ચેન્નઇ, May 18, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા દક્ષિણ ભારતનો એક માત્ર ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેડ શો
UBM Indiaએ ચેન્નઇમાં ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (OSH) ઈન્ડિયાની ત્રીજી આવૃત્તિ રજૂ કરવાની જાહેરાત કરી હતી. ચેન્નઇ ટ્રેડ સેન્ટર ખાતે 9મી અને 10મી જૂન, 2016ના રોજ આયોજિત આ એક્સપોનો લક્ષ્યાંક જાણિતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારો, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ નિષ્ણાતો અને ચાવીરૂપ સરકારી અધિકારીઓને આ ઉદ્યોગ મંચ પર વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પદ્ધત્તિઓની આપલે કરવા અને કાર્યસ્થળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લગતા પડકારો માટે ઉકેલ શોધવા માટે એકત્ર કરવાનો છે. આ એક્સપોને ગુજરાત સેફ્ટી કાઉન્સિલ એન્ડ ઈન્ડિયન ટેકનિકલ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160517/10146337 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
હજુ સુધી પ્રવેશ કર્યો નથી એવા વ્યાપક ભારતીય બજારનાં ઉદ્યોગજગતની વચ્ચે પોતાના નવીનીકરણ અને જ્ઞાનનું પ્રદર્શન કરવા વિશ્વભરના હેલ્થ અને સેફ્ટી સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને તક આપવાની સાથે OSH ચેન્નઇ 2016 કંપનીઓ માટે બે દિવસીય પરિષદનું આયોજન કરશે, જેમાં ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થને અગ્રીમતા રૂપે વેગ આપવાની સાથે સાથે પોતાના કાર્યસ્થળનાં આરોગ્ય અને સુરક્ષામાં રોકાણ કરવાના અને તેના પરિણામ સ્વરૂપે વ્યાપક સ્તરે પોતાની સંસ્થાનાં અને અર્થતંત્રનાં મહત્ત્વ અને કારોબારી લાભનું પુનરુચ્ચારણ કરવામાં આવશે. આ એક્સપો ઇનોવેશન ઝોનનું પણ આયોજન કરશે, જે પ્રદર્શનકર્તાઓ માટે પોતાની નવીન પ્રોડક્ટ્સને પ્રોત્સાહિત અને પ્રદર્શિત કરવાનું મંચ પૂરું પાડશે અને તે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ ઉદ્યોગને વ્યાપક સ્તરે લાભ કરશે.
OSH ચેન્નઇનું કદ અને ઊંડાણ સતત વિકસી રહ્યાં છે, જે આપણા પ્રેઝન્ટિંગ પાર્ટનર્સ - Dickies, ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ પાર્ટનર - Euro Safety Footwear (India) Pvt Ltd અને અન્ય કંપનીઓ જેવી કે Mallcom India Ltd; Venus Safety and Health Pvt Ltd; Acme Safetywears Ltd; Accent Industries Ltd; Prolite Autoglo Ltd; Acme Fabrik Plast Co; Lakeland Glove and Safety Apparels Pvt Ltd; Allied Safety Equipments Pvt Ltd; JLG Industries; Aktion Safety Solutions Pvt Ltd; Tobit Engineers; Tej Engineering; Prem Safety Works; Hetal International અને NIST Institute Pvt. Ltd સહિતના ઉદ્યોગજગતના આગેવાનો અને ચાવીરૂપ પ્રદર્શનકર્તાઓને આકર્ષી રહ્યા છે. આ એક્સપોમાં યુએસએ, જર્મની અને જાપાન જેવા દેશોની આંતરરાષ્ટ્રીય સહભાગીતા પણ જોવા મળશે.
