જયપુર, ભારત, April 26, 2016 /PRNewswire/ --
UBM Indiaનો કાર્યક્રમ
વાર્ષિક Renewable Energy India exposition (REI)ના આયોજક UBM India એ તેની 10મી વાર્ષિકોત્સવ આવૃત્તિના ભાગરૂપે Solar Energy Investment and Technology Forumની 11મી આવૃત્તિનું હોટલ મેરિયટ, જયપુર ખાતે આયોજન કર્યું હતું. સૌરઊર્જાના બિઝનેસમાં રહેલી સંભાવનાઓ અને તકોને દર્શાવવા માટે રાજસ્થાનના પાટનગરમાં પહેલીવાર આ ફૉરમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સૌર નકશા પર રાજસ્થાન એક ઝળહળતું સ્થાન હોવાથી અને સૂર્યના કિરણો પ્રાપ્ત કરનારું વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ હોવાથી આ વિસ્તારમાં રોકાણ, વિકાસ અને રોજગારી લાવવાની સાથે આ કાર્યક્રમે રાજ્યમાં સ્થિત રિન્યૂએબલ એનર્જીના ઉચ્ચ વિકાસ ક્ષેત્રોનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160419/10144283 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન Rajasthan Renewable Energy Corporation Limited ના મેનેજિંગ ડિરેક્ટર Shri. B.K. Dosi, Rajasthan Electronics & Instruments Limited ના મેનેજિંગ ડિરેક્ટર Shri. A. K. Jain, CRISIL Research ના ડિરેક્ટર Mr. Rahul Prithiani અને UBM India Pvt. Ltd ના ગ્રૂપ ડિરેક્ટર Mr. Rajneesh Khattar જેવા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે Shri. B. K. Dosi એ જણાવ્યું હતું કે, '20% માન્યતાપ્રાપ્ત પ્રોજેક્ટ સહિત સમગ્ર દેશમાં થયેલા સ્થાપનના સંદર્ભમાં રાજસ્થાન પાસે સૌથી વધુ સ્થાપિત ક્ષમતા છે. રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી નવી ટેરિફ નીતિ અને તમામ રાજ્યોમાં સૌથી વધુ ક્ષમતા ધરાવતું હોવાથી રાજસ્થાન સોલર એનર્જી બિઝનેસ ક્ષેત્રે વ્યાપક તકો પૂરી પાડે છે. સરકારે ઘણી બધી પહેલ કરી છે, જેમાં ખેતી સહિતની જમીન ભાડાપટ્ટે આપવી એ તેમાંની એક અગત્યની પહેલ છે. 1 MW ના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા રૂફ ટોપ સેગમેન્ટને ખોલી કાઢવા એ તેનું એક અન્ય રસપ્રદ પાસું છે.'
ઉદ્ઘાટન સમારંભમાં CRISIL કે જે ફૉરમનું નોલેજ પાર્ટનર પણ છે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ 'સોલર સર્જઃ વાય રાજસ્થાન વિલ ડ્રાઇવ ધી સોલર રેવોલ્યૂશન' નામના રિપોર્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ CRISIL રિસર્ચના ડિરેક્ટર Mr. Rahul Prithiani દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું. આ રિપોર્ટમાં રાજસ્થાનની સપોર્ટ મિકેનિઝમ અને નીતિગત પહેલ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો, જે તેને સોલર માટે ભારતનું સૌથી મનપસંદ સ્થળ બનાવે છે.
રિપોર્ટનું અનાવરણ કરતા Shri. A.K. Jain જણાવ્યું હતું કે, 'નવી નીતિગત પહેલ અને MNRE ના 15 સૂત્રીય એજન્ડા દ્વારા નેશનલ સોલર મિશને સ્થાપિત કરેલા લક્ષ્યને આપણે ચોક્કસપણે પ્રાપ્ત કરી લઈશું.'
