કોલકતા, July 4, 2016 /PRNewswire/ --
- ROG GL502 લેપટોપ અને ROG G11 ડેસ્કટોપની ભારતમાં પ્રથમ વખત રજૂઆત કરે છે
- બીજો સ્ટોર ભુવનેશ્વરમાં જૂલાઈ 05ના રોજ લોન્ચ થઈ રહ્યો છે
- Organises ROGનું પ્રથમ ભારત CS:GO ટૂર્નામેન્ટનું કોલકાતા અને ભુવનેશ્વર ખાતે રૂ.2,80,000 સાથેના ઈનામ પુલ સાથે સંચાલન કરે છે
હર્ષોલ્લાસના શહેર પાસે આનંદ મેળવવાનું નવું કારણ છે. ASUSએ આજે, કોલકતામાં ભારતનો સર્વપ્રથમ અનોખો 'Republic of Gamers' (ROG) સ્ટોરના ઉદ્દઘાટનની જાહેરાત કરી છે. લગભગ 50 ચોરસ મીટરના ક્ષેત્રફ્ળ સાથે, રમનારાઓ સ્ટોરની મુલાકાત દર સોમવારથી રવિવાર સુધી 10:00 થી 21:00pmની વચ્ચે તાજેતરના ઉપકરણો, રમતના ટાઇટલ અને એક્સેસરીઝનો અનુભવ મેળવવા કરી શકે છે. સ્ટોરમાં 'બેટલ ગ્રાઉન્ડ' આવેલુ છે જયાં કુલ 6 રમનારાઓ એક બીજા સાથે સ્પર્ધા કરી શકે છે અને LAN ગેમિંગનો સૌથી શ્રેષ્ઠ અનુભવ મેળવી શકે છે. સ્ટોરમાં ઉત્પાદનો ડેમો ઝોન અને અનુભવ કેન્દ્ર પણ આવેલ છે જયાં ઉપયોગકર્તા નવા હાર્ડવેરને ચકાસી શકે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160701/10149717 )
Asus ROGએ પહેલી વખત કોલકતામાં તેમના નવા સ્ટોર પર જૂલાઈ 02 થી જૂલાઈ 03 સુધી 'Counter Strike: Global Offensive' ભારત ગેમિંગ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે. ટુર્નામેન્ટમાં કોલકતા માટે રૂ. 1,40,000/-નું ઈનામ પુલ છે. ROGએ ભારતનો બીજો સ્ટોર ભૂનેશ્વરમાં જૂલાઈ 04ના રોજ લોન્ચ કરવાનું આયોજન કર્યુ છે, જયાં આ જ પ્રકારની ટૂર્નામેન્ટ જૂલાઈ 05, 2016ના રોજ ઈનામ પુલ રૂ. 1,40,000/- સાથે થઈ રહી છે.
કોલકતામાં ASUS ROG સ્ટોરના લોન્ચ અંગે વધુ માહિતી આપતાં, Peter Chang, રિજયોનલ હેડ - South Asia & Country Manager - System Business Group - ASUS India, એ જણાવ્યુ, "આજે મોટા ભાગના રમનારાઓ તેઓ ખરીદી કરે તે પહેલાં આધુનિક હાર્ડવેર અને સોફ્ટવેરનો પ્રયત્ન અને ચકાસણી નથી કરી શકતા. આ સ્ટોર સાથે, અમારો ઉદ્દેશ્ય અજમાયશી ઝોનનું નિર્માણ કરવાનો છે જયાં રમનારાઓ આવી આધુનિક ગેમિંગ ટેકનોલોજીઅને હાથમાં ગેમ ટાઇટલનો આની ખરીદી કરતાં પહેલાં પ્રયત્ન કરી શકે છે. આ ROG સ્ટોર માત્ર વિવિધ ગેમિંગ ઉત્પાદો વેચવા માટેનું સ્થળ નથી પરંતુ એનાથી ઘણું વધારે છે, અમારો હેતુ આને શહેરમાં અગ્રણી ગેમિંગ સર્કિટ બનાવવાનો છે જયાં રમનારાઓ મળી શકે, માહિતીઓની અદલાબદલી કરી શકે તેમજ તેમના ગેમિંગ કૌશલને વધારી શકે છે."
ROG Strix GL502 15.6-ઇંચનું અદ્દભૂત ડિસપ્લે, કે જે લુભાવનારા દ્રશ્યો પૂરા પાડે છે, તેની સાથેનું કોમ્પેક્ટ ગેમિંગ લેપટોપ છે. આધુનિક quad-core Intel® Core™ i7 પ્રોસેસર સાથે સુસજ્જિત અને સમર્પિત, અને NVIDIA® GeForce® GTX 980M GPU સુધીનું છે, Strix GL502 ગેમિંગ પાવરહાઉસ છે કે જે સૌથી નવા અને સૌથી વધુ માંગમાં હોય તેવા ગેમિંગ ટાઇટલ સાથે પણ સરળ કામગિરી અને ઉચ્ચ-વિગતવાર ગ્રાફિક્સ આપે છે. તેના હલ્કા વજન, અલ્ટ્રા પોર્ટેબલ ડિઝાઇન સાથે, Strix GL502 વપરાશકર્તાને કોઈપણ સ્થળે હાઈ-એન્ડ ગેમિંગ માણવા સક્ષમ બનાવે છે.
