નવી દિલ્હી, July 8, 2016 /PRNewswire/ --
UBM Index Trade Fairs દ્વારા Kitchen and Bath Industry માટે એક અગ્રણી પ્રદર્શન
UBM Index Trade Fairs, પ્રમુખ શો ઇન્ડેક્ષ મેળાઓના સંચાલકો, India Kitchen & Bathની, કિચન અને બાથ ઉદ્યોગ માટેનું તેનું અગ્રણી પ્રદર્શનની 2જી આવૃત્તિના યજમાન રહેશે. પ્રદર્શન 22-24 જૂલાઈ 2016 સુધી પ્રગતિ મૈદાન, નવી દિલ્હી ખાતે રાખવામાં આવેલ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160708/10150087 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20151008/10132188 )
ત્રણ દિવસીય વેપાર મેળો એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે કે જે કિચન અને બાથના સાધનો, OEM સફેદ માલ, એક્સેસરીઝ, કિચન અને બાથના ફર્નિચર અને ફિટીંગ્સ, આર્કિટેક્ટ્સ સાથે લાઇટિંગના ઉત્પાદનો, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ, બિલ્ડરો, પ્રોજેક્ટ મેનેજરો, કન્સલ્ટન્ટ, સમગ્ર આતિથ્ય માટેના પ્રોક્યોરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ અને સરકાર જેવા વિભાગોમાંથી ખરીદદારો અને વેપારીઓને, બધાને એક છતની નીચે લાવે છે. આ પ્રસંગને Institute of Indian Interior Designers (IIID), All India Hardware Association, Hospitality Purchasing Managers Forum, India Council of Ceramic Tiles and Sanitaryware અને Endorsed by India Design Council (IDC) દ્વારા સહાય મળેલ છે.
મેળાને જ્ઞાન વિશેની ચર્ચાઓ (નોલેજ ફોરમ), સેમિનારો, કલા એન્ક્લેવ, સ્કલ્પચર (શિલ્પાકૃતિ) ઝોન અને કિર્તી ગેલેરી (ભારતીય સ્થાપત્ય ડિઝાઇન ને એક શ્રદ્ધાંજલિ)થી ચિન્હિત કરવામાં આવેલ છે. વેપાર મેળામાં India Design Council દ્વારા આર્કિટેક્ટ્સ અને ઉદ્યોગ ડિઝાઇનર્સ અંકુરણ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 'India Design Mark' પર એક પ્રદર્શન પણ રહેશે. પ્રસંગની હાઇલાઈટ્સમાંથી એકમાં, Institute of Indian Interior Designers (IIID) દ્વારા સમગ્ર ભારતમાં પહેલ 'Design Yatra' નો જનસમુહમાં યાત્રાનો ફેલાવો કરવા માટે થાય છે. Design Yatra ચાર નેનો કારનો કાફલો છે કે જેનું National convention of IIID પર ઇન્દોર ખાતે ફેબ્રુઆરી 2016માં ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. કાફલો કે જે તેની યાત્રા IKB 2016થી શરૂ કરશે, IIIDના પ્રાદેશિક પ્રકરણો અને કેન્દ્રોનો સમાવેશ કરતાં લગભગ 30 જેટલા શહેરોમાં પ્રચાર કરશે કે જે થીમ ''Design for the masses'ને સંબંધિત સંખ્યાબંધ પ્રસંગોનું આયોજન કરશે. પ્રસંગનો બીજો દિવસ Ar. Tony Joseph અને IIID, દિલ્હી દ્વારા 'A treat in retreat' પર ઇન્ટરેક્ટિવ જ્ઞાન પરિસંવાદ દર્શાવનારો અને 'Design Yatra' સમાપન સમારોહનો રહેશે, જેમાં 80થી વધુ વિખ્યાત આર્કિટેક્ટ હાજરી આપે તેવી શક્યતા છે.