આ સાથે જ, ફૉરમમાં સોલર પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન અને epc ફર્મમાંથી આવેલા ખ્યાતનામ વક્તાઓ અને પ્રતિનિધિઓ, સોલર પ્રોજેક્ટના ડેવલપર્સ, જન ઉપયોગી સેવાના પ્રતિનિધિઓ, ઉપકરણોના ઉત્પાદનકર્તાઓ અને એન્જિનિયરિંગ ફર્મ, ઇન્વેસ્ટમેન્ટ બેંક અને પ્રોજેક્ટ ઇન્વેસ્ટર્સ, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો, નાણાકિય સેવાઓ પૂરી પાડનારાઓ અને કન્સલ્ટન્ટ્સ દ્વારા થ્રી પેનલ ડિસ્કશનની શ્રેણી અને પ્રેઝન્ટેશન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
'હાર્નેસિંગ સોલર પોટેન્શિયલ ઑફ રાજસ્થાન બીયોન્ડ MW' પરના સેશનમાં તકો, પડકારો, સોલરને આપણી સંસ્કૃતિ - રૂફટોપમાં સંકલિત કરવા અને રાજ્ય સરકારની પૉલિસી પહેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પેનલ ડિસ્કશન Rays Power Infra ના ડિરેક્ટર ઓપરેશન્સ Mr. Ketan Mehta; CRISIL Research ના ડિરેક્ટર Mr. Rahul Prithiani; Greenko Energies Private Limited ના સિનિયર VP - બિઝનેસ ડેવલપમેન્ટ Mr. Thomas Mathew અને COO Mr. P. Vinay Kumar દ્વારા પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું.
'Best Practises in RE Project Development' સેશનમાં મોટા SPV પ્રોજેક્ટને ધિરાણ કરવું, નેટ મીટરિંગ, CAPEX થી OPEX સુધી, નાણાકિય તકો અને તેની સાથે સંકળાયેલા જોખમો, જોખમો ઘટાડવા અને ઓપન એક્સેસ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ સેશનનું સંચાલન ઉદ્યોગજગતના તજજ્ઞો જેવા કે, CMD, Bergen Group of Companies Mr.Rajinder Kumar, Sustainable Investment Banking, Yes Bank;ના ડિરેક્ટર Mr. Daanish Varma; Genus Power Infrastructures Ltd ના R&D ના હેડ Mr. R S Rathore; Hero Future Energies Limited ના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સ્ટ્રેટર્જીના હેડ Mr. Naveen Khandelwal અને Waaree Energies ના GM સેલ્સ Paritosh Tripathi દ્વારા કરવામાં આવ્યું હતું.
'Empowering Discoms: ચેલેન્જિસ ઇન્વોલ્વ્ડ એન્ડ સોલ્યુશન્સ ઇન્વોલ્વ્ડ' સેશન OST Energy ના ભારત ખાતેના ડિરેક્ટર Mr. Bihag Mehta, RE Connect ના સહ-સ્થાપક Mr. Vaibhav Nuwal, Bergen Group of Companies ના CMD Mr.Rajinder Kumar અને Rays Power Infra ના ડિરેક્ટર ઓપરેશન્સ Mr. Ketan Mehta પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું, આ મહાનુભાવો દ્વારા ગ્રીડ કનેક્ટિવિટી, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, નેટ મીટરિંગ, નાણાકિય તકો અને તેની સાથે સંકળાયેલા જોખમો, જોખમો ઘટાડવા અને ઓપન એક્સેસ જેવા વિષયો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ આ ફૉરમમાં 'Rajasthan: Indigenous Manufacturing Hub' પર પણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તકો અને પડકારો, રાજ્યની પૉલિસી પહેલ, વ્યાપાર સુગમતા, O & M અને મોડ્યુલ રિલાયબિલિટી જેવી બાબતો ચર્ચવામાં આવી હતી. આ સેશનનું સંચાલન Rajasthan Electronics & Instruments Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર Mr. A.K. Jain, CITELના મેનેજિંગ ડિરેક્ટર Mr. Sanjay Chandra, Brij Encapsulants India ના ટેકનોલોજી એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ Mr. Sishir Goel અને Solarmaxx ના CEO Mr.Saurabh Bhandari દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખ્યાતનામ કંપનીઓ જેવી કે Rays Power Infra, Brij Encapsulants, Waaree Energies Limited, Premier Solar, Bergen Group of Companies, Hero Future Energies, M+ Solar, SolarMaxx અને Mahindra Susten સાથે તેમના પ્રતિનિધીઓએ પણ ભાગ લીધો હતો.
UBM India વિશે
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો એને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia Company, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plc ની માલિકીની કંપની છે. UBM Asia એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Mili Lalwani
[email protected]
+91-2261727000
UBM India
Share this article