હૈદ્રાબાદ, ભારત, May 19, 2016 /PRNewswire/ --
ભારતના અગ્રણી ઝવેરીઓના ટ્રેડ ઇક્સ્ટ્રેવગેઝૅની મોતીઓના શહેર
હૈદ્રાબાદ આભુષણ, મોતી અને જેમનો ફેર (HJF 2016), ભારતનો અગ્રણી ઝવેરાત મેળો, ફરી એકવાર સર્વોચ્ચ ઝવેરીઓ, આયાત અને નિકાસ વેપારીઓ અને મોતીઓના શહેર - હૈદ્રાબાદના ઉદ્યોગ સંગઠનોને લઈને પાછો આવી રહ્યો છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160518/10146361 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20160518/10146361-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
HJFની 9મી આવૃત્તિ બે દિવસનો મેળો 4થી & 5થી જૂન, 2016ના રોજ, HICC, નોવોટેલ, હાઇટેક સિટી, હૈદ્રાબાદ ખાતે હશે અને ઝવેરાત ઉદ્યોગમાં તાજેતરની તકોમાંથી કેટલાકનું પ્રદર્શન કરશે.
આ વર્ષે 150થી વધુ પ્રદર્શકો સહભાગી થશે, જ્વેલરી બ્રાન્ડ, જથ્થાબંધ વેપારીના, રિટેલરો, આયાતકારો, નિકાસકારો, હીરા અને રત્નોના સપ્લાયર્સ અને વેપાર અને સરકારી સંસ્થાઓ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. હૈદ્રાબાદ અને આસપાસના પ્રદેશમાંથી 40થી વધુ ઉત્પાદકો દ્વારા રજૂ કરવામાં આવનાર વિક્ટોરિયન, નિઝામ અને એન્ટિક આભૂષણોનું કલેક્શન આ વર્ષે શૉમાં સૌથી વધુ આકર્ષણ ખેંચશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
HJF 2016, દક્ષિણ ભારતમાં B2B આંતરરાષ્ટ્રીય ઝવેરાત મેળા માટેની ચાવી ભારતીય જ્વેલરી બજારમાં પ્રવેશદ્વાર હોવાનું વચન આપે છે, ખરીદદારો અને સપ્લાયર્સ માટે જોડાવા માટે, નેટવર્ક માટે, વિચારોની આપ-લે કરવા, આગામી ટ્રેન્ડ શોધવા અને બિઝનેસ તકો પેદા કરવા એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. બે દિવસનો મેળો હીરા, મોતી, રત્ન, ઉત્કૃષ્ટ સોનું અને સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ સહિત મર્ચેન્ડાઇઝની વિશાળ શ્રેણી રજૂ કરશે. આ વર્ષે ભાગ લેનારા નોંધનીય પ્રદર્શકોમાં અન્યો મહાનુભવોની સાથે Anmol Jewellers, Swaroop Jewellers, Meenakshi Jewellers, Lalit Jewellers, Inderlal balmukund Jewellers, Sri Balaji Jewellers, Siddi Vinayak Jewellers & Exporters અને P Mangatram Jewellers Pvt. Ltd.નો સમાવેશ થાય છે. મેળાને Hyderabad Jewellers Manufacturers Association (HJMA) અને AP Gold Silver & Diamond Merchant Association સહિત દક્ષિણ ભારતના અગત્યના જ્વેલરી સંગઠનો દ્વારા સહાય મળેલ છે.
આ પ્રસંગે બોલતા, Mr Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India કહે છે કે, "હૈદ્રાબાદ જવેલરી પર્લ અને જેમ મેળો એક આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જે સ્થાનિક અને વિદેશી જ્વેલરી, હીરા, મોતી અને રત્નોના સપ્લાયર્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને અગત્યના ખરીદદારોને મળવા માટે સક્રિય બનાવે છે."
"હેદ્રાબાદ વિશાળ અને વિકસતા દક્ષિણ ભારતીય ઉત્પાદન અને રિટેલ માર્કેટને રજૂ કરે છે અને અમને જ્વેલરી ઉદ્યોગના ખેલાડીઓ વચ્ચે પ્રદેશમાં વેચાણ ઉત્પન્ન કરવા અને સારા બિઝનેસ સંબંધો બાંધવાનો ગર્વ છે." તેમણે આગળ ઉમેર્યુ.
