ચેન્નાઈ, June 24, 2016 /PRNewswire/ --
આ વિસ્તારમાં સિક્યુરિટિ અને ફાયર સેફ્ટીની સૌથી મોટી ઘટના
'સિક્યુરિટિ ઍન્ડ ફાયર એક્સ્પો (SAFE) - દક્ષિણ ભારત' 2016, IFSEC India ના આયોજકો, UBM India દ્વારા આયોજિત ત્રિ-દિવસીય (9મી-11મી જુન, 2016) ટ્રેડ-શૉનું બીજુ સંસ્કરણ ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું. Mr. K D Bhargava, Regional Vice President(North), APSA; Mr. Nanda Kumar, President, ESAI અને Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ એકત્રિત ઉદ્યોગ સમુહની સામે દિપ પ્રાગટ્ય દ્વારા આ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160623/10149057 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150417/10120853 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ શૉ એ સર્વેલન્સ, પ્રવેશમાર્ગ અને હોમ ઑટોમેશન ઇન્ડસ્ટ્રીમાંથી સુવિખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ, કન્સલટન્ટ્સ, બિઝનેસ એક્સપર્ટ્સ અને મુખ્ય સરકારી અધિકારીઓને એકત્ર થવા, પરસ્પર વાતચીત કરવા, નેટવર્ક ઊભું કરવા, વિશ્વની અગ્રણી કંપનીઓ તરફથી અદ્યતન નાવિન્યકરણો જોવા, બિઝનેસ સૉલ્યૂશન્સના સ્ત્રોત્રિકરણ અને અમૂલ્ય તજજ્ઞ સમર્થન એકઠાં કરવા માટે એક છત નીચે સાથે લાવી મૂક્યા હતાં.
આ પ્રસંગે મુલાકાતીઓ માટે માહિતીપ્રદ નિદર્શનો અને અદ્યતન ટેક્નોલૉજી, ઉદ્યોગના વલણો અને તેમના કારોબાર અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલો શોધવા માટેની અઢળક તકો પૂરી પાડી હતી. આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો, ગુનાના દરમા વૃદ્ધિ, વિગતોની ચોરીઓ, રીમોટ મૉનિટરિંગ, જાહેર આંતરમાળખાઓમાં વૃદ્ધિ, વધતાં જતાં આઇટી ખર્ચ, સરકારી પહેલો અને વધતાં જતાં સુરક્ષા ખર્ચમાં સતત થઈ રહેલા વધારાની સાથે ભારતમાં સર્વેલન્સ પ્રણાલીઓના બજારમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ભૂદૃશ્યની સામે, ભારતના દક્ષિણ બજારમાં એક પ્રમુખ સિક્યુરિટિ અને ફાયર ઈવેન્ટ, SAFE 2016 એ, તેનાં પ્રદર્શનકારો અને મુલાકાતીઓને અદ્યતન તકનીકો અને ઉદ્યોગના વલણો વિશે શીખવાની અને તેમનાં કારોબાર અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલોને શોધવાની ઉજળી તકો પૂરી પાડી છે.
આ એક્સ્પો CCTV અને વીડિઓ સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ અને RFID, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, ઍક્સેસ કન્ટ્રોલ, સાઇબર સિક્યુરિટિ, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, ફિઝિકલ સિક્યુરિટિ, પેરિમીટર પ્રૉટેક્શન, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ઇન્ટ્ર્યુડર એલાર્મ્સ અને ફાયર એલાર્મ્સ જેવાં ઉત્પાદનોના નિદર્શન માટે એક શૉકેસ ધરાવતું હતું.
તેનાં બીજા વર્ષમાં, SAFE ઇંડિયા કદ અને ઉંડાઇમાં વૃદ્ધિ પામીને, ઉદ્યોગના આગેવાનો અને પ્રમુખ પ્રદર્શનકારો સહિત અમારા પ્રીમિઅર પાર્ટનર્સ Accu-Vision, ERD Technologies, Ontracking Fzco(Teltonica), Prama Hikvision, Samriddhi Automations Pvt. Ltd., Sparsh Unicam, XYZ Digital Pvt. Ltd., અને અન્ય જેવાં કે A-ID Systems (I) Pvt. Ltd., Altrox World Corp, APN Technologies, Atlanta Systems Pvt Ltd, ATSS, Automation Zone, Axestrack Software Solutions Pvt. Ltd., Cloud 9 Securities, Clumaxx Technology, Divine Eye, ESSL, Gasvigil Technologies Pvt. Ltd., In4 Solutions, Krinovate Services, Kubhera Cable Private Limited (Crest), Leaf Technologies Pvt Ltd, Mark Electronics, Matrix Comsec Pvt. Ltd., Metro Electronics, Mudra Electronics, MX-MDR Technologies Ltd, Onebee Technology Pvt. Ltd., Rahul Cable, Ranjana Computers, Rax-Tech International, Sidhi Vinayak Security Systems, Sun Security System, Supreme Computers, Swaraj Secutech Pvt. Ltd., TS Info systems, Unicom IT Solutions, Vamo Systems and ZKTeco, સહિત અન્યોને આકર્ષતું હતું.
