ગુવહાટી, ભારત, May 6, 2016 /PRNewswire/ --
- 230થી પણ વધુ ભાગીદારોની ઉપસ્થિતિ સાથે પ્રદેશમાં મોટી બેઠકનું આયોજન, જે બજાર પ્રત્યે કંપનીની વચનબદ્ધત્તાનું પુનરાવર્તન કરે છે
- જાહેર કરવામાં આવેલી નવી પ્રોડક્ટ્સમાં સામેલ છેઃ
- 5000 mAH બેટરી ધરાવતો ZenFone Max, જે ક્ષમતા, લક્ઝરી અને અનુકૂળતા લાવે છે
- ZenFone Zoom - 3X ઓપ્ટિકલ ઝુમ સાથેનો વિશ્વનો સૌથી પાતળો સ્માર્ટફોન
- 4 હાઇ-પર્ફોરમન્સ ગેમિંગ લેપટોપ્સ ROG G752VY, G551, GL552VW અને સ્લિમ, સ્લિક તથા અલ્ટ્રાપોર્ટેબલ G501 સાથેની તેની મુખ્ય Republic of Gamers (ROG) ગેમિંગ સિરિઝની નવી શ્રેણી
- હાઇ-એન્ડ ગેમિંગ ડેસ્કટોપ્સ G20 અને GT51 અને પ્રિમિયમ અલ્ટ્રાપોર્ટેબલ Zenbook UX303
- નવા 'A' સિરિઝના મુખ્ય લેપટોપ્સ
ASUS આજે ભારતના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં સ્માર્ટફોન્સ, નોટબુક્સ અને ડેસ્કટોપ્સની પ્રમુખ પ્રોડક્ટ્સની પોતાની નવી શ્રેણીની ઉપલબ્ધીની રજૂઆત અને જાહેરાત કરી હતી. સ્માર્ટફોન્સમાં ZenFone Max નો સમાવેશ થાય છે, જે લાંબા સમય સુધી ચાલતી બેટરીની માગ ધરાવતા લોકો જેવા કે બિઝનેસમેન અને યુવા પેઢી માટે શ્રેષ્ઠ બંધબેસે છે અને ZenFone Zoom સ્માર્ટફોન ફોટોગ્રાફીનો નવો ક્રાંતિકારી યુગ છે અને તે 3X ઓપ્ટિકલ ઝુમ સાથે વિશ્વના સૌથી પાતળા સ્માર્ટફોન તરીકેની ઓળખ ધરાવે છે. ASUS આ પ્રદેશમાં ગેમિંગને સમગ્રપણે અલગ સ્તર પર લઈ જનારી પોતાની મુખ્ય Republic of Gamers (ROG) ગેમિંગ સિરિઝ પણ રજૂ કરી હતી. Quad core 6th Gen Intel core i7 (Skylake) અને NVIDIA GeForce GTX™ 900 સિરિઝ ગ્રાફિક્સથી સુસજ્જ એસસ શહેરમાં આગામી પેઢીના 6 ગેમિંગ ઉપકરણો પણ રજૂ કરે છે, જે યુવા પેઢી અને ટેકનિકલ નિપુણતા ધરાવતા વર્ગ જેવા સતત વધી રહેલા વપરાશકારો ધરાવે છે. ROG સિરિઝમાં ઉમેરેલા નવા ડેસ્કટોપ મોડલ્સમાં G501VW, G551VW, G752VY અને ROG GL552VW ગેમિંગ નોટબુક્સની સાથે G20 અને GT51નો સમાવેશ થાય છે. ગેમિંગ સિરિઝ ઉપરાંત ASUS પોતાના મુખ્ય અલ્ટ્રાપોર્ટેબલ અને સ્લીક Zenbook UX303 અને બે વર્ષની વૈશ્વિક વોરંટી ધરાવતા નવી 'A' series mainstream laptops પણ રજૂ કર્યા હતા.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160505/10145545 )
ASUS દ્વારા તાજેતરમાં કરેલા બિનહરિફ ઉમેરામાં રિફાઇન્ડ એસ્થેટિક્સ અને ચાર હાઇ પર્ફોર્મન્સ નોટબુક્સ સાથેના બે ગેમિંગ ગ્રેડ ડેસ્કટોપ્સનો સમાવેશ થાય છે. લાંબા અને સતત ગેમિંગ અનુભવની ખાતરી કરતા નવા મોડલ્સ કુલિંગ ટેકનોલોજીની પ્રશંસનીય આવૃત્તિ સાથે ઝડપથી ગરમ થઈ જવાની સમસ્યાનો ઉકેલ લાવે છે.
