મુંબઈ, April 22, 2016 /PRNewswire/ --
એક્સ્પો ખાતે 150 થી વધુ પ્રદર્શકો પ્રદર્શન કરશે
UBM India એ આજે કોંક્રિટ શો ઇન્ડિયાની 4થી આવૃત્તિની ઘોષણા કરી હતી, કોંક્રિટ ઉદ્યોગને સંપૂર્ણપણે સમર્પિત એક માત્ર શો જે રસ્તાઓ અને હાઇવે, હાઉસિંગ, એરપોર્ટ, બંદરો, પાવર, રેલ્વે, ડેમ અને પુલો જેવા પ્રમુખ ક્ષેત્રોને આવરી લે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160422/10144607 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કોંક્રિટ અને બાંધકામ, બાંધકામ સાધનો અને આઇટી સિસ્ટમ, બાંધકામ રસાયણો, મશીનરીમાં ટેકનોલોજી, સેવાઓ અને પ્રણાલીઓ સહિતની શ્રેણીઓમાં ઉદ્યોગ પુરવઠાકર્તાઓ દ્વારા તાજેતરની રજૂઆતોને કોંક્રિટ શો ઇન્ડિયા 2016 પ્રદર્શિત કરશે. આ ત્રણ દિવસનો શો આર્કિટેક્ટ અને ઇજનેરો, વ્યાપારી અને નિવાસી ડેવલપરો અને ઠેકેદારો, વિતરકો, સરકારી સત્તાવાળાઓ અને રાજ્યના કોર્પોરેશનોને ઉદ્યોગના સમગ્ર પ્રદર્શકો સાથે સંવાદ અને નેટવર્ક માટેની તકો પ્રદાન કરશે.
Cosben Equipments, Elematic India Private Limited, Godrej Construction, Hess Concrete Machinery India Pvt. Ltd., Hyundai Aluminum Co. Ltd., J K Cement, JSW Cement, Masa Concrete Plants India Pvt. Ltd., Perma Construction Aids Pvt. Ltd., PERI India Private Limited, ROTHO - Robert Thomas, Smooth-On, Inc., Sommer Anlagentechnik GmbH, Toyota Forms, WAM India Pvt. Ltd. અને WEHRHAHN Gmbh જેવા ઉદ્યોગના ખેલાડીઓ સહિત 150 થી વધુ પ્રદર્શકો દ્વારા આ શોમાં હાજરી નોંધાવશે. આ શોમાં ચાઇના, જર્મની, ઇટાલી, જાપાન, તુર્કી, કોરિયા રિપબ્લિક, યુકે અને યુએસએ જેવા દેશોમાં માંથીપણ સહભાગીઓ જોવા મળશે.
ઇન્ડિયન કોંક્રિટ ઇન્સ્ટિટ્યુટ (આઇસીઆઇ), બિલ્ડર એસોસિયેશન ઓફ ઇન્ડિયા (બીએઆઈ), એસોસિયેશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ (ઇન્ડિયા) (એસીસીઈ), ઇન્ડિયન સોસાયટી ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ (આઈએસએસઈ), ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા (આઈઈઆઈ), ઇન્ડિયન એસોસિયેશન ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ (IAstruct), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિજ એન્જિનિયરીંગ (આઈઆઈબીઈ) સિમેન્ટ મૅન્યૂફૅક્ચર્સ એસોસિયેશન (સીએમએ) નો આધાર પ્રાપ્ત કરીને સમગ્ર ઉદ્યોગ તરફથી એક્સ્પોને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
શોની 4થી આવૃત્તિની ઘોષણા પ્રસંગે બોલતાં Mr. Yogesh Mudras, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાંકીય) અને રોડ પ્રોજેક્ટ્સ માટે સરકાર દ્વારા આપવામાં આવી રહેલું જબરદસ્ત પ્રોત્સાહન ક્ષેત્રમાંના સહભાગીઓ માટે એક વિશાળ તક પૂરી પાડે છે. નાના મોટા માર્ગો, રેલ્વે અને ઍરપોર્ટથી લઈને અન્ય સ્માર્ટ શહેર માટેની પહેલો દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં ક્ષેત્રમાં એક અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે, જે દેશભરમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ નિર્માણ કરવા તરફ દોરી જાય છે. આ પરિસ્થિતિની તૈયારી રૂપે, UBM India ખાતે અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે કોંક્રિટ શો ઇન્ડિયા 2016 ભારતની ઝડપથી વધી રહેલી કોંક્રિટ બજારમાં હાજર તકો માટે એક ઉત્પ્રેરક સાબિત થશે."
