હૈદરાબાદ, ભારત, July 14, 2016 /PRNewswire/ --
ભારતની સૌથી વધુ વિસ્તૃત એનાલિટિકલ, લેબ, ફાર્મા મશીનરી અને કોન્ટ્રાક્ટ સર્વિસ ઇવેન્ટ
વિશ્વનો અગ્રણી ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સ CPhI અને P-MEC Indiaના આયોજક UBM Indiaએ આજે Pharmalytica 2016ની ત્રીજી એડિશનની જાહેરાત કરી હતી. આ બે દિવસીય એક્ષ્પો 5 અને 6 ઓગસ્ટ 2016ના રોજ હૈદરાબાદમાં HITEX Exhibition Centerમાં યોજાશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160713/10150475 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ભારતમાં ફાર્મા સેક્ટરમાં વધતા વ્યવસાયમાં પુરવાર થયેલી કુશળતાનું પીઠબળ ધરાવતો PharmaLytica એનાલિટિકલ અને બાયોટેક, પ્રયોગશાળાના ઉપકરણો અને પ્રયોગશાળાના રસાયણો, ફાર્મા મશીનરી અને આઉટસોર્સિંગ સોલ્યુશન પૃષ્ઠભૂમિના ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો માટે આદર્શ મંચ છે. આ એક્ષ્પો ભારતની ફાર્માસ્યુટિકલ રાજધાની ગણાતા હૈદરાબાદમાં યોજાશે, જે દેશમાં જથ્થાબંધ દવાનું શ્રેષ્ઠ કેન્દ્ર મનાય છે અને ભારતમાંથી નિકાસ થતી દવાનો આશરે પાંચમાં ભાગનો હિસ્સો ધરાવે છે. PharmaLytica કોન્ફરન્સના ભાગરૂપે સત્રો અને ચર્ચાઓની સંપૂર્ણ રેન્જ મારફતે આ એક્ષ્પો ફાર્માસ્યુટિકલ સમુદાયને ઉદ્યોગના આધુનિક પ્રવાહો અને એનાલિટિકલ, બાયોટેકનોલોજી, પ્રયોગશાળા, ફાર્મા મશીનરી અને આઉટસોર્સિંગ સર્વિસ સેક્ટર સાથે સંબંધિત નવીનતાથી વાકેફ રહેવામાં મદદ કરશે.
PharmaLytica ની 3જી એડિશનમાં સમગ્ર દેશમાંથી 150 થી વધારે પ્રદર્શકો ભાગ લેશે. થોડા મુખ્ય સહભાગીઓમાં Ingersoll Rand India Ltd., Kirloskar Pneumatic Co. Ltd., Chemipack India Pvt. Ltd., Shiv Shakti Process Equipment P. Ltd., GMP Technical Solutions Pvt. Ltd., Integrated Cleanroom Technology Pvt. Ltd., Galaxy Sivtek Pvt. Ltd., First Source Laboratory Solutions, Osworld Scientific Equipments Pvt. Ltd., Charles River Laboratories India Pvt. Ltd., Humidity Technologies Pvt. Ltd., Jay Instruments & Systems Pvt. Ltd., Daicel Chiral Technologies (India) Pvt. Ltd., Scientific Research Instruments Company Private Limited અને Sefar India Private Limited વગેરે સામેલ છે.
એક્ષ્પોની ૩જી એડિશનની જાહેરાત પર ટિપ્પણી કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "અમને ભારતની જથ્થાબંધ દવાની રાજધાનીમાં PharmaLyticaની ત્રીજી એડિશનના આયોજનની જાહેરાત કરવાની ખુશી છે. ઇવેન્ટનો આશય ફાર્મા ઉદ્યોગની અંદર આકર્ષક સેગમેન્ટમાં સંપૂર્ણ વેલ્યુ ચેઇનની સાથે ઉત્પાદનો અને સેવાઓ માટે મુખ્ય બજારો પૈકીનું એક બનવાનો છે. PharmaLytica પ્રદર્શકો અને મુલાકાતીઓને નેટવર્ક સ્થાપિત કરવા અને એકબીજા સાથે જોડાવા સક્ષમ જ નહીં બનાવે, પણ ફાર્મા સમુદાયને ઉદ્યોગના નવા પ્રવાહોથી વાકેફ રાખવામાં મદદ કરશે અને એનાલિટિકલ, પ્રયોગશાળા, ફાર્મા મશીનરી, બાયોટેકનોલોજી અને આઉટસોર્સિંગ સર્વિસ સેક્ટર્સ સાથે સંબંધિત સંશોધનોની જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે."
