નવી દિલ્હી, July 22, 2016 /PRNewswire/ --
- વૈશ્વિક રોકાણો અને ટેકનોલોજીકલ સિદ્ધિઓની 10મી એડિશન યોજાશે
- REI: (7-9 સપ્ટેમ્બર) UBM India દ્વારા દક્ષિણ એશિયાનો અગ્રણી રિન્યૂએબલ એનર્જી ટ્રેડ એક્ષ્પો; 40 સહભાગી દેશો, 650થી વધારે પ્રદર્શકો, 1000 + પ્રતિનિધિઓ અને આશરે 25,000 મુલાકાતીઓને આકર્ષવાનો અંદાજ
- ત્રણ દિવસીય પાવર પેક કોન્ફરન્સ -
'રિન્યૂએબલ્સ: સર્જિંગ અહેડ': (7-9 સપ્ટેમ્બર) કોન્ફરન્સમાં નવીનતા, પડકારો અને ભવિષ્યના માર્ગ પર ચર્ચા થશે
- રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એવોર્ડની બીજી એડિશન: (6 સપ્ટેમ્બર)માં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉદ્યોગમાં નવીનતા અને ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવામાં આવશે
ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક UBM India તેની મુખ્ય ઇવેન્ટ Renewable Energy India Expo (REI)ની 10મી એડિશન 7 થી 9 સપ્ટેમ્બર, 2016 ઇન્ડિયા એક્ષ્પો સેન્ટર, ગ્રેટર નોઇડામાં યોજશે. REI એક વૈશ્વિક મંચ છે, જેમાં આંતરરાષ્ટ્રીય અને ભારતનો ગ્રીન ઇકોનોમી સમુદાય ઉદ્યોગના પ્રવાહો, પડકારો અને બજારની જરૂરિયાતો પર ચર્ચા કરવા એકત્ર થશે, જેમાં ભારતીય નિયમનકારી માળખું સામેલ છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ આંતરિક પ્રદર્શન અને કોન્ફરન્સ પ્લેટફોર્મ મારફતે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોની ઉપયોગિતાને મુખ્ય પ્રવાહમાં લાવવાની, પ્રોડક્ટ લોંચ પ્રદર્શિત કરવાનો, નવીનતા રજૂ કરવાનો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160721/10151009 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
એક્ષ્પોની 10મી વર્ષગાંઠ REI 2016માં ભારત, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા, કોરિયા, તાઇવાન, ચીન, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, કેનેડા, મલેશિયા, નેધરલેન્ડ્સ, ઇઝરાયેલ, જર્મની, સ્પેન, સિંગાપોર, બેલ્જિયમ જેવા દેશોની સહભાગીતા જોવા મળશે તથા તેને ભારત સરકારના Ministry of New and Renewable Energy (MNRE), Indian Renewable Energy Development Agency Ltd (IREDA), Solar Energy Corporation of India Limited (SECI), National Institute of Wind Energy (NIWE) અને International collaboration through Indo German Energy Forum (IGEF) અને Bloomberg New Energy Finance(BNEF)નો ટેકો પ્રાપ્ત છે.
પ્રદર્શન ઉદ્યોગના વૈશ્વિક સંગઠન UFI દ્વારા પ્રમાણિત, આ એક્ષ્પોમાં મહત્ત્વપૂર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં ભારત સરકારના Ministry of New and Renewable Energyના સચિવ Shri. Upendra Tripathi; SECIના મેનેજિંગ ડિરેક્ટર Shri Ashvini Kumar; IREDAના CMD Shri K.S. Popli; World Bankના લીડ એનર્જી સ્પેશ્યાલિસ્ટ Mr. Simon Stolp; Rajasthan Electronics and Instruments Limitedના CMD Mr. AK Jain; Bloomberg New Energy Financeના એશિયા હેડ Mr. Justin Wu; કેનેડાના Minister of Natural Resourcesના પ્રધાન આદરણીય Mr. James Gordon Carr અને જાપાનની NEDOના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Mr. Munehiko Tsuchiya વગેરે સામેલ છે.
ઉત્પાદકો, EPC અને સર્વિસ પ્રોવાઇડર્સને એકમંચ પર લાવતો એક્ષ્પોમાં 650 પ્રદર્શકો ભાગ લેશે, જેમાં Lerri Solar, Adani, Skypower, Trina Solar, Tata Power, JA Solar, KRYFS, Suzlon, Solargise, Waaree, Vikram Solar, L&T, Rays Power, Canadian Solar, Sova Power, Azure Power, Delta Power, Fronius, SMA India, Huawei, Bosch, ABB India, Moser Baer, Talesun Power, Mahindra Susten, GCL, Senvion, Gamesa India, Inox Wind, DHHI, Renesola વગેરે સામેલ છે. આ શોમાં જાપાન, કેનેડા, ઇટાલી, તાઇવાન અને ચીનમાંથી કન્ટ્રી પેવેલિયન હશે.