આ જાહેરાત કરતી વખતે UBM India Pvt. Ltdના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે "અસુરક્ષિત કાર્યસ્થળો પર જાનહાનિની વધી રહી હોવાની સાથે વૈશ્વિક સ્તરે ઓક્યુપેશનલ સેફ્ટી માટે વધી રહેલી જાગૃત્તિ અને જરૂરિયાતે ભારતીય કંપનીઓમાં પણ ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટીનાં અનુસરણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણમાં વધારો થવાની સાથે આંતરમાળખાકીય સુવિધાના વિકાસ અને કાર્યસ્થળને સુરક્ષા પૂરી પાડવા અંગે સરકાર દ્વારા સતત ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી વિશ્વભરના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે પોતાની પ્રોડક્ટ અને સોલ્યુશન ઓફરિંગ્સને પ્રદર્શિત કરવાની મોટી તક રહેલી છે. OSH ચેન્નઈ દ્વારા, અમે આ તકનો ખ્યાલ આપાવા માટે ઉદ્યોગ માટે એક યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડીએ છીએ."
OSH ચેન્નઇ 2016 માટેના પ્રેઝન્ટિંગ પાર્ટનર અગ્રણી ગ્લોબલ વર્ક વેર બ્રાન્ડ ડિકિસ એક્સપો ખાતે તેમના નવા સેફ્ટી ફુટવેર અને પર્ફોર્મન્સ ઓક્યુપેશનલ વર્ક વેર લાઇનને રજૂ કરશે. મજબૂત, ટકાઉ અને પર્ફોર્મન્સ વસ્ત્રો માટે જાણિતી Dickies 100 કરતા પણ વધુ દેશોમાં વસ્ત્રો, ફુટવેર અને લાઇસન્સ ધરાવતી ચીજવસ્તુઓની વ્યાપક શ્રેણીમાં અતુલનીય મૂલ્યે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
જાહેરાત અને પ્રેઝન્ટિંગ પાર્ટનર્સ તરીકે OSH ચેન્નઇ 2016 સાથેની પોતાની સહભાગિતા અંગે Dickiesના સીઇઓ અને ડિરેક્ટર Mr. Karthikeya R. Reddyએ જણાવ્યું હતું કે "OSH India Dickies માટે ભારતીય કામદારો સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરવા માટેનું શ્રેષ્ઠ મંચ પૂરું પાડે છે અને અમે પ્રવર્તમાન વર્ષની આવૃત્તિ માટે પ્રેઝન્ટિંગ પાર્ટનર્સ બનીને પણ ખુશી વ્યક્ત કરીએ છીએ. અમે ભારતીય કામદારો સમક્ષ વૈશ્વિક સ્તરની અગ્રણી વર્ક વેર બ્રાન્ડ રજૂ કરવા માગીએ છીએ અને OSH તેના માટેનું શ્રેષ્ઠ મંચ છે. અમે OSH ચેન્નઇ ખાતે જૂન 2016માં નવા સેફ્ટી ફુટવેર અને પર્ફોર્મન્સ ઓક્યુપેશનલ વર્ક વેર લાઇન પણ રજૂ કરવાના છીએ."
પ્રવર્તમાન વર્ષે આ એક્સપોમાં OSH ચેન્નઇ 2016 માટે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ પાર્ટનર Euro Safety Footwear દ્વારા સુરક્ષામાં ક્રાંતિની પણ રજૂઆત કરવામાં આવશે. આ કંપની ઉદ્યોગની દરેક પ્રકારની માગ પૂરી કરવા માટે આશાસ્પદ પ્રોડક્ટ્સની સાથે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની પોતાની નવી વિકસિત શ્રેણીનું પ્રદર્શન કરશે. આ પ્રોડક્ટ્સ વપરાશકારોના સંપૂર્ણ સંતોષ માટે આરએન્ડડી અને માર્કેટિંગ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઊંડા અભ્યાસ બાદ વિકસાવવામાં આવી છે.
