મુંબઇ, May 30, 2016 /PRNewswire/ --
UBM India એ ઉદ્યોગના પ્રખ્યાત ભારતીય અને વૈશ્વિક અગ્રણી કંપનીઓ તરફથી સહભાગિતા સાથે શોના 4થા એડિશનનું સફળતાપૂર્વક સમાપન કરે છે
UBM India એ છેલ્લા અઠવાડિયામાં બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મુંબઇ ખાતે પ્રોડક્ટ્શ, સોલ્યુશન્સ અને સર્વિસિસના ઔધોગિક શોકેસની વચ્ચે, 10 દેશોમાંથી 150 કરતાં વધુ ભારતીય અને વૈશ્વિક સપ્લાયર્સ અને ઉત્પાદકો તથા 5500 કરતાં વધુ ટ્રેડ મુલાકાતીઓ સાથે Concrete Show India (19મી મેથી 21મી મે 2015)ના 4થા એડિશનનું સફળતાપૂર્વક સમાપન કરે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160422/10144607 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
Shri. S. M. Ramchandani, જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર, Maharashtra State Road Development Corporation Ltd. (MSRDC) ના મહત્વપૂર્ણ સંબોધન અને મુખ્ય અતિથિ Shri. Eknath Sambhaji Shinde, કેબિનેટ મંત્રી, PWD (MSRDC, જાહેર ઉપક્રમ) મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિશેષ સંબોધન સાથે પ્રસંગનો ભવ્ય પ્રારંભ કરાયો હતો જેમાં ઉદ્યોગની મહત્વપૂર્ણ વ્યક્તિઓની વચ્ચે અન્ય ઉચ્ચ પદાધિકારીઓ પણ હતાં - Shri Gajanan Kirtikar, સંસદ સભ્ય (MP); Shri. Varun Sardesai, યુવા નેતા; Shri. N. A. Viswanathan, સચિવ સામાન્ય, Cement Manufacturers Association (CMA); Dr. Manamohan R Kalgal, અધ્યક્ષ, Indian Concrete Institute (ICI) અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India.
ઉદ્ઘાટનમાં, મુખ્ય અતિથિ Shri. Eknath Shinde એ વિશેષ બાબત પર ભાર મુકતા કહ્યું કે Concrete Show India ઉદ્યોગ માટે નવી ટેકનોલોજી લાવવામાં મદદ કરશે, જે રાજ્ય સ્તરે નવા પ્રોજેક્ટના પ્રારંભમાં મૂલ્યવર્ધિત કરશે. તેમણે ઉમેરતાં એ પણ કહ્યું કે તેઓ "મેક ઇન ઇન્ડિયા" ઝુંબેશ તરફ મહારાષ્ટ્ર સૌથી વધુ ફાળો આપશે. તેઓએ રોડ પ્રોજેક્ટ્સના કન્સ્ટ્રક્શન માટે Maharashtra State Road Development Corporation Ltd. (MSRDC) સાથે કરાર કર્યા છે અને એડવાન્સ્ડ ટેકનોલોજીસના ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેનાથી આવા પ્રોજેક્ટ્સ આગળ વધીને પૂર્ણ થવા માટે લીધેલા સમયમાં ઘટાડો કરવામાં મદદ થશે.
ટેકનોલોજીના વલણો અને બજારની હિલ-ચાલના સંબંધમાં આંતરિક માહિતી મેળવવા ચાઇના, ટર્કી, જર્મની, કોરીયા, ઇટાલી, જાપાન, US અને સમગ્ર વેલ્યૂ ચેઇન તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભારતની મુલાકાત લીધી હતી L & T Construction, Gammon India Limited, AmbujaCements Limited and MC - Bauchemie (India) Private Limited જેવી પ્રખ્યાત કંપનીઓ તરફહી અને અન્ય લોકોના મહત્વપૂર્ણ ઉદ્યોગના વક્તાઓ સાથે જાણકારી સત્રોની શ્રેણીઓનો પણ એક્સ્પોમાં સમાવેશ થયો હતો. પ્રથમ દિવસે એડવાન્સિસ ઇન ડિઝાઇન ટેકનિક ફોર રીઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ (RCC) સ્ટ્રક્ચર, સિસ્મિક ડિઝાઇન ઓફ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સ, મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર્સ, એલિવેટેડ સ્ટ્રક્ચર્સ, અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર્સ અને ટનલ્સ અને બીજા અન્ય વિષયો પર રજૂઆતો થઇ હતી. જ્યારે બીજા દિવસે નીચેની વિષય-વસ્તુઓ પર ચર્ચાઓ થઇ હતી - ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન : શ્રેષ્ઠ પ્રણાલીઓ; નિરીક્ષણ, મરામત, પુલ અને અન્ય સ્ટ્રક્ચર્સનું પુનસ્થાપન અને મરામત, હાઈવે પ્રોજેક્ટ માટે ગુણવત્તા ખાતરીની સિસ્ટમ અને TQM અને કોંક્રિટ એડમિક્સ્ચર ટેકનોલોજી.