એક્ષ્પોની મુખ્ય બાબતોમાં પાવર પેક ત્રણ દિવસીય કોન્ફરન્સ સામેલ છે, જેની થીમ 'રિન્યૂએબલ્સઃ સર્જિંગ અહેડ' હશે. આ કન્ટેન્ટથી સભર સત્રો MNRE, Bloomberg New Energy Finance, IBA, IGEF, Bridge to India, Solar Thermal Federation of India, Council on Energy Environment and Water (CEEW), Mercom અને NIWEમાં સામેલ થશે. આ સત્રો વિવિધ મુખ્ય મુદ્દાઓને આવરી લેશે, જેમ કે ભારતમાં પુનુઃપ્રાપ્ય ઊર્જાનો વપરાશ વધારવા 'માર્કેટ લેન્ડસ્કેપઃ ટેકિંગ સ્કોપ ઓફ ઇન્ડિયાસ RE ગોલ્સ; માઇલસ્ટોન્સ એચિવ; એન્ડ ચેલેન્જીસ અહેડ', 'ટિપિંગ પોઇન્ટઃ ધ રાઇઝિંગ ટ્રેન્ડ ઓફ કોમ્પિટિટિવ બિડિંગ', 'વિન્ડઃ પોલિસી રોડમેપ ફોર ધ 60 ગીગાવોટ ટાર્ગેટ; હાવ ફાર વી હેવ રિચ; વ્હોટ આર ધ સ્પેસિફિક ચેલેન્જીસ ઓફ ધ સેક્ટર; ફાઇનાન્સિંગ ચેલેન્જીસ ફોર ધ ઓફશોર એન્ડ પોલિસી ઇન્સેન્ટિવ્સ', 'લૂકિંગ બેયન્ડ ઇન્સ્ટોલેશનઃ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ટૂવર્ડ્સ સસ્ટેનેબિલિટી ઓફ લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ', 'ઓન ટોપ ઓફ ધ રુફઃ એસેસિંગ ધ 40 ગીગાવોટ ઓફ રુફટોપ ટાર્ગેટ ઇન રિસ્પેક્ટ ટૂ રેસિડેન્શિયલ સોલર' અને 'રાઇડિંગ ધ મેનુફેક્ચરિંગ હાઇઃ હાઉ મચ હાઉ ફાર હાઉ લોંગ મેક ઇન ઇન્ડિયા.' દુનિયાના પ્રસિદ્ધ ઉદ્યોગ નિષ્ણાતો સામેલ છે, જેમ કે World Bankના ઊર્જાના અગ્રણી નિષ્ણાત Mr. Simon Stolp, Tata Power DDLના CMD Mr. Praveer Sinha, SECIના કોન્ટ્રાક્ટ હેડ Sanjay Sharma, YES BANKના કોર્પોરેટ ફાઇનાન્સના સીનિયર પ્રેસિડન્ટ Sanjay Mandavkar, Hero Future Energiesના MD Sunil Jain, Vikram Solarના MD અને CEO Mr. Gyanesh Chaudhary, અમેરિકાની GTAT technologiesના પ્રેસિડન્ટ અને CEO David Keck, Central Electricity Authorityના ચીફ એન્જિનીયર Pankaj Batra, ઓસ્ટ્રિયાની Alternative Energy Solutions GmbH ટેકનિકલ ડિરેક્ટર Gerhard Mütter, M+W Groupના ટેકનોલોજી મેનેજર Dr. Klaus Eberhardt, ઓસ્ટ્રિયાની Gantner Instruments Groupના એનર્જી સેગમેન્ટ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના હેડ Juergen Sutterlueti જેવા ઉદ્યોગના દિગ્ગજો પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત મુખ્ય મુદ્દાઓ અને સંબંધિત પ્રવાહો પર ચર્ચા કરશે.
અન્ય બાબતોમાં ટેક ટોક માટે વર્લ્ડ ઓફ ઇન્નોવેશન એરેના અને પ્રોડક્ટ લોંચ, એકથી વધારે કાર્યશાળાઓ, CEO કોન્ક્લેવ, સેશન ઓન સ્માર્ટ ગ્રિડ, ફાઇનાન્સ રાઉન્ડ ટેબલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી દ્વારા કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ સામેલ છે.
