મુંબઈ, May 9, 2016 /PRNewswire/ --
Children, Baby & Maternity (CBME) India expo 2016 (20મી - 22મી એપ્રિલ)નું બોમ્બે કન્વેન્શન એન્ડ એક્સિબિશન સેન્ટર, મુંબઈ ખાતે UBM India દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા ચિલ્ડ્રન, બેબી અને મેટરનિટી ઉત્પાદનો અને સેવાઓના તમામ ભારતીય અને વૈશ્વિક સપ્લાયર્સ અને ઉત્પાદનકર્તાઓને એક છત હેઠળ એકઠા કર્યા હતા.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160314/10142066 )
CBME India 2016નું ઉદ્ઘાટન Smt. Poonam Mahajan, સંસદસભ્ય; Smt. Snehal Ambekar, મુંબઈના મેયર; Dr. Nandita Palshetkar, પ્રમુખ, મુંબઈ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી અને Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં 100થી વધુ પ્રદર્શનકર્તાઓએ અને 300થી વધુ ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સે હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમમાં J L Morrison, TOONZ Retail, Chicco, Mother Care, Piramal, Me and Moms Pvt Ltd, Little's (India), Bonny Products, Lovi, Smitten Baby, Farlin, Gemini Lifestyle Private Ltd, Posh Baby એન્ડ Kids India, R for Rabbit Baby Products Pvt Ltd, Momzjoy એન્ડ Royal Brushes Ltd જેવી વિશ્વની જાણીતી બ્રાન્ડ્સે ભાગ લીધો હતો અને ચીન, હોંગકોંગ, બેલ્જિયમ, ઇટાલી, મલેશિયા, તાઇવાન, થાઇલેન્ડ, USA સહિતના ઘણા દેશોનું પ્રતિનિધિત્વ તેમાં જોવા મળ્યું હતું.
CBME Indiaની 4થી આવૃત્તિના સફળ સમાપન અંગે બોલતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, 'ચાઇલ્ડ, બેબી અને મેટરનિટી ઉત્પાદનોના ઉદ્યોગે ખાસો વિકાસ સાધ્યો છે અને હજુ પણ તે વિકાસ સાધવાની ઘણી ક્ષમતા ધરાવે છે. આ વિકાસનો શ્રેય વધી રહેલા મીડિયા એક્સપોઝર અને વધી રહેલી ખર્ચ કરવાની ક્ષમતાઓને આપવો જોઇએ, જેણે માતા-પિતાને આવા ઉત્પાદનો પર વધુ ખર્ચ કરતા કર્યા છે. આવા ઉત્પાદનોનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન રજૂ કરી અને વ્યાપારી વર્ગને સંગઠિત થઈ કામ કરવા, નવા વિચારો વ્યક્ત કરવા અને નવા ઉત્પાદનો લોન્ચ કરવા એક છત હેઠળ લાવી UBM India એ CBME India ની તેની ચોથી આવૃત્તિનો તેનો હેતુ પાર પાડ્યો છે.'
આ કાર્યક્રમની હાઇલાઇટ્સમાં ઇનોવેટિવ પ્રોડક્ટ કોર્નરનો સમાવેશ થાય છે, જેમાં CBME Indiaએ ડિઝાઈન ઉત્કૃષ્ટતાને ઇનોવેટિવ પ્રોડક્ટ પુરસ્કારથી નવાજી હતી. પોતાના પ્રતિસ્પર્ધીઓથી અલગ તરી આવી 12 જેટલી કંપનીઓ તેમના સૌથી રચનાત્મક અને પેટેન્ડ ઉત્પાદનો માટે નામાંકિત થઈ હતી. લોકપ્રિય મત અને જજોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા વિજેતાઓ નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
બેબી કેર, ટોયઝ, હાઇજિન અને સેફ્ટી પ્રોડક્ટ્સ, ફર્નિચર, ચિલ્ડ્રન વેર અને કેરિએજિઝ જેવી વિવિધ કેટેગરીની કંપનીઓએ ઇનોવેટિવ પ્રોડક્ટ કોર્નરમાં ભાગ લઈ તેમની રચનાત્મક્તાનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ રચનાત્મક પ્રોડક્ટનો પુરસ્કાર ઇકો ફ્રેન્ડલી અને રિસાયકલ કરી શકાય તેવા બાળકો માટેના ફર્નિચરના ઉત્પાદનકર્તા Jayna Packaging Pvt. Ltd ને એનાયત થયો હતો. આ કંપનીએ રચનાત્મક ફર્નિચર અને સીટિંગ સિસ્ટમ્સની રંગબેરંગી શ્રેણી લોન્ચ કરી હતી. આ સીટિંગ સિસ્ટમ ઘણું બધું વજન ખમી શકે છે અને 200 કિલો વજન ધરાવતી વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.
