મુંબઈ, April 21, 2016 /PRNewswire/ --
100થી વધુ એક્ઝિબિટર્સ અને 300 ભારતીય તથા વૈશ્વિક બ્રાન્ડ્સનો મેળાવડો
UBM India દ્વારા આયોજિત ત્રણ દિવસનો ટ્રેડ શો CBME India 2016 (20મી થી 22મી એપ્રિલ 2016) મુંબઈમાં બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં શરૂ થયો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથી અને સાંસદ Smt. Poonam Mahajan ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે માનદ મહેમાન અને મુંબઈના મેયર Smt. Snehal Ambekar, વિશેષ આમંત્રીતો મુંબઈ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેલોકોલોજીકલ સોસાયટીના Dr. Nandita Palshetkar અને UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન શીશુ, બાળક અને માતૃત્વને સંલગ્ન ઉત્પાદનો અને સેવાઓના વૈશ્વિક ઉત્પાદકો તથા સપ્લાયરોને એક જ છત હેઠળ લઈ આવ્યું છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160420/10144423 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160314/10142066 )
આ ઈવેન્ટના મુખ્ય અતિથી Smt. Poonam Mahajan ને જણાવ્યું હતું કે CBME India જેવી ઈવેન્ટ્સ શીશુ, બાળક અને માતાની જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થાય છે. આ ઈવેન્ટ CBME India 2016ની સાથે સાથે કંપનીઓ 'મેક ઈન ઈન્ડિયા' પહેલને સાંકળીને ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહી છે ત્યારે સરકાર સાથે આ પહેલને વધુ આગળ લઈ જવા બાબતે પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
CBME India 2016ની આ ચોથી આવૃત્તિ છે અને તે ભારતનું વિશિષ્ટ પ્રકારનું B2B પ્રદર્શન છે, જેમાં 100થી વધુ એક્ઝિબિટર્સ અને 300થી વધુ ભારતીય તેમજ વિદેશી બ્રાન્ડ્સે ભાગ લીધો છે. આ એક્સ્પોનો આશય શીશુ, બાળક અને માતૃત્વને સંલગ્ન ઉત્પાદનો અને સેવાઅના ભારતીય તથા વૈશ્વિક ઉત્પાદકો અને સપ્લાયર્સને એકજ છત હેઠળ હજારો છૂટક વિક્રેતાઓ, જથ્થાબંધ વિક્રેતા, વિતરકો, રોકાણકારો, આયાતકારો, ફ્રેન્ચાઈઝી બજાર અને શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક પૂરો પાડવાનો છે. આ ઈવેન્ટને ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝનું સમર્થન છે.
આ વર્ષે આ એક્સ્પોમાં ભાગ લેનારી કંપનીઓમાં વૈશ્વિક સ્તરની પ્રખ્યાત બ્રાન્ડ્સ જેમ કે, J L Morrison, Mother Care, Piramal, Me and Moms Pvt Ltd, Little's (India), Bonny Products, TOONZ Retail, Chicco, Lovi, Smitten Baby, Farlin, Gemini Lifestyle Private Ltd, Posh Baby એન્ડ Kids India, R for Rabbit Baby Products Pvt Ltd, Momzjoy અને Royal Brushes Ltd નો સમાવેશ થાય છે તેમજ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ઉત્પાદનો અને ટેક્નોલોજી પૂરી પાડતી અન્ય કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે Mr. Yogesh Mudras, Managing Director, UBM India જણાવ્યું હતુ કે, 'ભારતમાં છેલ્લા ઘણા સમયતી ચિલ્ડ્રન અને બેબી કરેના ઉત્પાદનોનું બજાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવીનતા અને વિકાસમાં બ્રાન્ડ્સની સાતત્યતા તથા રોકાણમાં વૃદ્ધિ તાજેતરના વર્ષોમાં આ ઉદ્યોગની નોંધપાત્ર વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરીણામે અન્ય વિકાસશીલ રાષ્ટ્રોમાં ભારત આ પ્રકારના ઉત્પાદનો માટે એક મહત્વપૂર્ણ બજાર બન્યું છે. CBME India 2016 માટે UBM India ને ઉદ્યોગ તરફથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે તે આ ઉદ્યોગની વિકાસની સંભાવનાઓ દર્શાવે છે. આ વર્ષે પણ અમને તમારો કારોબાર વધુ વિસ્તારવા માટે 300 થી ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ રજૂ કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.'
