નવી દિલ્હી, July 25, 2016 /PRNewswire/ --
UBM Index Trade Fairs દ્વારા 100 પ્રખ્યાત ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સની એક સભા
UBM Index Trade Fairs, મુખ્ય શૉ મેળાઓના સંચાલકો, ઇન્ડેક્ષ, તેની India Kitchen and Bath show 2016 2જી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યુ (22-24 જૂલાઈ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે). શૉ નું ઉદ્દઘાટન વિખ્યાત ઉદ્યોગ ડિઝાઇનર્સ અને મહાનુભાવો, Mr. Pratap Jadhav, IIID - All India President; Ar. Radhika Viswanathan, અધ્યક્ષ, IIID - Delhi Chapter; Ar. Tanuja B K, તત્કાલિક ભૂતપૂર્વ અધ્યક્ષ, IIID - Delhi chapter; Ar. Meena Mani, Mani Chowla Architects; Mr. Nitin Nagrale, સ્થાપક અને મહાસચિવ - HPMF; Ar. Habeeb Khan, Smita & Habeeb Khan Architects; Mr. L.A Khan, મેનેજિંગ ડિરેક્ટર - UBM Index Trade Fairs અને Mrs. Sylvia Khan, ડિરેક્ટર - UBM Index Trade Fairs દ્વારા કરવામાં આવ્યુ હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160722/10151118-a)
(Photo: http://photos.prnewswire.com/prnh/20160722/10151118-b)
(Logo: http://photos.prnewswire.com/prnh/20160708/10150087)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
Institute of Indian Interior Designers (IIID), All India Hardware Association, Hospitality Purchasing Managers Forum, Indian Council of Ceramic Tiles and Sanitaryware દ્વારા આધારભૂત, India Design Council (IDC) દ્વારા સમર્થિત, અને નોલેજ પાર્ટનર National Institute of Design; ત્રણ દિવસીય શૉ કિચન અને બાથના સાધનો, OEM સફેદ માલ, એક્સેસરીઝ, કિચન અને બાથના ફર્નિચર અને ફિટીંગ્સ, આર્કિટેક્ટ્સવાળા લાઇટિંગના ઉત્પાદનો, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ, બિલ્ડરો, પ્રોજેક્ટ મેનેજરો, કન્સલ્ટન્ટ, સમગ્ર આતિથ્ય માટેના પ્રોક્યોરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ અને સરકાર જેવા વિભાગોમાંથી ખરીદદારો અને વેપારીઓને બધાને એક સાથે લાવે છે. વિખ્યાત કંપનીઓ જેમકે Hafele, Geberit, Godrej Interio, Century Ply, Kkolar, Labacha, Saniflo, Hardwyn, Blum, Liebherr, Nagold, Glint Faucets, Lifetime, Brassage, Ecostone, JB Glass, Slimline, Karcher, Wadbros, Aquarium Bath, Sanituf, Mahalaxmi Lumbers, Supreme Solar, Venus અને Surajwood અન્યોની સાથે, તેમના ઉત્પાદનો અને પ્રસ્તાવોની રજૂઆત કરી હતી.
શૉની હાઈલાઈટમાં Aura Art દ્વારા રજૂ કરાયેલ શિલ્પાકૃતિ ઝોન, કે જે કલાકારો દ્વારા નિર્મિત શિલ્પ પ્રદર્શન કરે છે, જેમકે (શિલ્પકારો) Suresh Kumar, Asurvedh, Pradeep Jogdand, Pardeep Kumar અને (ચિત્રકારો) Tejinder Kanda, Veguri Ravindra Babu, Vikash Kalra અને Madan Lal. તેમાં KUDOSનો પણ સમાવેશ થાય છે, કે જે ભારતના ટોચના 15 પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સના પ્રેરણાત્મક કામના સમ્માનમાં લોકપ્રિય પ્રદર્શન છે. મેળામાં જ્ઞાન ચર્ચાઓ, સેમિનારો પણ છે અને The India Design Council દ્વારા ઉદ્યોગના ઉભરતા આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સની નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે 'India Design Mark' પર પ્રસ્તુતીકરણ પણ કરવામાં આવશે.