PharmaLytica 2016માં મુખ્ય સત્રો એવા વિષયોને આવરી લેશે, જે ક્ષેત્ર સાથે સંબંધિત નવા પ્રવાહો અને ઉપયોગી જાણકારીઓ સાથે સંબંધિત હશે. સત્રોના વિષયોમાં સામેલ છેઃ 'સ્ટેટ્સ એન્ડ ટ્રેન્ડ ઓફ ગ્લોબલ ઇન્નોવેટિવ ડ્રગ્સ - ધ પાવર ઓફ પાર્ટનરશિપ એન્ડ એલાયન્સિસ', 'કન્ટેમ્પરરી ક્લિનિકલ ટ્રાયલ્સ - ઇશ્યૂ એન્ડ કન્સર્ન્સ', 'ગૂડ ફાર્માકોવિજિલન્સ પ્રેક્ટિસ', 'ઇન્ટ્રોડક્શન ટૂ જીએમપી રેગ્યુલેશન્સ ફોર એ લેબોરેટરી', 'કન્વર્ટિંગ ફાર્માસ્યુટિકલ ઇન્નોવેશન ઇનટૂ સસ્ટેઇનેબલ પ્રોડક્ટિવિટી', 'ડાઇગ્નોસ્ટિક ક્લિનિક્સ - રોલ ઓફ રિયલ વર્લ્ડ ડેટા', 'એડવાન્સમેન્ટ એન્ડ ઇમ્પેક્ટ્સ ઓફ એનાલિટિકલ એન્ડ બાયોએનાલિટિકલ ટેકનિક', 'એડવાન્સિસ ઇન ક્રોમેટોગ્રાફી એન્ડ માસ સ્પેક્ટ્રોમેટ્રી', 'nSMOL: સિમ્પલિફાઇંગ mAb ક્વોન્ટિટેશન' અને 'લેબોરેટરી એનાલિટિકલ માર્કેટ - સ્ટેટ્સક્વો એન્ડ ફ્યુચર' સામેલ છે.
આ વિવિધ સત્રોમાં ઉદ્યોગમાંથી કેટલાંક જાણીતા નામો ઉપસ્થિત રહેશે, જેમ કે Dr Reddy's Laboratories Limitedના ચીફ મેડિકલ ઓફિસર અને ગ્લોબલ હેડ Dr. Akhilesh Sharma; Alkem Labs Ltd.ના મેડિકલ અફેર્સ, ક્લિનિકલ રિસર્ચ એન્ડ રેગ્યુલેટરીના વાઇસ પ્રેસિડન્ટ Dr. Ambrish Srivastava; Parexel International (India) Pvt. Ltd.ના ઇન્ડિયા મેડિકલ સર્વિસીસના હેડ, સીનિયર મેડિકલ ડિરેક્ટર Dr. Ajoy Roy; Lupin Limitedના ડ્રગ સેફ્ટી અને રિસ્ક મેનેજમેન્ટના ગ્લોબલ હેડ અને ફાર્માકોવિજિલન્સના વાઇસ પ્રેસિડન્ટ Dr. Deepa Arora; Novartis Healthcare Pvt. Ltd.ના ક્લિનિકલ ડેવલપમેન્ટના સીએસઇ ગ્રૂપ હેડ Mr. Santosh Shevade; Abbott Healthcare India Limitedના ડિરેક્ટર - મેડિકલ Dr. Rashmi Hegde; United States of Pharmacopeia (USP), હૈદરાબાદના રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના ડિરેક્ટર Dr. Sharad Mankumare; Labindia ના ટેકનિકલ કન્સલ્ટન્ટ Dr. Hemant Borgaonkar સામેલ છે.
ઇવેન્ટ વિશે વધારે જાણકારી મેળવવા અને તેમાં ફ્રી એન્ટ્રી માટે નોંધણી કરાવવા મુલાકાત લોઃ http://www.ubmindia.in/pharmalytica
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article