ચૈન્નઈ, June 17, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા ઉદ્યોગ માટે દક્ષિણ ભારતનો સૌથી મોટો ટ્રેડ શો
OSH Chennai 2016, દક્ષિણ ભારતનો સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યપારિક પ્રસંગ વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટે દક્ષિણ ભારતમાં ઉદ્યોગની ક્ષમતા અને રોડમેપની સગવડ પૂરી પાડે છે. UBM India દ્વારા સંચાલિત કરવામાં આવેલ ટ્રેડ શોનું 10મી જૂને ચૈન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યુ હતું. મુખ્ય મહેમાન Shri Thiru K. Kalaiannan, એડિશનલ ડિરેક્ટર, Directorate Industrial Safety and Health, Government of Tamil Nadu; અતિથિ વિશેષ, Shri V.V.G. Raju, ક્ષેત્રિય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - દક્ષિણી પ્રદેશ, Airport Authority of India; અગત્યના મહાનુભવો Shri A. K. Megharaj, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ માઇન્સ સુરક્ષા, દક્ષિણ ઝોન, Directorate Mines Safety, Government of India; Mr Karthikeya R. Reddy, સીઈઓ અને ડિરેક્ટર, Dickies India and ID Overseas Pvt. Ltd.; Mr Badrinath Gulur, ડિરેક્ટર, તાલીમ અને ક્ષમતા નિર્માણ - Social Accountability International (SAI); Mr Varun Budhiraja, ડિરેક્ટર, Euro Safety Footwear, India અને Mr Dr. P.C. Ghosh, નિવૃત્ત ડિરેક્ટર (ફિઝિયોલોજી અને ધ્વનિક), Central Labour Institute, Mumbai અને Mr Yogesh Mudras, Managing Director, UBM Indiaની હાજરીમાં ભવ્ય ઉદ્યોગ સંમેલનનું ઉદ્ઘાટન યોજાયુ હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160616/10148551 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160517/10146337 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
બે-દિવસીય કાર્યક્રમ ઉદ્યોગના વ્યવસાયિકોને વૈશ્વિક અને સ્થાનિક સપ્લાયર્સ, સુરક્ષા નિષ્ણાતો, કન્સલ્ટન્ટ, ઉત્પાદકો અને વિતરકો સાથે વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગમાં ગુણવત્તાના ઉકેલો માટે સંપર્કવ્યવહાર કરવા માટે ઉદ્યોગનું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. પ્રખ્યાત કંપનીઓ જેમકે Dickies India - 'હાલના ભાગીદાર'; Euro Safety Footwear (India) Pvt. Ltd. - 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદાર'; Mallcom India Ltd.; Venus Safety and Health Pvt. Ltd.; Acme Safetywears Ltd.; Accent Industries Ltd.; Prolite Autoglo Ltd.; Acme Fabrik Plast Co; Lakeland Glove and Safety Apparels Pvt. Ltd; Allied Safety Equipments Pvt Ltd; JLG Industries; Aktion Safety Solutions Pvt. Ltd; Tobit Engineers; Tej Engineering; Prem Safety Works; Hetal International અને NIST Institute Pvt. Ltd. અન્યોની સાથે આ આવૃત્તિમાં સહભાગી થઈ રહ્યા છે.
આ કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ બે-દિવસીય કોન્ફેરન્સ છે જે સમગ્ર દેશમાંથી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અગ્રણી નિષ્ણાતો દ્વારા વ્યવસાયિક સલામતી ઉદ્યોગના પડકારો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોની ચર્ચા કર્યા બાદ મોખરે આગળ લાવ્યુ છે. કોન્ફેરન્સમાં ચર્ચા કરાયેલ મુદ્દાઓ: 'વ્યવસાયિક સલામતી અને આરોગ્યમાં નિવારણની સંસ્કૃતિનું નિર્માણ'; 'જવાબદાર કાળજી - કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યાપક સુરક્ષા સિસ્ટમ'; 'સુરક્ષા નેતૃત્વ અને ટેલેન્ટનું નિર્માણ'; 'પ્રક્રિયા સુરક્ષા શ્રેષ્ઠતા'; 'ભારતમાં આગ સુરક્ષાના પડકારો'; 'બાંધકામ ઉદ્યોગ: નિવારણની સંસ્કૃતિનું નિર્માણ'થી લઈને 'કાર્યસ્થળનો તણાવ:સામુહિક પડકાર' છે.