India Kitchen & Bath 2016 Hafele, Geberit, Godrej Interio, Century Ply, Kkolar, Labacha, Saniflo, Hardwyn, Blum, Liebherr, Nagold, Glint Faucets, Lifetime, Brassage, Ecostone, JB Glass, Slimline, Karcher, Wadbros, Aquarium Bath, Sanituf, Mahalaxmi lumbers, Supreme Solar, Venus અને Surajwood જેવા અન્ય મહાનુભવોની હાજરીનું સાક્ષી રહેશે કે જે તેમના ઉત્પાદો અને પ્રસ્તાવોની રજૂઆત કરશે. આ પ્રસંગે ફ્રાંસ, સાઉથ કોરિયા અને ચીન જેવા દેશોની સહભાગિતા જોવા મળશે.
India Kitchen & Bath 2016ની બીજી આવૃત્તિની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ જણાવ્યુ કે, "છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં વૈભવી બજાર 25 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધી રહ્યુ છે ત્યારે, મોડ્યુલર કિચન અને સેનિટરીવેર બજારોએ ઉપયોગિતાથી વૈભવ તરફ બદલાવ જોયો છે. પરિબળો જેવાં કે ખર્ચપાત્ર આવકમાં વધારો, ઉચ્ચ જીવનધોરણો, રૂપવર્ધક ઘરો પર વધતો જતો ખર્ચ અને પ્રીમિયમ ઉત્પાદનોની ખરીદીને કારણે આ ઉદ્યોગ આગામી વર્ષોમાં વધુ વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. આ પરિદ્રશ્ય સામે, UBM Index Fairs India તેની India Kitchen & Bath સાથેની બીજી આવૃત્તિ સાથે ભારતમાં આ વિકસી રહેલ બજારનો લાભ ઉઠાવવા અને વધુ આગળ સંભવિત ઉપયોગ માટે મદદ કરશે."
"India Kitchen & Bath સાથે ઉત્તરી પ્રદેશમાં અગ્રણી વેપારો પ્રસંગોમાંથી એક બની, UBM Index Fairs ઉલ્લેખનીય સમુદાય માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડે છે. તે આ પ્રદેશમાં ઉભરતા બજારને બજારમાં પ્રવેશ અને વ્યપારની તકો પ્રસ્તાવિત કરે છે સાથે સાથે ઉદ્યોગની પૂરવઠા શ્રુખંલા ચક્રનું મજબૂતીકરણ પણ કરે છે, એમ તેમણે ઉમેર્યુ."
Mr L.A Khan, Managing Director, UBM Index Trade Fairs એ વધુ વિગતવાર માહિતી આપતા જણાવ્યુ કે, "ઝડપી શહેરીકરણ વિકાસ પામેલ જીવનધોરણ તરફ દોરી જાય છે, જે સુપર પ્રીમિયમ અથવા લક્ઝરી બાથરૂમ ઉત્પાદનો તેમજ પ્રિફેબ્રિકેટેડ કિચનની માંગમાં પરિણમ્યુ છે. India Kitchen & Bathછેલ્લા 28 વર્ષોથી આપણે સેવા બજાવતા ઉલ્લેખનીય ઉદ્યોગોના વિશિષ્ટ વિભાગમાં અમારી તકનું વિસ્તરણ છે. તે એક પ્લેટફોર્મ છે કે જે ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડોને તેમની ઉત્પાદો, ટેકનોલોજી અને નવીનીકરણો ઉદ્યોગોને રજૂ કરવા અવકાશ આપશે અને ખરીદદારોને તેમનો વ્યપાર વિકસાવવા માટે ગુણવત્તાવાળી બ્રાન્ડ સાથે મળવા અને વાતચીત કરવામાં મદદ કરશે."
UBM India મુંબઈમાં વાર્ષિક UBM Index નું યજમાન કરે છે, ભારતનો સૌથી મોટો ઈન્ટિરિયર, આર્કિટેક્ચર અને ડિઝાઈન પ્રસંગ, કે જે ચીન, તુર્કી, યુકે અને સ્પેન જેવા દેશના પેવેલિયન સાથે 25,000થી વધુ મુલાકાતીઓ અને 300થી વધુ પ્રદર્શકોની યજમાની કરે છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia Company, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article