આ પ્રસંગની હાઈલાઈટોમાંથી એક 'Design Yatra' છે, Institute of Indian Interior Designers (IIID) દ્વારા જનસમુહમાં ફેલાવો કરવા માટેની સમગ્ર ભારતમાં પહેલ. Design Yatra ચાર નેનો કારનો કાફલો છે કે જેનું National convention of IIID, ઇન્દોર ખાતે ફેબ્રુઆરી 2016માં ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. કાફલો કે જે તેની યાત્રા IKB 2016થી શરૂ કરી, IIIDના પ્રાદેશિક પ્રકરણો અને કેન્દ્રોનો સમાવેશ કરતાં લગભગ 30 જેટલા શહેરોમાં પ્રચાર કરશે કે જે થીમ 'Design for the Masses' (જનસમુહ માટે ડિઝાઈન)ને સંબંધિત સંખ્યાબંધ પ્રસંગોનું આયોજન કરશે. પ્રસંગનો બીજો દિવસ Ar. Tony Joseph અને IIID, દિલ્હી દ્વારા 'A Treat in Retreat' પર ઇન્ટરેક્ટિવ જ્ઞાન પરિસંવાદ દર્શાવનારો અને 'Design Yatra' સમાપન સમારોહનો રહેશે, જેમાં 80થી વધુ વિખ્યાત આર્કિટેક્ટ હાજરી આપે તેવી શક્યતા છે.
India Kitchen and Bath Showની 2જી આવૃત્તિ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India જણાવ્યુ કે, "છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં વૈભવી બજાર 25 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધી રહ્યુ છે. પરિબળો જેવાં કે ઉચ્ચ જીવનધોરણો, ખર્ચપાત્ર આવકમાં વધારો અને રૂપવર્ધક ઘરો પર વધતો જતો ખર્ચ સાથે, ભારત હવે પરીક્ષણની ભૂમિ નથી રહિ પણ પ્રિમિયમ બ્રાન્ડ્સ માટે નફાકારક બજાર છે. ગ્રાહકો ધીમે ધીમે ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે ખર્ચ કરવા તૈયાર છે. મોડ્યુલર કિચન અને સેનિટરીવેર બજારોએ ઉપયોગિતાથી વૈભવ તરફ બદલાવ જોયો છે અને તેમાં આગળ વધુ વિકાસની આશા છે. UBM Index Trade Fairs ભારતમાં આ વિકસી રહેલ બજારનો લાભ ઉઠાવવા અને વધુ આગળ સંભવિત ઉપયોગ માટે મદદ કરશે."
"ઉત્તરી પ્રદેશમાં અગ્રણી વેપારો પ્રસંગોમાંથી હોવાથ શૉ, ઉલ્લેખનીય સમુદાય માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડશે. તે આ પ્રદેશમાં ઉભરતા બજારને બજારમાં પ્રવેશ અને વ્યપારની તકો પ્રસ્તાવિત કરશે સાથે સાથે ઉદ્યોગની પૂરવઠા શ્રુખંલા ચક્રનું મજબૂતીકરણ પણ કરશે," એમ તેમણે ઉમેર્યુ.
Mr. L.A. Khan, Managing Director, UBM Index Trade Fairs એ વધુ વિગતવાર માહિતી આપતા જણાવ્યુ કે, "મોડ્યુલર કિચન અને સેનીટરી વેરની માંગ ખાસકરીને બ્રાન્ડેડ ગુણવતાવાળી ઉત્પાદનો માટે વધી રહી છે. જીવનશૈલીમાં બદલાવ અને ખરીદારી શક્તિમાં વધારાએ આવી સુપર પ્રીમિયમ ઉત્પાદોની માંગમાં પરિણમ્યુ છે. India Kitchen and Bath છેલ્લા 28 વર્ષોથી અમે સેવા બજાવીએ છીએ એ ઉલ્લેખનીય ઉદ્યોગોના વિશિષ્ટ વિભાગમાં અમારી તકનું વિસ્તરણ છે. તે એક પ્લેટફોર્મ છે કે જે ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડોને તેમની ઉત્પાદો, ટેકનોલોજી અને નવીનીકરણો ઉદ્યોગોને રજૂ કરવા અવકાશ આપશે અને ખરીદદારોને તેમનો વ્યપાર વિકસાવવા માટે ગુણવત્તાવાળી બ્રાન્ડ સાથે મળવા અને વાતચીત કરવામાં મદદ કરશે."
UBM India મુંબઈમાં વાર્ષિક UBM Indexનું યજમાન કરે છે, જે ભારતનો સૌથી મોટો ઈન્ટિરિયર, આર્કિટેક્ચર અને ડિઝાઈન પ્રસંગ, કે જે ચીન, તુર્કી, યુકે અને સ્પેન જેવા દેશના પેવેલિયન સાથે 25,000થી વધુ મુલાકાતીઓ અને 300થી વધુ પ્રદર્શકોની યજમાની કરે છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
022-61727000
UBM India
Share this article