મુબંઈ, August 22, 2016 /PRNewswire/ --
પશ્ચિમ ભારત માટે UBM India નો પ્રવાસ અને પર્યટન વેપાર મહોત્સવ
UBM India, દક્ષિણ એશિયાનો સૌથી અગ્રણી પર્યટન ઉત્સવ, SATTEના આયોજકોએ, SATTE Mumbai Westની 5મી આવૃત્તિનું આજે આયોજન કર્યુ હતું. આ બેદિવસીય પ્રદર્શન (19મી - 20મી ઓગસ્ટ 2016)નું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન Mr. Sudhir Patil, President, Maharashtra Tour Organisers' Association; Mr. Mukesh Bhatia, Regional Director (WR), Air India; Mr. Erdel S Ergen, Consul General, Turkey; Ms. Bineshwaree Napaul, Consul General, Mauritius; Ms. Swati Kale, GM, Maharashtra Tourism Development Corporation (MTDC); Mr Michael Duck, Executive Vice President, UBM Asia અને Mr. Yogesh Mudras, Managing Director, UBM India બોમ્બે કન્વેક્શન એન્ડ એક્સિબિશન સેન્ટર ખાતે ભેગા મળી કર્યુ હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160819/399579 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160819/399580 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160812/397699LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના પ્રવાસ- વેપાર સમુદાયને પ્રાથમિક સેવાઓ પૂરી પાડતો આ વેપાર શો વેપાર શોની વિશેષતામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ, DMCs, ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર્સ, એરલાઇન્સ, OTAs, હોટલો, રિસોર્ટ અને IT કંપનીઓ રહેશે. આમાં Turkish Culture & Tourism Office, MTDC, Nepal Tourism Board, Madhya Pradesh State Tourism Development Ltd., Svatma, Ezeego One Travel and Tours Limited, North Tours LLC, The Ultimate Travelling Camp, Satguru Travels And Tourism Pvt. Ltd., Italian Government Tourism Board અને VFS Globalનો અન્ય નામાંકિત પ્રદર્શકોની સાથે સમાવેશ થાય છે. સહભાગીઓ સંભવિત વ્યાપાર સહભાગીઓ સાથે સંલગ્ન થવાનો અને આ મંચના માધ્યમથી આ ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
વ્યક્તિગત અને મહત્વકાંક્ષી પ્રવાસ સંસાધનની માંગ ઉચી હોવાથી, ઉદ્યોગમાંથી સંખ્યાબંધ વિશિષ્ટ ઉત્પાદનો અને સેવા પ્રદાતાઓ પણ તેમની હાજરી આ શોમાં આપશે. SATTE Mumbai West કુશળતા પૂર્વક Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators (ADTOI), Maharashtra Tour Organisers' Association (MTOA) અને SKAL International દ્વારા સમર્થિત છે.
બે દિવસીય કાર્યક્રમ પ્રથમ દિવસ 1ના રોજ બે જબરજસ્ત સેમિનાર દ્વારા શરૂ થયો છે જયાં ઉદ્યોગના વિચારશીલ નેતાઓ ભેગા થઈ સંભાવના, તકો, યાત્રા, પ્રવાસન અને આતિથ્યના ઉદ્યોગ પડકારો અને વલણો પર પશ્ચિમ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી તેમના અભિપ્રાયો જણાવશે. કોન્ફરન્સના વિષયમાં 'Promoting Destinations through Cinema Tourism'નો સમાવેશ થાય છે જયાં રાષ્ટ્રીય ટુરિસ્ટ ઓફિસ અને ભારતીય રાજયો કેવી રીતે આગળ સિનેમાને સ્થળોનો પ્રચાર કરી ગ્રાહકોની સંખ્યા વધારવા માટે ઉપયોગ કરી શકે તેને અનુલક્ષીને ચર્ચા કરશે અને 'Bridging the gap between Tour Operators & Hoteliers'. પાછળથી ટુર ઓપરેટરો અને હોટલવાળા વચ્ચે ઉન્નત સહકાર મગત્વપૂર્ણ અગત્યતા વિશે જાણશે, જે આગળ સમગ્ર પર્યટક પર્યાવરણને લાભકર્તા રહેશે.
SATTE Mumbai Westની 5મી આવૃત્તિની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM Indiaએ કહ્યુ કે, "વર્ષો સુધી, SATTE Mumbai Westએ પ્રદર્શકોના સહકાર, મુલાકાતીઓની સંખ્યાના દ્રષ્ટિકોણથી દર વર્ષે વૃદ્ધિ કરી છે. તે આ વર્ષે પણ પ્રવાસ વેપાર સમુદાય પાસેથી ઉત્સાહિત પ્રતિભાવ મેળવે છે. પ્રવાસ અને આનંદપ્રમોદ એક ગતિશીલ ઉદ્યોગ છે, અને તેનાથી અન્ય વિભાગોની અર્થવ્યવસ્થા પણ પ્રોત્સાહિત થવાની સંભાવના છે. જે સતત ટેકનોલોજીના આગમનથી રૂપાંતરિત થઈ રહ્યો છે. આ એક્સ્પો સમુદાયને વેપાર માટેની તેમની સમજને વધારવા, તેમની મર્યાદા ધકેલવા અને શહેરનો અને પ્રદેશનો પર્યટન સંભાવનાને પહોંચી વળવા માટે એક અવકાશ પૂરો પાડે છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article