સમિટમાં વિખ્યાત વક્તાઓ Mr Birendra Verma, સંયુક્ત પ્રમુખ અને ગ્રુપ હેડ સુરક્ષા, Aditya Birla Group; Mr Michael Sanderson, EHS હેડ - મેટ્રો અને સંરક્ષણ, Larsen and Toubro, Chennai; Ms Gitanjali J.B., અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, AUM Hospitals; Mr R.A. Venkitachalam, વાઈસ પ્રેસિડેન્ટ, જાહેર સુરક્ષા, Underwriters Laboratories Inc; Dr Ashish Arora, વ્યાવસાયિક આરોગ્ય ફિઝિશિયન, Shell India; Mr Shailesh Raval, હેડ- આરોગ્ય, સલામતી અને પર્યાવરણ, Deepak Nitrite Ltd. અને Mr J.C. Sekar, સીઈઓ, AcuiZen Technologies Singapore Pte. Ltd. સહિત અન્યો સાથે આયોજીત કરાઇ હતી. Mr Badrinath Gulur, ડિરેક્ટર, તાલીમ અને ક્ષમતા નિર્માણ - Social Accountability International (SAI) દ્વારા સંચાલિત ઇન્ટરેક્ટિવ પ્રમાણિત વર્ગખંડ શૈલીમાં વર્કશોપ પણ સહભાગીઓ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જયાં સર્વોપરિ સંદેશ કર્મચારીઓ અને સંસ્થાઓ વચ્ચે સલામતી સંસ્કૃતિ કેવી રીતે પ્રોત્સાહિત કરવી એ હતો.
OSH Chennai 2016ની સફળ સમાપ્તિ પર બોલતાં Mr Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ જણાવ્યુ કે, "અમે આપણા દેશમાં વધતા જતાં કર્મચારીઓની સલામતી અને આરોગ્યને સુનિશ્ચિત કરવા ઉદ્યોગોની હિમાયતનો પડઘો પાડીએ છીએ. સમગ્ર જીવનની ગુણવત્તા વધારવા માટે, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઊભરતાં અર્થતંત્રોમાં અત્યંત મહત્વનું છે. આ ક્ષેત્રના મહત્વને હાઇલાઇટ કરવું અને લાગુ કરવું અગત્યનું બન્યુ છે કે જે બદલામાં બદલામાં સમગ્ર વિશ્વમાં માંથી સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓ માટે તેમનો ઉકેલ અને પ્રસ્તુત ઉકેલોનું પ્રદર્શન કરવા માટે વિશાળ તકો આપે છે. UBM Indiaએ દક્ષિણ ભારતમાં આ તકોનો ખ્યાલ મેળવવા ઉદ્યોગ માટે આદર્શ પ્લેટફોર્મ પુરૂ પાડીને OSH Chennaiની 3જી આવૃત્તિ માટે તેના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે."
OSH Chennai 2016 ખાતે લોન્ચ:
Dickies India
વૈશ્વિક કાર્યસ્થળના વસ્ત્રોની બ્રાન્ડના અગ્રણી 'Dickies', OSH Chennai 2016ના 'પ્રસ્તુતિ ભાગીદાર' એ તેમના નવા સલામતી ફુટવેર અને પરફોર્મન્સ વ્યવસાયિક કામના પહેરવેશનું અનાવરણ એક્સ્પો ખાતે કર્યુ.
Mr. Karthikeya R. Reddy, સીઇઓ અને ડિરેક્ટર, Dickies India, એ તેમની લોન્ચ અને પ્રસ્તુતિ ભાગીદાર તરીકે OSH Chennai 2016 સાથેના એસોસિયેશન વિશે કહેતાં જણાવ્યુ કે, "OSH India Dickiesને ભારતીય કામદારો માટે તેની ઉત્પાદનો રજૂ કરવા માટે એક મહાન પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ વર્ષના પણ પ્રસ્તુતિ ભાગીદાર બનવા માટે ખૂશ છીએ. અમે ભારતીય કામદારો માટે વૈશ્વિક સૌથી મોટી કામના પહેરવેશની બ્રાન્ડનો પરિચય કરાવ્યો છે અને અમે માનીએ છીએ કે OSH તેના માટે એક મહાન પ્લેટફોર્મ હતું. અમે જૂન 2016માં OSH Chennai ખાતે અમારા નવા સલામતી ફુટવેર અને પરફોર્મન્સ વ્યવસાયિક કામના પહેરવેશનું લોન્ચ કરેલ છે."