"આ વર્ષે પણ કોંક્રિટ શો ઇન્ડિયા માટે સંખ્યાબંધ પહેલોની નોંધ થશે. ચાર આવૃત્તિઓમાંથી પ્રથમ જ વાર એક્સ્પોમાં આંતરરાષ્ટ્રીય વિભાગનો ઉમેરો થશે. કોંક્રિટ અને બાંધકામ, બાંધકામ સાધનો અને આઇટી અને બાંધકામ રસાયણો જેવી પ્રમુખ શ્રેણીઓનો સમાવેશ કરવાથી આ વર્ષે એક્સ્પોનું કદ પણ ખરું જોતા બમણું થઈ ગયું છે," તેવું તેમણે ઉમેર્યું.
એક્સ્પોમાં બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ સંબંધિત વિષયો પર ચર્ચા અને વિચાર કરવા માટે પ્રસ્તુતિઓ અને પેનલ ચર્ચાઓની શ્રેણીનો સમાવેશ થાય છે. ચર્ચા માટેના વિષયોમાં સમાવેશ થાય છે, 'એડવાન્સીસ ઇન ડિઝાઇન ટેક્નીક્સ ફોર રીઇન્ફોર્સ્ડ સીમેંટ કૉંક્રીટ (આરસીસી) સ્ટ્રક્ચર્સ'; 'સીઝમિક ડિઝાઇન ઓફ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સ'; 'ટોલ બિલ્ડિંગ્સ: કરંટ ટ્રેંડ્સ એન્ડ ફ્યૂચર પ્રોસ્પેક્ટ્સ'; 'પ્રિકાસ્ટ કોંક્રિટ ટેકનોલોજી: એન ઈમર્જીંગ ટ્રેન્ડ ઇન ઇન્ડિયા'; 'મૉડર્ન ટ્રેંડ્સ ઇન ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાઇઓવર્સ; એલિવેટેડ સ્ટ્રક્ચર્સ, અંડરગ્રાઉંડ સ્ટ્રક્ચર્સ એન્ડ ટનલ્સ'; 'ડિઝાઇન કન્સ્ટ્રક્શન ઓફ ફ્લેક્સિબલ એન્ડ રિજિડ પેવ્મેંટ્સ' અને અન્યો.
ઉત્પાદન લોન્ચ, ઇનોવેટિવ ઝોન અને B2B સ્પીડ મિટિંગ જેવા અન્ય અનન્ય લક્ષણોનો કોંક્રિટ શો ઇન્ડિયા 2016 માં સમાવેશ થાય છે. ઉત્પાદન લોન્ચ, પ્રદર્શકોને ચોક્કસ લક્ષિત પ્રેક્ષકો માટે તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે તક પૂરી પાડે છે. ઇનોવેશન ઝોન, પ્રદર્શકોને ઉદ્યોગ માટેની તેમની ટેકનોલોજી અને તેની નવી વિશિષ્ટતાઓ રજૂ કરવાની છૂટ આપે છે. B2B સ્પીડ મિટિંગ, પ્રદર્શકોને ઉદ્યોગના નિર્ણય લેનારાઓ સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
UBM India વિષે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદોના પોર્ટફોલિયો દ્વારા ઉદ્યોગને મંચ પૂરો પાડે છે કે જે ખરીદદારો અને વેચાણકર્તાઓને સમગ્ર વિશ્વમાંથી એકસાથે લાવે છે. UBM India દેશમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિસંવાદોનું આયોજન કરે છે જે બહુવિધ ઉદ્યોગોના ક્ષેત્રો (વર્ટિકલ) વચ્ચે વેપાર શક્ય બનાવે છે. UBM Asia Company, UBM India, મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસ ધરાવે છે. UBM plc, જે લંડન સ્ટૉક ઍક્સચેંજ પર યાદી થયેલ છે તે UBM Asiaની માલિકી ધરાવે છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article