નવી દિલ્લી, July 29, 2016 /PRNewswire/ --
- ખોરાક અને આરોગ્ય સામગ્રીઓ, પ્રક્રિયા અને પેકેજિંગ ઉદ્યોગ માટે ભારતીય ઉપખંડમાં સૌથી વિશાળ B2B શૉ.
- દિલ્લીમાં સૌથી પહેલો શૉ; ભારતમાં Fi India & Hiની 11મી આવૃત્તિ
- 200થી વધુ ભારતીય અને વૈશ્વિક પ્રદર્શકો
- 12 સહભાગી થનાર દેશો
- પ્રતિવર્ષ મુબંઈ અને નવી દિલ્લીમાં વારાફરતી થશે
- Fiનું સૌપ્રથમ પ્રી-કનેક્ટ કોંગ્રેસ
- આરોગ્ય અને પોષણ, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ પર ટેકનિકલ સેમિનારો અને બેકરીના વર્કશોપ
UBM India, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજકે, Food ingredients India & Health ingredients (Fi India & Hi)ની 11મી આવૃત્તિની જાહેરાત કરી છે. પશ્ચિમ ભારતમાં 2006થી સફળતાપૂર્વક સેવા આપી, Fi Indiaની 2016ની આવૃત્તિ નવી દિલ્લીમાં 22મી -24મી ઑગષ્ટ 2016 સુધી પ્રગતિ મેદાન ખાતે રાખવામાં આવશે. એક્સ્પો હવે વાર્ષિક ભારતના બે અનન્ય આશાસ્પદ ખોરાક હબ, એટલે કે મુંબઈ અને દિલ્લીમાં વારાફરતી થશે. દિલ્લીમાં Fi India & Hiની 2016ની આવૃત્તિ ઉત્તર ભારતમાં વધી રહેલ ખાદ્ય ઉત્પાદન કેન્દ્રોનો લાભ લેવા ઔદ્યોગિક ખેલાડીઓને તક આપશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160728/10151487)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
11 વર્ષના ઔદ્યોગિક અનુભવ દ્વારા સંચાલિત Fi India ખાતે ફરી એકવખત આરોગ્ય સામગ્રીઓ, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજીંગ પર સ્થળ પર 3 દિવસીય મફત સેમિનારો હશે. સેમિનારો વિવિધ ભારતીય સંગઠનોના સહયોગથી આયોજીત કરવામાં આવશે અને તે ટેકનિકલ વિકાસ અને બજારના વલણો બંનેને આવરી લેશે. દિવસ 1 પર આરોગ્ય અને પોષણ પર ટેકનિકલ સત્રો રાખવામાં આવશે જે Health Foods & Dietary Supplements Association (HADSA) દ્વારા સંચાલિત કરવામાં આવશે. HADSA સૌપ્રથમ વખત, Fi India પરિષદમાં ઓમેગા 3 આધારિત ઉત્પાદન તાલીમ આપશે. દિવસ 2 પર All India Food Processors' Association (AIFPA) દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેમિનાર હશે. દિવસ 3 પર ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગમાં નવીનીકરણ, નવા અને ઊભરતાં વલણો પર સત્ર રાખવામાં આવશે.
પાવર પેક સેમિનારો ઉપરાંત, એક્સ્પોમાં ફૂડ ટેકનોલોજી - પ્રોસેસિંગ એન્ડ પેકેજીંગ કંપનીઓ માટે સમર્પિત એક્સ્પો ફૂડટેક પેવેલિયન, CCCHMPIE દ્વારા ચીન પેવેલિયન અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે AIFA પેવેલિયન પણ હશે.
