હૈદ્રાબાદ, ભારત, June 13, 2016 /PRNewswire/ --
છેલ્લી આવૃત્તિ કરતાં મુલાકાતીઓનો પગરવ 20 ટકા વધ્યો હતો
UBM India દ્વારા સંચાલિત, ભારતના અગ્રણી એક્સિબિશન આયોજકો, Hyderabad Jewellery, Pearl and Gem Fair (HJF 2016)ની 9મી આવૃત્તિનું સમાપન હૈદ્રાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, નોવોટેલ ખાતે ગયા અઠવાડિયે કરવામાં આવ્યુ હતું. 100 બ્રાન્ડની સાથે, HJF 2016 તેની પાછળની આવૃત્તિની સરખામણીમાં 20 ટકાથી વધુ અભૂતપૂર્વ મૂલાકાતીઓનું સાક્ષી રહ્યુ છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160610/10148155 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160610/10148155-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160610/10148155-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
મુખ્ય મહેમાન, Shri Bonthu Ram Mohan, મેયર - Greater Hyderabad Municipal Corporation અને Ms. Jittima Nakamano, Royal Thai Consulate Generalના કોન્સલ (વાણિજયક) અને Thai Trade Centerના ડિરેક્ટર; Mr. G V Sreedhar, ચેરમેન, All India Gems & Jewellery Trade Federation; Mr. Mahendra Tayal, પ્રમુખ, Hitech City Jewellers Manufacturers Association અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India મહાનુભાવોની સાથે અન્ય મહત્વના મહાનુભવોની શોના ઉદ્દઘાટનમાં હાજરી દ્વારા શોને ઉદ્યોગ પ્લેટફોર્મ તરીકે માન્ય કરવામાં આવી હતી.
UBM Indiaનો બે દિવસીય HJF fair (4થી થી 5મી જૂન) જેમ્સ અને જ્વેલરીનું 100થી વધુ જ્વેલરીના ઉત્પાદકો જથ્થાબંધ વેપારીના, રિટેલરો, આયાતકારો, નિકાસકારો, હીરા અને રત્નોના સપ્લાયર્સ અને વેપાર અને સરકારી સંસ્થાઓ પ્રતિનિધિઓની ભાગીદારીવાળું સૌથી મોટુ એક B2B એક્ઝિબિશન છે. તે ભારતીય જ્વેલરી બજારમાં પ્રવેશદ્વાર છે અને ખરીદદારો અને સપ્લાયર્સ માટે જોડાવા માટે, નેટવર્ક માટે, વિચારોની આપ-લે કરવા, આગામી ટ્રેન્ડ શોધવા અને બિઝનેસ તકો પેદા કરવા એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. મેળામાં, હૈદ્રાબાદ અને આસપાસના પ્રદેશમાંથી 40થી વધુ ઉત્પાદકો દ્વારા રજૂ કરવામાં આવનાર વિક્ટોરિયન નિઝામ અને એન્ટિક આભૂષણોનું કલેક્શન સહિત એક્ઝિબિટર્સોએ હીરા, મોતી, રત્ન, જડતરવાળી જ્વેલરી, ઉત્કૃષ્ટ દક્ષિણ ભારતીય સોનાના આભૂષણોની મર્ચેન્ડાઇઝની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જેમણે આ વર્ષે શોનું સૌથી વધુ આકર્ષણ ખેંચ્યુ છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયલ તાજેતરની મશીનરી અને અન્ય સંબંધિત ઉત્પાદનો અને સેવાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
પ્રથમ વખત, HJFની આ આવૃત્તિ Telangana & AP Retail Jewellers Awards 2016 (4થી જૂન)નો પણ સાક્ષી બન્યો છે, એક અનોખી પહેલ રાજ્યમાં રિટેલ જ્વેલરી બિઝનેસનું શ્રેષ્ઠ સમ્માન કરે છે. કેટલીક પસંદગી કરાયેલ કંપનીઓ કે જેમણે રિટેલ જવેલરી ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે તેમને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે એક ટ્રોફીની સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવોર્ડ પછી એક ફેશન શૉ રાખવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગની સૌથી મહાન પ્રતિભાઓ સ્ટેજ પર જ્વેલરીના આશ્ચર્યકારક નમૂનાઓનું પ્રદર્શન કરતી જોવા મળી હતી.