આ વર્ષની આવૃત્તિમાં કૂલ કિડ્સ ફેશન ઇન્ડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના પ્રથમ કાર્યક્રમે જાણીતા અને ઉભરી રહેલા એમ બંને પ્રકારના ડિઝાઇનર્સ, બ્રાન્ડ્સ અને ઉત્પાદનકર્તાઓની પ્રીમિયમ કિડ્સ ફેશનને ઉજાગર કરી હતી. કિડ્સ ફેશન ઇન્ડસ્ટ્રીના નકશા પર ભારતનું સ્થાન સુનિશ્ચિત કરવા માટેનો આ એક સીમાચિન્હરૂપ ઉદ્યમ હતો.
CBME Indiaમાં પોતાની સહભાગિતા અંગે બોલનારાઓના અહીં નીચે કેટલાક પ્રતિભાવો સમાવવામાં આવ્યા છેઃ
Rhea Retail Pvt. Ltd. (Mother Care)ના CEO Mr. Sandeep Chadha એ જણાવ્યું હતું કે, 'Mother Care CBME India માં નિયમિતપણે ભાગ લેનાર પ્રદર્શક છે. જ્યારથી તેની શરૂઆત થઈ ત્યારથી અમે તેમાં ભાગ લેતા આવ્યા છીએ અને અગાઉની અન્ય તમામ આવૃત્તિઓની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમે મહાન સફળતા હાંસલ કરી છે. CBME India 2016એ પૂશ ચેર, કાર સીટ્સ અને સેફટી કેટેગરીના અમારા નવા ઉત્પાદનોને રજૂ કરવા માટે મંચ પૂરો પાડ્યો છે અને આ તમામ નવા ઉત્પાદનોને મુલાકાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. અમને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે પ્રકારના પ્રતિભાવો મળ્યા છે તેને જોતા આગામી વર્ષે અમારી સહભાગિતા નક્કી છે.'
JL Morison (India) Ltd ના પ્રમોટર અને ડિરેક્ટર Ms. Sakshi Mody એ જણાવ્યું હતું કે, 'Morisons Baby Dreams CBME India માં દર વર્ષે ભાગ લે છે અને તેનાથી અમને ખૂબ મોટો ફાયદો થયો છે, અહીં અમને એક બ્રાન્ડ તરીકે જે એક્સપોઝર મળ્યું છે, તેણે સમગ્ર દેશમાં અમને રીટેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને સપ્લાયર્સ સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે.'
Me and Moms Pvt. Ltd ના MD અને CEO Mr. Naresh Khattar જણાવ્યું હતું કે, 'ભારતમાં ચાઇલ્ડ, બેબી અને મેટરનિટી ઉદ્યોગ CAGR 17%ના વિકાસદર સાથે તેની ટોચ પર છે અને વધુમાં વધુ કુટુંબો તેમના બાળકોને ઉછેરવામાં મદદરૂપ થાય તેવી નવી અને વધુ સારી રચનાત્મક્તા અને ઉત્પાદનો ઝંખી રહ્યા હોવાથી આ આંકડો હજુ વધુને વધુ ઉપર જવાની શક્યતા સેવવામાં આવી રહી છે. અમારા ગ્રાહકો કે જે અમારા વિસ્તૃત પરિવારનો એક ભાગ છે તેના સુધી પહોંચવા માટે ભારત એ અમારી સ્વાભાવિક પસંદગી છે. સમગ્ર ભારતમાં 50થી વધુ સ્ટોર્સ સાથે ફ્રેન્ચાઈઝીઝ અને અમારા સતત વિસ્તરી રહેલા વફાદાર સમર્થકોના સપોર્ટ દ્વારા અમે દર વર્ષે વિકાસ સાધી રહ્યા છીએ CBME India 2016 એ આ પાયાને મજબૂત કરવામાં અમારી મદદ કરી છે અને વધેલા નેટવર્કિંગ સાથે ખરીદદારો, ફ્રેન્ચાઈઝી અને ક્ષમતાવાન બ્રાન્ડ પાર્ટનરશીપ સહિત અમારી એન્ટરપ્રાઇઝને એક આગલા સ્તરે લઈ ગઈ છે.'
UBM India વિશે
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો એને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM Asia એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article