આ વર્ષની આવૃત્તિમાં વિશિષ્ટ પ્રકારની સૌપ્રથમ Cool Kids Fashion India શરૂ કરવામાં આવી છે, જે જાણિતા તેમજ ઉભરતા ડિઝાઈનર્સ, બ્રાન્ડ્સ અને ઉત્પાદકોની પ્રીમિયમ કિડ્સ ફેશન રજૂ કરશે. કિડ્સ ફેશન ઉદ્યોગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વિશિષ્ટ પહેલ Cool Kids Fashion Indiaમાં બાળકોના કપડાં અને એસેસરીઝ દર્શાવશે અને પ્રીમિયમ એક્ઝિબિશન, બાળકો માટે ફેશન ડિઝાઈન સ્પર્ધા, ટ્રેન્ડ ફોરમ લોન્ચ પેડ, કિડ્સ ફેશન ગેલેરી અને વેપાર તથા સ્ટાઈલિંગ પર વર્કશોપ જેવા ફિચર્સ પણ દર્શાવશે. આ એક્સ્પોમાં Innovative Product Corner (IPC) પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં CBME India નવીન ઉત્પાદન અવોર્ડ સાથે IPC માં ભાગ લેનારા એક્ઝિબિટર્સની ડિઝાઈન શ્રેષ્ઠતા અને નવિનતા રજૂ કરશે.
આ વર્ષની જેમ એક્સ્પોમાં શ્રેણીબદ્ધ પેનલ ચર્ચાઓ અને જ્ઞાન સત્રોનું પણ આયોજન કરાયું છે, જેમાં J L Morison (India) Ltd., Wazir Advisor, Being Human, Tommy Hilfiger, Supplified.com, Apples eyes, Deal jeans, The Children's Palace, Pepe, SafetyKart.com, Musafir.com અને YoStartups.com જેવી રીટેલ અને ઈ-કોમર્સ કંપનીઓના જાણિતા વક્તાઓ વક્તવ્ય આપશે. પહેલા દિવસે યોજાનારી પેનલ ચર્ચાઓના વિષયમાં બ્રાન્ડ્સ અને SME કેવી રીતે સફળતાપૂર્વક ઈ-કોમર્સ બિઝનેસની તકો અને સપ્લાય ચેનમાં કાર્યકારી શ્રેષ્ઠતા અને અસરાક્તાનો લાભ લઈ શકશે -નો સમાવેશ થાય છે જ્યારે બીજા દિવસના સેમિનાર્સમાં - ભારતીય બાળકોનાં પહેરવેશનું બજાર - વૈશ્વિક બ્રાન્ડ્સ અંતર પૂરું કરશે તેમજ વૈભવી અને ડિઝાઈનર કિડ્સ વેર - શું તે હિમશીલાની ટોચ જ છે જેવા વિષયો પર ચર્ચા થશે?'
UBM India અંગે:
UBM India ભારતની અગ્રણી એક્ઝિબિશન ઓર્ગેનાઈઝેશર છે, જે એક્ઝિબિશન, વિષય આધારિત પરિષદો અને સેમિનાર્સના પોર્ટફોલિયો મારફત સમગ્ર વિશ્વમાંથી ખરીદદાર અને વેચનારને એક સાથે લાવીને ઉદ્યોગને એક મંચ પૂરું પાડે છે. UBM India સમગ્ર દેશમાં પ્રત્યેક વર્ષે વ્યાપક સ્તર પર 25 થી વધુ એક્ઝિબિશન અને 40થી વધુ ચર્ચા સત્રોનું આયોજન કરે છે. આથી તે અનેક ઉદ્યોગોમાં વેપારને પ્રોત્સાહન આપે છે. UBM Asia Company અને UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈ સહિતના શહેરોમાં તેની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી લંડન સ્ટોક એક્ચેન્જ પર લિસ્ટેડ UBM plc ની છે. UBM Asia એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક છે અને ચીન, ભારત તથા મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક કંપની છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: ubmindia.in.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article