સતત ત્રીજા વર્ષે, Fi India & Hi, Assocom Institute of Bakery Technology & Management (AIBTM), બેકિંગ ટેકનોલોજી માટે વ્યાપક શિક્ષણ, તાલીમ અને સંશોધન કેન્દ્ર અને સાથી શાખાઓના સહયોગમાં બે દિવસીય મફત બેકરી વર્કશોપ 'All about Doughnuts' પણ રાખશે. વર્કશોપમાં સેમિનાર અને ડેમોન્સ્ટ્રેશન બંને હશે જેમાં ખાદ્ય સુરક્ષા, ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તા નિયંત્રણ, સુશોભન મહત્વ, ડોનટ્સનું સંચાલન અને પેકેજિંગ જેવાં મુદ્દાઓનો સમાવેશ થશે અને નાસ્તા માટે ડોનટ્સ પર પ્રદર્શન રાખવામાં આવશે. ત્રીજા દિવસે જીવંત સ્પર્ધા દ્વારા બેકરો વચ્ચે કૌશલ્યોને પ્રોત્સાહન અને સુવિધા પૂરી પાડવા બેકરી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવશે. એકસ્પોમાં નવીન ઉત્પાદોનું શૉકેસ પણ રાખવામાં આવશે જે પ્રદર્શકો ઉદ્યોગ નવીનતામાં જે રીતે અગ્રણી છે તેમને અને નવીન સામગ્રી ચેમ્પિયનશિપને પ્રકાશિત કરશે.
એક્સ્પોમાં એક પુરોગામી તરીકે UBM India અને Fi India સૌપ્રથમ Fi Pre-Connect Congress, ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગોનો અવકાશ, સલામતી અને નિયમનકારી પાસાઓના પડકારો, નવી ટેકનોલોજી પર અત્યાધુનિક આંતરસૂઝ, નવીન બિઝનેસ માર્કેટિંગ વ્યૂહરચના અને અન્ય ટ્રેડિંગ વિષયો પર ચર્ચા વિચારણા કરવા માટેના પ્લેટફોર્મનું ઉદ્દઘાટન કરશે. Fi Pre-Connect Congressનો હેતુ ઉદ્યોગના તજજ્ઞોને એક છતની નીચે લાવી, બુદ્ધિશાળીઓના વિચારો ભેગા કરી ભારતીય ખાણી-પીણી ઉદ્યોગમાં સૌથી વધુ દબાણવાળી સમસ્યાઓનો બંધ-બારણે, સમાયોજીત અને જ્ઞાન આધારિત સ્વરૂપમાં ઉકેલો શોધવા માટેનો છે. બંધ બારણાની ચર્ચાઓમાં ખાણી-પીણી અને સામગ્રી વિભાગમાં ગુણવત્તા, સુરક્ષા, નિયમન, સપ્લાય ચેઇન, કામગીરી અને રિટેલ પાસાઓમાં શ્રેષ્ઠ અભ્યાસ વ્યૂહરચના અમલ કરવાનો સમાવેશ થાય છે.
Fi India & Hi 2016ની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India જણાવે છે કે, "ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગનો ઉત્તર ભારતમાં વધુને વધુ વિકાસ જોવા મળે છે તેની સાથે સાથે પંજાબ, હરિયાણા, નવી દિલ્લી, જમ્મુ અને કશ્મીર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજયો માટે ઉચ્ચ પ્રાથમિકતા વાળુ ક્ષેત્ર હોવાથી, આ વર્ષે અમે આ બજારોને સમાવી લેવા એક્સ્પોને નવી દિલ્લીમાં ખસેડ્યો છે. Fi India & Hi સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓના મિશ્રણ સાથે એક છતની નીચે વ્યપારની શોધ અને વિકાસ કરવા માટેનો ત્રણ દિવસીય મેળાવળો, ખરેખર એક આંતરરાષ્ટ્રીય શૉ છે."
"એક્સ્પોના પુરોગામી તરીકે, આ વર્ષે પણ 20મી ઓગષ્ટના રોજ Fi Pre-Connect Congress નું લોન્ચ કરવામાં આવશે, જેમાં ઇન્ટરેક્ટિવ ઉદ્યોગ પેનલ ચર્ચા અને વિખ્યાત ઉદ્યોગ નિષ્ણાતોની મહત્વની નોંધોનો સમાવેશ થશે. Pre-Connect congressમાં સારી રીતે તૈયાર કરવામાં આવેલ સત્રો હશે જે ભારતીય ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગોના અવકાશો, સલામતી અને નિયમન પાસાઓમાં સામનો કરવા પડે તેવા પડકારો, નવીનતા અને ટેકનોલોજી, બિઝનેસ માર્કેટિંગ વ્યૂહરચના અને અન્ય ટ્રેડિંગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે," એમ તેમણે ઉમેર્યુ.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article