઉત્પાદકો અને ટેકનોલોજી પ્રદાન કરતી કંપનીઓને સાથે લાવી, એક્સ્પોમાં રાજયો જેમકે આંધ્રપ્રદેશ અને મહારષ્ટ્ર, મહાનગરપાલિકો જેમકે Swachh Andhra Corporation, Municipal Corporation Delhi- East (MCD) અને કંપનીઓ જેમકે MRT Systems, Dhara Groups, Bharti Hygiene, Frontier Polymer, Rashtriya Furnace સહિતના મહત્વના પ્રદર્શકો અન્યોની સાથે હતાં. આ એક્સ્પો આ ક્ષેત્રમાં નવી શરૂ થયેલ કંપનીઓ માટે તેમની નવીનતઓ પ્રદર્શિત કરવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ પણ હતું.
એક્સ્પોની હાઇલાઇટ્સમાં બે દિવસીય પાવર પેક ઔદ્યોગિક કેન્દ્રિત કોન્ફોરન્સિસ અને ટેકનિકલ સેમિનારોનો સમાવેશ થતો હતો કે જેમાં ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતાં પડકરો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ઉકેલોની માંગણી કરવામાં આવી હતી. ટેકનિકલ સેમિનારોના મુદ્દાઓમાં મ્યુનિસિપલ ઘન કચરાનું સંચાલન, હાનિકારક કચરાનું સંચાલન, પ્લાસ્ટિક કચરાનું સંચાલન, ઈ-વેસ્ટ (ઈલેક્ટ્રોનિક કચરા)નું સંચાલન, બાયો મેડિકલ કચરાનું સંચાલન અને બાંધકામ અને કાટમાળ કચરાનું સંચાલનનો સમાવેશ થાય છે.
આ એકસ્પોમાં UBM Indiaના સહયોગથી અનુક્રમે The Energy and Resource Institute (TERI) અને WaterAid દ્વારા 'Solid Waste to Resource' અને 'Urban Sanitation in India' પરના બે ઔદ્યોગિક રિપોર્ટનું લોન્ચ પણ કરવામાં આવ્યુ હતું.
WasTe and SaniTech Indiaની પ્રથમ આવૃત્તિના સફળતાપૂર્વકન સમાપન પર બોલતાં, Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર UBM India એ કહ્યુ,"આજના ભારતીય ભૂમિ - ચિત્રમાં, પ્રચંડ મ્યુનિસિપલ, જોખમી, ઈ કચરો અને બાયો મેડિકલ કચરાની પેઢી વચ્ચે કચરા અને ગટર વ્યવસ્થાના ઝડપી વર્ધનની આવશ્યકતા છે. માત્ર 40 ટકા ભારતીયોને સુધારેલ ગટર વ્યવસ્થા અને સ્વચ્છ પાણીની પહોંચ છે, ભારતમાં કચરો અને ગટર સેવાઓ નોંધપાત્ર આરોગ્ય ખર્ચ માટે નજીવું અગ્રણી રહ્યુ છે. UBM Indiaનું WasTe and SaniTech India લોન્ચ કરવા માટેનો ઉદ્દેશ્ય આ તથ્યો અને આવશ્યક નવા અને વ્યહવારુ ઉકેલોને પ્રકાશિત કરવાનો અને નવીનીકરણ અને ટેકનોલોજીને આધારે આપણા માનનીય પ્રધાનમંત્રીના દ્રષ્ટ્રિકોણ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મુખ્ય કાર્યક્રમ, સ્વચ્છ ભારત અભિયાન સાથે મેળ કરવાનો છે. અમે શહેરી વિકાસ મંત્રાલય, અને સ્વચ્છ ભારત મીશનનો અમારા પ્રયત્નમાં તેમનો સ્વૈચ્છિક સહકાર બતાવવા માટે આભાર માનીએ છીએ."
