નવી દિલ્લી, July 29, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા પર્સનલ કેરની સામગ્રી, મશીન અને પેકેજીંગ ઉદ્યોગમાં સેવા બજાવનાર ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યપારિક પ્રસંગ
UBM India, ભારતના અગ્રણી એકઝિબિશન આયોજકે, Personal Care India Expo (PCIE)ની 2જી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ભારતનો પર્સનલ કેર, કૉસ્મેટિક અને ગૃહ સંભાળ સામગ્રીઓ, મશીનો અને પેકેજીંગ ઉદ્યોગમાં સેવા આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યપારિક પ્રસંગ છે. આ પ્રસંગ્ર 22મી- 24મી ઓગષ્ટ, 2016ના રોજ પ્રગતિ મેદાન, નવી દિલ્લી ખાતે રાખવામાં આવશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160728/10151497 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
એક્સ્પોને Fragrances & Flavours Association of India (FAFAI), The Indian Home & Personal Care Industry Association (IHPCIA), અને Essential Oil Association of India (EOAI)ના સહયોગથી ઉદ્યોગ દ્વારા વિશાળ રીતે આવકારવામાં આવ્યો છે.
ત્રણ દિવસીય PCIE પર્સનલ કેર ક્ષેત્રમાં સામગ્રીઓ, પેકેજીંગ અને મશિનરી માટે સૌથી વ્યાપક B2B એક્સ્પો છે. તે પર્સનલ કેર ઉદ્યોગ માટે ભારતના ગતિશીલ અને ઝડપથી વધી રહેલ બજારમાં બિઝનેસને વિકસાવવા અને વધારવા માટેનું એક આદર્શ પ્લેટફોર્મ છે. ક્ષેત્રીય પ્રદર્શનમાં મુખ્યત્વે કોસ્મેટિક સામગ્રીઓ, કાચો માલ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ અને મશીનરી, આયુર્વેદ અને ન્યુટ્રાસ્યુટીકલ સામગ્રીઓનો સમાવેશ થશે.
એક્સ્પોમાં CLAIMS, નૈદાનિક સંશોધન સંગઠનના સહયોગથી નિયમન, વૈશ્વિક બજારમાં વલણો, કોસ્મેસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ધારાધોરણ,સન કેર ઉત્પાદનોની તૈયારી, વગેરે પર પાવર પેક કોન્ફરન્સ કરવામાં આવશે. અન્ય પ્રકાશિત ઘટનાઓમાં 'Beauty Zone', એક્સ્પોમાં નવી સુવિધા કે જે પ્રસાધનો અને ટોયલેટરીઝ, કુદરતી સ્વાસ્થ્ય, પેકેજિંગ અને OEMની અંતિમ ઉત્પાદનોને સમર્પિત ઝોન સાથેનો વિશિષ્ટ B2B વિભાગ હશે. એક્સ્પોમાં નવીન ઉત્પાદન શૉકેસ અને ખરીદદાર અને વેચાણકારોની મિટીંગ પણ થશે.
Personal Care India Expoની 2જી આવૃત્તિની જાહેરાત કરતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "ભારતીય પર્સનલ કેર સામગ્રી ઉદ્યોગે છેલ્લાં થોડા વર્ષોમાં ઝડપી પ્રગતિ કરી છે, જેમ જેમ વધુ ને વધુ વિશિષ્ટ ઘટકોનો પર્સનલ કેર ઉત્પાદનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુકૂળ વસતી વિષયક પરિબળો અને વધતી જતી સુંદરતાની સભાનતા પર્સનલ કેર ઉત્પાદોની અને ખાસ કરીને સક્રિય ઘટકો માટે ભવિષ્યની માંગ સૂચવે છે. વધુમાં, નવીનીકરણ સાથે ચાલી રહેલ બજારની માંગ કુદરતી ઘટકો માટેની માંગ પ્રદર્શિત કરે છે, કારણકે ગ્રાહકો તેઓ જે ઉત્પાદ ખરીદી રહ્યા છે તેના ઘટકોની ખરીદી વિશે વધુ સાવચેત બન્યા છે, જે ઉત્પાદન ઉત્પાદકોની જરૂરિયાતો વધારે છે. બજારની આ તેજી વચ્ચે, Personal Care India Expoની UBM Indiaની 2જી આવૃત્તિ પર્સનલ કેર સામગ્રીઓ, મશિનરી અને પેકેજીંગ ઉદ્યોગના ભારતીય અને વૈશ્વિક ખરીદદારો અને વેચાણકારોને મળવા, નેટવર્કિંગ કરવા, ગ્રાહકોની જરૂરિયાત સમજવા અને તેમનો બિઝનેસ વધારવા માટે ઔદ્યોગિક પ્લેટફોર્મ પુરૂ પાડે છે."
એક્સ્પોના અમુક મુખ્ય પ્રદર્શનકર્તાઓમાં Suru Chemicals & Pharmaceuticals Pvt. Ltd., Arjun Bees Wax Industries, N V Organics, Rakesh Sandal Industries, Markem-Imaje India Pvt. Ltd.,Vivimed Labs Ltd., Shahnaz Ayurvedics, Kumar Organic Products Limited, National Plastics અને Acron Plast Pvt. Ltd. અને અન્યોનો સમાવેશ થાય છે. આ શૉમાં ચીન અને તાઈવાન જેવા દેશોના પેવેલિયનો હશે અને નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન, તાઈવાન અને પાકિસ્તાન જેવાં દેશોના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ જોશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article