નવીનીકરણ ક્ષેત્ર, પ્રોડક્ટનો પ્રારંભ, અને કોંક્રિટ મેન એ પ્રસંગની વિશેષ મહત્વપૂર્ણ બાબતો હતી.
નવીનીકરણ ક્ષેત્રમાં પાંચ સહભાગીઓ હતાં - Hicrete, Ashtech, Lucid colloids, UN Sons અને J.K.Cement. નવીનીકરણ ક્ષેત્રમાં વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડના વિજેતા Hicrete Decorative Systems Pvt.Ltd. હતાં, એક કંપની જેણે ભારતમાં સુશોભનની વિવિધ વિભાવના લાવી છે. તે ઉચ્ચ ગુણવત્તાની સુશોભનની કોંક્રિટની પ્રોડક્ટ્સ, સર્વિસ, સાધન-સામગ્રી અને સહાય માટે ઓન-સ્ટોપ-શોપ છે.
Concrete Show India 2016ના સફળ સમાપન અંગે બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યું, "સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ પ્રોજેક્ટ માટે વિશાળ પ્રમાણમાં અભિયાન ચલાવવાથી કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સ્ટેકહોલ્ડર્સ માટે વિશાળ સંભાવના પૂરી પાડશે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાજેતરમાં મૂડીરોકાણમાં વધારો કરવાથી ભારતમાં વિકાસને પ્રોત્સાહન આપવામાં પગલાંઓ પૈકી એકનો ઉમેરો છે જે ક્ષેત્રની સંભાવના અને તેની પ્રસ્તુતિ વચ્ચેના અવકાશને સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. Concrete Show Indiaના 4થા એડિશન દ્વારા UBM India, ઘણા ત્રિમાસિકો પછી આપણે પ્રથમ વાર સિમેન્ટ માટેની માંગણીમાં વધારો જોઇ રહ્યા છે તે સમયે ભારતના કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને શ્રેષ્ઠ ટેકનોલોજી, પ્રણાલીઓ, વિકાસ, બ્રાન્ડ્સ, જાણકારી અને નિષ્ણાતતા માટે પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના હેતુઓને પરિપૂર્ણ કરે છે."
શોમાં Cosben Equipments, Elematic India Private Limited, Godrej Construction, Hess Concrete Machinery India Pvt. Ltd., Hyundai Aluminum Co. Ltd., J K Cement, JSW Cement, Masa Concrete Plants India Pvt. Ltd., Perma Construction Aids Pvt. Ltd., PERI India Private Limited, ROTHO - Robert Thomas, Smooth-On, Inc., Sommer Anlagentechnik GmbH, Toyota Forms, WAM India Pvt. Ltd., Putzmeister, Ultra Tech Cement, Sika, Greaves Cotton, Imagico, Kyb-Conmat, Ajax Fiori and Wehrhahn Gmbh જેવી ઉદ્યોગની અગ્રણ કંપનીઓ અને અન્ય કંપનીઓ દ્વારા વિશેષપૂર્ણ હાજરી આપી હતી.