ઉદ્યોગ WasTe and SaniTech India 2016ની કાર્યદક્ષતાને ઔદ્યોગિક પ્લેટફોર્મ તરીકે માન્યતા આપે છે અને UBM Indiaના વાર્ષિક એક્સ્પોના ઉદ્દેશ્યોને વાગોળે છે.
મહાનુભવો
- Mr. Naresh Kumar, IAS, ચેરમેન, New Delhi Municipal Council
"WasTe and SaniTech India એક એવું પ્લેટફોર્મ છે કે જયાં કચરા અને સ્વચ્છતા સંચાલાન ક્ષેત્રમાં બધા ભાગીદારો આવી શ્રેષ્ઠ વ્યવહાર અને ટેકનોલોજીને શેર કરી શકે છે."
- Shri. Praveen Prakash, IAS, સંયુક્ત સચિવ - શહેરી વિકાસ મંત્રાલય
"હું આ એક્સિબિશનથી ખૂબ ખૂશ છું. આવા પ્લેટફોર્મ દ્વારા જ શહેરના તેમજ રાજય સ્તરના નિતી ઘડવૈયાઓ ભારતીય સ્વચ્છતા અને કચરા વિભાગમાં અદ્યતન ટેકનોલોજીઓ સાથેની નવી કંપનીઓના સંસર્ગમાં આવે છે."
પ્રદર્શક
- Mr. Ajit Tiwari, ક્વોલિટી ઈનચાર્જ - IL&FS Environment
"UBM Indiaનું કચરો અને સ્વચ્છતા ઉદ્યોગ માટેનું પ્લેટફોર્મની આ સમયે તાત્કાલિક જરૂરિયાત હતી. આજદિન સુધી, કચરાનો ઉપયોગ શહેરી સીમાથી દૂરના વિસ્તારમાં ખાડાઓ ભરવામાં થતો હતો. પરંતુ આ પ્રદર્શન કંપનીઓને જાગૃત કરે છે જે કચરાનો સંસાધનો તારવવા માટે એક કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે."
- Mr. Vipin Jolly, Representing MRT, Sweden - ARG Infratech Pvt. Ltd.
"આ કચરાના રિસાયક્લિંગમાં અદ્યતન ટેકનોલોજી દર્શાવવા માટે ખૂબ ઉપયોગી પ્લેટફોર્મ છે અને ખાનગી અને સરકારી કંપનીઓને ભેગી કરવાથી નિશ્ચિતપણે નવી તકો ઉભી થશે."
- Ms. Sushmita Sinha, BODA, CDD Society
"આ પ્રદર્શન અને કોન્ફોરન્સ ઘણી રસપ્રદ છે કારણ કે તે સ્વચ્છતાના પડકારો માટે સેવા અને ટેકનોલોજી પૂરી પાડતા લોકો માટેનું પ્લેટફોર્મ છે. તે એક સારો અનુભવ છે અને આપણે ઉદ્યોગમાં નવી વ્યાપારિક તકો તેમજ નવી ટેકનોલોજીઓ વિશે જાણકારી મેળવીએ છીએ."
- Mr. Claes Ryden, એક્સિક્યુટીબ ડિરેક્ટર - MRT System- Sweden
"અમે પારો સમાવતા કચરાના રિસાયક્લિંગ માટેના ઉપકરણો માટેના ઉત્પાદનકર્તા છીએ અને અમે WasTe and SaniTech ખાતે ભારતમાં અમારી બ્રાન્ડ પ્રસ્તાવિત કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ એક સાથે સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ સાથે જોડાવવા માટે અતિ મહત્વનું છે."
- Mr. Piyush Mohapatra, વરિષ્ઠ કાર્યક્રમ સંકલનકાર, Toxic link
"આ UBM India દ્વારા કરવામાં આવેલ ખૂબ સારી પહેલ છે કારણ કે કચરો અને સ્વચ્છતાના વિવિધ પાસાંઓ પર ચર્ચાઓ આજના સમયની જરૂરિયાત છે. આ પ્લેટફોર્મ વ્યપારિક તકો માટેનું નવું પ્રવેશ દ્વાર છે કારણકે કચરો હવે કચરો રહ્યો નથી, એ એક નવું સંસાધન છે."