આ કાર્યક્રમ દરમિયાન વધુ વર્ણન કરતા ASUS India ના સિસ્ટમ બિઝનેસ ગ્રુપના રિજ્યોનલ હેડ- દક્ષિણ એશિયા અને કન્ટ્રી મેનેજર Peter Chang જણાવ્યું હતું કે "ઉત્તરપૂર્વીય બજાર દેશમાં અમારી ટોચની અગ્રીમતા ધરાવતા પ્રદેશો પૈકીનો એક છે અને અમારા મજબૂત ભાગીદાર નેટવર્ક્સ પૈકીના એક તરીકેનું સ્થાન ધરાવે છે. આ પ્રદેશ એવા ઉત્સુક યુવા લોકોનું ઘર છે જેઓ ટેકનોલોજી માટે જુસ્સો ધરાવે છે અને જેઓ અત્યાધુનિક ઉપકરણોનો અનુભવ મેળવીને દેશના અન્ય હિસ્સા તથા વિશ્વ સાથે તાલ મેળવવા માગે છે. અમે આ પ્રદેશમાં પ્રિમિયમ પ્રોડક્ટ્સની તીવ્ર માગ નોંધી છે અને અમે ખરેખર માનીએ છીએ કે આ નવી પ્રોડક્ટ્સની ઉપલબ્ધીની સાથે ગ્રાહકોને સમૃદ્ધ અને વધુ સારો ટેકનોલોજીનો અનુભવ મળશે."
ZenFone Zoom સ્માર્ટફોન ફોટોગ્રાફીનો નવો ક્રાંતિકારી યુગ છે અને તે 3X ઓપ્ટિકલ ઝુમ સાથે વિશ્વના સૌથી પાતળા સ્માર્ટફોન તરીકેની ઓળખ ધરાવે છે. તે નવીન 10-એલિમેન્ટ HOYA લેન્સની વ્યવસ્થા ધરાવે છે, જે અપવાદરૂપ સ્પષ્ટતા આપે છે અને કુલ 12X મેગ્નિફિકેશન સુધીના ક્લોઝ-અપને સક્ષમ બનાવે છે. અસ્થિર થયેલા અને ઝાંખા શોટ્સને દૂર કરવા માટે બિલ્ટ-ઇન ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથેના અને અલ્ટ્રા-ફાસ્ટ પર્ફોર્મન્સ માટે 4GB RAM સાથેના હાઇ-પર્ફોર્મન્સ quad-core Intel® Atom™ પ્રોસેસરથી સજ્જ ZenFone Zoom DSLR-સ્ટાઇલ શુટિંગ અનુભવ આપે છે અને માત્ર 5 એમએમની મેટલ યુનિબોડી ધરાવે છે જેથી તે ખિસ્સામાં સરળતાથી સરકી જાય છે. આ સ્માર્ટફોન Flipkart પર અને ASUS એક્સક્લુઝિવ સ્ટોર્સ પર પણ ઉલબ્ધ છે.
લાંબા સમય સુધી ચાલતી બેટરીની માગ ધરાવતા લોકો જેવા કે બિઝનેસમેન અને યુવા પેઢી માટે શ્રેષ્ઠ બંધબેસતો ZenFone Max શક્તિશાળી 5000 mAH બેટરીની સાથે આવે છે અને તે ક્ષમતા, લક્ઝરી અને અનુકૂળતા આપે છે અને ટેકનોલોજી તથા ડિઝાઇનનું અનોખું સંયોજન પણ ઓફર કરે છે. આ ફોન તમામ અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ઉપલબ્ધ છે અને તેનું વેચાણ તમામ અગ્રણી રિટેઇલ સ્ટોર્સ અને ASUS એક્સક્લુઝિવ સ્ટોર્સ પર પણ થાય છે.