એક્સ્પોને Indian Concrete Institute (ICI), Builder Association of India (BAI), Association of Consulting Civil Engineers (India) (ACCE), Indian Society of Structural Engineers (ISSE), The Institute of Engineers India (IEI), Indian Association of Structural Engineers (IAstruct), Indian Institute of Bridge Engineering (IIBE), Cement Manufactures Association (CMA), Construction Chemicals Manufacturers Association (CCMA) and Ready Mixed Concrete Manufacturers' Association (RMCMA)ના સમર્થન સાથે વિશાળ પ્રમાણમાં ઉદ્યોગ દ્વારા સારું પ્રોત્સાહન મળ્યું હતું.
ઉદ્યોગે UBM India દ્વારા વાર્ષિક એક્સ્પોને ઉદ્યોગના પ્લેટફોર્મ અને તેના હેતુ માટે પુનરુચ્ચાર તરીકે Concrete Show India 2016 ને માન્યતા આપી છે
પ્રસ્તુતિ:
Mr. Rahul Akkara, વાઇસ પ્રેસિડેન્ટ, સ્ટ્રેટેજી એન્ડ બ્રાન્ડ - JSW Cement
"કોંક્રિટ શો ઇન્ડિયા તેના નવીનીકરણના શોકેશ માટે JSW Cement માટે તથા તેના ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટ્સની શ્રેણી માટે હંમેશા સારું પ્લેટફોર્મ રહ્યું છે. અમે સતત 2જા વર્ષે શોમાં ભાગ લીધો છે અને આ પ્લેટફોર્મ સાથે હંમેશા ખુશ રહ્યા છીએ કેમ કે તેનાઠી સમગ્ર ભારતના અમારા સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં અમને મદદ કરી છે."
Mr. Rajkumar Oswal, ડિરેક્ટર - Toyota Forms India Pvt Ltd
"Concrete Show Indiaમાં આ અમારું સહભાગિતાનું ત્રીજું વર્ષ છે. Concrete Show India ખાતે અમારા અગાઉના અનુભવને કારણે, અમે અમારા વેચાણમાં વૃદ્ધિ જોઇએ છીએ સાથે સાથે ઉદ્યોગ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય કરનારા અને ખરીદનારાઓ સાથે આંતરક્રિયા કરી શકીએ છીએ. વ્યવસાયના અમારા વિસ્તરણ માટેની અમારી યોજનાઓ સાથે, અમે અમદાવાદમાં એક નવી ઉત્પાદનની સુવિધા શરૂ કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ એડિશન અમદાવાદ તેમ જ સમગ્ર ભારતમાં અમારી અપેક્ષાઓ ખોલવામાં અમને મદદ કરશે. અમે અમારી પ્રિકાસ્ટ પ્રોડક્ટ્સ મેનહોલ અને મોલ્ડ્સના શોકેસ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ પણ લઇશું."
Mr. Punit Mehta, મેનેજર - Tally Solutions
"અમે શોથી ખુબ આનંદ થયો હતો અને અમને B2B ગ્રાહકો તરફથી ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. અમને ભારતના અન્ય ભાગોમાંથી પણ ઘણી બધી પૂછપરછો જોવા મળી છે અને અમે દક્ષિણી બજારમાં વિશાળ સંભાવનાઓ જણાઇ છે."
Mr. Maninder Singh, સેલ્સ મેનેજર (ભારત) - Sommer Anlagentechnik GmbH
"Concrete Show India માં આ અમારી બીજી સહભાગિતા છે. પ્રદર્શન એક સારી વિભાવના અને સંદર્ભ પર આધારિત છે જે ઉદ્યોગ સાથે સંબંધ ધરાવનાર પૂછપરછો સાથે યોગ્ય ગ્રાહકો અમને મળ્યા છે તેના કારણે છે. આ શો દર વર્ષે મહત્વપૂર્ણ નિર્ણય લેનારાઓ સાથે જોડાવા અને નવીનીકરણ વિકાસ જોવા ઉદ્યોગને ઘણું સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પ્રદર્શનમાં રહેલ અન્ય સંભવિત બજારો દિલ્હી અને બેંગલુરુ રહેશે."