- Ms. Chetana, આસિસટન્ટ વીપી, Marketing & Communications - Namo E-Waste Pvt. Ltd.
"આ એક્સ્પો ખરેખર સારો છે અને મને વ્યક્તિગતરીતે વિવિધ ટેકનોલોજી કચરાના ઉકેલો માટેના પ્રદર્શકો ગમે છે. આવા પ્લેટફોર્મ NGO, સરકાર તેમજ ખાનગી કંપનીઓને સહયોગ અને નવી તકો બનાવવા મદદ કરે છે."
- Puneet Srivastava, મેનેજર પોલિસી - WATERAID INDIA
"આપણને વધુને વધુ આવા કાર્યક્રમોની આવશ્યકતા છે, કે જે ચઢિયાતી, લોક- કેન્દ્રિત ટેકનોલોજી પ્રદર્શિત કરે છે. તે ભાગીદારોને સાથે આવી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશનના અમલીકરણમાં પડકારોણી ચર્ચા કરે છે. આ પ્રકારના એસ્પો આ ક્ષેત્રોમાં અગત્યના પડકારો માટે ઉકેલો શોધવાની માંગ પણ કરે છે."
- Mr. Shrikrant, માર્કેટિંગ મેનેજર, Hind Pharma
" Hind Pharma પાણી શુદ્ધિકરણ ટેબ્લેટ (પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારો અને જયાં સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં ઉપયોગ થાય છે), જંતુનાશકો, સ્થાનિક દવાઓ, જેલ અને ક્રિમ, સ્વાસ્થ્ય સંભાળ અને આરોગ્ય ઉત્પાદનો, પાવડર અને જનીનીક દવાઓના ઉત્પાદનમાં કાર્ય કરે છે. અમે WasTe and SaniTech India ખાતે અમારી ઉત્પાદોની રજૂઆત કરવા સહભાગી થયા છે અને સારી સંખ્યામાં વેપારની પૂછપરછો મેળવી છે. એક્સ્પો સાથેનો અમારો અનુભવ ઉત્કૃષ્ટ હતો અને ભવિષ્યમાં ફરી તેની સાથે સંકળાવવામાં અમને ખૂશી થશે."
- Mr. Hari Prasad Chaturvedi (રિલેશનશીપ મેનેજર), Aruna Green Ventures Pvt. Ltd.
"UBM અમારા ઉત્પાદો રજૂ કરવા માટેનું ખૂબ સારૂ પ્લેટફોર્મ છે. અમને લાગે છે કે આ પગલું ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણું સરસ હતું કે જે તેમાં સહભાગ લેવાનું ખરેખર મૂલ્યવાન બનાવે છે. અમે UBM India સાથે નવી વ્યપારિક તકો માટે ભવિષ્યના સહકારની શોધમાં છીએ."
- Mr. Jacob Paulose, પ્રોજેક્ટ એન્જીનિયર, Center for Urban and Regional Excellence
"WasTe and SaniTech India ઘણા બધા વિવિધ પાસાંઓ જેમકે ઘન કચરાનો નિકાલ, સ્વચ્છતા અને પાણી વિધટકની શોધ કરે છે. અહીં અમે જે મોડેલ દર્શાવેલ છે વિકેન્દ્રીકરણ કચરો સારવાર પદ્ધતિ છે અને અમને તેને માટે પૂછપરછો પણ મળેલ છે. અમારા સ્ટોલ પર મૂલાકાતીઓ ઘણા હતાં અને અમે એક્સ્પોમાં ભાગલેવાથી ખૂશ છીએ."