આ રજૂઆત અને OSH ચેન્નઇ 2016 સાથેની પોતાની સહભાગિતા અંગે Euro Safety Footwear (India) Pvt. Ltd. ના ડિરેક્ટર Mr. Varun Budhirajaએ જણાવ્યું હતું કે "અમે મહિનાઓથી અમારી નવી પ્રોડક્ટની શ્રેણી પર કાર્ય કરી રહ્યા છીએ. જ્યારે નવી કંપની બજારમાં પ્રવેશે છે ત્યારે તે ચાલી રહેલા વલણને અનુસરે છે અને લોકો જે અગાઉથી ખરીદી રહ્યા છે તે ઓફર કરે છે. અમે જે ઓફર કરવાના છીએ તે તદ્દન નવું છે અને લોકો તેને ખરીદવાની ઇચ્છા રાખશે. કામદારો સુરક્ષા આપતી હોય એવી તમામ બાબતોની સાથે આરામ, અનુકૂળતા પણ ઇચ્છે છે અને અમે ચોક્કસપણે આ જ બાબતો પૂરી પાડવાના છીએ. OSH અને Euro Safety Footwear ઓક્યુપેશનલ સેફ્ટી અંગે જાગૃત્તિ ફેલાવવા માટે એક સાથે કાર્ય કરી રહ્યા છે અને પ્રથમ વખત અમે અમારી માન્યતાઓને મજબૂત કરવા માટે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ પાર્ટનર તરીકે એક્સપોને સમર્થન આપી રહ્યા છીએ. આપણે હંમેશાં યાદ રાખવું જોઇએ કે કામદારોની સુરક્ષાનો ભોગ આપીને આજે બચાવેલા નાણાં અકસ્માત પર ખર્ચવાના રહે છે અને અપરાધ ભાવના જ બચે છે."
દેશભરના અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો ઉદ્યોગના પડકારો અને વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પદ્ધત્તિઓ અંગે ચર્ચા કરી રહ્યા હોવાની સાથે આ બે દિવસીય પરિષદનો લક્ષ્યાંક ઓક્યુપેશનલ સેફ્ટીને આગળ લાવવાનો છે. પરિષદમાં ચર્ચાના વિષયોમાં ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થમાં પ્રતિબંધનની સંસ્કૃત્તિનું નિર્માણ; જવાબદારપૂર્ણ સંભાળ - રાસાયણિક ઉદ્યોગો માટે સમગ્રલક્ષી સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષાના નેતૃત્ત્વ અને કુશળતાનું નિર્માણ; પ્રક્રિયા સુરક્ષા કુશળતા; ભારતમાં આગ સામે સુરક્ષાના પડકારો; બાંધકામ ઉદ્યોગ: સક્રિય સુરક્ષા સંસ્કૃત્તિનું નિર્માણ; કાર્યસ્થળનો તણાવ: સામૂહિક પડકાર વગેરેનો સમાવેશ થાય છે.
પરિષદમાં પ્રતિષ્ઠિત વક્તાઓમાં Hindustan Petroleum Corporation Limited (HPCL)ના કોર્પોરેટ HSEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Mr. Narasimham; IndiGo Airlinesના ફ્લાઇટ સેફ્ટીના ચીફ Capt. Dhruv Rebbapragada; Underwriters Laboratories Incના પબ્લિક સેફ્ટીના વાઇસ પ્રેસિડેન્ટ Mr. R.A.Venkitachalam; Shell Indiaના ઓક્યુપેશનલ હેલ્થ ફિઝિશિયન Dr Ashish Arora; Deepak Nitrite Ltd.ના હેલ્થ, સેફ્ટી અને એન્વાયરનમેન્ટના વડા Mr Shailesh Raval; Larsen & Toubro Limitedના કોર્પોરેટ EHS હેડ Mr Stephen Philip Storey અને AcuiZen Technologies Singapore Pte. Ltd ના સીઇઓ Mr. JC Sekarનો સમાવેશ થાય છે.
UBM India વિશે
UBM India પ્રદર્શનનું આયોજન કરતી ભારતની અગ્રણી કંપની છે, જે ઊદ્યોગને પ્રદર્શનના પોર્ટફોલિયો, કન્ટેન્ટ આધારિત સભા અને પરિષદ મારફતે વિશ્વભરના ખરીદદાર અને વેચાણકર્તાઓને એક સાથે લાવવા માટે મંચ પૂરું પાડે છે. UBM India દર વર્ષે દેશભરમાં મોટા પાયે 25 થી વધુ પ્રદર્શન અને 40 સભાઓનું આયોજન કરે છે, જે બહુવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે, જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત અને મલેશિયામાં અગ્રણી વાણિજ્ય આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
મિડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article