'સિક્યુરિટિ ઍન્ડ ફાયર એક્સ્પો (SAFE) - દક્ષિણ ભારત' 2016,ના સફળ સમાપન પર બોલતાં Mr. Yogesh Mudras, Managing Director, UBM India એ જણાવ્યું હતું કે, "આજે, ઔધોગિક, વાણિજ્યિક અને આવાસીય સંસ્થાપનોમાં સુરક્ષા અને સર્વેલન્સના ઝડપી વિકાસની જરૂર છે. આ ક્ષેત્રના મહત્વને લાગુ કરવું અને તેને પ્રકાશમાન કરવું આવશ્યક બન્યું છે જે બદલામાં વિશ્વભરમાંથી ઉત્પાદકો, આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓને તેમનાં ઉત્પાદનો અને પ્રસ્તાવિત ઉકેલોને દર્શાવવાની વિશાળ તક આપે છે. આ જરૂરિયાતોને આગળ લાવીને SAFE 2016 માટે UBM Indiaએ તેનાં ઉદ્દેશોને પાર પાડ્યા છે અને તેનાં પ્રતિભાવ રૂપે, આ સંસ્થાપનોમાં સુરક્ષાને મજબૂત કરવા માટે નવી ટેક્નોલૉજી પર આધારિત જરૂરી પ્રસ્તાવિત ઉકેલોને એક જ છત નીચે લાવી મૂક્યાં છે."
"દક્ષિણ વિસ્તારમાં આ પ્રકારના એક માત્ર ટ્રેડ ઈવેન્ટ SAFEની સાથે, UBM India બજાર-પ્રવેશ અને વિસ્તારમાં વૃદ્ધિ પામતાં બજારને કારોબારની તકોનો પ્રસ્તાવ પૂરો પાડવાની સાથે સાથે ઉદ્યોગના આપૂર્તિ શૃંખલા ચક્રને મજબૂત બનાવે છે," તેમણે ઉમેર્યું હતું.
આ એક્સ્પોને ઈલેક્ટ્રોનિક સિક્યુરિટિ એસોશિએશન ઑફ ઇંડિયા (ESAI) અને એશિયન પ્રૉફેશ્નલ સિક્યુરિટિ એસોશિએશન (APSA) ના સમર્થનની સાથે મોટા પ્રમાણમાં ઉદ્યોગોએ પણ આવકાર્યો હતો.
ઉદ્યોગે SAFE 2016ને ઉદ્યોગ મંચ તરીકે માન્યતા આપી હતી અને UBM India દ્વારા દક્ષિણ ભારતમાં વાર્ષિક એક્સ્પોના ઉદ્દેશનું પુનરૂચ્ચારણ કર્યું હતું.
Mr. Kamal Pandey, Deputy Manager - Customer Relations, Sparsh (Samriddhi Automations Pvt. Ltd.) એ જણાવ્યું હતું, "અમારી ટેક્નોલૉજીના નિદર્શન માટે અમે સતત એક મંચની શોધમાં હતાં. SAFE South India 2016 અમારા માટે તે ચોક્ક્સ મંચ બની રહ્યો હતો. સિક્યુરિટિ અને ફાયર સેફ્ટી પર ધ્યાન કેન્દ્રીત રાખીને, આ પ્રસંગે અમને હિસ્સેદારોના સમુદાય સુધીની પહોંચ પૂરી પાડી છે અને આ વર્ષના સંસ્કરણમાં ગુણવત્તાયુક્ત મુલાકાતીઓ અને મૂલ્યવાન પૂછપરછનું સાક્ષી બની રહ્યો છે."
Vinod Ranka, Sidhi Vinayak Security Systems, એ જણાવ્યું હતું, "અમે SAFE South India 2016માં ભાગ લઈને સંતુષ્ટ છીએ. આ પ્રસંગે અમને નવા ગ્રાહકો બનાવવાની તક પૂરી પાડી છે. અમે આવતાં વર્ષે પણ ફરી આવીશું."
Mr. S. Harish, Pelikan Office Automation Pvt. Ltd., એ જણાવ્યું હતું કે, "આ પ્રસંગ એક શ્રેષ્ઠ મંચ છે કેમકે તે ઉદ્યોગ માટેના ખરીદદારો અને આપૂર્તિકારોને એક બીજાની સાથે જોડે છે. આ પ્રસંગ કંપનીઓને હાલના અને ભાવિ ઉત્પાદનોનું પ્રદર્શન કરવાની તક આપે છે. તેનાં પ્રતિભાવ રૂપે આ તે નિર્ણયકર્તાઓને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં મદદરૂપ બને છે જેઓ આ પારિસ્થિતિકીતંત્રનો ભાગ છે. અમે આ શૉના આગામી સંસ્કરણમાં એક પ્રદર્શનકાર તરીકે ભાગ લેવાની ઇચ્છા ધરાવીએ છીએ."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજનકાર છે જે ઉદ્યોગને એવો મંચ પ્રદાન કરે છે જે પ્રદર્શનો, વિષયવસ્તુલક્ષી સંમેલનો અને પરિસંવાદોના પૉર્ટફોલિયો મારફતે વિશ્વભરમાંથી ખરીદદારો અને વેચાણકર્તાઓને નજીક લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 કરતાં વધુ મોટા સ્તરના પ્રદર્શનો અને 40 સંમેલનો યોજે છે, અને એ રીતે બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asiaની એક કંપની, UBM India મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર, અને ચેન્નાઇ ખાતે તેની કચેરીઓ ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ની છે, જે London Stock Exchange ખાતે લિસ્ટેડ છે. UBM Asia, એશિયા ખાતે એક અગ્રણી પ્રદર્શન આયોજનકાર અને ચીન, ભારત અને મલેશિયા ખાતેના સૌથી મોટાં વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article