- Ms. Harshita Jadav, જનરલ મેનેજર, 3S Sara Plast
"3S India પોર્ટેબલ શૌચાલયો, ઘરમાંના શૌચાલયો અને જાહેર શૌચાલયો માટે ભાડે તેમજ વેચાણ મોડેલો બનાવે છે. અમે શૌચાલયોના નિર્માણથી લઈને, તેમની સ્વચ્છતા અને સર્વિસ, કચરાનો સંગ્રહ અને નિકાલ અને કચરાની સારવાર માટેના એક છેડેથી બીજા છેડા સૂધીના ઉકેલો પૂરા પાડીએ છીએ. અને જૈવ વિકધકો, CSR સાથેના ગ્રામીણ ઘરોમાં જૈવ- શૌચાલયો સાથે પણ કામ કરીએ છીએ. WasTe and SaniTech India વિશે બોલતાં જણાવે છે કે અમને લાગે છે કે આ સરકારી અધિકારીઓ અને સત્તાવાળાઓ સાથે જોડાવા અને અમે શું કરીએ છીએ તે રજૂ કરવા અને વધુ વ્યપાર મેળવવા માટેનું એક મહાન પ્લેટફોર્મ છે."
- Mr. Kartik Dubey, માર્કેટિંગ અને રિસર્ચ એનાલિસ્ટ - Technology Transfer, Teri
"Teri ટકાઉ વિકાસ કામમા 40 વર્ષોથી કામ કરતી સંસ્થા છે, તેથી અમે પાણી સ્વચ્છતા ક્ષેત્રમાં અને સરકારી સંસ્થાઓનો સંપર્ક અને ટકાઉ વિકાસ માટે સંબંધિત કંઇપણ કામ કરી રહ્યા છે. તે ખૂબ સરસ પ્લેટફોર્મ છે કારણકે અમારા સ્ટોલ પર ઘણા મૂલાકાતીઓ હતાં. અમે નિશ્ચિતપ્ણે આ પ્રસંગમાં ભાગ લેવા માટે આતુર છીએ."
- Mr. Manoj Kumar, વૈજ્ઞાનિક, Sulabh International
"ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આ કાર્યક્રમાં ભાગ લીધેલ છે. આથી આ નેટવર્ક માટેની સારી તકો અને નવી ટેકનોલોજીનો સાક્ષાત્કાર કરાવે છે. વ્યપારના દ્રષ્ટિકોણથી WasTe and SaniTechIndia ખૂબ સારૂ પ્લેટફોર્મ છે કારણ કે સ્વચ્છતા ક્ષેત્રના લોકો અને તેમને મળી વિચારોની આપ લે કરવી એ ખૂબ સારો અનુભવ હતો. અમારી NGO સ્વચ્છતા અવકાશમાં છે અને અમે હંમેશા નવી ટેકનોલોજી અને વિચારોનું અન્વેષણ કરવા માટે આતુર છે. UBM Indiaએ ખરેખર એક સારા કામ કર્યું છે અને અમે સંસ્થાના આવનારા કર્યક્રમોમાં ભાગ લેવાની રાહ જોઇએ છીએ."
વક્તા
- Dr. P K Jha, ચેરમેન, Foundation of Environment & Sanitation
"UBM India ઉદ્યોગ ખેલાડીઓને સાથે આવવા માટે અને એકબીજા સાથે વાતચીત ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આવા પ્રદર્શનો ખરેખર એકછત નીચે નવી તકો ઉભી કરવા અને એકબીજા સાથે વિચારોની આપ-લે કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે."
મુલાકાતી
- Mr. Kabir Bilankar, Execon Social, Mumbai
"WasTe and SaniTech India 2016ની મુલાકાત એક મહાન અનુભવ રહ્યો છે અને ભારત માટે આવા પ્રદર્શનો અને કોન્ફોરન્સ હોવી ખૂબ અગત્યની છે કારણ કે આપણને આવા સંપર્કોની જરૂરિયાત છે અને UBM India આવા બિંદુઓને જોડીને ખૂબજ સરસ કામ કરી રહી છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article