Ms. Saumya Mittal, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર - GoRMC
"અમે આ વર્ષના પ્રસંગ પર ઘણાં સંભવિત નવા માર્ગો બતાવે છે. પ્રસંગ ખુબ વ્યાવસાયિકપણે હાથ ધરાઇ હતી અને અમે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો એમ બંને પ્રકારના વિવિધ ગ્રાહકો જોયા છે. ConcreteShow India દ્વારા, અમે વિવિધ બજારના વલણોને સમજ્યાં છીએ અને ઉદ્યોગનું વધુ સારી રીતે પૃથ્થકરણ કરવા અન્ય કંપનીઓનો અભ્યાસ કરવા અમને મદદ કરે છે. અમારા સ્ટોલની ઉદ્યોગના વ્યાવસાયિકો દ્વારા મુલાકાત લીધી હતી, જેનાથી ભવિષ્યમાં સંભવિત નવા માર્ગો ઉત્પન્ન થયા છે."
Mr. Jijo James, પ્રાદેશિક મેનેજર - Putzmeister
"આ અમારું પ્રથમ વર્ષ છે જ્યાં અમે Concrete Show India સાથે સંકળાયેલા છીએ. આ પ્રકારના પ્રસંગથી ઉદ્યોગને વૃદ્ધિ પામવામાં મદદ થાય છે કેમ કે તે નવી અને નવીનતમ ટેકનોલોજી પ્રસ્તુત કરે છે. દક્ષિણી બજારમાં ઘણી બધી સંભાવના રહેલી છે અને અમારે આ પ્રદેશોમાં પણ પ્રચાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. અમને મળેલા મુલાકાતીઓની મુલાકાતથી અમે સંતુષ્ટ છીએ."
Mr. Prakash Kandaraj, ડિરેક્ટર, સેલ્સ એન્ડ માર્કેટિંગ - Cetas
અમારી સહભાગિતાના પ્રથમ વર્ષમાં અમે મુલાકાતીઓના સંદર્ભમાં સારો પ્રતિભાવ મેળવ્યો છે. અમને લાગે છે કે વધુ મુલાકાતીઓ મેળવવા માટે અમારે પશ્ચિમી પ્રદેશમાં દાખલ થવું જરૂરી બને છે કેમ કે સમય જતાં અમને તેમાં વધારો થશે એવું જણાય છે. દક્ષિણી બજાર પણ વૃદ્ધિ પામી રહ્યું છે, તેથી ત્યાં પ્રદર્શન થાય તેવું અમે ઇચ્છીશું."
Mr. Rajendra Sonawane, મેનેજીંગ ડિરેક્ટર - AHP Machines
"અમારા સ્ટોલ ખાતે મળેલા પ્રતિભાવથી અમે ખુબ આનંદિત છીએ. અમે બજારમાં ઉભરી રહેલ નવીનીકરણને જોઇને ખુશ થયાં હતાં. આ અમારું Concrete Show India માં 1લું એડિશન હોવાથી, અમે એકંદર અનુભવથી ખુશ છીએ અને અમે આગામી વર્ષમાં પાછા આવવાની આશા રાખીએ છીએ."
UBM India અંગે
UBM India એ ભારતની અગ્રણી પ્રદર્શન યોજનાર કંપની છે જે પ્રદર્શનના પોર્ટફોલિયો, વિષય વસ્તુ આધારિત કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા, સમગ્ર વિશ્વમાંથી ખરીદનારાઓ અને વેચાણ કરનારાઓને સાથે લાવીને ઉદ્યોગને પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 કરતાં વધુ વિશાળ પ્રમાણમાં પ્રદર્શનો અને 40 કોન્ફરન્સનું આયોજન કરે છે, જે ઉદ્યોગના વ્યવસાયને બધી જ રીતે વેપાર કરવામાં સમર્થ બનાવે છે. એક UBM Asia કંપની, UBM India ની મુંબઇ, ન્યૂદિલ્હી, બેંગલોર અને ચેન્નાઇમાં ઓફિસ છે. UBM plc દ્વારા UBM Asia ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન્નું આયોજન કરનાર કંપની છે અને મેઇનલેન્ડ ચાઇના, ઇન્ડિયા અને મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યિક આયોજન કરનાર કંપની છે. વધુ માહિતી માટે, કૃપા કરીને www.ubmindia.in મુલાકાત કરો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article