એક્ષ્પો TiE (દિલ્હી) સાથે ભાગીદારીમાં અતિ લોકપ્રિય બિઝનેસ પ્લાન કોમ્પિટિશનને આગળ વધારશે, જેમાં પસંદગી પામેલા એન્ટ્રન્ટ નવીન બિઝનેસ આઇડિયા પ્રસ્તુત કરશે, જેનું રેટિંગ રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને ટેક ગુરુઓનું નિર્ણાયક મંડળ કરશે. પ્રોગ્રામની શરૂઆત 'ઓપોર્ચ્યુનિટીઝ ઇન ક્લીનટેક એન્ડ રિન્યૂએબલ્સ સેક્ટરઃ શીનારિયો ફોર એન્ટ્રેપ્રિન્યોર્સ' (સ્વચ્છ ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં તકોઃ ઉદ્યોગસાહસિકો માટેનું ચિત્ર) પર પેનલ ચર્ચાથી થશે. ત્યારબાદ પસંદ પામેલી એન્ટ્રીઓ દ્વારા વ્યક્તિગત રજૂઆત અને તેમના બિઝનેસ પ્લાન્સ પ્રસ્તુત થશે, જે માટે શ્રેષ્ઠ વિચારોને એવોર્ડ આપવામાં આવશે. તેને ચોક્કસ ચર્ચાના ટેબલ પર આગળ વધારવામાં આવશે, દરેક પાસાં પર વિષયના નિષ્ણાત સાથે ઊંડાણપૂર્વક ચર્ચા થશે, જે નવા ઉદ્યોગસાહસિકો માટે ઉદ્યોગમાં નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવવાની વિશિષ્ટ તક પ્રદાન કરશે.
રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયાની 10મી વર્ષગાંઠની જાહેરાત પર બોલતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "ભારત ઊર્જાની માગમાં ઝડપી અને સ્થાયી વૃદ્ધિના ગાળામાં પ્રવેશ્યો છે અને સરકારની વર્ષ 2022 સુધી દરેક ઘરમાં વીજળીનો પુરવઠો પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી અભિયાનના ભાગરૂપે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ચાર ગણી કરીને 175 ગિગાવોટ કરવાની યોજના ધરાવે છે. વિશ્વની કુલ વસતિના 18 ટકા ભારતમાં રહે છે, પણ દુનિયાની મુખ્ય ઊર્જાના ફક્ત 6 ટકા હિસ્સાનો ઉપયોગ જ કરે છે. વર્ષ 2000થી ભારતનો ઊર્જા વપરા લગભગ બમણો થઈ ગયો છે અને વધુ વૃદ્ધિની સંભવિતતા પુષ્કળ છે. મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની અત્યારે તાતી જરૂર છે અને REI સાથે UBM India આ વિઝનને સાથસહકાર આપવા તૈયાર છે, જે અંતર્ગત જાણીતા પ્રોજેક્ટ્સમાં ઉદ્યોગના ઉદીપક તરીકે ભારતમાં ટેકનોલોજી અને રોકાણકારો સહિત આંતરરાષ્ટ્રીય બિરાદરીને લાવવામાં અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ ઉત્પાદન એકમો સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."
"ચાલુ વર્ષે અમે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે અને એક્ષ્પોની 10મી વર્ષગાંઠ સાથે નવી ગતિ મેળવી છે. એક્ષ્પો પુનઃપ્રાપ્ય ઊર્જા સમુદાયના હિતધારકોને એકત્ર થવા આદર્શ મંચ પ્રદાન કરશે અને આ વૃદ્ધિ આડેના અવરોધોને દૂર કરશે. તેમાં એકથી વધારે દેશો સહભાગી થશે, શ્રેષ્ઠ ટેકનોલોજી, ખર્ચ અસરકારક સોલ્યુશન્સનો ઉપયોગ થશે, ઉદ્યોગના આગેવાનોને સહભાગી બનાવવામાં આવશે, વિવિધ દેશોના પ્રતિનિધિમંડળ સામેલ થશે, ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સ તેમના ઉત્પાદન અને સોલ્યુશન ઓફર કરશે તથા કન્ટેન્ટથી સભર કોન્ફરન્સ યોજાશે," તેવું તેમણે ઉમેર્યું હતું.
ટ્રેડ શો બીજા રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયા એવોર્ડ અગાઉ યોજાશે, જે 6 સપ્ટેમ્બર, 2016ના રોજ યોજાવાનો છે. તેનો ઉદ્દેશ ઉદ્યોગમાં પ્રયાસો, નવીનતા અને ઉત્કૃષ્ટતા તથા પ્રતિભાનું સન્માન કરવાનો છે. એવોર્ડમાં ઉત્પાદન અને અમલીકરણ સમુદાયો એમ બંને ક્ષેત્રોની વિવિધ કેટેગરી હેઠળ ઉદ્યોગના હરિફ દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે વિગત મેળવવા કૃપા કરીને મુલાકાત લો ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article