હૈદ્રાબાદ, ભારત, August 16, 2016 /PRNewswire/ --
PharmaLyticaની ત્રીજી આવૃત્તિનું આયોજન UBM Indiaએ, Hitex Exhibition Centre ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ વર્ષે, PharmaLyticaમાં ફાર્મા ઉદ્યોગમાંથી પ્રદર્શકો અને મુલાકાતીઓએ જંગી પ્રમાણમાં હાજરી આપી હતી.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ભારતની સૌથી વ્યાપક વિશ્લેષણાત્મક અને કોન્ટ્રેક્ટ સેવા પ્રસંગ તરીકે, PharmaLytica 2016, આધુનિક ઉદ્યોગમાં વિશ્લેષણાત્મક, બાયોટેકનોલોજી, પ્રયોગશાળા, ફાર્મા મશીનરી અને આઉટસોર્સિંગ સર્વિસ વિભાગમાં તાજેતરના ઉદ્યોગ વલણો, નવીનતાઓ અને વ્યપાર સંચાલિત કરવા ફાર્માસ્યુટિકલ્સ સમુદાયને એક છતની નીચે લાવે છે.
નવીનતા ગેલેરી શોની અગત્યની ઘટના છે. કંપનીઓ જેમકે Biopharmax India Pvt. Ltd., Galaxy Sivtek Pvt. Ltd., Gandhi Automations Pvt. Ltd., Scientific Research Instruments Company Private Limited, POLMON INSTRUMENTS PVT. LTD., S. K. Pharma Machinery Pvt. Ltd., Landsky Engineers Pvt. Ltd. અને Orbit Technologies Pvt. Ltd.એ ગેલેરી ભાગ તરીકે તેમની નવીન ઉત્પાદન પ્રસ્તાવોનું પ્રદર્શન કરેલ છે. આ અત્યાધુનિક પ્રસ્તાવોની જૂરીની નામાંકિત પેનલ તેમજ મૂલાકાતી સહભાગીઓ દ્વારા લોકપ્રિય વિકલ્પ મત બંને દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ છે. પસંદગી કરાયેલ કંપનીઓને કાર્યક્રમના ભાગ તરીકે UBM India દ્વારા સુવિધા આપવામાં આવી હતી.
The Jury's Choice Award Polmon Instruments Pvt Ltdને નવીન MP98 Automated Melting Point Apparatusની લોન્ચ માટે આપવામાં આવેલ છે. MP98 વિશિષ્ટરીતે ડિઝાઈન કરવામાં આવેલ ઉપકરણ છે જે આપોઆપ ગલનબિંદુ અને એકસાથે ત્રણ ટેસ્ટ નમૂનાઓની ગલન શ્રેણી ઓળખે છે. બધા ગલનબિંદુઓ ડિસ્પ્લે કરવા માટે રંગીન ટચ સ્ક્રીનના લાભ સાથે, ઉપકરણ સ્વતંત્રરીતે બાહ્ય PC અથવા કીબોર્ડની આવશ્યકતા વગર ઓપરેટ થઈ શકે છે.
The Visitor's Choice Award Biopharmax Group Ltdએ Biopharmax: The Next Generation of Pharmaceutical Pre-treatment Water Systems પ્રસ્તાવિત કરવા માટે મેળવ્યો છે. પૂર્વ સારવાર પ્રક્રિયા મૈત્રીપૂર્ણ પર્યાવરણ, સ્વચ્છ, વિશ્વસનીય અને અસરકારક રાસાયણિક મુક્ત અને કઠિનતા ઘટાડેલ પાણી RO પૂરવઠો પૂરો પાડવાનું સુનિશ્ચિત કરે છે, કોઇપણ વધારાની સારવારની આવશ્યતા વગર.
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર,UBM Indiaએ કહ્યુ, "મને ખૂશી છે કે PharmaLytica 2016એ ભારત અને વૈશ્વિક બજારમાંથી આટલો બધઓ સહભાગ મેળવ્યો છે. હું નવીનીકરણના વિજેતાઓને શુભેચ્છા પણ પાઠવવા માંગુ છું. UBM India ખાતે, અમે ઉત્પાદનોમાં નવીનતા પ્રોત્સાહિત કરવા અને અમારા પ્રદર્શકોના ફ્રેમવર્કમાં વિચારોની આપલે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આવનારા વર્ષોમાં આ પ્રતિષ્ઠિત મંચને આગળના સ્તરે લઈ જવા પ્રયાસો કરી રહ્યા છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article