The Telangana & AP Retail Jewellers Awards 2016એ પાંચ શ્રેણીઓમાં 150 નોમિનેશનો મેળવ્યા હતાં જેમાંથી નીચેની કંપનીઓને વિજેતા તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
TAP RJA WINNERS 2016
માર્કેટિંગ શ્રેષ્ઠતા
વર્ષની પ્રિન્ટ જાહેરાત Malabar Gold & Diamods
સૌથી અનોખી માર્કેટિંગ ઝુંબેશ Kirtilal Kalidas Jewellers Pvt Ltd
ઓપરેશનલ (સ્ટોર) શ્રેષ્ઠતા
વર્ષનો સ્ટોર 5000 Sq. Ftથી ઓછા માટે Niharika Jewelry Ensemble
5000 Sq. Ftથી વધુ માટે Krishna Jewellers, Pearls & Gems
વર્ષની રિટેલ ટીમ Kirtilal Kalidas Jewellers Pvt Ltd
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - હાર G R Thanga Maligai Jewellers (India) Pvt Ltd
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - બંગડી અને કડા Mor Jewellers
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - કાનની બૂટ્ટી Shobha Asar Jewellery Pvt Ltd
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - વીંટી G R Thanga Maligai Jewellers (India) Pvt Ltd
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - અન્યો Neelkanth Jewellers
ડિઝાઈનમાં શ્રેષ્ઠતા - અન્યો Sri Balaji Jewellers
જ્યુરીની પસંદગીના એવોર્ડસ
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ Mr. Radheshyam Gupta
રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર Mr. Mahendra Tayal
વર્ષના મહિલા ઉદ્યોગસાહસિક Vasundhara Kasaraneni
UBM પહેલ એવોર્ડ્સ
વર્ષના ઉભરતા ખેલાડી Doshi Gems & Jewels
સ્પેશિયલ રેકગ્નિશન Namo Jewels
HJF 2016ની સફળતા પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "HJFને ઉદ્યોગ તરફથી આ વર્ષે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ પ્રોત્સાહિત કરે છે અને આગળ વધુ ઉદ્યોગની સંભવિતતાને માન્યતા આપે છે. મેળો, રાજયનો એકમાત્ર આવો મોટો અને વિશાળ શો બનવાની સાથે આ ક્ષેત્રમાં વેપાર માટે ઉદ્યોગ બેન્ચમાર્ક બન્યો છે."
"આ વર્ષે, પ્રથમ વખત, HJFએ પ્રથમ વખત Telangana & AP Retail Jewellers Awardsનું લોન્ચ પણ જોયુ છે, રાજ્યના રિટેલ જ્વેલરી બિઝનેસમાં શ્રેષ્ઠ પ્રતિભાઓનું સમ્માન અને ઉજવણી કરવા માટેની અનન્ય પહેલ. એવોર્ડમાં માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાંથી નિષ્પક્ષ અને પારદર્શક પ્લેટફોર્મ પર સ્પર્ધા માટે શ્રેષ્ઠ રિટેલ જવેલર્સને એક મંચ પર આવતા જોયા છે," એમ તેમણે ઉમેર્યુ.
આ વર્ષે ભાગીદાર થનાર અમુક નોંધનીય એક્ઝિબિટર્સમાં અન્યોની સાથે આમનો સમાવેશ થાય છે: Anmol Jewellers, Swaroop Jewellers, Meenakshi Jewellers, Ramesh Chand Jewellers, Inderlal Balmukund Jewellers, Sri Balaji Jewellers, Siddi Vinayak Jewellers & Exporters અને P Mangatram Jewellers Pvt. Ltd. મેળાને Hyderabad Jewellers Manufacturers Association (HJMA) અને AP Gold Silver & Diamond Merchant Association અને 100થી વધુ જીલ્લાના અસોશિયેશન સહિત દક્ષિણ ભારતના અગત્યના જ્વેલરી સંગઠનો દ્વારા સમર્થન મળ્યુ હતું.
UBM હવે લગભગ છેલ્લા ત્રણ દાયકાઓથી જ્વેલરી ઉદ્યોગનો એક અભિન્ન ભાગ છે, જે વિશ્વભરમાં આ જ પ્રકારના પ્રખ્યાત જ્વેલરી મેળાનું આયોજન કરે છે. HJF ચાર-શહેરનો જવેલરી શૉ (કોલકત્તા, ચૈન્નઈ, હૈદ્રાબાદ અને દિલ્હી) માંનું એક છે જેનું UBM India દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે. 2008માં તેની પ્રથમ શરૂઆત બાદ, 2015માં HJFની 8મી આવૃત્તિએ ઉદ્યોગ માટે યોગ્ય બિઝનેસ તકો બનાવવી છે અને મેળો પ્રચંડ પરિણામ સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી પ્રદર્શકોને આકર્ષે છે. ત્રણ દિવસના મેળા માટે મેળામાં મોટી સંખ્યામાં ખરીદદારો અને વેચાણકર્તાઓ આવે છે અને આ કાર્યક્રમની પુષ્કળ લોકપ્રિયતા જોઇ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા 5000થી વધુ હોવી અપેક્ષિત છે.
UBM વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપયા ubmindia.in પર અમારી મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
સ્ત્રોત: UBM India Pvt. Ltd.
Share this article