HJF સાથેના એસોસિયેશન પર બોલતા Mr. Mahender Kumar Tayal, પ્રમુખ, Hyderabad Jewellery Manufacturers Association જણાવે છે કે, "UBM India સાથે સહયોગી થવું એ એક સમાન્નની વાત છે. હૈદ્રાબાદ, જવેલરી, પર્લ અને જેમ્સ મેળો બધા રિટેલરો અને જથ્થાબંધ વેપારી માટે હેદ્રાબાદમાં વિવિધ અનન્ય જવેલરીના સાક્ષી બનવા અને ઉદ્યોગમાં મુખ્ય સપ્લાયર્સ સાથે નેટવર્કમાં જોડાવા માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ છે. તે તેલંગણા રાજ્ય માટે એક મહત્વપૂર્ણ મેળો છે, કે જેઓ ભારતમાં 5મું સૌથી મોટુ ઉત્પાદન કેન્દ્ર અને સ્ટડેડ જવેલરી અને નક્શીકામના નિર્માતા છે."
HJF સાથેના એસોસિયેશન પર બોલતા, Mr. Nitin Agarwal, ભાગીદાર, Meenakshi Jewellers કહે છે, "અમે છેલ્લા 6 વર્ષોથી હૈદ્રાબાદ જવેલરી, પર્લ અને જેમ્સ મેળાનો એક અભિન્ન છીએ અને આ વર્ષે અમે અમારા વિશિષ્ટ કાપ્યા વિનાના પોલ્કી ડાયમંડ કલેક્શન પ્રસ્તુત કરી રહ્યા છીએ. અમે દરવર્ષે આ મેળાના સાક્ષી બનવા માટે ખરેખર ખુશ છીએ અને ખરેખર UBMની સંકલ્પના કરવા માટે અને આટલી મોટી સંખ્યામાં ઉત્પાદકો/વેપારીઓને સ્થાનિક જ્વેલરી રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓની નજીક લવવા માટે ખરેખર કદર કરીએ છીએ."
HJF 2016 Telangana & AP Retail Jewellers Awards 2016નો પણ સાક્ષી બનશે, એક અનોખી પહેલ રાજ્યમાં રિટેલ જ્વેલરી બિઝનેસનું શ્રેષ્ઠ સમ્માન. કેટલીક પસંદગી કરાયેલ કંપનીઓ કે જેમણે રિટેલ જવેલરી ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે તેમને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે એક ટ્રોફીની સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે. એવોર્ડ પછી એક ફેશન શૉ હશે કે જેમાં ઉદ્યોગની સૌથી મહાન પ્રતિભાઓ સ્ટેજ પર જ્વેલરીના આશ્ચર્યકારક નમૂનાઓનું પ્રદર્શન જોવામાં આવશે.
UBM હવે લગભગ છેલ્લા ત્રણ દાયકાઓથી જ્વેલરી ઉદ્યોગનો એક અભિન્ન ભાગ છે, જે વિશ્વભરમાં સમાન પ્રખ્યાત જ્વેલરી મેળાનું આયોજન કરે છે. HJF ચાર-શહેર જવેલરી શૉ (કોલકત્તા, ચૈન્નઈ, હૈદ્રાબાદ અને દિલ્હી) માંનું એક છે જેનું UBM India દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે. 2008માં તેની પ્રથમ શરૂઆત બાદ, 2015માં HJFની 8મી આવૃત્તિએ ઉદ્યોગ માટે યોગ્ય બિઝનેસ તકો બનાવવી છે અને મેળો પ્રચંડ પરિણામ સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી પ્રદર્શકોને આકર્ષે છે. ત્રણ દિવસના મેળા માટે મેળામાં મોતી સંખ્યામાં ખરીદદારો અને વેચાણકર્તાઓ આવે છે અને આ કાર્યક્રમની પુષ્કળ લોકપ્રિયતા જોઇ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા 5000થી વધુ અપેક્ષિત છે.
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asia ના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in પર અમારી મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article