Euro Safety Footwear
Euro Safety Footwear, OSH Chennai 2016 માટે 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદાર' તેમાના નવા વિકસિત વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (PPE)ની શ્રેણીને, દરેક પ્રકારના ઉદ્યોગોને આશાસ્પદ ઉત્પાદનોની સગવડ પૂરી પાડવા પ્રદર્શિત કરી રહ્યુ છે.
Mr. Varun Budhiraja, ડિરેક્ટર, Euro Safety Footwear (India) Pvt. Ltd. એ લોન્ચ અને તેમના OSH Chennai 2016 સાથેના અસોશિયશન પર બોલતાં જણાવ્યુ કે, "અમે હમણાં મહિનાઓથી અમારી નવી ઉત્પાદનની શ્રેણી પર કાર્ય કરી રહ્યા છીએ. જયારે કોઈપણ નવો ખેલાડી બજારમાં આવે છે, તે ચાલી રહેલ વલણોનું અનુસરણ કરે છે અને લોકો પહેલેથી જે ખરીદી રહ્યા છે તે પ્રસ્તુત કરે છે. અમે જે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ તે કંઈક નવું છે અને જેને લોકો ખરીદવા માંગે છે. કારીગરોને આરામ, સગવડ અને બધુ સલામતીની ચાદરમાં વીંટળાયેલ હોય એવું જોઇએ છે અને અમે આવું જ કંઈક પ્રસ્તાવિત કરી રહ્યા છીએ. OSH અને Euro Safety Footwear વ્યવસાયિક સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને પ્રથમ વખત અમે એક્સ્પોને 'વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ભાગીદાર' તરીકે અમારી માન્યતાને મજબૂત બનાવવા સમર્થન આપી રહ્યા છે. આપણે હંમેશા યાદ રાખવું જોઇએ કે કારીગરોની સલામતી સાથે સમાધાન કરી આજે બચાવેલ પૈસા જાનહાનિ પર ખર્ચાય છે; અને માત્ર અપરાધ ભાવ બાકી રહી જાય છે."
Karam
KARAM એ સુરક્ષિત ભારત ડ્રાઇવ (Safe India Drive) અભિયાન લોન્ચ કરેલ છે જે અમારા સતત કામદારની સલામતી હાંસલ કરવા માટેના પ્રયાસના ભાગરૂપે મૂળ એક મોબાઇલ એક્ઝિબિશન ડેમો વાન છે. KARAM Mobile Studio કામના સ્થળે સલામતી અંગે જાગૃતિ પેદા કરવા માટે દેશની સમગ્ર લંબાઈ અને પહોળાઈને આવરી લે છે.
પતન રક્ષણ સાધનો અને પીપીઈ (PPE)ના પ્રથમ નંબરના ઉત્પાદક હોવાથી અને સલામતી કન્સલ્ટન્સી માટે એક સ્થળે ઉકેલ મળતો હોવાથી, કંપની સલામતી જાગૃતિ અને સુરક્ષા ઉત્પાદનોનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરવો કે જે તેમને ઊંચાઇ પર અને બંધિયાર જગ્યામાં કામ કરવાના જોખમો ઘટાડવા માટે મદદ કરી શકે છે તે વિશે લોકો અને સંસ્થાઓને શિક્ષિત બનાવવાની જવાબદારી અનુભવે છે.
આ વાન તેમના ઘર આંગણે જશે અને તેમને નવીન ઉત્પાદનો જોવા માટે, પતન રક્ષણ સાધનોનો ઉપયોગ અને પાલખ પર તાલીમની તક આપે છે અને ત્યારબાદ તેમના ઉત્પાદનોના જીવંત મજબૂતાઇ પરીક્ષણના સાક્ષી બનવાની તક આપે છે. સમગ્ર કાર્યક્રમ 90 મિનિટ માટે નિયત થયેલ છે અને એક દિવસમાં ઘણી વખત ઉત્પાદન તાલીમ પર ગ્રાહકના સંતોષ પ્રમાણે પુનરાવર્તન કરી શકાય છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asiaમાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.in ની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
022-61727000
UBM India
Share this article