ગેમિંગ અને વર્ચુઅલ રિઆલિટિ કેટેગરીમાં 2016 CES ઇનોવેશન એવોર્ડ જીતનાર ROG GT51, 6th-generation Intel Core i7-6700K પ્રોસેસરથી સજ્જ છે અને ત્રણ 4K મોનિટર્સ પર ગેમ્સ રમવામાં પર્ફોર્મન્સ મેળવવા માટે NVIDIA GeForce GTX TITAN X (2-way SLI) સુધી સપોર્ટ કરે છે. ROG Turbo Gear વપરાશકારોને માત્ર એક ક્લિકની સાથે GT51ની સંપૂર્ણ ઓવરલોકિંગ ક્ષમતા વધારવા દે છે, જ્યારે ASUS-એક્સક્લુઝિવ એજિસ II એપ્લિકેશન સિસ્ટમ પરિમાણો પર દેખરેખ રાખવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તેની ફ્રન્ટ પેનલ પર USB 3.1 Type-C પોર્ટ 10Gbps સુધીની ડેટા ટ્રાન્સમીશન સ્પીડ પૂરી પાડે છે અને તેનાથી મોબાઇલ ઉપકરણો ઝડપથી ચાર્જ કરી શકાય છે.
G752VY - નવા Armor Titanium અને Plasma Copper કલર સ્કીમમાં તૈયાર કરેલી ક્રાંતિકારી ડિઝાઇન સાથે બ્રાન્ડમાં થયેલા વિકાસને દર્શાવે છે. Windows 10, 6th-generation Intel® Skylake Core™ i7 પ્રોસેસર, 64GB DDR4 RAM અને NVIDIA® GeForce® GTX™ 980m ગ્રાફિક્સની સાથે ROG G752 અપવાદરૂપ ગેમિંગ દેખાવ પૂરો પાડે છે. તે વધુ કુલિંગ માટે ROG-એક્સક્લુઝિવ મોબાઇલ 3D વેપર ચેમ્બર પણ ધરાવે છે અને ચોક્કસ કમાન્ડ તથા યુદ્ધમાં નિયંત્રણ માટે 30-કી રોલઓવર સાથેનું બેકલિટ
એન્ટિ-ઘોસ્ટિંગ ગેમિંગ કિબોર્ડની પણ વિશેષતા ધરાવે છે.
ROG G20CB રિફાઇન્ડ એસ્થેટિક્સ સાથેનું શક્તિશાળી, કોમ્પેક્ટ, કન્સોલ સાઇઝનું 9.5 લિટર ગેમિંગ ડેસ્કટોપ છે. SSDs અને HDDs માટે 2.5" અને 3.5"ના સ્લોટ્સની સાથે G20 તાજેતરના M.2 PCIe Gen 3x4 SSD ને સપોર્ટ કરે છે, જે તમને 2Gbits/s સુધીની ડેટા એક્સેસ સ્પીડ પૂરી પાડે છે, જે SATA SSDs કરતા ચાર ગણી વધારે છે. NVidia GTX 980ની સાથે G20 સરાઉન્ડ ડિસ્પ્લે અથવા 2K અથવા 4K મોનિટર્સ માટે યોગ્ય છે. તે ઇન્સ્ટન્ટ ગેમપ્લે, રેકોર્ડિંગ, એડિટિંગ અને સ્ટ્રિમિંગ માટે GameAlive ની સાથે વિશેષ ASUS ROG Aegis II અને નેટવર્ક ટ્રાફિક સંચાલન માટે GameFirst III નો પણ સમાવેશ કરે છે.
ASUS ROG G501VW સ્લિમ (20.6 એમએમ) અને હળવા વજન (2.06 કિગ્રા)ની મેટાલિક ડિઝાઇનમાં NVIDIA GTX960M ગ્રાફિક્સની વિશેષતા ધરાવે છે. આ અલ્ટ્રાપોર્ટેબલ ઉપકરણ ROG DNA, 4K/UHD સુધીના વિઝ્યુઅલ્સ અને અપગ્રેડ કરેલી હાઇપર કુલિંગ ટેકનોલોજી ધરાવે છે. 178-અંશના વ્યુઇંગ એગંલની સાથે પોતાની 4K IPS પેનલ મારફતે ગેમિંગ વિશ્વમાં પ્લેયર્સને ડૂબાડીને ASUS SonicMaster અને ROG AudioWizard થી વિસ્તૃત્ત થયેલા ઓડિયો અનુભવમાં ઉમેરો કરે છે. હુડ હેઠળ આ ઉપકરણોમાં કેટલાક મહત્ત્વના હાર્ડવેર હોય છે જેમાં બ્લેઝિંગ ફાસ્ટ 4GB GDDR5 ગ્રાફિક્સ મેમરી સાથેના NVIDIA GTX 960M ગ્રાફિક્સ, 16GB અલ્ટ્રાફાસ્ટ DDR4 સિસ્ટમ મેમરી અને તમને 2Gbits/s સુધીની સ્પીડ આપતા આગામી પેઢીના 512GB PCIe Gen 3x4 SSD નો સમાવેશ થાય છે.