સ્ટોરમાં 'Battle Ground' આધુનિક Asus ROG GL552VW, Quad core 6th Gen Intel core i7 (Skylake) અને NVIDIA GeForce GTX™ 900 સીરીઝ ગ્રાફિક્સ સાથેના મુખ્ય ગેમિંગ લેપટોપ ની રજૂઆત કરે છે.
કંપનીએ તેના મુખ્ય પ્રવાહનું અને સસ્તું ડેસ્કટોપ - ASUS ROG G11ની રજૂઆત પણ કરેલ છે, કે જેની અનિયત રમનારો કે જેમને ઉચ્ચ કામગિરીવાળુ ગેમિંગ પ્લેટફોર્મ જોઈએ કે જે બેન્ક ન તોડે તેમને માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ અંત્યત આધુનિક ચેઝિસમાં 6th-generation Intel® Core™ પ્રોસેસર, Windows 10 Home, અને NVIDIA® GeForce® GTX™ 970 સુધીનો ગ્રાફિક્સ કાર્ડ અસાધારણ પ્રક્રિયા શક્તિ અને દ્રશ્ય સાહસિકતા માટે ધરાવે છે. તે PCIe Gen 3 x4 SSD, DDR4 મેમરી, અને USB 3.1ને ઉચ્ચ સ્પીડમાં ડેટા એક્સેસ કરવા માટે સપોર્ટ કરે છે.
સ્ટોરના ડેમો ઝોનમાં રજૂ કરવામાં આવેલ અન્ય ડેસ્કટોપના મોડલો ROG G20 અને ROG GT51 છે. આધુનિક લેપટોપના મોડલો ROG G501, ROG G551 અને ROG G752 પણ ડેમો ઝોનના ભાગ હતાં. અમુક ચોક્ક્સ, સ્થાયી અને નિશ્ચિત ગેમિંગ અનુભવ બનાવી, આધુનિક મોડલો ઝડપી ગરમ થવાની સમસ્યા પ્રશંસનીય કુલિંગ ટેકનોલોજી સાથે દૂર કરે છે.
નવી લોન્ચ કરવામાં આવેલી ઉત્પાદો નીચે મૂજબની છે:
ડેસ્કટોપ:
લેપટોપ્સ:
ROG નોટબુક અને ડેસ્કટોપ વિશે વધુ માહિતી માટે, કૃપયા નીચેની લિંકોની મુલાકાત લો.:
નોટબુક: http://www.asus.com/in/ROG-Republic-Of-Gamers/Notebooks-Products/
ડેસ્કટોપ: http://www.asus.com/in/ROG-Republic-Of-Gamers/Desktops-Products/
ASUS વિશે
ASUS દુનિયાભરમાં ટોચના ત્રીજા ગ્રાહક નોટબુક વિક્રેતા અને દુનિયાના શ્રેષ્ઠ વિક્રેતા, સૌથી વધુ એવોર્ડ વિજેતા, મધરબોર્ડના નિર્માતા છે. નવા ડિજિટલ યુગમાં એક અગ્રણી સંગઠન, ASUS ઉત્પાદો કે જે સંપૂર્ણપણે આજના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતો પૂરી કરે તેમની ડિઝાઈન અને નિર્માણ વ્યાપક પોર્ટફોલિયો સાથે કરે છે કે જેમાં મધરબોર્ડ, ગ્રાફિક્સ કાર્ડ, ઓપ્ટિકલ ડ્રાઈવ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પીસી, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુસન્શ, નેટવર્કીંગ ઉપકરણો, ટેબ્લેટ અને સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. નવીનતાથી પ્રેરિત અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ, ASUS 2015માં 4368 એવોર્ડ જીત્યુ છે અને તેના Eee PC™ સાથે તેને PC ઉદ્યોગમાં વ્યાપકરૂપે ક્રાંતિ લાવવાનો શ્રેય જાય છે. ASUS વિશ્વ-સ્તરના 5500 ઇજનેરોની R&D ટીમ સાથે વિશ્વભરમાં 17,000 થી વધુ કર્મચારીઓ ધરાવે છે. 2015 માટે કંપનીની આવક લગભગ 14 billion યુએસ ડોલર છે.
વધુ માહિતી માટે http://www.asus.com/in/ ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Manoj Kumar
[email protected]
+91-9818520082
Asus India Pvt. Ltd.
Share this article