મુંબઈ, June 1, 2016 /PRNewswire/ --
ફાર્મા પેકેજીંગ નવીનીકરણ માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ
CPhI કોન્ફરન્સ, UBM Indiaનો એક વિભાગ કે જેણે સંખ્યાબંધ સફળ ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, તેમણે 2જી - 3જી જૂન 2016ના રોજ સહારા સ્ટાર, મુંબઈ ખાતે નિર્શારિત 5મી વાર્ષિક InnoPack Pharma Confexની જાહેરાત કરી છે. InnoPack CPhI Worldwideની વૈશ્વિક બ્રાન્ડ છે અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પ્રસિદ્ધ પ્રસંગોમાંથી એક છે. કોન્ફરન્સ પેકેજિંગ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ખરીદદારો અને સપ્લાયર્સ સાથે લાવી, વિશ્વભરમાં સમર્પિત ફોરમ દ્વારા બિઝનેસ તકો બનાવે છે. તે ફાર્મા ઉદ્યોગના વ્યાવસાયિકોને એકઠા કરવા, નેટવર્ક, વિચારો અને જ્ઞાનની આપ-લે કરવા, ભવિષ્યના જોડાણો અને ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના ભાવિ આકાર માટે બધાને એક છતની નીચે લાવે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160531/10147276 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કોન્ફરન્સ વૈશ્વિક પેકેજિંગ પરિપ્રેક્ષ્ય સાથે પેકેજિંગ વિવિધ પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જે દવા પેકેજિંગમાં નવીનતા દ્વારા સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સભા ઉદ્યોગોને સંપર્કો બનાવવા અને નવા અને અજ્ઞાત બજારમાં દાખલ થવામાં પણ મદદ કરશે.
સભા કે જે ફાર્મા પેકેજિંગની નવીનતા માટે સૌથી મોટુ પ્લેટફોર્મ હોવાનું વચન આપે છે તે બુદ્ધિશાળી મગજોની હાજરી જોશે જેઓ મળશે અને તેઓ નવા પાસા, દબાણના પડકારો, અદ્યતન પેકેજીંગ ઉકેલો અને ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ખૂબ આગળની બાબતોની ચર્ચા કરશે. તેમાં બાળક પ્રતિરોધક પેકેજીંગ, પેકેજિંગ ડિઝાઇન ટ્રેક અને ટ્રેસ, ક્રમબદ્દિકરણ, ગ્રાહક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત, 3D પ્રિન્ટીંગ પર કેસ સ્ટડી ચર્ચા અને પહેલેથી ભરેલ સિરીંજ અને એક્સ્ટ્રેકટેબલ અને લીચેબલ પર મહાનુભાવો દ્વારા પેનલ ચર્ચા કરવામાં આવશે જેના પછી પ્રશ્નોત્તરી સત્ર કરવામાં આવશે.
આ વર્ષે કોન્ફરન્સનું ઉદ્દઘાટન Shri Sudhanshu Pandey, માનનીય સંયુક્ત સચિવ, કોમર્સ વિભાગ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય, ભારત સરકાર ; Dr. K Bangarurajan, નાયબ ડ્રગ્સ કંટ્રોલર (ભારત), Central Drugs Standard Control Organization (CDSCO) અને Dr. Appaji PV, મહાનિદેશક, Pharmaceutical Export Promotion Council of India દ્વારા કરવામાં આવશે, જેઓ વ્યાપક ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માટે ભારતીય અને નિકાસ વિનયમોની ચર્ચા કરશે.
વિખ્યાત બોલનારા જેમકે Mr. Sanjay Ghoshal, વરિષ્ઠ ડિરેક્ટર અને હેડ - પેકેજીંગ, Dr. Reddy's Laboratories; Mr. Prabir Das, ઉપ પ્રમુખ, Mylan; Mr. Renaud Janssen, સિનિયર મેનેજર - વૈશ્વિક વૈજ્ઞાનિક બાબતો, Datwyler Pharma Packaging India; Mr. Santanu Chowdhury, એસોસિયેટ ડિરેક્ટર, Sun Pharma; Mr. Nicolas Brandes, ડિરેક્ટર - માર્કેટ ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ટેકનોલોજી, West Pharmaceutical Packaging India; Mr. Sudish Sukumaran, ટેકનિકલ નિયામક, Elmach Packages India અને Mr. Abhijit Chatterjee, પેકેજિંગ ડિરેક્ટર, Lupin, અન્યોની સાથે બે દિવસીય કોન્ફરેન્સનો ભાગ હશે.
કોન્ફરન્સ પછી શીર્ષક ભાગીદારો તરીકે Accupack સાથેના અસોસિયેશનમાં The India Packaging Awards થશે. એવોર્ડ પેકેજિંગ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા અને નવીનીકરણને ઓળખશે અને વિચારકો અને સર્જકો કે જેમણે પેકેજિંગમાં નવા આયામો તોડયા છે તેની ઉજવણી કરશે.
આ પ્રસંગ માસ્ટરમાઇન્ડને માટે ચીયર કરવા ઉદ્યોગના ચેમ્પિયનો એક જ પ્લેટફોર્મ પર આવે છે તેનું સાક્ષી બનશે અને ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા પ્રસ્તુતિનો સમાવેશ કરે છે, વિશિષ્ટ ઉત્પાદન લોન્ચ, મનોરંજન કૃત્યો, સાથેસાથે અવોર્ડ અને માન્યતા સમારંભનો સાક્ષી બનશે.
The India Packaging Awardsમાં નીચેની શ્રેણીમાં 100+ નોમિનેશનો મેળવ્યા છે:
5મા વાર્ષિક InnoPack Pharma Confexની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India એ જણાવ્યુ કે, "પેકેજીંગ ઊભરતું વિજ્ઞાન, ઊભરતું એન્જિનિયરિંગ શિસ્ત અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સફળ યોગદાન આપનાર છે. InnoPack Pharma Confex, સાર્વત્રિક પેકેજિંગ પરિપ્રેક્ષ્ય સાથે દવા પેકેજિંગમાં નવીનતા દ્વારા ટકાઉતા પર ધ્યાન કેન્દ્રિત કરવા દ્વારા પેકેજિંગના વિવિધ પાસાંઓ પર ધ્યાન દોરવામાં મદદ કરશે. આ મેળાવડો ઉદ્યોગોને સંપર્ક બનાવવામાં સરળતા માટે અને વણવપરાયેલ બજારોમાં દાખલ થવામાં પણ મદદ કરશે."
"UBM India The India Packaging Awardsનું પણ આયોજન કરશે કે જે પેકેજિંગ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા અને નવીનીકરણ ઓળખી તેને સરળ બનાવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રેક્ષકો માટે પેકેજિંગ સર્જકોના અનાવરણ દ્વારા વૈશ્વિક ધોરણે નેતૃત્વનો ખ્યાલ અપાવે છે," તેમણે ઉમેર્યુ.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article