એક જ પ્રિમિયમ ડિઝાઇનમાં ક્ષમતા અને વર્ગનું સંયોજન ધરાવતું Zenbook UX303UB તાજેતરના 6th Gen Intel Core™ i5 પ્રોસેસર ધરાવે છે, જે તેને વધુ શક્તિશાળી બનાવે છે અને તે Windows 10ની સાથે આવે છે તથા તે પાતળું, હળવું અને શક્તિશાળી પણ છે. UX303UB માત્ર હાઇ-પર્ફોર્મન્સ Intel® Core™ પ્રોસેસર્સ જ નહીં, પરંતુ એકદમ સરળ દેખાવ માટે NVIDIA® GeForce® GT940m 2GB ગ્રાફિક્સની પણ વિશેષતા ધરાવે છે. આ આકર્ષક ઇમેજ ગુણવત્તા અને ઊંચા રિઝોલ્યુશનના વિડિયો અથવા નવી ગેમ્સના એકદમ સરળ રેન્ડરિંગ સાથે ડેસ્કટોપ ગ્રેડનો દેખાવ આપે છે. તે ફૂલ HD ડિસ્પ્લે પણ ધરાવે છે, જે 170 અંશના વ્યાપક વ્યુઇંગ એંગલ સાથે આકર્ષક જીવંત વિઝ્યુઅલ્સ પૂરા પાડે છે.
'A' series, A553, પ્રિમિયમ ડિઝાઇન સાથેનું પરવડી શકે એવું નોટબુક છે અને તે જાંબલી, ગુલાબી, સફેદ અને કાળા જેવા ચાર રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. A553 Intel® Quad-Core Pentium® N3540 પ્રોસેસર (2M કેશે, 2.16 GHz, 2.66 GHz સુધીની), 4GB RAM, 500GB સ્ટોરેજથી સુસજ્જ હશે અને બે વર્ષની વોરંટી પણ ધરાવશે.
આકર્ષક ડિઝાઇન ધરાવતા 'A' series performance notebooks - A555LF અને A555LA, પણ રજૂ કરવામાં આવ્યા હતા, જે તેના પાતળા, આકર્ષક દેખાવ, ડિઝાઇન એસ્થેટિક્સ અને સારી ક્ષમતાની સાથે આકર્ષકતાનું સંયોજન તેને ગ્રાહકોમાં લોકપ્રિય બનાવશે. સુપર-સ્માર્ટ નોટબુક્સ છ જુદા જુદા આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે, જે તેમને વિદ્યાર્થીઓ, પ્રથમ વખતના વપરાશકારો, ઓફિસો અને મૂલ્ય પર આધાર રાખતા ખરીદદારો માટે એકદમ યોગ્ય બનાવે છે.
ASUS અંગે
ASUS વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ નોટબુકની વિક્રેતા અને વિશ્વમાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતા અને અવોર્ડ વિજેતા મધરબોર્ડની ઉત્પાદક કંપની છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી સાહસિક ASUS આજના ડિજિટલ મકાન અને ઓફિસની જરૂરિયાતોને આદર્શપણે પૂરી કરે એવી પ્રોડક્ટ્સની ડિઝાઇન અને તેમનું ઉત્પાદન કરે છે અને તેના વ્યાપક પોર્ટફોલિયોમાં મધરબોર્ડ્સ,ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લેસ, ડેસ્કટોપ્સ અને ઓલ-ઇન-વન PC, નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે. નવીનીકરણનું ચાલકબળ ધરાવતી અને ગુણવત્તા માટે વચનબદ્ધ ASUS 2014માં 4,256 એવોર્ડ્સ જીત્યા હતા અને તેણે તેના Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અંગે વ્યાપકપણે પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. ASUS 4,500 એન્જિનિયર્સની વિશ્વકક્ષાની R&D ટીમ સાથે વિશ્વભરમાં 13,600થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપનીની 2014 માટેની આવક લગભગ US$14 અબજ ડોલર નોંધાઇ હતી.
વધુ વિગતો માટે http://www.asus.com/IN/ અથવા http://www.flipkart.com/asus ની મુલાકાત લો:
મીડિયા સંપર્કઃ
Manoj Kumar
[email protected]
+91-9818520082
ASUS India Pvt Ltd
Share this article